25-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  19.02.2012    બાપદાદા મધુબન


“ ઘર નો ગેટ ખોલવા માટે બેહદ ની વૈરાગ વૃત્તિ દ્વારા દેહ - અભિમાન નાં હું નો ત્યાગ કરો , બર્થ ડે પર દૃઢતા દ્વારા કહેવું અને કરવું એક કરી સફળતામૂર્ત બનો”


આજે બાપદાદા ચારેય તરફ નાં બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. ચારેય તરફ થી આ જ દિલ નો અવાજ આવી રહ્યો છે વાહ બાબા વાહ! અને બાપ નાં દિલ થી આ જ અવાજ છે વાહ બાળકો વાહ! આજે બધા ઉમંગ-ઉત્સાહ થી દિવ્ય જન્મ ની ખુશી મનાવી રહ્યાં છે. આજે ખુશી મનાવી પણ રહ્યાં છે અને સાથે બાપ પણ બાળકોની ખુશી મનાવી રહ્યાં છે. આજ નો જ આ વિચિત્ર જયંતી નો દિવસ છે જે બાપ અને બાળકોનો સાથે દિવ્ય જન્મ નો દિવસ છે. તો તમે બધા મુબારક આપી પણ રહ્યાં છો અને લઈ પણ રહ્યાં છો કારણકે બાપે જન્મ લીધો છે યજ્ઞ રચવા માટે. તો યજ્ઞ માં બ્રાહ્મણ બાળકો જ જોઈએ. તો આ એક જ જયંતી છે જે બાપ અને બાળકો ની સાથે જયંતી છે એટલે આ શિવ જયંતી ને હીરાતુલ્ય જયંતી કહેવાય છે. તો બાપ જોઈ રહ્યાં છે કે એક-એક બાળક કેટલાં સ્નેહ થી મુબારક આપવા આવ્યાં છે અને બાપ પણ મુબારક આપવા આવ્યાં છે. આ જયંતી અતિ સ્નેહ ની જયંતી છે. સ્નેહી બાળકો, સ્નેહી બાપ અને સ્નેહી જયંતી છે.

બાપદાદા ની પાસે ચારેય તરફ નાં દેશ-વિદેશ બધા બાળકો નો સ્નેહ પહોંચી રહ્યો છે. બાપ એક-એક સ્નેહી બાળક ને પદમગુણા સ્નેહભરી મુબારક આપી રહ્યાં છે. આ સ્નેહ દરેક બાળકને સહજ કર્મયોગી બનાવવા વાળો છે. આ સ્નેહ સદા સહજ બનાવવા વાળો છે, શક્તિશાળી બનાવવા વાળો છે. બાપદાદા નો એકલા જન્મદિવસ નથી કારણકે બાપ સદા જ બાળકોની સાથે રહેવાવાળા છે. સાથે રહીશું, સાથે ચાલીશું, સાથે રાજ્ય કરીશું. તમારા બધાનો પણ આ જ વાયદો છે ને! સાથે રહેવાનું છે, સાથે ઉડવાનું છે અને સાથે રાજ્ય કરવાનું છે!

બાપદાદાને આજે તમારા ભક્ત પણ વિશેષ યાદ આવી રહ્યાં છે કારણકે તમારા ભક્તોએ જે તમે કર્યું છે તે કોપી ખૂબ સારી કરી છે કારણકે દ્વાપર માં પરમધામ થી પહેલાં-પહેલાં આવ્યાં છે તો પહેલો જન્મ સદા સતોપ્રધાન હોય છે એટલે એમણે કોપી ખૂબ સારી કરી છે. તો આજ નાં દિવસે બાળકોની સાથે તમારા ભક્ત પણ યાદ આવી રહ્યાં છે. વતન માં તો આજે અમૃતવેલા થી ઘણાં બાળકો ની રોનક હતી. દરેક બાળક સમજતું હતું કે હું બાપદાદા ને પોતાની મુબારક આપું અને બાપદાદાએ પણ દરેક બાળકની મુબારક અતિ સ્નેહ થી સ્વીકાર કરી. તો વતન માં આજે આ મેળો લાગેલો હતો. એક તરફ આપ બાળકો હતાં, બીજી તરફ એડવાન્સ માં ગયેલા તમારા સાથી સાથે આવેલા હતાં. બાપદાદાએ જોયું કે તમારી દાદીઓ અને અન્ય ભાઈઓની લિસ્ટ ખૂબ મોટી હતી. એક-એક દાદીઓ બાપદાદા ને પણ મુબારક આપી રહી હતી પરંતુ સાથે આપ સર્વ ભાગ્યવાન બાળકોને પણ મુબારક આપી રહ્યાં હતાં. તો વતન માં આજે મુબારક નો મેળો હતો. બધા એડવાન્સ પાર્ટી નાં વિશેષ દાદીઓ અને ભાઈ આપ વિશેષ નિમિત્ત સાથે રહેવાવાળા આત્માઓને યાદ કરતા ખૂબ દિલ થી મુબારક આપી રહ્યાં હતાં તો તમને બધાને બાપદાદા બધા તરફથી પણ મુબારક આપી રહ્યાં હતાં. સ્વીકાર કરી?

બધાનો વિશેષ બહેનો અને ભાઈઓ નો એક જ અવાજ હતો કે હવે ઘર નો ગેટ ક્યારે ખોલશો! તો વિશેષ દીદી-દાદી કહી રહ્યાં હતાં કે અમારી સખીઓને, ભાઈઓને તમારા તરફથી આ જ કહેવાનું છે કે ઘરે ચાલવા માટે કઈ તારીખ ફિક્સ કરી છે? બધા સાથે ચાલશો ને! અલગ-અલગ તો નહીં જશો? દરવાજા ખોલવા માટે બધા સાથે હાજર થઈ જઈશું. તો તે ડેટ માંગી રહ્યાં હતાં. બાપદાદા હર્ષાયા કારણકે બાપ પણ ઇચ્છે છે કે હવે ગેટ ખોલવા માટે બધા બાળકોની બેહદની વૈરાગ વૃતિ જોઈએ, આ જ ચાવી છે ગેટ ખોલવાની. બાપદાદા તો સદા કહેતા રહે છે કે બેહદ નાં વૈરાગી બની વેસ્ટ સંકલ્પ અને વેસ્ટ સમય બંને ને મળાવીને જલ્દી થી જલ્દી ત્યાગ કરજો અર્થાત્ બેહદ નાં વૈરાગી બનજો કારણકે બાપદાદાએ જોયું છે કે સૌથી મોટું વિઘ્ન દેહ-અભિમાન છે. આ દેહ-અભિમાન ને ત્યાગવું ચાલતાં-ફરતાં દેહી-અભિમાની બનવું, આ જ બેહદ નો વૈરાગ છે.

તો બધા કહો તો છો મારા બાબા, મીઠાં બાબા, પ્યારા બાબા. જ્યારે દિલ થી કહો છો મારા તો આ દેહ-અભિમાન જે ‘હું’ નાં રુપમાં આવે છે, બાપ સદા કહે છે કે આ ‘હું’ નું ભાન જે આવી જાય છે, હું જે કરું છું, હું જે કહું છું, તે જ ઠીક છે. એક હું છે સાધારણ, હું આત્મા છું અને આ મારું શરીર છે. બીજું સુક્ષ્મ હું, જે સંભળાવ્યું મેં આ કર્યું, હું આ કરી શકું છું, હું જ ઠીક છું…, આ સુક્ષ્મ ‘હું’ આને ખતમ કરવાનું છે. આ દેહ અભિમાન આ રુપમાં આવે છે. તો આજ નાં દિવસે આ સુક્ષ્મ હું, જે ક્યારેક બાપની વિશેષતા ને પણ મારું માનીને ‘હું’ નું ભાન રાખે છે, આને સમાપ્ત કરજો. જુઓ, યાદગાર જે બનાવે છે એમાં પણ જ્યારે બલિ ચઢાવે છે તો સ્વયં નથી બલિ ચઢતાં પરંતુ કોની બલિ ચઢાવે છે? બકરા ની. બકરા ને કેમ શોધ્યો? કારણકે બકરો હું-હું જ કરે છે. ભક્તોએ કોપી તો ખૂબ સારી કરી છે. તો આજ નાં દિવસે આ દેહ-અભિમાન નો હું શું પુરુષાર્થ કરીને સમાપ્ત કરી શકો છો? બાપ નાં બર્થ ડે પર આવ્યાં છો તો કોઈ સોગાત તો આપશો ને! તો બાપને બીજી સોગાત નથી જોઈતી, આ સુક્ષ્મ હું-પણું, આ જ બાપ કહે છે આજ નાં જન્મદિવસ પર બાપ ને સોગાત આપી દો. આપી શકો છો? આપવી છે? છે હિંમત? હિંમત છે? હાથ ઉઠાવો. હાથ ઉઠાવીને તો ખુશ કરી દીધાં. હાથ ઉઠાવ્યો, તો સોગાત આપી દીધી ને! આપેલી સોગાત કોઈ પાછી લે છે શું? ઘણા બાળકો કહે છે બાબા અમે ઇચ્છતા નથી પરંતુ આવી જાય છે. કારણ શું? કારણ જો પૂછે તો જવાબ ખૂબ સારો આપે છે. કહે છે જાણીએ પણ છીએ, માનીએ પણ છીએ પરંતુ શું કરીએ પાછી આવી જાય છે. વિચારો! આપેલી વસ્તુ જો તમારી પાસે આવી જાય તો શું આપેલી વસ્તુ તમારી પાસે રાખશો? તો જો તમે દિલ થી આપી, જો પાછી આવી પણ જાય, તો રાખશો પોતાની પાસે? કારણ શું છે? બાપ થી પ્રેમ છે ને તો પ્રેમ નાં કારણે જે વાત કહે છે તે કરવા ઈચ્છે છે, આ બાપ ની પાસે પણ રીઝલ્ટ આવે છે પરંતુ શું છે, દૃઢતા ઓછી છે, દૃઢતા ને યુઝ કરો. સંકલ્પ કરો છો પરંતુ એક છે સંકલ્પ કરવો, બીજો છે દૃઢ સંકલ્પ કરવો. તો વારંવાર કરેલા સંકલ્પ માં દૃઢતા લાવવી, આ અટેન્શન ઓછું છે. દૃઢતા સફળતા ની ચાવી છે. તો આજે શું કરશો? સંકલ્પ કરશો કે દૃઢ સંકલ્પ કરશો? જો તમારો દૃઢ સંકલ્પ છે તો એની નિશાની છે દૃઢતા સફળતા ની ચાવી છે. તો ચાવી લગાવવામાં કોઈ કમી રહી જાય છે એટલે સંપૂર્ણ સફળતા નથી મળતી.

તો આજે બાપદાદાની પાસે બાળકો નો પણ બર્થ ડે છે, બાપ નો પણ બર્થ ડે છે. તો આ તો વિશેષ દિવસ છે ને! આખાં કલ્પ માં બાપ-બાળકો નો એક સમયે જન્મ આ જ બર્થ ડે ની વિશેષતા છે. તો આજ નાં દિવસે બાપ આ જ ઈચ્છે છે કે દરેક બાળક આજે પોતાનાં દિલ માં દૃઢતા ને લાવીને આ દૃઢ સંકલ્પ કરે કે અમારે વ્યર્થ સંકલ્પ અને વ્યર્થ સમય નથી ગુમાવવાનો કારણકે જો આખાં દિવસ ને અટેન્શન થી ચેક કરો તો વચ્ચે-વચ્ચે સમય અને સંકલ્પ વ્યર્થ જાય છે. બાપદાદા તો બધાનું રીઝલ્ટ જુએ છે ને! એને બચાવવો અર્થાત્ સમાપ્તિ નો સમય સમીપ લાવવો. તૈયાર છો? કે હમણાં પણ કહેશો આવી જાય છે, શું કરીએ? વ્યર્થ નું કામ છે આવવાનું, તમારું કામ શું છે, બેસાડવાનું? તો બેસાડી દો છો ત્યારે તો એને પણ ઘર બનાવી દીધું છે. તે પણ સમજી ગયાં છે કે દૃઢતા નથી એટલે આજ નાં સ્નેહ નાં દિવસે બધાનાં દિલ માં હમણાં શું છે? અમૃતવેલા થી લઈને આજે દિલ માં વારંવાર શું આવી રહ્યું છે? મારા બાબા, મારા બાબા, મારા બાબા. બાપ નાં દિલ માં પણ છે મારા બાળકો, મારા બાળકો, મારા બાળકો… તો જેવી રીતે મેજોરીટી બાપ ની યાદ માં રહ્યાં છો. દિવસ નો પ્રભાવ છે, બાપદાદાએ નોટ કર્યું. સ્નેહ નો દિવસ હોવાનાં કારણે વારંવાર બધાને મારા બાબા, મારા બાબા લાંબો સમય યાદ રહ્યું છે. એવું છે? આમાં હાથ ઉઠાવો. આજ નાં દિવસની વાત છે. મારા બાબા યાદ રહ્યાં? બીજું કંઈ યાદ રહ્યું? ના. આમ-આમ હાથ કરી રહ્યાં છો. ખૂબ સારું. તો જો રોજ વારંવાર ચેક કરો, સંગમ નો દરેક દિવસ બાપ નાં સ્નેહ નો દિવસ છે. જેવી રીતે આજે વિશેષ દિવસ હોવાનાં કારણે વધારે યાદ રહી ને! એવી રીતે સદા અમૃતવેલા આ સ્મૃતિ માં રાખો કે આ સંગમ નો એક-એક દિવસ કેટલો મહાન છે. એક નાનાં એવાં જન્મ માં ૨૧ જન્મ ની પ્રાપ્તિ ગેરંટી છે. તો એક-એક દિવસ નું કેટલું મહત્વ થયું! ક્યાં ૨૧ જન્મ અને ક્યાં આ નાનો એવો એક જન્મ.

તો બાપદાદા આજે આપ બાળકો થી બર્થ ડે ની આ જ સોગાત ઈચ્છે છે. આપશો સોગાત? આપશો? હાથ ઉઠાવો. દૃઢ નિશ્ચય નો હાથ. જોઈશું, કરીશું નહીં. કરવાનું જ છે. કંઈ પણ થઈ જાય ત્યાગ તો ત્યાગ. આ ત્યાગ નથી પરંતુ ભાગ્ય છે. તો આજ નાં દિવસે જો સાચ્ચો હાથ ઉઠાવ્યો તો મહત્વ નો દિવસ છે ને! હમણાંથી તમારા ચહેરા પર વ્યર્થ ની સમાપ્તિ અને સદા સ્મૃતિ સ્વરુપ ની ઝલક ચહેરા અને ચલન માં આવવી જોઈએ. આ માયા નાં જે શબ્દ છે ને! શું, કેમ, ક્યારે, કેવી રીતે… આ સમાપ્ત થઈ જાય ત્યારે ચહેરો અને ચલન સેવા કરશે. હમણાં વધારે પ્રભાવ ભાષણો નો છે. બાપદાદા ખુશ છે ભાષણ ખૂબ સારું કરી રહ્યાં છો પરંતુ દિવસે-દિવસે હવે જેમકે આ ભાષણો દ્વારા, વાણી દ્વારા સેવા નો ઉમંગ સારો રાખ્યો અને સફળતા પણ મેળવી. એવી રીતે જ હવે સમય પ્રમાણે તમારી વધારે સેવા ચહેરા અને ચલન થી થશે. એનો અભ્યાસ, જેવી રીતે ભાષણો નો અભ્યાસ કરતાં-કરતાં હોશિયાર થઈ ગયાં છો ને! એવી રીતે હવે ચહેરા અને ચલન થી કોઈને ખુશીનું વરદાન આપો, અભ્યાસ કરો કારણકે સમય ઓછો મળશે એટલે સમય અને સંકલ્પ નું મહત્વ રાખતા આગળ વધતા જાઓ. થવાનું બધું અચાનક છે એટલે બર્થ ડે તો યાદ રહે છે ને! બર્થ ડે આવવાનો છે, આવવાનો છે કેટલો સમય યાદ આવ્યો? બાપદાદા આવવાના છે, આવવાના છે, મળવાનું છે આ કેટલાં સમય થી યાદ રાખ્યું? હવે આ સંકલ્પ કરો, દૃઢતા થી વ્યર્થ સમય, સંકલ્પ ને સમાપ્ત કરવાનાં છે. મારા બાબા, મારા બાબા દિલ માં સમાવતા, કહ્યું અલગ વસ્તુ છે પરંતુ દિલ માં સમાવવું, દિલ ની વાત ક્યારેય ભુલાતી નથી. મુખ ની વાત ભૂલી શકાય છે પરંતુ દિલ ની વાત સારી કે વ્યર્થ બંને નથી ભુલાતી. તો આજે બાપદાદાને સોગાત તો આપી ને! બે-બે હાથ ઉઠાવો. અરે વાહ! આ ફોટો પાડો. બાપદાદા ફક્ત હાથ ને નથી જોતા, બાપદાદા તમારા દિલને જોઈ રહ્યાં છે.

તો આજ નાં દિવસની સોગાત પોતાને પણ આપી અને બાપ ને પણ આપી. જો તમારો વ્યર્થ સમય અને સંકલ્પ બચી ગયો તો તમારો દિવસ કેવો વીતશે? સદા ખુશનસીબ અને ખુશનુમા બની જશો. તો હવે અમૃતવેલા બાપદાદા થી મિલન મનાવવાનાં પછી આ સંકલ્પ રોજ સ્મૃતિ માં લાવજો અને આખાં દિવસ માં વચ્ચે-વચ્ચે ચેક કરજો. બાપદાદા સમય ફિક્સ નથી કરતાં પરંતુ તમે પોતાનો સમય ફિક્સ કરો. વચ્ચે-વચ્ચે ચેક કરજો તો જે બાપદાદા ની આગળ બર્થ ડે પર વાયદો કર્યો, તે વાયદો નિભાવી રહ્યાં છીએ? આ પોતે પોતાનાથી ચેક કરજો. ઈચ્છે તો બધા છે. બાપદાદા આજે ચહેરો જોઈ રહ્યાં છે કે ઈચ્છે છે હા કરીશું, કરીશું, કરીશું પરંતુ આ વેસ્ટ આવી જાય છે ને તો બાપ થી કરેલો વાયદો પણ ભુલાઈ જાય છે. તો વેસ્ટ ખતમ. હમણાં પણ એક મિનિટ પાવરફુલ આત્મા બની સંકલ્પ કરો વેસ્ટ ને ખતમ કરવાનું જ છે. (બાપદાદાએ ડ્રિલ કરાવી) સારું.

બાપદાદા એક પણ બાળક ને પોતાનાં સમાન બનાવ્યાં વગર રહેવા નથી ઈચ્છતાં. પ્રેમ છે ને! જુઓ પ્રેમની નિશાની આજ નો દિવસ છે. બાપ અને બાળકો નો આખાં કલ્પ માં એવો દિવસ નથી હોતો જે બાપ અને બાળક નો જન્મ એક દિવસે હોય. બાપ નો એક-એક બાળક થી દિલ નો પ્રેમ છે કે મારો બાળક, પરમાત્મા નો બાળક, જે સંકલ્પ કરો તે સંકલ્પ સફળ થાય. એક-એક સંકલ્પ માં શક્તિ હોય, કહેવું અને કરવાનું એક હોય. કહ્યું અર્થાત્ થયું. શુદ્ધ સંકલ્પ હોય. તો વ્યર્થ સ્વતઃ જ ખતમ થઇ જશે કારણકે એડવાન્સ પાર્ટી ડેટ ઈચ્છે છે. તો તમારી જે મોટી-મોટી દાદીઓ છે, મોટાં-મોટાં ભાઈઓ છે, એમનાથી પ્રેમ તો છે ને. કેટલાં યાદ કરે છે, દાદી ને, દીદી ને, ચંદ્રમણી ને. બધાનું નામ લેતા જાઓ. બધાને યાદ કરે છે. તો તે જે ઈચ્છે છે તે કરીને બતાવો ને. તો આજ નો સંકલ્પ શું રહ્યો? કહેવું અને કરવું એક હોય. ઠીક છે! તો આજે ચારેય તરફ નાં બાળકોને બાપદાદા બર્થ ડે ની સોગાત આ જ આપી રહ્યાં છે “કહેવું અને કરવું” એક કરો. દૃઢતા ની સોગાત આજ નાં દિવસ ની બાપદાદા દરેક બાળકો ને આપી રહ્યાં છે. શુભ કાર્ય દૃઢતા થી સફળ કરો.

બાકી જે પણ આજે પહેલીવાર આવ્યાં છે, તે ઉઠો. હાથ હલાવો. બાપદાદા આવવા વાળા બાળકોને આવી ગયાં, જાણી લીધા મારા બાબા, આની ખૂબ-ખૂબ મુબારક આપી રહ્યાં છે. બાપદાદાને ખુશી છે છતાં પણ હલચલ જે થવાની છે એના પહેલાં પહોંચી ગયાં છો, એની મુબારક છે. હવે આવવા વાળા દરેક બાળક આ સંકલ્પ કરો દૃઢ, સાધારણ સંકલ્પ નહીં, દૃઢ સંકલ્પ કરો કે તીવ્ર પુરુષાર્થી બનવાનું જ છે. તીવ્ર, સાધારણ નહીં. તો આવવા વાળા પોતાના રાજ્ય માં આવી જશો એટલે સાધારણ સંકલ્પ નો સમય પૂરો થયો. હવે તીવ્ર પુરુષાર્થ નો સમય છે, ચાન્સ છે, છતાં પણ ચાન્સ લેવા વાળા ચાન્સલર તો બની ગયાં. તો બાપદાદા દરેક બાળક ને જોઈ ખુશ છે અને દરેક બાળક ને કહી રહ્યાં છે કે તીવ્ર પુરુષાર્થ કરશો તો સાથે જશો, સાથે રહેશો. તો મુબારક છે, મુબારક છે, મુબારક છે.

બાપદાદા દિલ થી ઈચ્છે છે કે એક બાળક પણ પાછળ ન રહી જાય. સાથે ચાલે. પાછળ-પાછળ આવવા વાળા સારા નથી લાગતાં. સાથ હોય, હાથ હોય, ચાલવાનું છે ને ઘરે. રિટર્ન જર્ની છે. એનાં માટે જેમ બ્રહ્મા બાબા ફરિશ્તા છે, એવી રીતે ફોલો ફાધર. સાકાર માં હોવા છતાં ફરિશ્તા, જેને પણ જુઓ ફરિશ્તા જ ફરિશ્તા, ત્યારે ગેટ ખુલી જશે. સારું. બધા બાળકોને સદા ખુશનસીબ, ખુશનુમા સ્વરુપ ની યાદપ્યાર.

વરદાન :-
પોતાનાં એકાગ્ર સ્વરુપ દ્વારા સૂક્ષ્મ શક્તિ ની લીલાઓનો અનુભવ કરવા વાળા અંતર્મુખી ભવ

એકાગ્રતા નો આધાર અંતર્મુખતા છે. જે અંતર્મુખી છે તે અંદર જ અંદર સૂક્ષ્મ શક્તિઓની લીલાઓનો અનુભવ કરે છે. આત્માઓનું આહવાન કરવું, આત્માઓ સાથે રુહરિહાન કરવી, આત્માઓનાં સંસ્કાર સ્વભાવ ને પરિવર્તન કરવાં, બાપ સાથે કનેક્શન જોડાવવું - એવી રુહો ની દુનિયામાં રુહાની સેવા કરવા માટે એકાગ્રતા ની શક્તિને વધારો, આનાંથી સર્વે પ્રકારનાં વિઘ્ન સ્વતઃ સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
સર્વ પ્રાપ્તિઓ ને સ્વયં માં ધારણ કરી વિશ્વ ની સ્ટેજ પર પ્રત્યક્ષ થવું જ પ્રત્યક્ષતા નો આધાર છે.

અવ્યક્ત ઇશારા - પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો

કોઈ રોજ તમારી ગ્લાનિ કરે, તે સદા અકલ્યાણ કરે, તમે તેનાથી કિનારો કરવાને બદલે એનું પણ કલ્યાણ કરતા રહો, આ જ આપ જ્ઞાની તૂ આત્માનું કર્તવ્ય છે. જેવી રીતે બાપની મહિમા માં વિશેષ રહેમદિલ નો ગુણ ગવાયેલો છે. ભલે દેશ માં, ભલે વિદેશ માં બાપ ની આગળ જશે તો રહેમદિલ, મર્સિફુલ કહેશે. તો આપ સર્વ પણ માસ્ટર રહેમદિલ છો. એવાં રહેમદિલ બની બધા પર ઉપકાર કરો.