26-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
ગેરેન્ટી કરો છો કે અમે પોતાનાં જ યોગબળ થી આ ભારત ને સ્વર્ગ બનાવીશું , ત્યાં એક
ધર્મ , એક રાજ્ય હશે”
પ્રશ્ન :-
માયા નાં કયા વિધ્ન
થી સેફ (સુરક્ષિત) રહેવા વાળા ખૂબ સારી કમાલ કરી શકે છે?
ઉત્તર :-
માયા નું સૌથી મોટું વિઘ્ન છે - દેહ-અભિમાન માં લાવીને એક-બીજા નાં નામ-રુપ માં
ફસાવવું. જે બાળકો આ વિધ્ન થી સેફ રહે, માયા નાં દગા થી બચી રહે, તે ખૂબ કમાલ કરી
દેખાડે છે. તેમની બુદ્ધિ માં સર્વિસ (સેવા) નાં નવાં-નવાં વિચાર ચાલતાં રહે છે,
સર્વિસ માં ઉન્નતિ ત્યારે થશે જ્યારે દેહી-અભિમાની હશે.
ઓમ શાંતિ!
બાપ આવ્યાં છે
રુહાની બાળકોને શ્રીમત આપવાં. આ તો બાળકો જાણે છે કે થોડા સમય ની અંદર ડ્રામા પ્લાન
અનુસાર બધું કાર્ય થવાનું છે. આપણે રાવણપુરી ને વિષ્ણુપુરી બનાવીએ છીએ. હમણાં બાપ
પણ ગુપ્ત તો ભણતર પણ ગુપ્ત છે. સેવાકેન્દ્રો તો ખૂબ છે. નાનાં-મોટાં ગામડા માં
સેવાકેન્દ્રો છે અને બાળકો પણ ઘણાં છે. હજી પણ દિવસ-પ્રતિદિવસ વધતાં જશે. લિટરેચર (સાહિત્ય)
માં પણ લખે છે કે અમે આ ભારત ભૂમિ ને સ્વર્ગ બનાવીને છોડીશું. તમને આ ભારતભૂમિ ખૂબ
પ્રિય છે કારણકે તમે જાણો છો કે આ ભારત જ સ્વર્ગ હતું. તેને ૫ હજાર વર્ષ થયાં. ભારત
ખૂબ શાનદાર હતું. આપ બ્રહ્મા મુખ વંશાવલી બાળકો ને જ આ નોલેજ છે. આ ભારત ને શ્રીમત
પર સ્વર્ગ બનાવવું પડે. બધાને રસ્તો બતાવવાનો છે બીજી કોઈ ખિટ-ખિટ ની અહીં વાત નથી.
પરસ્પર બેસી સલાહ લેવી જોઈએ કે આ ચિત્રો દ્વારા એવી શું એડવર્ટાઇઝ (જાહેરાત) કરીએ
જે સમાચાર પત્ર માં પણ આ ચિત્ર આવે. પરસ્પર આનાં પર સેમિનાર (ચર્ચાસત્ર) કરવાં જોઈએ.
જેમ તે ગવર્મેન્ટ નાં લોકો પરસ્પર મળે છે, સલાહ કરે છે કે ભારત ને આપણે કેવી રીતે
સુધારીએ! આ જે આટલાં બધાં મતભેદ થઈ ગયાં છે, તેને પરસ્પર મળીને ઠીક કરીએ અને ભારત
માં સુખ-શાંતિ કેવી રીતે સ્થાપન થાય! એમ તમે પણ રુહાની પાંડવ ગવર્મેન્ટ છો, આ મોટી
ઈશ્વરીય ગવર્મેન્ટ છે. પતિત-પાવન બાપ જ પતિત બાળકો ને પાવન બનાવીને પાવન દુનિયાનાં
માલિક બનાવે છે. આ રહસ્ય આપ બાળકો જાણો છો. મુખ્ય છે જ ભારત નો આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ. આ છે રુદ્ર જ્ઞાન-યજ્ઞ. રુદ્ર કહેવાય છે શિવબાબા ને. હવે તમને બાપે આવીને
જગાડ્યાં છે, તમારે પછી બીજાઓને જગાડવાનાં છે. ડ્રામા પ્લાન અનુસાર તમે જગાડતાં રહો
છો. હમણાં સુધી જેમણે-જેમણે જેવો-જેવો પુરુષાર્થ કર્યો છે, એટલો જ કલ્પ પહેલાં પણ
કર્યો હતો. તમારું રુહાની યુદ્ધ છે. ક્યારેક માયા નું જોર થઈ જાય છે, ક્યારેય ઈશ્વર
નું. ક્યારેક-ક્યારેક તો સર્વિસ સારી તીવ્ર ગતિ થી ચાલે છે. ક્યારેક કોઈ બાળકોમાં
માયા નાં વિઘ્ન પડી જાય છે. માયા એકદમ બેહોશ કરી દે છે. લડાઈ નું મેદાન તો છે ને.
માયા એકદમ બેહોશ કરી દે છે. લડાઈ નું મેદાન તો છે ને. માયા રામ ની સંતાન ને બેહોશ
કરી દે છે. લવ-કુશ ની કહાણી (વાર્તા) પણ છે ને. રામ નાં બે બાળકો બતાવ્યાં છે. અહીં
તો બાબા નાં અસંખ્ય બાળકો છે. આ સમયે બધાં મનુષ્ય કુંભકરણ ની નીંદર માં સૂતેલાં છે.
તેઓ આ પણ નથી જાણતાં કે પરમપિતા પરમાત્મા આવ્યાં છે - બાળકોને વારસો આપવાં. બાપ
ભારતમાં જ આવે છે. આ વાત બિલકુલ જ ભૂલી ગયાં છે. ભારતવાસી જ સ્વર્ગ નાં માલિક હતાં,
આમાં કોઈ શંકા નથી. પરમપિતા પરમાત્મા નો જન્મ પણ અહીં થાય છે ત્યારે તો શિવ જયંતી
ભારત માં મનાવે છે. તો જરુર એમણે કાંઈ આવીને કર્યું હશે. બુદ્ધિ કહે છે કે જરુર બાપે
આવીને સ્વર્ગ ની સ્થાપના કરી હશે. પ્રેરણા થી થોડી સ્થાપના કરશે. અહીં તો આપ બાળકોને
રાજયોગ શીખવાડાય છે, યાદ ની યાત્રા શીખવાડાય છે. પ્રેરણા માં કોઈ અવાજ નથી હોતો.
સમજે છે શંકર પ્રેરણા થી વિનાશ કરે છે, પરંતુ આમાં પ્રેરણા ની વાત નથી. તમે સમજી ગયાં
છો કે ડ્રામા માં તેમનો પાર્ટ જ છે - મૂસળ બનાવવાં. તેઓ વિનાશ અર્થ નિમિત્ત બનેલાં
છે. પ્રેરણા શાસ્ત્રો નો શબ્દ છે, આમાં પ્રેરણાની તો વાત જ નથી. ડ્રામા અનુસાર
વિનાશ તો થવાનો જ છે. ગવાયેલું છે મહાભારત લડાઈ માં આ મૂસળ વગેરે કામ માં આવ્યાં હતાં,
જે પાસ્ટ થઈ ગયું છે તે ફરી રિપીટ થવાનું છે. તમે ગેરેન્ટી (ખાતરી) કરો છો કે અમે
યોગબળ થી સ્વર્ગ ની સ્થાપના કરીશું, ત્યાં એક ધર્મ હશે. તો બીજા બધાં ધર્મ ક્યાં હશે?
જરુર વિનાશ થઈ જશે. આ સમજવાની વાત છે. ગવાયેલું છે - બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ
દ્વારા પાલના તો ઠીક છે. પરંતુ શંકર ને તો શિવ ની સાથે મળાવી દીધાં છે, આ રોંગ (ખોટું)
છે. શિવ શંકર કહી દે છે કારણ કે શંકર તો કોઈ કામ નથી કરતાં તો શિવ થી મળાવી દીધાં
છે. પરંતુ શિવબાબા કહે છે મારે તો ખૂબ કામ કરવું પડે છે. બધાને પાવન બનાવવા પડે છે.
હું આ બ્રહ્મા તન માં પ્રવેશ કરી આ સાકાર દ્વારા સ્થાપના નું કાર્ય કરાવું છું.
શંકર નો તો કોઈ પાર્ટ નથી. શિવ ની પૂજા થાય છે. શિવ જ કલ્યાણકારી ઝોલી ભરવા વાળા
છે. શિવ પરમાત્માય નમઃ કહે છે ને. આ બ્રહ્મા પણ પ્રજાપિતા થયાં. બ્રહ્મા થી વિષ્ણુ,
વિષ્ણુ થી બ્રહ્મા આ તો ખુબ ગુહ્ય વાતો છે. આ ફક્ત આપ બાળકો જ જાણો છો. સેન્સિબલ (સમજદાર)
બાળકોની બુદ્ધિ માં જ્ઞાન ઝટ સમજ માં આવી જાય છે. મનુષ્ય ને કાંઈ પણ સમજ નથી કે
પતિત-પાવન બાપ ક્યારે આવશે! હવે તો કળિયુગ નો અંત છે. જો કહે છે કે કળિયુગ નાં અંત
માં ૪૦ હજાર વર્ષ બાકી છે, તો હજી કેટલાં વધારે પતિત બનશે? કેટલું દુઃખ સહન કરશે?
કળિયુગ માં સુખ તો હશે નહીં. કાંઈ પણ ન જાણવાનાં કારણે બિચારા ઘોર અંધારા માં પડ્યાં
છે.
આપ બાળકોએ પરસ્પર
મળીને સલાહ કરવી જોઈએ કે કેવી રીતે સર્વિસ ને વધારીએ. બાપ પ્લાન (યોજના) તો બતાવતાં
રહે છે પછી બાળકોએ પરસ્પર મળવાનું છે. ચિત્રો પર સારી રીતે સમજાવવાનું છે. આ પણ
ડ્રામા અનુસાર ચિત્ર બનતાં જઈ રહ્યાં છે. બાળકો જાણે છે કે જે-જે સમય પસાર થતો જાય
છે, હૂબહૂ ડ્રામા ચાલતો રહે છે. બાળકો ની અવસ્થા તો ક્યારેક ઉપર, ક્યારેક નીચે, આ
ચાલતું રહેશે. બાબા પણ સાક્ષી થઈને જુએ છે. ક્યારેક-ક્યારેક બાળકો પર ગ્રહચારી બેસે
છે તો તેમને મટાવવા માટે પ્રયત્ન કરાવે છે. બાબા ઘડી-ઘડી કહે છે કે બાપ ને યાદ કરો.
પરંતુ દેહ-અભિમાન માં આવી જાય છે એટલે ઠોકરો ખાય છે, આમાં દેહી-અભિમાની બનવું પડે.
પરંતુ બાળકો માં દેહ-અભિમાન ખૂબ છે. તમે દેહી-અભિમાની બનો તો બાપ ની યાદ રહે પછી
સર્વિસ ની ઉન્નતિ પણ થતી રહેશે. જેમણે ઉંચ પદ મેળવવાનું છે, તે સદૈવ સર્વિસ માં
લાગેલાં રહેશે. તકદીર માં જો નથી તો તદબીર (પુરુષાર્થ) પણ નહીં કરશે. સ્વયં કહે છે
કે બાબા અમારી ધારણા નથી થતી. બુદ્ધિ માં નથી બેસતું. ધારણા જો નથી થતી તો ખુશી પણ
નથી રહેતી. જેમને ધારણા થાય છે તો ખુશી પણ રહે છે. સમજે છે કે શિવબાબા આવેલાં છે.
બાપ કહે છે - બાળકો તમે સારી રીતે સમજી પછી બીજાઓને પણ સમજાવો. કોઈ તો સર્વિસ માં
લાગી જાય છે. પુરુષાર્થ કરતાં રહે છે. આપ બાળકો જાણો છો કે જે-જે સેકન્ડ વીતે છે તે
ડ્રામા માં નોંધ છે પછી એવી રીતે જ રિપીટ થાય છે. બાળકોને જ સમજાવાય છે કે બહાર
ભાષણ કરતાં સમયે તો અનેક પ્રકાર નાં મનુષ્ય આવે છે. આપ બાળકો જાણો છો કે બધાં વેદ,
શાસ્ત્ર, ગીતા વગેરે પર જ ભાષણ કરે છે, તેમને આ ખબર થોડી છે કે અહીં ઈશ્વર પોતાનું
અને આ રચના નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. ચિત્રો માં કેટલું સારી રીતે
બતાવ્યું છે કે પરમાત્મા કોણ છે! આ વાતો પ્રોજેક્ટર પર તો સમજાવી ન શકાય. પ્રદર્શન
માં તો ચિત્ર પણ સામે ઉભાં છે અને પછી તમે સમજાવી ને પૂછી પણ શકો છો કે હવે બતાવો
કે ગીતા નાં ભગવાન કોણ છે? જ્ઞાન નાં સાગર કોણ છે? પવિત્રતા, સુખ-શાંતિ નાં સાગર,
લિબરેટર, (મુક્તિદાતા) ગાઈડ (માર્ગદર્શક) કોણ છે? શ્રીકૃષ્ણ નાં માટે તો કહી નહીં
શકે. પરમાત્મા ની મહિમા અલગ છે. પહેલાં લખવું પણ જોઈએ, પ્રોબ (પ્રશ્ન-ઉત્તર) લેવો
જોઈએ. બધાં થી સહી (હસ્તાક્ષર) પણ લેવાની છે.
(હૉલ માં ચકલીઓ લડી
રહી છે) આ સમયે આખી દુનિયા માં લડાઈ-ઝઘડા જ છે. બધાં પરસ્પર લડતાં રહે છે. ૫ વિકાર
પણ મનુષ્ય માં ગવાય છે. જાનવરો ની તો વાત નથી. વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા) અને
વાઇસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) મનુષ્યો નાં માટે ગવાયેલું છે. કળિયુગ માં છે
આસુરી સંપ્રદાય, સતયુગ માં છે દૈવી સંપ્રદાય. મનુષ્ય એટલાં તમોપ્રધાન બુદ્ધિ છે જે
બિલકુલ જ સમજતાં નથી કે અમે જ આસુરી સંપ્રદાય છીએ. દેવતાઓની આગળ જઈને ગાય પણ છે અમે
જ નીંચ-પાપી છીએ, હમ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં. તમે તો તેમને સિઘ્ધ કરી બતાવી
શકો છો. સીડી નાં ચિત્ર માં ખૂબ ક્લિયર (સ્પષ્ટ) છે. બતાવેલું છે કે કેવી રીતે ચઢતી
કળા છે પછી ઉતરતી કળા છે. ભારતવાસીઓનાં માટે મુખ્ય છે સીડી નું ચિત્ર. આ છે સૌથી
સારી વસ્તુ. આ ચિત્ર પર ખૂબ સારું સમજાવી શકો છો. ૮૪ જન્મ પૂરા કરી ફરી પહેલો જન્મ
લેવાનો છે પછી ઉતરતી કળા થી ચઢતી કળા માં જવું પડે. દરેક નાં વિચાર ચાલવાં જોઈએ કે
બધાને રસ્તો કેવી રીતે બતાવીએ. વિચાર નહીં ચાલે તો સર્વિસ (સેવા) કેવી રીતે કરશે?
ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ હોય છે. સતયુગ નાં પછી સીડી ઉતરવાની જ છે. બાળકો જાણે
છે કે હવે આપણે ટ્રાન્સફર થઈ રહ્યાં છીએ. પરંતુ સીધા સતયુગ માં નથી જતાં. પહેલાં
શાંતિધામ માં જવાનું છે. તમે જાણો છો આપણે પાર્ટધારી છીએ. બાકી તમારા માં પણ
નંબરવાર છે. જે પોતાને પાર્ટધારી સમજે છે - આ ડ્રામા નાં. દુનિયામાં એવું કોઈ ન કહી
શકે કે અમે પાર્ટધારી છીએ. આપણે લખીએ પણ છીએ કે દરેક મનુષ્ય-માત્ર આ બેહદ ડ્રામા
નાં એક્ટર્સ હોવા છતાં પણ મુખ્ય એક્ટર્સ, ડાયરેક્ટર્સ અને ડ્રામા નાં આદિ-મધ્ય-અંત
ને નથી જાણતાં, તો તે બેસમજ છે. આ લખવામાં કોઈ વાંધો નથી. એક કાન થી સાંભળી બીજા થી
કાઢી ન દેવું જોઈએ. સર્વિસ, સર્વિસ અને સર્વિસ. બાબા જાણે છે કે બાળકો પર ક્યારેક
ગ્રહચારી પણ બેસે છે. જ્યારે ગ્રહચારી બેસે તો કેટલું નુકસાન થઈ જાય છે, તે બાપ જાણે
છે. સાહૂકાર ગરીબ બની જાય છે. કારણ તો હોય છે ને. અનેકોને બાબા સમજાવતાં પણ રહે છે
- બાળકો નામ-રુપ માં ક્યારેય નહીં ફસાતાં. નહીં તો માયા એવી છે જે નાક થી પકડી ખાડા
માં નાખી દેશે. માયા ખૂબ દગો આપશે. આશિક-માશૂક અહીં નથી બનવાનું. આશિક-માશૂક કોઈ
વિકાર માટે બને છે, બીજા ફક્ત રુપ પર ફિદા (મોહિત) થાય છે. તમે જાણો છો સેવાકેન્દ્રો
પર પણ એવી રીતે માયા નાં વિધ્ન ખૂબ પડે છે, એકબીજા નાં નામ-રુપ માં ફસાઈ જાય છે.
માયા એવી પ્રબળ છે જે માતા, માતા નાં નામ-રુપ માં, કન્યા, કન્યા નાં નામ-રુપ માં પણ
ફસાઈ જાય છે. પુરુષાર્થ કરવા છતાં પણ માયા એકદમ પકડી લે છે એટલે બાબા સાવધાની આપે
છે કે બાળકો માયા ખૂબ ફસાવવાની કોશિશ કરશે, પરંતુ તમારે ફસાવાનું નથી. દેહ-અભિમાન
માં ન આવવું જોઈએ. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. માયા નાં દગા થી બચતાં
રહેવાનું છે. આપ બાળકોને બાપ ગુલ-ગુલ (ફૂલ) બનાવવા આવ્યાં છે. તમને કોઈ વાત માં
સંશય ન આવવો જોઈએ. જો દિલ (બુદ્ધિ) માં સંશય આવ્યો તો સર્વિસ સારી રીતે કરી નહીં શકો.
અંદર ઘુટકા ખાતાં રહેશો. હિંમત રાખવી જોઈએ. સમય ખૂબ થોડો છે. બાબા ની મોરલી સાંભળશો
તો ઉત્સાહ માં આવશો. આત્મપ્રકાશ બાળક ઠીક રીતે ચિત્રો તરફ અટેન્શન (ધ્યાન) આપી રહ્યો
છે. મુંબઈ વાળાઓનાં પણ દિમાગ માં આવવું જોઈએ. મુખ્ય ચિત્ર ને પહેલાં બનાવવા પડે.
તપાસ કરવી જોઈએ, બાબા ડાયરેક્શન (માર્ગદર્શન) આપતાં રહે છે કે કેવી રીતે ચિત્રો માં
ઉન્નતિ થવી જોઈએ. એવી કોઈ યુક્તિ રચો જે સીડી નું ચિત્ર એરોડ્રમ પર રખાય. આ ચિત્ર
જોઈને બધાં ખુશ થશે. છેવટે સમજશે કે આમને મત આપવા વાળા કોણ છે! તો બાળકોને ખૂબ નશો
ચઢવો જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપ બાળકો
લડાઈ નાં મેદાન માં છો, માયા રાવણ થી તમારું યુદ્ધ છે. માયા ખૂબ વિધ્ન નાખે છે.
બાળકોએ ખૂબ સાવધાન રહેવું જોઈએ.
2. દરેકે પોતાની
ઉન્નતિ નાં માટે વિચાર કરવાનો છે. ચિત્રો પર કેવી રીતે સમજાવીએ! સર્વિસ ને કેવી રીતે
વધારીએ! ચિત્રો માં એવું શું રાખીએ જે મનુષ્ય સહજ સમજી જાય!
વરદાન :-
દેહ - અભિમાન
નાં ત્યાગ દ્વારા શ્રેષ્ઠ ભાગ્ય બનાવવા વાળા સર્વ સિદ્ધિ સ્વરુપ ભવ
દેહ-અભિમાન નો ત્યાગ
કરવો અર્થાત્ દેહી-અભિમાની બનવાથી બાપ નાં સર્વ સંબંધ નો, સર્વ શક્તિઓનો અનુભવ થાય
છે, આ અનુભવ જ સંગમયુગ નું સર્વશ્રેષ્ઠ ભાગ્ય છે. વિધાતા દ્વારા મળેલી આ વિધિ ને
અપનાવાથી વૃદ્ધિ પણ થશે અને સર્વ સિધ્ધિઓ પણ પ્રાપ્ત થશે. દેહધારી નાં સંબંધ માં
અથવા સ્નેહ માં તો પોતાનો તાજ, તખ્ત અને પોતાનાં અસલી સ્વરુપ બધું છોડી દીધું તો
શું બાપ નાં સ્નેહ માં દેહ-અભિમાન નો ત્યાગ નથી કરી શકતાં. આ જ એક ત્યાગ થી સર્વ
ભાગ્ય પ્રાપ્ત થઈ જશે.
સ્લોગન :-
ક્રોધમુક્ત
બનવું છે તો સ્વાર્થ નાં બદલે નિસ્વાર્થ બનો, ઈચ્છાઓ નાં રુપ નું પરિવર્તન કરો.
અવ્યક્ત ઇશારા -
અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો
બાપ ની સાથે તમે બધાએ
પણ પાન નું બીડું ઉઠાવ્યું છે કે પવિત્રતા દ્વારા અમે પ્રકૃતિ ને પણ પાવન કરીશું.
તો એ સંકલ્પ પૂરો કરવા માટે બાપદાદા ઈચ્છે છે કે વિશ્વ નું દરેક બાળક પહેલાં લગાવ
મુક્ત બને - ભલે સાધનો થી, ભલે વ્યક્તિ થી. સાધનો ને યુઝ કરવું બીજી વસ્તુ છે, લગાવ
અલગ વસ્તુ છે. તો બાપદાદા દરેક વસ્તુ ને પહેલાં લગાવ-મુક્ત બનાવવા ઈચ્છે છે.