26-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સદા આ જ સ્મૃતિ રહે કે અમે શ્રીમત પર પોતાની સતયુગી રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ , તો અપાર ખુશી રહેશે”

પ્રશ્ન :-
આ જ્ઞાન નું ભોજન કયા બાળકો ને હજમ નથી થઈ શકતું?

ઉત્તર :-
જે ભૂલો કરીને, છી-છી (પતિત) બનીને પછી ક્લાસ માં આવીને બેસે છે, તેમને જ્ઞાન હજમ નથી થઈ શકતું. તેઓ મુખ થી ક્યારેય પણ નથી કહી શકતાં કે ભગવાનુવાચ કામ મહાશત્રુ છે. તેમનું દિલ અંદર જ અંદર ખાતું રહેશે. તે આસુરી સંપ્રદાય નાં બની જાય છે.

ઓમ શાંતિ!
બાપ રુહાની બાળકો ને સમજાવે છે, એ કયા બાપ છે, એ બાપ ની મહિમા આપ બાળકોએ કરવાની છે. ગવાય પણ છે સત્ શિવબાબા, સત્ શિવ શિક્ષક, સત્ શિવ ગુરુ. સત્ય તો એ છે ને? આપ બાળકો જાણો છો આપણને સત્ય શિવબાબા મળ્યાં છે. આપણે બાળકો હવે શ્રીમત પર એક મત બની રહ્યાં છીએ. તો શ્રીમત પર ચાલવું જોઈએ ને? બાપ કહે છે એક તો દેહી-અભિમાની બનો અને બાપ ને યાદ કરો. જેટલાં યાદ કરશો, પોતાનું કલ્યાણ કરશો. તમે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યાં છો ફરી થી. પહેલાં પણ આપણી રાજધાની હતી. આપણે દેવી-દેવતા ધર્મવાળા જ ૮૪ જન્મ ભોગવી, અંતિમ જન્મ માં હમણાં સંગમ પર છીએ. આ પુરુષોત્તમ સંગમયુગ ની આપ બાળકો સિવાય બીજા કોઈને ખબર નથી. બાબા કેટલાં પોઈન્ટ્સ (જ્ઞાન) આપે છે - બાળકો, જે સારી રીતે યાદ માં રહેશે તો ખૂબ ખુશી માં રહેશે. પરંતુ બાપ ને યાદ કરવાના બદલે બીજી દુનિયાવી વાતો માં પડી જાય છે. આ યાદ રહેવું જોઈએ કે આપણે શ્રીમત પર પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. ગવાયેલું પણ છે ઊંચા માં ઊંચા ભગવાન, એમની જ ઊંચા માં ઊંચી શ્રીમત છે. શ્રીમત શું શીખવાડે છે? સહજ રાજયોગ. રાજાઈ માટે ભણાવી રહ્યાં છે. પોતાનાં બાપ દ્વારા સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણીને પછી દૈવીગુણ પણ ધારણ કરવાના છે. બાપ નો ક્યારેય સામનો ન કરવો જોઈએ. ઘણાં બાળકો પોતાને સર્વિસએબલ (સેવાધારી) સમજીને અહંકાર માં આવી જાય છે. એવાં ઘણાં હોય છે. પછી ક્યાંક-ક્યાંક હાર ખાઈ લે છે તો નશો જ ઉડી જાય છે. આપ માતાઓ તો અભણ છો. ભણેલી હોત તો કમાલ કરી દેખાડત. પુરુષો માં તો પણ ભણેલાં-ગણેલાં થોડાક છે. આપ કુમારીઓ એ કેટલું નામ રોશન કરવું જોઈએ. તમે શ્રીમત પર રાજાઈ સ્થાપન કરી હતી. નારી થી લક્ષ્મી બની હતી તો કેટલો નશો રહેવો જોઈએ? અહીં તો જુઓ પાઈ પૈસા નાં ભણતર માં જાન (જીવન) કુરબાન કરી રહ્યાં છે. અરે તમે ગોરા બનો છો પછી કાળા, તમોપ્રધાન સાથે કેમ દિલ લગાવો છો? આ કબ્રસ્તાન સાથે દિલ નથી લગાવવાનું. આપણે તો બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છીએ. જૂની દુનિયા સાથે દિલ લગાવવું એટલે જહન્નુમ (નર્ક, દોજક) માં જવું છે. બાપ આવીને દોજક થી બચાવે છે તો પણ મુખ દોજક તરફ કેમ કરી દે છે? તમારું આ ભણતર કેટલું સહજ છે! કોઈ ઋષિ-મુનિ નથી જાણતાં. નથી કોઈ શિક્ષક, નથી કોઈ ઋષિ-મુનિ સમજાવી શકતાં. આ તો બાપ-શિક્ષક-ગુરુ પણ છે. તે ગુરુ લોકો શાસ્ત્ર સંભળાવે છે. તેમને શિક્ષક નહીં કહેવાશે તે કોઈ એવું નથી કહેતા કે અમે દુનિયા ની હિસ્ટ્રી-જોગ્રોફી સંભળાવીએ છીએ. તે તો શાસ્ત્રો ની વાતો જ સંભળાવશે. બાપ તમને શાસ્ત્રો નો સાર સમજાવે છે અને પછી વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી પણ બતાવે છે. હવે આ શિક્ષક સારા કે તે શિક્ષક સારા? તે શિક્ષક પાસે થી તમે કેટલું પણ ભણો, શું કમાશો? તે પણ નસીબ. ભણતાં-ભણતાં કોઈ એક્સિડન્ટ (અકસ્માત) થઈ જાય, મરી જાય તો ભણતર ખતમ. અહીંયાં તમે આ ભણતર જેટલું પણ ભણશો, તે વ્યર્થ જશે નહીં. હા, શ્રીમત પર ન ચાલી થોડા ઉલ્ટા ચાલી પડે કે ગટર માં જઈને નીચે પડે તો જેટલું ભણ્યાં તે કાંઈ ચાલ્યું નથી જતું, આ ભણતર તો ૨૧ જન્મો માટે છે. પરંતુ પડવા થી કલ્પ-ક્લ્પાન્તર નું નુકસાન ખૂબ-ખૂબ પડી જાય છે. બાપ કહે છે - બાળકો, કાળુ મોઢું ન કરો. એવાં ઘણાં છે જે કાળું મોઢું કરીને, છી-છી બનીને પછી આવીને બેસી જાય છે. તેમને ક્યારેય આ જ્ઞાન હજમ નહીં થશે. બદ-હજમી (અપચો) થઈ જાય છે. જે સાંભળશે તે બદ-હાજમ થઈ જશે, પછી મુખ થી કોઈને કહી ન શકે ભગવાનુવાચ કામ મહાશત્રુ છે, તેનાં પર જીત મેળવવાની છે. પોતે જ જીત નથી મેળવતા તો બીજાઓ ને કેવી રીતે કહેશે? અંદર ખાશે ને? તેમને કહેવાય છે આસુરી સંપ્રદાય, અમૃત પીતાં- પીતાં વિષ ખાઈ લે છે તો ૧૦૦ ગુણા કાળા બની જાય છે. હાડકે-હાડકા તૂટી જાય છે.

આપ માતાઓ નું સંગઠન તો ખૂબ સારું હોવું જોઈએ. મુખ્ય-ઉદ્દેશ તો સામે છે. તમે જાણો છો આ લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં એક દેવી-દેવતા ધર્મ હતો. એક રાજ્ય, એક ભાષા, ૧૦૦ ટકા પ્યોરિટી (પવિત્રતા), પીસ (શાંતિ), પ્રોસપ્રર્ટી (સમૃદ્ધિ) હતી. તે એક રાજ્ય ની જ બાપ હમણાં સ્થાપન કરી રહ્યાં છે. આ છે મુખ્ય-લક્ષ. ૧૦૦ ટકા પવિત્રતા, સુખ, શાંતિ, સંપત્તિ ની સ્થાપના હમણાં થઈ રહી છે. તમે દેખાડો છો વિનાશ ની પછી શ્રીકૃષ્ણ આવી રહ્યાં છે. ક્લિયર (સ્પષ્ટ) લખી દેવું જોઈએ. સતયુગી એક જ દેવી-દેવતાઓ નું રાજ્ય, એક ભાષા, પવિત્રતા, સુખ, શાંતિ ફરી થી સ્થાપન થઈ રહી છે. ગવર્મેન્ટ (સરકાર) ઈચ્છે છે ને? સ્વર્ગ હોય જ છે સતયુગ-ત્રેતા માં. પરંતુ મનુષ્ય પોતાને નર્કવાસી સમજે થોડી છે? તમે લખી શકો છો - દ્વાપર-કળિયુગ માં બધા નર્કવાસી છે. હમણાં તમે સંગમયુગી છો. પહેલાં તમે પણ કળિયુગી નર્કવાસી હતાં, હવે તમે સ્વર્ગવાસી બની રહ્યાં છો. ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છો શ્રીમત પર. પરંતુ તે હિમ્મત, સંગઠન હોવું જોઈએ. ચક્કર પર જાય છે તો આ ચિત્ર લક્ષ્મી-નારાયણ નું લઈ જવું પડે. સારું છે. આમાં લખી દો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ, સુખ-શાંતિ નું રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે - ત્રિમૂર્તિ શિવબાબા ની શ્રીમત પર. આવાં-આવાં મોટાં-મોટાં શબ્દો માં મોટાં-મોટાં ચિત્ર હોય. નાના બાળકો નાના ચિત્ર પસંદ કરે છે. અરે, ચિત્રો તો જેટલાં મોટા હોય એટલું સારું. આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર તો ખૂબ સરસ છે. આમાં ફક્ત લખવાનું છે એક જ સત્ય ત્રિમૂર્તિ શિવબાબા, સત્ય ત્રિમૂર્તિ શિવ શિક્ષક, સત્ય ત્રિમૂર્તિ શિવ ગુરુ. ત્રિમૂર્તિ શબ્દ નહીં લખશો તો સમજશે પરમાત્મા તો નિરાકાર છે, એ શિક્ષક કેવી રીતે હોઈ શકે છે? જ્ઞાન તો નથી ને? લક્ષ્મી-નારાયણ નું ચિત્ર ટીન ની સીટ પર બનાવીને દરેક જગ્યા પર રાખવાનું છે, આ સ્થાપના થઈ રહી છે. બાપ આવ્યાં છે બ્રહ્મા દ્વારા એક ધર્મ ની સ્થાપના બાકી બધાનો વિનાશ કરાવી દેશે. આ બાળકો ને સદૈવ નશો રહેવો જોઈએ. થોડી-થોડી વાત માં એક મત નથી મળતી તો ઝટ બગડી જાય છે. આ તો થાય જ છે. કોઈ કઈ તરફ, કોઈ કઈ તરફ, પછી મેજોરીટી (બહુમત) વાળા ને ઉઠાવાય છે, આમાં રંજ (દુઃખી) થવાની વાત નથી. બાળકો રિસાય જાય છે. અમારી વાત માનવામાં ન આવી, અરે, આમાં રિસાવાની શું વાત છે? બાપ તો બધાને રીઝાવવા (ખુશ કરવા) વાળા છે. માયા એ બધાને રિસાવી દીધાં છે, બધા બાપ થી રિસાયેલા છે. રિસાય પણ શું - બાપ ને જાણતા જ નથી. જે બાપે સ્વર્ગ ની બાદશાહી આપી એમને જાણતા જ નથી. બાપ કહે છે હું તમારા પર ઉપકાર કરું છું. તમે પછી મારા પર અપકાર કરો છો. ભારત નો હાલ જુઓ શું છે? તમારા માં પણ ખૂબ થોડા છે જેમને નશો રહે છે. આ છે નારાયણી નશો. એવું થોડી કહેવું જોઈએ કે અમે તો રામ-સીતા બનીશું. તમારો મુખ્ય ઉદ્દેશ છે જ નર થી નારાયણ બનવાનો. તમે પછી રામ-સીતા બનવા માં ખુશ થઈ જાઓ છો, હિમ્મત દેખાડવી જોઇએ ને? જૂની દુનિયા સાથે બિલકુલ દિલ ન લગાવવું જોઈએ. કોઈની સાથે દિલ લગાવ્યું અને મર્યા. જન્મ-જન્માંતર નું નુકસાન થઈ જશે. બાબા પાસે થી તો સ્વર્ગ નું સુખ મળે છે પછી આપણે નર્ક માં કેમ પડીએ? બાપ કહે છે તમે જ્યારે સ્વર્ગ માં હતાં તો બીજો કોઈ ધર્મ નહોતો. હમણાં ડ્રામા અનુસાર તમારો ધર્મ છે નહીં. કોઈ પણ પોતાને દેવતા ધર્મ નાં નથી સમજતાં. મનુષ્ય બનીને પણ પોતાનાં ધર્મ ને ન જાણે તો શું કહેવાય? હિન્દુ કોઈ ધર્મ થોડી છે? કોણે સ્થાપન કર્યો, આ પણ નથી જાણતાં. આપ બાળકો ને કેટલું સમજાવાય છે. બાપ કહે છે હું કાળો નો કાળ હમણાં આવ્યો છું-બધાને પાછા લઈ જવાં. બાકી જે સારી રીતે ભણશે તે વિશ્વ નાં માલિક બનશે. હવે ચાલો ઘરે. અહીં રહેવાને લાયક નથી, ખૂબ કચરો કરી દીધો છે-આસુરી મત પર ચાલીને. બાપ તો એવું કહેશે ને? તમે ભારતવાસી જે વિશ્વ નાં માલિક હતાં, હવે કેટલાં ધક્કા ખાતાં રહો છો. શરમ નથી આવતી? તમારા માં પણ કોઈ છે જે સારી રીતે સમજે છે. નંબરવાર તો છે ને? ઘણાં બાળકો તો ઊંઘ માં રહે છે. તે ખુશી નો પારો નથી ચઢતો. બાબા આપણને ફરી થી રાજધાની આપે છે. બાપ કહે છે-આ સાધુઓ વગેરે નો પણ હું ઉદ્ધાર કરું છું. તે પોતે નથી પોતાને, નથી બીજા ને મુક્તિ આપી શકતાં. સાચાં ગુરુ તો એક જ સદ્દગુરુ છે, જે સંગમ પર આવીને સર્વ ની સદ્દગતિ કરે છે. બાપ કહે છે હું આવું છું કલ્પ નાં સંગમ યુગે યુગે, જ્યારે મારે આખી દુનિયા ને પાવન બનાવવાની છે. મનુષ્ય સમજે છે બાપ સર્વશક્તિમાન્ છે, તે શું નથી કરી શકતાં. અરે, મને બોલાવો જ છો કે અમને પતિતો ને પાવન બનાવો તો હું આવીને પાવન બનાવું છું. બાકી બીજું શું કરીશ? બાકી તો રિદ્ધિ-સિદ્ધિ વાળા અનેક છે, મારું કામ જ છે નર્ક ને સ્વર્ગ બનાવવાનું. તે તો દર ૫ હજાર વર્ષ પછી બને છે. આ તમે જ જાણો છો. આદિ સનાતન છે દેવી-દેવતા ધર્મ. બાકી તો બધા પાછળ-પાછળ આવે છે. અરવિંદ ઘોષ તો હમણાં આવ્યાં તો પણ જુઓ કેટલાં તેમનાં આશ્રમ બની ગયા છે. ત્યાં કોઈ નિર્વિકારી બનવાની વાત થોડી છે? તે તો સમજે છે ગૃહસ્થ માં રહેતાં પવિત્ર કોઈ રહી નથી શકતું. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં ફક્ત એક જન્મ પવિત્ર રહો. તમે જન્મ-જન્માંતર તો પતિત રહ્યાં છો. હવે હું આવ્યો છું તમને પાવન બનાવવાં. આ અંતિમ જન્મ પાવન બનો. સતયુગ-ત્રેતા માં તો વિકાર હોતાં જ નથી.

આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર અને સીડી નું ચિત્ર ખૂબ સરસ છે. આમાં લખેલું છે- સતયુગ માં એક ધર્મ, એક રાજ્ય હતું. સમજાવવા ની ખુબ જ યુક્તિ જોઈએ. વૃદ્ધ માતાઓ ને પણ શીખવાડીને તૈયાર કરવી જોઈએ, જે પ્રદર્શન માં કાંઈક સમજાવી શકે. કોઈને પણ આ ચિત્ર દેખાડીને બોલો આમનું રાજ્ય હતું ને? હમણાં તો નથી. બાપ કહે છે - હવે તમે મને યાદ કરો તો તમે પાવન બનીને પાવન દુનિયા માં ચાલ્યાં જશો. હવે પાવન દુનિયા સ્થાપન થઈ રહી છે. કેટલું સહજ છે. વૃદ્ધ માતાઓ બેસીને પ્રદર્શન પર સમજાવે ત્યારે નામ રોશન થાય. શ્રીકૃષ્ણ નાં ચિત્ર માં પણ લખાણ ખૂબ સરસ છે. બોલવું જોઈએ આ લખાણ જરુર વાંચો. આને વાંચવા થી જ તમને નારાયણી નશો અથવા વિશ્વ નાં માલિક-પણા નો નશો ચઢશે.

બાપ કહે છે હું તમને આવાં લક્ષ્મી-નારાયણ બનાવું છું તો તમારે પણ બીજાઓ પર રહેમદિલ બનવું જોઈએ. જ્યારે પોતાનું કલ્યાણ કરશે ત્યારે બીજાઓ નું પણ કરી શકશે. વૃદ્ધ માતાઓ ને એવું શીખવાડીને હોંશિયાર બનાવો જે પ્રદર્શન પર બાબા કહે કે ૮-૧૦ વૃદ્ધ માતાઓ ને મોકલો તો ઝટ આવી જાય. જે કરશે તે મેળવશે. સામે મુખ્ય-ઉદ્દેશ જોઈને જ ખુશી થાય છે. અમે આ શરીર છોડી જઈ વિશ્વ નાં માલિક બનીશું. જેટલાં યાદ માં રહેશો એટલાં પાપ કપાશે. જુઓ પરબીડિયા (કાગળ) પર છપાયેલું છે - વન રિલિજિન, વન ડીટી કિંગડમ, વન લેંગવેજ (એક ધર્મ, એક રાજ્ય, એક ભાષા)……..તે જલ્દી સ્થાપન થશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ પરસ્પર તથા બાપ થી રિસાવાનું નથી, બાપ રીઝાવવા આવ્યાં છે એટલે ક્યારેય પણ રંજ (દુઃખી) નથી થવાનું. બાપ નો સામનો નથી કરવાનો.

2. જૂની દુનિયા થી, જૂનાં દેહ થી દિલ નથી લગાવવાનું. સત્ બાપ, સત્ શિક્ષક અને સદ્દગુરુ ની સાથે સાચાં રહેવાનું છે. સદા એક ની શ્રીમત પર ચાલી દેહી-અભિમાની બનવાનું છે.

વરદાન :-
પોતાનાં તપસ્વી સ્વરુપ દ્વારા સર્વ ને પ્રાપ્તિઓ ની અનુભૂતિ કરાવવા વાળા માસ્ટર વિધાતા ભવ

જેવી રીતે સૂર્ય વિશ્વ ને રોશની ની અને અનેક વિનાશી પ્રાપ્તિઓ ની અનુભૂતિ કરાવે છે એવી રીતે આપ તપસ્વી આત્માઓ પોતાનાં તપસ્વી સ્વરુપ દ્વારા સર્વ ને પ્રાપ્તિ નાં કિરણો ની અનુભૂતિ કરાવો. એનાં માટે પહેલાં જમા નું ખાતું વધારો. પછી જમા કરેલો ખજાનો માસ્ટર વિધાતા બની આપતા જાઓ. તપસ્વીમૂર્ત નો અર્થ છે - તપસ્યા દ્વારા શાંતિ ની શક્તિ નાં કિરણો ચારેય તરફ ફેલાતા અનુભવ માં આવે.

સ્લોગન :-
સ્વયં નિર્માણ બનીને સર્વ ને માન આપતા ચલો-આ જ સાચ્ચો પરોપકાર છે.

અવ્યક્ત ઈશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

હવે સારું-સારું કહે છે, પરંતુ સારું બનવાનું છે આ પ્રેરણા નથી મળી રહી. એનું એક જ સાધન છે-સંગઠીત રુપ માં જ્વાળા સ્વરુપ બનો. એક-એક ચૈતન્ય લાઈટ હાઉસ બનો. સેવાધારી છો, સ્નેહી છો, એક બળ એક ભરોસા વાળા છો, આ તો બધું ઠીક છે, પરંતુ માસ્ટર સર્વશક્તિવાન્ ની સ્ટેજ, સ્ટેજ પર આવી જાય તો બધા તમારી આગળ પરવાના ની સમાન ચક્ર લગાવવા લાગશે.