26-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - કર્મ
કરતાં સ્વયં ને આશિક સમજી એક મુજ માશૂક ને યાદ કરો , યાદ થી જ તમે પાવન બની પાવન
દુનિયામાં જશો”
પ્રશ્ન :-
મહાભારત લડાઈ
નાં સમય પર આપ બાળકો ને બાપ નો કયો હુકમ (આજ્ઞા) અથવા ફરમાન મળેલો છે?
ઉત્તર :-
બાળકો, બાપ નો હુકમ અથવા ફરમાન છે - દેહી-અભિમાની બનો. બધાંને સંદેશ આપો કે હવે બાપ
અને રાજધાની ને યાદ કરો. પોતાની ચલન ને સુધારો. ખૂબ-ખૂબ મીઠાં બનો. કોઈને દુઃખ ન આપો.
યાદ માં રહેવાની આદત પાડો અને સ્વદર્શન ચક્રધારી બનો. કદમ આગળ વધારવાનો પુરુષાર્થ
કરો.
ઓમ શાંતિ!
બાળકો બેઠાં
છે બાપ ની યાદ માં. એવો તો કોઈ સત્સંગ નથી, જ્યાં કોઈ બેસે અને કહે કે બધાં બાળકો
બેઠાં છે બાપ ની યાદ માં. આ એક જ સ્થાન છે. બાળકો જાણે છે બાબાએ ડાયરેક્શન (માર્ગદર્શન)
આપ્યું છે કે જ્યાં સુધી જીવતાં રહો ત્યાં સુધી બાપ ને યાદ કરતાં રહો. આ પારલૌકિક
બાપ જ કહે છે - હે બાળકો. બધાં બાળકો સાંભળી રહ્યાં છે. ન ફક્ત આપ બાળકો પરંતુ
બધાંને કહે છે. બાળકો બાપ ની યાદ માં રહો તો તમારા જન્મ-જન્માંતર નાં જે પાપ છે,
જેનાં કારણે કાટ ચઢેલો છે, તે બધો નીકળી જશે અને તમારો આત્મા સતોપ્રધાન બની જશે.
તમારો આત્મા અસલ હતો જ સતોપ્રધાન પછી પાર્ટ ભજવતાં-ભજવતાં તમોપ્રધાન બની ગયો છે. આ
મહાવાક્ય સિવાય બાપ નાં કોઈ કહી ન શકે. લૌકિક બાપ નાં કરીને બે-ચાર બાળકો હશે. તેમને
કહેશે રામ-રામ કહો કે પતિત-પાવન સીતારામ કહો અથવા કહેશે શ્રીકૃષ્ણ ને યાદ કરો. એવું
નહીં કહેશે હે બાળકો, હવે મુજ બાપ ને યાદ કરો. બાપ તો ઘર માં છે. યાદ કરવાની વાત જ
નથી. આ બેહદ નાં બાપ કહે છે જીવ નાં આત્માઓ ને. આત્માઓ જ બાપની સામે બેઠેલા છે.
આત્માઓનાં બાપ એક જ વાર આવે છે, ૫ હજાર વર્ષ નાં પછી આત્મા અને પરમાત્મા મળે છે.
બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવીને આ પાઠ ભણાવું છું. હે બાળકો, તમે મને યાદ કરતાં
આવ્યાં છો - હે પતિત-પાવન આવો. હું આવું છું જરુર. નહીં તો યાદ ક્યાં સુધી કરતાં
રહેશો! લિમિટ તો જરુર હશે ને! મનુષ્યો ને આ ખબર નથી કે કળિયુગ ની લિમિટ ક્યારે પૂરી
થાય છે? આ પણ બાપે જ બતાવવું પડે. બાપ વગર તો કોઈ કહેશે નહીં કે હે બાળકો, મને યાદ
કરો. મુખ્ય છે જ યાદ ની વાત. રચના નાં ચક્ર ને પણ યાદ કરવું મોટી વાત નથી. ફક્ત બાપ
ને યાદ કરવામાં મહેનત લાગે છે. બાપ કહે છે - અડધોકલ્પ છે ભક્તિમાર્ગ, અડધોકલ્પ છે
જ્ઞાનમાર્ગ. જ્ઞાન ની પ્રારબ્ધ તમે અડધોકલ્પ મેળવી છે પછી અડધોકલ્પ ભક્તિ ની
પ્રારબ્ધ. તે છે સુખ ની પ્રારબ્ધ, તે છે દુઃખ ની પ્રારબ્ધ. દુઃખ અને સુખ નો ખેલ
બનેલો છે. નવી દુનિયામાં સુખ, જૂની દુનિયામાં દુઃખ. મનુષ્યો ને આ વાતો ની કાંઈ પણ
ખબર નથી. કહે પણ છે અમારા દુઃખ હરો, સુખ આપો. અડધોકલ્પ રાવણ રાજ્ય ચાલે છે. આ પણ
કોઈ ને ખબર નથી સિવાય બાપ નાં બીજા કોઈ દુઃખ મિટાવી નથી શકતાં, શરીર ની બીમારી વગેરે
ડોક્ટર મિટાવે છે, તે થઈ ગયું અલ્પકાળ નાં માટે. આ તો છે સ્થાઈ, અડધાકલ્પ નાં માટે.
નવી દુનિયાને સ્વર્ગ કહેવાય છે. જરુર ત્યાં બધાં સુખી હશે. પછી બાકી આટલાં બધાં
આત્માઓ ક્યાં હશે? આ કોઈનાં પણ ખ્યાલ માં આવતું નથી. તમે જાણો છો આ નવું ભણતર છે,
ભણાવવા વાળા પણ નવાં છે. ભગવાનુવાચ, હું તમને રાજાઓનાં પણ રાજા બનાવું છું. આ પણ
બરોબર છે કે સતયુગ માં એક જ ધર્મ હોય છે તો જરુર બાકી બધાં વિનાશ થઈ જશે. નવી દુનિયા
અને જૂની દુનિયા કોને કહેવાય છે, સતયુગ માં કોણ રહે છે - આ પણ હમણાં તમે જાણો છો.
સતયુગ માં એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું રાજ્ય હતું. કાલ ની તો વાત છે. આ કહાની
છે - ૫ હજાર વર્ષની. બાપ બતાવે છે ૫ હજાર વર્ષ પહેલાં ભારત માં આ દેવી-દેવતાઓનું
રાજ્ય હતું. તે ૮૪ જન્મ લેતાં-લેતાં હવે પતિત બન્યાં છે એટલે હમણાં પોકારે છે કે
આવીને પાવન બનાવો. નિરાકારી દુનિયામાં તો બધાં પાવન આત્માઓ જ રહે છે. પછી નીચે આવીને
પાર્ટ ભજવે છે તો સતો-રજો-તમો માં આવે છે. સતોપ્રધાન ને નિર્વિકારી કહેવાય છે.
તમોપ્રધાન પોતાને વિકારી કહે છે. સમજે છે આ દેવી-દેવતાઓ નિર્વિકારી હતાં, અમે વિકારી
છીએ એટલે બાપ કહે છે - દેવતાઓનાં જે પુજારી છે તેમને આ જ્ઞાન ઝટ બુદ્ધિ માં બેસશે
કારણ કે દેવતા ધર્મ વાળા છે. હવે તમે જાણો છો જે આપણે પૂજ્ય હતાં, તે પુજારી બન્યાં
છીએ. જેવી રીતે ક્રિશ્ચન ક્રાઈસ્ટ ની પૂજા કરે છે કારણ કે તે ધર્મનાં છે. તમે પણ
દેવતાઓનાં પુજારી છો તો તે ધર્મ નાં થયાં. દેવતાઓ નિર્વિકારી હતાં, તે હવે વિકારી
બન્યાં છે. વિકાર નાં માટે જ કેટલાં અત્યાચાર થાય છે.
બાપ કહે છે - મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે અને તમે સદા સુખી બનશો. અહીં
છે સદા દુઃખી. અલ્પકાળ નું સુખ છે. ત્યાં તો બધાં સુખી હશે. છતાં પણ પદ માં ફરક છે
ને. સુખ ની પણ રાજધાની છે, દુઃખ ની પણ રાજધાની છે. બાપ જ્યારે આવે છે તો વિકારી
રાજાઓની રાજાઈ પણ ખતમ થઈ જાય છે કારણકે અહીં ની પ્રારબ્ધ પૂરી થઈ ગઈ છે. હવે આપ
બાળકો જાણો છો બાપ ની શ્રીમત પર ચાલવાનું છે. બાપ કહે છે જેવી રીતે હું શાંતિ નો
સાગર છું, પ્રેમ નો સાગર છું, તમને પણ એવાં બનાવું છું. આ મહિમા એક બાપ ની છે. કોઈ
મનુષ્ય ની મહિમા નથી. આપ બાળકો જાણો છો બાપ પવિત્રતા નાં સાગર છે. આપણે આત્માઓ પણ
જ્યારે પરમધામ માં રહીએ છીએ તો પવિત્ર છીએ. આ ઈશ્વરીય નોલેજ આપ બાળકોની પાસે જ છે
બીજું કોઈ જાણી ન શકે. જેવી રીતે ઈશ્વર જ્ઞાન નાં સાગર છે, સ્વર્ગ નો વારસો આપવા
વાળા છે. એમણે બાળકો ને આપ-સમાન પણ જરુર બનાવવાનાં છે. પહેલાં તમારી પાસે બાપ નો
પરિચય નહોતો. હવે તમે જાણો છો પરમાત્મા જેમની આટલી મહિમા છે એ આપણને એવાં ઊંચ બનાવે
છે, તો પોતાને એવાં ઊંચ બનાવવા પડે. કહે છે ને - આમનામાં દૈવી ગુણ ખૂબ સરસ છે, જેવી
રીતે દેવતા… કોઈનો શાંત સ્વભાવ હોય છે, કોઈને ગાળો વગેરે નથી આપતા તો તેમને સારા
વ્યક્તિ કહેવાય છે. પરંતુ તે બાપ ને, સૃષ્ટિ ચક્ર ને નથી જાણતાં. હવે બાપ આવીને આપ
બાળકોને અમરલોક નાં માલિક બનાવે છે. નવી દુનિયાનાં માલિક બાપ વગર કોઈ બનાવી ન શકે.
આ છે જૂની દુનિયા, તે છે નવી દુનિયા. ત્યાં દેવી-દેવતાઓની રાજધાની હોય છે. કળિયુગ
માં તે રાજધાની નથી. બાકી અનેક રાજધાનીઓ છે. હવે પછી અનેક રાજધાનીઓ નો વિનાશ થઈ અને
એક રાજધાની સ્થાપન થવાની છે. જરુર જ્યારે રાજધાની નથી ત્યારે બાપ આવીને સ્થાપન કરે
છે. તે તો સિવાય બાપ નાં બીજા કોઈ કરી ન શકે. આપ બાળકો નો બાપ માં કેટલો લવ (પ્રેમ)
હોવો જોઈએ. જે બાપ કહેશે તે કરશે જરુર. એક તો બાપ કહે છે મને યાદ કરો અને સર્વિસ (સેવા)
કરો, બીજાઓને રસ્તો બતાવો. દેવી-દેવતા ધર્મ વાળા જે હશે તેમને અસર પડશે જરુર. આપણે
મહિમા કરીએ જ છીએ એક બાપ ની. બાપ માં ગુણ છે તો બાપ જ આવીને આપણને ગુણવાન બનાવે છે.
બાપ કહે છે બાળકો, ખૂબ મીઠા બનો. પ્રેમ થી બેસી બધાને સમજાવો. ભગવાનુવાચ મામેકમ્
યાદ કરો તો હું તમને સ્વર્ગ નાં માલિક બનાવીશ. તમારે હવે પાછાં ઘરે જવાનું છે. જૂની
દુનિયાનો મહાવિનાશ સામે છે. પહેલાં પણ મહાભારે મહાભારત લડાઈ લાગી હતી. ભગવાને
રાજયોગ શિખવાડ્યો હતો. હવે અનેક ધર્મ છે. સતયુગ માં એક ધર્મ હતો, જે હવે પ્રાયઃલોપ
થઈ ગયો છે. હવે બાપ આવીને અનેક ધર્મો નો વિનાશ કરી, એક ધર્મ ની સ્થાપના કરે છે. બાપ
સમજાવે છે હું આ યજ્ઞ રચું છું, અમરપુરી જવાનાં માટે તમને અમરકથા સંભળાવું છું.
અમરલોક જવાનું છે તો મૃત્યુલોક નો જરુર વિનાશ થશે. બાપ છે જ નવી દુનિયાનાં રચયિતા.
તો બાપ ને જરુર અહીં જ આવવું પડે. હવે તો વિનાશ જ્વાળા સામે છે. પછી તો સમજશે તમે
સાચું કહો છો બરોબર આ તે જ મહાભારત લડાઈ છે. આ નામીગ્રામી છે તો જરુર આ સમયે ભગવાન
પણ છે. ભગવાન કેવી રીતે આવે છે, આ તો તમે બતાવી શકો છો. તમે બધાને બતાવો કે અમને તો
ડાયરેક્ટ (સ્વયં) ભગવાન સમજાવે છે. એ કહે છે તમે મને યાદ કરો. સતયુગ માં તો બધાં
સતોપ્રધાન છે, હમણાં તમોપ્રધાન છે, હવે ફરી સતોપ્રધાન બનો ત્યારે મુક્તિ-જીવનમુક્તિ
માં જાઓ.
બાપ કહે છે - ફક્ત મારી યાદ થી જ તમે સતોપ્રધાન બની સતોપ્રધાન દુનિયાનાં માલિક બની
જશો. આપણે રુહાની પંડા છીએ, યાત્રા કરીએ છીએ - મનમનાભવ ની. બાપ આવીને બ્રાહ્મણ ધર્મ,
સૂર્યવંશી-ચંદ્રવંશી ધર્મ સ્થાપન કરે છે. બાપ કહે છે મને યાદ નહીં કરશો તો
જન્મ-જન્માંતર નાં પાપો નો બોજો ઉતરશે નહીં. આ મોટા માં મોટી ફુરના (આશા) છે. કર્મ
કરતાં, ધંધો કરતાં મારા આશિક મુજ માશૂક ને યાદ કરો. દરેકે પોતાની પૂરી સંભાળ કરવાની
છે. બાપ ને યાદ કરો. કોઈ પતિત કામ નહીં કરો. ઘર-ઘર માં બાપ નો સંદેશ આપતાં રહો કે
ભારત સ્વર્ગ હતું. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હમણાં નર્ક છે. નર્ક નાં વિનાશ
નાં માટે આ તે જ મહાભારત લડાઈ છે. હવે દેહી-અભિમાની બનો. બાપ નું ફરમાન છે - માનો
કે ન માનો. અમે તો આવ્યાં છીએ તમને સંદેશ સંભળાવવાં. બાપ નો હુકમ છે - બધાંને સંદેશ
સંભળાવો. બાપ થી પૂછે છે કઈ સર્વિસ કરીએ, બાબા કહે છે - સંદેશ આપતાં રહો. બાપ ને
યાદ કરો, રાજધાની ને યાદ કરો. અંત મતિ સો ગતિ થઈ જશે. મંદિરો માં જાઓ, ગીતા
પાઠશાળાઓ માં જાઓ. આગળ ચાલીને તમને બહુજ મળતાં રહેશે. તમારે ઉઠાવવાનાં છે દેવી-દેવતા
ધર્મ વાળાઓને.
બાપ સમજાવે છે ખૂબ-ખૂબ મીઠાં બનો. ખરાબ ચલન હશે તો પદ ભ્રષ્ટ થઈ જશે. કોઈને દુઃખ નહીં
આપો, સમય ખૂબ થોડો છે. બિલોવેડ (પ્રિય) બાપ ને યાદ કરો, જેનાથી સ્વર્ગ ની રાજાઈ મળે
છે. કોઈ ની મોરલી નથી ચાલતી તો સીડી નાં ચિત્ર ની સામે બેસી ફક્ત આ ખ્યાલ કરો -
આવી-આવી રીતે અમે જન્મ લઈએ છીએ, આવી રીતે ચક્ર ફરતું રહે છે… તો જાતેજ વાણી ખુલી જશે.
જે વાત અંદર આવે છે, તે બહાર જરુર નીકળે છે. યાદ કરવાથી આપણે પવિત્ર અને નવી
દુનિયામાં રાજ્ય કરીશું. આપણી હમણાં ચઢતી કળા છે. તો અંદર ખુશી થવી જોઈએ. આપણે
મુક્તિધામ માં જઈને પછી જીવનમુક્તિ માં આવીશું. ખૂબ જબરજસ્ત કમાણી છે. ધંધાધોરી ભલે
કરો - ફક્ત બુદ્ધિ થી યાદ કરો. યાદ ની આદત પડી જવી જોઈએ. સ્વદર્શન ચક્રધારી બનવાનું
છે. ચલન ખરાબ હશે તો પછી ધારણા નહીં થશે. કોઈને સમજાવી નહીં શકશો. કદમ આગળ વધારવાનો
પુરુષાર્થ કરવો જોઈએ. પાછળ ન આવવું જોઈએ. પ્રદર્શન માં સર્વિસ (સેવા) કરવાથી ખૂબ
ખુશી થશે. ફક્ત બતાવવાનું છે કે બાપ કહે છે મને યાદ કરો. દેહધારીઓ ને યાદ કરવાથી
વિકર્મ બનશે. વારસો આપવા વાળો હું છું. હું બધાનો બાપ છું. હું જ આવીને તમને
મુક્તિ-જીવનમુક્તિ માં લઈ જાઉં છું. પ્રદર્શન-મેળા માં સર્વિસ કરવાનો ખૂબ શોખ હોવો
જોઈએ. સર્વિસ માં અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. જાતે જ બાળકો ને ખ્યાલ આવવો જોઈએ.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ માં
જ પૂરો લવ (પ્રેમ) રાખવાનો છે. બધાંને સાચ્ચો રસ્તો બતાવવાનો છે. ધંધો વગેરે કરતાં
પોતાની પૂરી સંભાળ કરવાની છે. એક ની યાદ માં રહેવાનું છે.
2. સર્વિસ કરવાનો
ખૂબ-ખૂબ શોખ રાખવાનો છે. પોતાની ચલન ને સુધારવાની છે, સ્વદર્શન ચક્રધારી બનવાનું
છે.
વરદાન :-
મહેનત અને
મહાનતા ની સાથે રુહાનિયત નો અનુભવ કરાવવા વાળા શક્તિશાળી સેવાધારી ભવ
જે પણ આત્માઓ તમારા
સંપર્ક માં આવે છે એમને રુહાની શક્તિ નો અનુભવ કરાવો. એવી સ્થૂળ અને સૂક્ષ્મ સ્ટેજ
બનાવો જેનાથી આવવા વાળા આત્માઓ પોતાનાં સ્વરુપ ને અને રુહાનિયત નો અનુભવ કરે. એવી
શક્તિશાળી સેવા કરવા માટે સેવાધારી બાળકોને વ્યર્થ સંકલ્પ, વ્યર્થ બોલ, વ્યર્થ કર્મ
ની હલચલ થી પરે એકાગ્રતા અર્થાત્ રુહાનિયત માં રહેવાનું વ્રત લેવું પડે. આ જ વ્રત
થી જ્ઞાન સૂર્ય નો ચમત્કાર દેખાડી શકશો.
સ્લોગન :-
બાપ અને સર્વ
ની દુઆઓનાં વિમાન માં ઉડવા વાળા જ ઉડતાં યોગી છે.
અવ્યક્ત ઇશારા -
પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
અતિ પાપ આત્મા, અતિ
અપકારી આત્મા, બગલા નાં ઉપર પણ નફરત નહીં, ઘૃણા નહીં, નિરાદર નહીં પરંતુ
વિશ્વ-કલ્યાણકારી સ્થિતિ માં સ્થિત થઈ રહેમદિલ બની તરસ ની ભાવના રાખવા સાથે સેવા નો
સંબંધ સમજીને સેવા કરો, જેટલાં હોપલેસ કેસ ની સેવા કરશો એટલાં જ પ્રાઈઝ નાં અધિકારી
બનશો અને નામીગ્રામી વિશ્વ-કલ્યાણકારી ગવાશો. પીસમેકર ની પ્રાઇઝ લેશો.