26-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
હમણાં વિશ્વ સેવક છો , તમને કોઈ પણ વાત માં દેહ - અભિમાન ન આવવું જોઈએ”
પ્રશ્ન :-
કઈ એક આદત ઈશ્વરીય
કાયદા નાં વિરુદ્ધ છે, જેનાથી ખૂબ નુકસાન થાય છે?
ઉત્તર :-
કોઈ પણ ફિલ્મી કહાણીઓ સાંભળવી કે વાંચવી, નવલકથા વાંચવી… આ આદત બિલકુલ ગેરકાયદેસર
છે, આનાથી ખૂબ નુકસાન થાય છે. બાબા ની મનાઈ છે - બાળકો, તમારે એવાં કોઈ પુસ્તકો નથી
વાંચવાનાં. જો કોઈ બી.કે. એવાં પુસ્તકો વાંચે છે તો તમે એક-બીજા ને સાવધાન કરો.
ગીત :-
મુખડા દેખ લે
પ્રાણી…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ કહે છે - પોતાની તપાસ કરો કે યાદ ની યાત્રા થી અમે
તમોપ્રધાન થી સતોપ્રધાન તરફ કેટલાં આગળ વધ્યાં છીએ કારણકે જેટલું-જેટલું યાદ કરશો
એટલાં પાપ કપાતા જશે. હવે આ શબ્દ ક્યાંય કોઈ શાસ્ત્ર વગેરે માં લખેલા છે? કારણકે
જેમણે-જેમણે ધર્મ સ્થાપન કર્યા, એમણે જે સમજાવ્યું એમનાં શાસ્ત્ર બનેલા છે જે પછી
વાંચે છે. પુસ્તકો ની પૂજા કરે છે. હવે આ પણ સમજવાની વાત છે, જ્યારે આ લખેલું છે.
દેહ સહિત દેહ નાં સર્વ સંબંધ છોડી પોતાને આત્મા સમજો. બાપ યાદ અપાવે છે - આપ બાળકો
પહેલાં-પહેલાં અશરીરી આવ્યાં હતાં, ત્યાં તો પવિત્ર જ રહે છે. મુક્તિ-જીવનમુક્તિ
માં પતિત આત્મા કોઈ જઈ ન શકે. એ છે નિરાકારી, નિર્વિકારી દુનિયા. આને કહેવાય છે
સાકારી વિકારી દુનિયા પછી સતયુગ માં આ જ નિર્વિકારી દુનિયા બને છે. સતયુગ માં રહેવા
વાળા દેવતાઓ ની તો ખૂબ મહિમા છે. હવે બાળકો ને સમજાવાય છે - સારી રીતે ધારણ કરી
બીજાઓ ને સમજાવો. આપ આત્માઓ જ્યાંથી આવ્યાં છો, પવિત્ર જ આવ્યાં છો. પછી અહીં આવીને
અપવિત્ર પણ જરુર બનવાનું છે. સતયુગ ને નિર્વિકારી દુનિયા, કળિયુગ ને વિકારી દુનિયા
કહેવાય છે. હવે પતિત પાવન બાપ ને યાદ કરો છો કે અમને પાવન નિર્વિકારી બનાવવા આપ
વિકારી દુનિયા, પતિત (વિકારી) શરીર માં આવો. બાપ સ્વયં બેસીને સમજાવે છે - બ્રહ્મા
નાં ચિત્ર પર જ મૂંઝાય છે કે દાદા ને કેમ બેસાડ્યાં છે. સમજાવવું જોઈએ આ તો ભાગીરથ
છે. શિવ ભગવાનુવાચ છે - આ રથ મેં લીધો છે કારણકે મારે પ્રકૃતિ નો આધાર જરુર જોઈએ.
નહીં તો હું તમને પતિત થી પાવન કેવી રીતે બનાવું. રોજ ભણાવવું પણ જરુરી છે. હવે બાપ
આપ બાળકો ને કહે છે પોતાને આત્મા સમજી મામેકમ્ યાદ કરો. બધા આત્માઓએ પોતાનાં બાપ ને
યાદ કરવાના છે. શ્રીકૃષ્ણ ને બધા આત્માઓ નાં બાપ નહીં કહેવાશે. તેમને તો પોતાનું
શરીર છે. તો આ બાપ ખૂબ સહજ સમજાવે છે - જ્યારે પણ કોઈને સમજાવો તો બોલો - બાપ કહે
છે તમે અશરીરી આવ્યાં, હવે અશરીરી બનીને જવાનું છે. ત્યાંથી પવિત્ર આત્મા જ આવે છે.
ભલે કાલે કોઈ આવે તો પણ પવિત્ર છે, તો તેમની મહિમા જરુર થશે. સંન્યાસી, ઉદાસી,
ગૃહસ્થી જેમનું નામ થાય છે, જરુર તેમનો આ પહેલો જન્મ છે ને? તેમને આવવાનું જ છે
ધર્મ સ્થાપન કરવાં. જેમ બાબા ગુરુનાનક સમજાવે છે. હવે ગુરુ શબ્દ પણ કહેવો પડે છે
કારણકે નાનક નામ તો અનેક નાં છે ને? જ્યારે કોઈની મહિમા કરાય છે તો એ અર્થ થી
કહેવાય છે. ન કહીએ તો સારું નહીં. હકીકત માં બાળકો ને સમજાવ્યું છે - ગુરુ કોઈ પણ
નથી, એક સિવાય. જેમનાં નામ પર જ ગાય છે સદ્દગુરુ અકાળ… એ અકાળમૂર્ત છે અર્થાત્ જેમને
કાળ ન ખાય, એ છે આત્મા, ત્યારે આ વાર્તાઓ વગેરે બનાવી છે. ફિલ્મી કહાણીઓ નાં પુસ્તક,
નવલકથા વગેરે પણ ખૂબ વાંચે છે. બાબા બાળકો ને ખબરદાર કરે છે. ક્યારેય પણ કોઈ નવલકથા
વગેરે નથી વાંચવાની. કોઈ-કોઈ ને તો આદત હોય છે. અહીં તો તમે સૌભાગ્યશાળી બનો છો.
કોઈ બી.કે. પણ નવલકથા વાંચે છે એટલે બાબા બધા બાળકો ને કહે છે - ક્યારેય પણ કોઈને
નવલકથા વાંચતા જુઓ તો ઝટ ઉઠાવીને ફાડી દો, એમાં ડરવાનું નથી. મને કોઈ શ્રાપ ન આપે
કે ગુસ્સો ન કરે, એવી કોઈ વાત નથી. તમારું કામ છે - એક-બીજા ને સાવધાન કરવાનું.
ફિલ્મ ની કહાણીઓ સાંભળવી કે વાંચવી ગેરકાયદેસર છે. ગેરકાયદેસર કોઈ ચલન છે તો ઝટ
રિપોર્ટ (જણાવવું) કરવો જોઈએ. નહીં તો સુધરશે કેવી રીતે? પોતાનું નુકસાન કરતા રહેશે.
પોતાનામાં જ યોગબળ નહીં હશે તો અહીં શું શીખવાડશે? બાબા ની મનાઈ છે. જો પછી એવું
કામ કરશે તો અંદર દિલ જરુર ખાતું રહેશે. પોતાનું નુકસાન થશે એટલે કોઈ માં પણ કોઈ
અવગુણ જુઓ છો તો લખવું જોઈએ. કોઈ ગેરકાયદેસર ચલન તો નથી ચાલતાં? કારણ કે બ્રાહ્મણ આ
સમયે સર્વેન્ટ (સેવક) છે ને? બાબા પણ કહે છે બાળકો નમસ્તે. અર્થ સહિત સમજાવે છે.
બાળકીઓ ભણાવવા વાળી જે છે - તેમનામાં દેહ-અભિમાન ન આવવું જોઈએ. શિક્ષક પણ વિદ્યાર્થી
નાં સેવક હોય છે ને? ગવર્નર (રાજ્યપાલ) વગેરે પણ ચિઠ્ઠી લખે છે, નીચે હસ્તાક્ષર કરશે
આજ્ઞાકારી સેવક. બિલકુલ સન્મુખ નામ લખશે. બાકી ક્લાર્ક લખશે - પોતાનાં હાથે થી.
ક્યારેય પોતાની મહિમા નહીં લખશે. આજકાલ ગુરુ તો પોતે પોતાને જાતે જ શ્રી શ્રી લખી
દે છે. અહીં પણ કોઈ એવાં છે - શ્રી ફલાણા લખી દે છે. હકીકત માં એવું પણ લખવું ન
જોઈએ. ન સ્ત્રી શ્રીમતી લખી શકે. શ્રીમત ત્યારે મળે જ્યારે શ્રી-શ્રી સ્વયં આવીને
મત આપે. તમે સમજાવી શકો છો જરુર કોઈની મત થી આ (દેવતા) બન્યાં છે ને? ભારત માં કોઈને
પણ આ ખબર નથી કે આ આટલાં ઊંચ વિશ્વ નાં માલિક કેવી રીતે બન્યાં? તમને તો આ જ નશો
ચઢવો જોઈએ. આ મુખ્ય ઉદ્દેશ નું ચિત્ર સદૈવ છાતી થી લગાવેલું હોવું જોઈએ. કોઈને પણ
બતાવો - અમને ભગવાન ભણાવે છે, જેનાથી અમે વિશ્વ નાં મહારાજા બનીએ છીએ. બાપ આવ્યાં
છે આ રાજ્ય ની સ્થાપના કરવાં. આ જૂની દુનિયા નો વિનાશ સામે છે. તમે નાની-નાની
બાળકીઓ તોતડી ભાષા માં કોઈને પણ સમજાવી શકો છો. મોટાં-મોટાં સંમેલન વગેરે થાય છે,
એમાં તમને બોલાવે છે. આ ચિત્ર તમે લઈ જાઓ અને બેસીને સમજાવો. ભારત માં ફરી થી આમનું
જ રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે. ક્યાંય પણ ભરી સભા માં તમે સમજાવી શકો છો. આખો દિવસ
સર્વિસ (સેવા) નો જ નશો રહેવો જોઈએ. ભારત માં આમનું રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે. બાબા
આપણને રાજયોગ શીખવાડી રહ્યાં છે. શિવ ભગવાનુવાચ - હે બાળકો, તમે પોતાને આત્મા સમજી
મને યાદ કરો. તમે આ બની જશો ૨૧ પેઢી માટે. દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. હમણાં તો
બધાનાં આસુરી ગુણ છે. શ્રેષ્ઠ બનાવવા વાળા તો એક જ શ્રી શ્રી શિવબાબા છે. એ જ ઊંચા
માં ઊંચા બાપ આપણને ભણાવે છે. શિવ ભગવાનુવાચ, મનમનાભવ. ભાગીરથ તો પ્રખ્યાત છે.
ભાગીરથ ને જ બ્રહ્મા કહેવાય છે, જેમને મહાવીર પણ કહે છે. અહી દેલવાડા મંદિર માં
બેઠેલા છે ને? જૈની વગેરે જે મંદિર બનાવવા વાળા છે તે કોઈ પણ જાણે થોડી છે? તમે
નાની-નાની બાળકીઓ કોઈની પણ મુલાકાત લઈ શકો છો. હમણાં તમે ખૂબ શ્રેષ્ઠ બની રહ્યાં
છો. આ ભારત નો મુખ્ય ઉદ્દેશ છે ને? કેટલો નશો ચઢવો જોઈએ! અહીં બાબા સારી રીતે નશો
ચઢાવે છે. બધા કહે છે અમે તો લક્ષ્મી-નારાયણ બનીશું. રામ-સીતા બનવા માટે કોઈ પણ હાથ
નથી ઉઠાવતાં. હમણાં તો તમે છો અહિંસક, ક્ષત્રિય. તમને અહિંસક ક્ષત્રિયો ને કોઈ પણ
નથી જાણતાં. આ તમે હમણાં સમજો છો. ગીતા માં પણ શબ્દ છે મનમનાભવ. પોતાને આત્મા સમજો.
આ તો સમજવાની વાત છે ને બીજા કોઈ પણ સમજી નથી શકતાં. બાપ બાળકો ને શિક્ષા આપે છે -
બાળકો, આત્મ-અભિમાની બનો. આ આદત તમારી પછી ૨૧ જન્મ માટે ચાલે છે. તમને શિક્ષા મળે જ
છે ૨૧ જન્મો માટે.
બાબા ઘડી-ઘડી મૂળ વાત સમજાવે છે - પોતાને આત્મા સમજી ને બેસો. પરમાત્મા બાપ આપણને
આત્માઓ ને સમજાવે છે, તમે ઘડી-ઘડી દેહ-અભિમાન માં આવી જાઓ છો પછી ઘરબાર વગેરે યાદ
આવી જાય છે. આ થાય છે. ભક્તિમાર્ગ માં પણ ભક્તિ કરતાં-કરતાં બુદ્ધિ બીજી તરફ ચાલી
જાય છે. એક ટક ફક્ત નૌધા ભક્તિવાળા જ બેસી શકે છે, જેને તીવ્ર ભક્તિ કહેવાય છે.
એકદમ લવલીન થઈ જાય છે. તમે જેમ યાદ માં બેસો તો કોઈ સમયે એકદમ અશરીરી બની જાઓ છો.
જે સારા બાળકો હશે - એ જ એવી અવસ્થા માં બેસશે. દેહ નું ભાન નીકળી જશે. અશરીરી થઈ એ
મસ્તી માં બેઠાં રહેશે. આ આદત પડી જશે. સંન્યાસી છે તત્વજ્ઞાની અથવા બ્રહ્મજ્ઞાની.
તે કહે છે અમે લીન થઈ જઈશું. આ જૂનું શરીર છોડી બ્રહ્મતત્વ માં લીન થઈ જઈશું. બધાનો
પોત-પોતાનો ધર્મ છે ને? કોઈ પણ બીજા ધર્મ ને નથી માનતાં. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ
વાળા પણ તમોપ્રધાન બની ગયા છે. ગીતા નાં ભગવાન ક્યારે આવ્યાં હતાં? ગીતા નો યુગ
ક્યારે હતો? કોઈપણ નથી જાણતું. તમે જાણો છો આ સંગમયુગ પર જ બાપ આવીને રાજયોગ શીખવાડે
છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવે છે. ભારત ની જ વાત છે. અનેક ધર્મ પણ હતાં જરુર.
ગાયન છે એક ધર્મ ની સ્થાપના, અનેક ધર્મો નો વિનાશ. સતયુગ માં હતો એક ધર્મ. હમણાં
કળિયુગ માં છે અનેક ધર્મ. ફરી એક ધર્મ ની સ્થાપના થાય છે. એક ધર્મ હતો, હમણાં નથી.
બાકી બધાં છે. વડ નાં ઝાડ નું દૃષ્ટાંત પણ બિલકુલ ઠીક છે. ફાઉન્ડેશન (મૂળ) નથી. બાકી
આખું ઝાડ ઉભું છે. એમ આમાં પણ દેવી-દેવતા ધર્મ નથી. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જે
મૂળ હતો - તે હવે પ્રાય:લોપ થઈ ગયો છે. ફરી થી બાપ સ્થાપના કરે છે. બાકી આટલાં બધા
ધર્મ તો પાછળ આવ્યાં છે પછી ચક્ર ની પુનરાવૃત્તિ જરુર થવાની છે અર્થાત્ જૂની દુનિયા
થી ફરી નવી દુનિયા થવાની છે. નવી દુનિયા માં આમનું રાજ્ય હતું. તમારી પાસે મોટાં
ચિત્ર પણ છે, નાનાં પણ છે. મોટી વસ્તુ હશે તો જોઈને પૂછશે - આ શું ઉઠાવ્યું છે? બોલો,
અમે તે વસ્તુ ઉઠાવી છે, જેનાથી મનુષ્ય ગરીબ થી રાજકુમાર બની જાય છે. દિલ માં ખૂબ
ઉમંગ, ખૂબ ખુશી રહેવી જોઈએ. આપણે આત્માઓ ભગવાન નાં બાળકો છીએ. આત્માઓ ને ભગવાન ભણાવે
છે. બાબા આપણને નયનો પર બેસાડીને લઈ જશે. આ છી-છી દુનિયા માં તો આપણે રહેવાનું નથી.
આગળ ચાલી ત્રાહિ-ત્રાહિ કરશે, વાત ન પૂછો. કરોડો મનુષ્ય મરે છે. આ તો આપ બાળકો ની
બુદ્ધિ માં છે. આપણે આ આંખો થી જે જોઈએ છીએ આ કાંઈ પણ રહેવાનું નથી. અહીં તો મનુષ્ય
છે કાંટા જેવાં. સતયુગ છે ફૂલો નો બગીચો. પછી આપણા નયન જ ઠંડા (શીતળ) થઈ જશે. બગીચા
માં જવાથી નયન ઠંડા શીતળ થઈ જાય છે ને? તો તમે હમણાં પદમાપદમ ભાગ્યશાળી બની રહ્યાં
છો. બ્રાહ્મણ જે બને છે એમનાં પગ માં પદમ છે. આપ બાળકોએ સમજાવવું જોઈએ - અમે આ
રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ એટલે બાબાએ બેજ બનાવડાવ્યાં છે. સફેદ સાડી પહેરેલી હોય,
બેજ લગાવેલો હોય, એનાથી સ્વતઃ સેવા થતી રહેશે. મનુષ્ય ગાય છે - આત્મા પરમાત્મા અલગ
રહે બહુકાળ… પરંતુ બહુકાળ નો અર્થ કોઈપણ સમજતું નથી. તમને બાપે બતાવ્યું છે કે
બહુકાળ અર્થાત્ ૫ હજાર વર્ષ પછી આપ બાળકો બાપ ને મળો છો. તમે આ પણ જાણો છો કે આ
સૃષ્ટિ માં સૌથી પ્રસિદ્ધ છે આ રાધાકૃષ્ણ. આ સતયુગ નાં પહેલાં રાજકુમાર-કુમારી છે.
ક્યારેય કોઈના વિચાર માં પણ નહીં આવશે કે આ ક્યાંથી આવ્યાં? સતયુગ ની પહેલાં જરુર
કળિયુગ હશે. તેમણે શું કર્મ કર્યા જે વિશ્વ નાં માલિક બન્યાં? ભારતવાસી કોઈ આમને
વિશ્વ નાં માલિક નથી સમજતાં. આમનું જ્યારે રાજ્ય હતું તો ભારત માં બીજો કોઈ ધર્મ
નહોતો. હમણાં આપ બાળકો જાણો છો - બાપ આપણને રાજયોગ શીખવાડી રહ્યાં છે. આપણો મુખ્ય
ઉદ્દેશ આ છે. ભલે મંદિરો માં તેમનાં ચિત્ર વગેરે છે પરંતુ આ થોડી સમજે છે કે આ સમયે
આ સ્થાપના થઈ રહી છે. તમારા માં પણ નંબરવાર સમજે છે. કોઈ તો બિલકુલ જ ભૂલી જાય છે.
ચલન એવી હોય છે જેવી પહેલાં હતી. અહીં સમજે તો ખૂબ સરસ છે, અહીં થી બહાર નીકળ્યાં
ખલાસ. સર્વિસ નો શોખ હોવો જોઈએ. બધાને આ સંદેશ આપવાની યુક્તિ રચો. મહેનત કરવાની છે.
નશા થી બતાવવું જોઈએ - શિવબાબા કહે છે મને યાદ કરો તો પાપ ખતમ થઈ જશે. આપણે એક
શિવબાબા સિવાય બીજા કોઈને યાદ નથી કરતાં. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. મુખ્ય
ઉદ્દેશ નું ચિત્ર સદા સાથે રાખવાનું છે. નશો રહે કે હમણાં આપણે શ્રીમત પર વિશ્વ નાં
માલિક બની રહ્યાં છીએ. આપણે એવાં ફૂલો નાં બગીચા માં જઈએ છીએ - જ્યાં આપણા નયન જ
શીતળ થઈ જશે.
2. સેવા નો ખૂબ-ખૂબ
શોખ રાખવાનો છે. મોટાં (વિશાળ) દિલ તથા ઉમંગ થી મોટાં-મોટાં ચિત્રો પર સેવા કરવાની
છે. બેગર ટૂ પ્રિન્સ બનવાનું છે.
વરદાન :-
કર્મો ની ગતિ
ને જાણી ગતિ - સદ્દગતિ નો ફેસલો કરવા વાળા માસ્ટર દુ : ખહર્તા સુખકર્તા ભવ
હજી સુધી પોતાનાં
જીવન ની કહાણી જોવા અને સંભળાવવા માં બીઝી ન રહો. પરંતુ દરેક નાં કર્મ ની ગતિ ને
જાણી ગતિ-સદ્દગતિ આપવાનો ફેસલો કરો. માસ્ટર દુ:ખહર્તા સુખકર્તા નો પાર્ટ ભજવો.
પોતાની રચના નાં દુઃખ, અશાંતિ ની સમસ્યા ને સમાપ્ત કરો, એમને મહાદાન અને વરદાન આપો.
પોતે ફેસિલીટી (સુવિધાઓ) ન લો, હવે તો દાતા બનીને આપો. જો સેલવેશન નાં આધાર પર સ્વયં
ની ઉન્નતિ અથવા સેવા માં અલ્પકાળ માટે સફળતા પ્રાપ્ત થઈ પણ જાય તો પણ આજે મહાન હશો
કાલે મહાનતા નાં તરસ્યા આત્મા બની જશો.
સ્લોગન :-
અનુભૂતિ ન થવી
- યુદ્ધ ની સ્ટેજ છે , યોગી બનો યોદ્ધા નહીં .
અવ્યક્ત ઈશારા -
અશરીરી અથવા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
જેવી રીતે બ્રહ્મા
બાપ અવ્યક્ત બની વિદેહી સ્થિતિ દ્વારા કર્માતીત બન્યાં, તો અવ્યક્ત બ્રહ્મા ની
વિશેષ પાલના નાં પાત્ર છો એટલે અવ્યક્ત પાલના નો રિસ્પોન્ડ વિદેહી બનીને આપો. સેવા
અને સ્થિતિ નું બેલેન્સ રાખો. વિદેહી એટલે દેહ થી ન્યારા. સ્વભાવ, સંસ્કાર, કમજોરીઓ
બધું દેહ ની સાથે છે અને દેહ થી ન્યારા થઈ ગયા તો બધાથી ન્યારા થઈ ગયાં, એટલે આ
ડ્રિલ બહુ જ સહયોગ આપશે, એમાં કંટ્રોલિંગ પાવર જોઈએ.