27-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હવે
આ બેહદ ની જૂની દુનિયા નો વિનાશ થવાનો છે , નવી દુનિયા સ્થાપન થઈ રહી છે , એટલે નવી
દુનિયામાં ચાલવા માટે પવિત્ર બનો”
પ્રશ્ન :-
પરમાત્મા નાં વિષય
માં આપ બાળકો કઈ વન્ડરફુલ (અદ્દભુત) વાત જાણો છો જે મનુષ્યો ની સમજ થી બહાર છે?
ઉત્તર :-
તમે કહો છો જેમ આત્મા જ્યોતિ બિંદુ છે, તેમ પરમાત્મા પણ અતિ સૂક્ષ્મ જ્યોતિ બિંદુ
છે. આ વન્ડરફુલ વાતો મનુષ્ય ની સમજ થી બહાર છે. ઘણાં બાળકો પણ આમાં મૂંઝાઈ જાય છે.
બાબા કહે બાળકો મુંઝાઓ નહીં. જો નાનાં રુપ માં યાદ નથી રહેતી તો મોટાં રુપ માં યાદ
કરો. યાદ જરુર કરવાનાં છે.
ગીત :-
રાત કે રાહી
થક મત જાના…
ઓમ શાંતિ!
રુહાની બાળકોને
રુહાની બાપ બેસી સમજાવે છે એટલે બાળકોએ આત્મ-અભિમાની થઈ બેસવાનું છે. આવું બીજી કોઈ
જગ્યાએ સમજાવવામાં નથી આવતું. કોઈ પણ સાધુ-સંત એવું નથી સમજાવતાં કે આત્મ-અભિમાની
થઈ બેસો. આ એક બાપ જ સમજાવે છે બીજા કોઈને કહેતાં આવડશે નહીં. આ યુક્તિ કોઈ બતાવી
નહીં શકે. આપ બાળકો પણ સમજો છો આપણે આત્મા છીએ. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે.
ક્યારેક બેરિસ્ટર, ક્યારેક ડોક્ટર બને છે. આત્મા જ હમણાં પતિત બન્યો છે પછી પાવન
બનશે. આત્મા માં જ્ઞાન ધારણ થાય છે. બાપ નિરાકાર જ્ઞાન નાં સાગર છે તો જરુર આવીને
જ્ઞાન સંભળાવશે ને. પતિત-પાવન છે તો જરુર આવી ને પાવન બનાવશે. એ છે સુપ્રીમ પરમપિતા
પરમાત્મા. હું તમારો બાપ સુપ્રીમ છું, નોલેજફુલ છું. મને પોતાનું શરીર નથી. આ બધું
નોલેજ તમારો આત્મા ધારણ કરે છે તો તમારે આત્મ-અભિમાની બનવાનું છે. દેહ-અભિમાન નથી
રાખવાનું બીજી કોઈ એવી જગ્યા નથી જ્યાં સાંભળવા અને સંભળાવવા વાળા બંને દેહી-અભિમાની
હોય. બાપ તો છે જ નિરાકાર. તે આવીને તમને રાજયોગ શીખવાડે છે. બાકી બધા મનુષ્ય છે જ
દેહ-અભિમાની. ભલે આ લક્ષ્મી-નારાયણ નાં માટે કહેશે - એ આત્મ-અભિમાની હતાં તો પણ
દેહભાન તો રહે છે ને. આ જ્ઞાન પરમપિતા પરમાત્મા જ આવીને આપે છે. આત્માએ ધારણ કરવાનું
હોય છે. આત્માને જ પતિત થી પાવન થવાની યુક્તિ બતાવે છે. હમણાં આખી દુનિયાનો ડાઉન
ફોલ (પતન) છે પછી રાઈઝ (ઉત્થાન) કરવા આવે છે. આ આપ બાળકો જાણો છો. ડાઉન ફોલ એટલે
ડિસ્ટ્રકશન (વિનાશ) રાઈસ એટલે કંસ્ટ્રકશન (સ્થાપના). સ્થાપના અને વિનાશ. સ્થાપના
કોની? નવી દુનિયાની, સ્વર્ગ ની સ્થાપના અને પછી જૂની દુનિયા હેલ, નર્ક નો વિનાશ.
ડિસ્ટ્રકશન અને કંસ્ટ્રકશન. કળિયુગ છે જૂની દુનિયા, એનો વિનાશ જરુર જોઈએ. વિનાશ ની
નિશાની - આ મહાભારે મહાભારત લડાઈ છે. મહાભારત નો વૃત્તાંત મહાભારત શાસ્ત્ર માં
દેખાડે છે. બાપ, બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. તે તો જરુર નવી દુનિયાની કરશે ને.
આ છે બેહદ નો વિનાશ અને બેહદ ની સ્થાપના, બાપ જ નવું મકાન બનાવશે - બાળકો નાં માટે.
પછી જુનું જરુર ખલાસ કરાવશે. તમે સમજો છો - બાબા હવે નવી દુનિયા સ્થાપન કરી રહ્યાં
છે. તમોપ્રધાન થી પછી સતોપ્રધાન બનાવવા માટે આપણ ને તૈયાર કરી રહ્યાં છે. વિનાશ નાં
માટે મહાભારત ની લડાઈ પ્રસિદ્ધ છે. કહે છે આ તે જ સમય છે. તે જ સ્ટાર્સ (તારાઓ)
આવીને એકબીજા ને મળ્યાં છે જે મહાભારત નાં સમયે હતાં. આ સીડી માં પણ લખાયું છે ભારત
નાં ઉત્થાન અને પતન ની અદ્દભુત કહાણી. આ લાઈન માં કલ્પ-કલ્પ શબ્દ પણ આવવાં જોઈએ. શરું
થી અંત સુધી મનુષ્ય ૮૪ જન્મ લે છે. આ પણ તમારી બુદ્ધિ માં છે. મનુષ્યો ની બુદ્ધિ ને
તો એકદમ ગોદરેજ નું તાળું લાગેલું છે. આ વાતો ને મનુષ્યોએ જાણવાની છે. આત્માઓ અહીં
શરીર ધારણ કરે છે પાર્ટ ભજવવાં. તો ડ્રામા નાં આદિ-મધ્ય-અંત નાં ક્રિયેટર,
ડાયરેક્ટર, મુખ્ય એક્ટર્સ વગેરેને જાણવાં જોઈએ ને. હમણાં તમને ડ્રામા નાં
આદિ-મધ્ય-અંત, હૂ ઈઝ હૂ (કોણ, કોણ છે) આખાં ડ્રામા ની ખબર પડી ગઈ છે - શરું થી લઈને
અંત સુધી. બાપ દ્વારા આ નોલેજ બધી મળી રહી છે. સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. આને
કહેવાય છે રુહાની નોલેજ. શારીરિક જ્ઞાન ને ફિલોસોફી (તત્વજ્ઞાન) કહેવાય છે.
સ્પ્રિચ્યુઅલ નોલેજ, રુહાની નોલેજ ને જ્ઞાન કહેવાય છે. હવે આ બધી વાતો બાળકોએ
બુદ્ધિમાં બેસાડી છે.
બાળકો જાણે છે હવે ૮૪
જન્મો નું નાટક પૂરું થાય છે. હવે આપણે પાછાં જઈએ છીએ પરંતુ પતિત કોઈ પાછું જઈ ન શકે.
નહીં તો આટલાં જપ-તપ, તીર્થ વગેરે કેમ કરે? પવિત્ર બનવા માટે જ ગંગા-સ્નાન કરવા જાય
છે, પરંતુ એનાંથી કોઈ પાવન તો બની નથી શકતું એટલે પાછું કોઈ જઈ ન શકે. ગપ્પા તો
બહુજ લગાવે છે કે ફલાણા પાર નિર્વાણધામ ગયાં, જ્યોતિ જ્યોત સમાયા. બાપે સમજાવ્યું
છે પાછું કોઈ જતું નથી. બધા એક્ટર્સ અહીં જ છે. હમણાં નાટક પૂરું થાય છે તો બધા
સ્ટેજ પર ઉભેલાં છે. હમણાં બધા અહીં હાજર છે. મનુષ્યો ને ખબર નથી કે બૌદ્ધી,
ક્રિશ્ચન વગેરે ક્યાં છે? તમે સમજો છો જે બધા આત્માઓ ઉપર થી અહીં આવ્યાં છે તે બધા
આ સમયે તમોપ્રધાન છે. તમોપ્રધાન થી સતોપ્રધાન કલ્પ પહેલાં પણ બન્યાં હતાં. બાપ જ
આવીને સ્થાપના, વિનાશ કરાવે છે. કહે પણ છે કે આ જ્ઞાન રાજાઓનાં રાજા બનાવવા વાળું
છે. આ બેહદ નાં બાપે કહ્યું છે કે હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. કૃષ્ણ તો
સ્થાપના નથી કરાવતાં. ક્રિયેટર બાપ છે. બાપ જ આવીને સમજાવે છે કે તમે મને બોલાવો જ
ત્યારે છો જ્યારે સૃષ્ટિ પતિત છે. એવું નથી કે હું નવી સૃષ્ટિ રચું છું. જેમ દેખાડે
છે પ્રલય થયો, આ બધું ખોટું છે. મનુષ્ય બોલાવે જ છે કે હે પતિત-પાવન આવો તો જરુર
પતિત દુનિયામાં આવશે ને? બાપ જ આવીને કૃષ્ણપુરી નાં સાક્ષાત્કાર કરાવે છે. દેખાડે
છે કૃષ્ણ પીપળા નાં પાન પર સાગર માં આવ્યાં… આ છે ઠીક વાત. નવી દુનિયા માં ફર્સ્ટ (પહેલાં)
કૃષ્ણ જ આવે છે. સાગર માં નહીં પરંતુ ગર્ભમહેલ માં આવે છે. અંગુઠો ચૂસતાં, ખૂબ આરામ
થી ગર્ભમહેલ માં રહે છે. સતયુગ માં જે પણ બાળકો હોય છે - ગર્ભમહેલ માં રહે છે. તેમણે
ગર્ભમહેલ ની વાત ને પછી સાગર માં પત્તા (પાંદડા) પર બેસી બતાવ્યું છે. તે બધી છે
ભક્તિમાર્ગ ની વાતો. બાપ આ બધા શાસ્ત્રો નો સાર બેસી સમજાવે છે. અહીં ગર્ભજેલ માં
રહે છે ત્યારે કહે છે અમને બહાર કાઢો. પછી અમે પાપ નહીં કરીશું. પરંતુ રાવણ ની
દુનિયા માં પાપ તો થાય જ છે. છતાં પણ પાપ કરવા લાગી જાય છે. તમે અડધોકલ્પ જેલ
બર્ડ્સ બની જાઓ છો. ચોર લોકો ને જેલ બર્ડ્સ કહેવાય છે. બહાર નીકળે પછી પણ ચોરી કરતાં
રહે છે અને જેલ માં જવું પડે છે એટલે જેલ બર્ડસ કહેવાય છે. બાપે સમજાવ્યું છે આ
રાવણ રાજ્ય છે. ત્યાં તો આ વાતો હોતી જ નથી. તે છે જ રામરાજ્ય. ત્યાં ન ગર્ભજેલ છે
અને ન તે જેલ હોય છે. અહીં તો કેટલાં મનુષ્ય જેલ માં પડ્યાં રહે છે. ગર્ભજેલ છે તો
તે પણ જેલ છે. ડબલ જેલ છે. કળિયુગ નો અંત છે ને?
બાપ સમજાવે છે આપ
બાળકો હમણાં કન્સટ્રક્શન કરી રહ્યાં છો. રાઈઝ અને ફોલ (ઉત્થાન અને પતન), દરેક કલ્પ
થતું જ રહે છે. રાઈઝ અને ફોલ દુનિયા નું થાય છે. એમાં મુખ્ય પાર્ટ છે ભારત નો. ગાતા
પણ રહે છે આત્મા પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ... તો એનો પણ હિસાબ જોઈએ ને! કયા
આત્માઓ બહુકાળ થી અલગ રહ્યાં છે. પહેલાં-પહેલાં દેવી-દેવતા ધર્મ નાં આત્માઓ આવે છે
પાર્ટ ભજવવાં. હમણાં તે દેવતા નથી, જે રાજ્ય કરીને જાય છે, એમનાં ચિત્ર, નિશાનીઓ રહે
છે. રાજાઈ તો ખતમ થઈ ગઈ. હેવન ખલાસ (પૂરું) થઈ જાય છે તો પછી હેલ થાય છે પછી હેલ
ખલાસ થાય તો હેવન બને છે. તો નવી દુનિયા નું કંસટ્રક્શન થાય છે અને હેલ નું
ડિસટ્રક્શન થાય છે. કંસટ્રક્શન માટે બાળકો જોઈએ ને. રહેવા વાળા પણ તમે છો. પહેલાં
તો તમારે દૈવી ગુણોવાળા દેવતા બનવું પડે. આ પણ ગાયન છે મનુષ્ય થી દેવતા… મુત-પલીતી
મનુષ્ય છે ને. ભગવાનુવાચ - ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન બનવાનું છે. આ, આ
મૃત્યુલોક નો છે જ અંતિમ જન્મ, આમાં પવિત્ર બનવાનું છે. આ સારી રીતે સમજાવવું જોઈએ.
આપણે આ મૃત્યુલોક નો અંતિમ જન્મ પવિત્ર રહીએ છીએ. બાપ કહે છે - આ વિકારો પર જીત
મેળવવાથી તમે વિશ્વ નાં માલિક બનશો. બાળકો પણ સાંભળીને પછી બીજાઓને સમજાવે છે કે આ
જૂની દુનિયાનો વિનાશ સામે ઉભો છે. આ તે જ મહાભારત ની લડાઈ છે, કામ મહાશત્રુ છે, એટલે
પ્રતિજ્ઞા કરો. હમણાં તમે સમજો છો અમે પવિત્ર બનીએ છીએ. આ જૂની દુનિયાનો વિનાશ જરુર
થવાનો છે, એનાં પહેલાં પવિત્ર જરુર બનવાનું છે. વિનાશ થાય છે પછી તો વાત ન પૂછો -
હાહાકાર થઈ જાય છે, ખુબ ભારે મોત છે. તમે જોઈ પણ નહીં શકો. કોઈનું ઓપરેશન થાય છે તો
કમજોર લોકો ઉભાં નથી રહેતાં, પડી જાય છે એટલે ડોક્ટર લોકો ફેમિલી (પરીવાર) ને તો
પરવાનગી નથી આપતાં. આ તો કેટલું ભારે ઓપરેશન હશે. એક-બે ને મારતાં રહેશે. આ છે ગંદી
દુનિયા, કાંટાઓનું જંગલ. સતયુગ ને કહેવાય છે ગાર્ડન ઓફ ફ્લાવર્સ, ફૂલો નો બગીચો.
દેવતાઓ ચૈતન્ય ફૂલ છે ને. મનુષ્ય તો સમજે છે કે બહિશ્ત (સ્વર્ગ) માં કોઈ ફૂલો નો
બગીચો હોય છે, જે સાંભળે છે તે કહી દે છે. ગાર્ડન ઓફ અલ્લાહ કહે છે ને, પછી ધ્યાન
માં પણ ગાર્ડન જોશે. અલ્લાહએ હાથ માં ફૂલ આપ્યું. બુદ્ધિમાં જ ખુદાઈ બગીચો છે.
ભક્તિમાર્ગ માં સાક્ષાત્કાર કરવા માટે ભક્તિ કરે છે. સાક્ષાત્કાર થયો તો કહેશે
સર્વવ્યાપી છે ને. જે પાસ્ટ (ભૂતકાળ) થયું તે ફરી થશે. બાળકો જે પોશાક માં, જેમ
આવ્યાં છે, એવાં પોશાક માં પછી કલ્પ બાદ આવશે. ડ્રામા ને કોઈ સારી રીતે સમજે છે,
બાબા ની પાસે કોઈ આવે છે તો બાબા પૂછે છે પહેલાં ક્યારે આવ્યાં છો? કહે છે - હાં
બાબા, આપ થી કલ્પ પહેલાં પણ મળ્યાં હતાં, તમારાથી વારસો લેવા આવ્યાં હતાં. બાપ પુછે
છે શું પદ મેળવ્યું હતું? બાબા-મમ્મા કહો છો તો જરુર એમનાં વંશજ માં આવશો. બાબા કહે
છે એવો પુરુષાર્થ કરો જે ઊંચ પદ મેળવો. આ બધી વાતો તમારી બુદ્ધિ માં છે. બરોબર લડાઈ
પણ છે, નર્ક વિનાશ તો થવાનું જ છે. તમારી પાસે ચિત્ર બહુજ ફર્સ્ટ ક્લાસ છે. આ કૃષ્ણ
નું બે ગોળા વાળું ચિત્ર પણ છપાવવું જોઈએ, એમાં બહુ જ સ્પષ્ટ છે. સ્વર્ગ નાં દ્વાર
ખૂલે છે તો નર્ક તરફ લાત છે. તમારું પણ મુખ છે સ્વર્ગ તરફ, આ તો બિલકુલ એક્યુરેટ
વાત છે. જાણો છો હવે આપણે ઘરે જવાનું છે તો ઘર ને જ યાદ કરવું પડે. જૂની દુનિયા ને
ભુલવી પડે, આને કહેવાય છે બેહદ નો વૈરાગ. જૂની દુનિયા ને છોડી આપણે બાબા પાસે જઈએ
છીએ. યાદ ની યાત્રા થી જ જઈશું. મુખ્ય છે જ યાદ ની વાત. યાદ તો બધાં કરે છે ને. હમણાં
બાપ યથાર્થ વાત આવીને સમજાવે છે કે મને યાદ કરો. આ છે અવ્યભિચારી યાદ તે પણ અર્થ
સહિત. તમે જાણો છો શિવબાબા પણ બિંદુ છે. પોતાને પણ આત્મા બિંદુ સમજો, બાપ ને પણ
બિંદુ સમજો. નવી વાત જોઈ ભૂલી જાય છે. પોતાને આત્મા સમજી પછી બાપ ને અને પોતાનાં ઘર
ને યાદ કરવાનું છે. અચ્છા, બિંદુ નાનું લાગે છે, ઘર તો મોટું છે ને. ઘર ને યાદ કરો.
બાબા પણ ત્યાં રહે છે. હું અને તમે ત્યાં જઈશું જ્યાં બાબા રહે છે. બિંદુ યાદ નથી
આવતું, અચ્છા, ઘર તો યાદ આવે છે ને? તે છે શાંતિધામ અને તે છે સુખધામ. આ છે દુઃખધામ.
હમણાં તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર ભણી રહ્યાં છો પછી સુખધામ માં આવી જશો. બાપ નાં
બાળકો છો તો જરુર સ્વર્ગ ની બાદશાહી જોઈએ. કલ્પ પહેલાં પણ શિવબાબા આવ્યાં હતાં,
સ્વર્ગ ની બાદશાહી આપી હતી. તમે ભૂલી ગયાં છો. બાપ કહે છે - હમણાં ફરી આવ્યો છું,
તમને આપવાં. કેટલીવાર તમે રાજાઈ લીધી અને ગુમાવી છે. અગણિતવાર વારસો લીધો છે તો પણ
એવાં બાપ ને ભૂલી કેમ જાઓ છો! માયા નાં તોફાન થી બહુજ લડાઈ થાય છે એટલે નાટક પણ
દેખાડે છે - માયા એ તરફ ખેંચે છે, પ્રભુ આ તરફ ખેંચે છે. જ્ઞાન માં વિઘ્ન નથી પડતાં,
યાદ માં વિઘ્ન પડે છે, એમાં જ મહેનત છે. હવે બાપ કહે છે - મહારથી બનો. આ જૂની
દુનિયાને તો આગ લાગવાની છે. આ યજ્ઞ માં આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે તો મહાવીર
પણ બનવાનું છે. આપ બાળકોએ અખંડ, અટલ, અડોલ રાજ્ય મેળવવાનું છે. તમારો બુદ્ધિયોગ બાપ
ની સાથે એવો રહે જે ભલે કેટલાં પણ તોફાન આવે, માયા કાંઈ કરી ન શકે. આ છે તમારી અંત
ની અવસ્થા, જ્યારે ટ્રાન્સફર થવાનું હોય છે. જેમ સ્કૂલ માં પરીક્ષા અંત માં હોય છે,
તમારી માળા પણ અંત માં બનશે. તમને ખુબ સાક્ષાત્કાર થશે - ફલાણા આ બનશે, ફલાણા એ બનશે.
આ દાસી બનશે… એ બધું બતાવશે. એ સમયે તો કાંઈ પણ કરી નહીં શકો, પછી પસ્તાવું પડશે, આ
અમે શું કર્યું! શ્રીમત પર કેમ નહીં ચાલ્યાં! પરંતુ અંત સમય માં કાંઈ થઈ નહીં શકે.
આવું ઘણાં પસ્તાય છે. મનુષ્ય કોઈનું ખૂન કરી પછી અંત માં પસ્તાય છે. પરતું ખૂન તો
થઈ ગયું પછી શું કરી શકશે એટલે બાપ કહે છે - ગફલત નહીં કરો, પોતાનો પુરુષાર્થ કરતાં
રહો. અચ્છા -
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ૮૪ જન્મો
નું નાટક હમણાં પૂરું થાય છે, પાછું ઘરે ચાલવાનું છે, એટલે આત્મ-અભિમાની રહી પાવન
બનવાનું છે. દેહ-અભિમાન મટાવવાનું છે.
2. અર્થ સહિત પોતાને
આત્મા બિંદુ સમજી, બિંદુ બાપ ની અવ્યભિચારી યાદ માં રહેવાનું છે. મહાવીર બની પોતાની
અવસ્થા અડોલ-અચળ બનાવવાની છે.
વરદાન :-
વ્યર્થ નાં
લીકેજ ને સમાપ્ત કરી સમર્થ બનવા વાળા કમ ખર્ચ બાલાનશીન ભવ
સંગમયુગ પર બાપદાદા
દ્વારા જે પણ ખજાના મળ્યાં છે એ સર્વ ખજાનાઓ ને વ્યર્થ જવાથી બચાવો તો કમ ખર્ચ
બાલાનશીન બની જશો. વ્યર્થ થી બચાવ કરવો અર્થાત્ સમર્થ બનવું. જ્યાં સમર્થી છે ત્યાં
વ્યર્થ જાય આ થઈ નથી શકતું. જો વ્યર્થ નું લીકેજ છે તો કેટલો પણ પુરુષાર્થ કરો,
મહેનત કરો પરંતુ શક્તિશાળી બની નહીં શકો, એટલે લીકેજ ને ચેક કરી સમાપ્ત કરો તો
વ્યર્થ થી સમર્થ થઈ જશો.
સ્લોગન :-
પ્રવૃત્તિ માં
રહેતા સંપૂર્ણ પવિત્ર રહેવું - આ જ યોગી કે જ્ઞાની તૂ આત્મા ની ચેલેન્જ છે.
આ અવ્યક્ત ઈશારા -
અપવિત્રતા નાં બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો
પરમાત્મા જ્ઞાન ની
નવીનતા પવિત્રતા છે. ફલક થી કહો છો ને કે આગ અને રુ સાથે રહેતા પણ આગ નથી લાગતી. તમે
લોકો ભાષણો માં પણ કહો છો કે પવિત્રતા નાં વગર યોગી તૂ આત્મા, જ્ઞાની તૂ આત્મા બની
જ ન શકે. તો આ ચેલેન્જ હવે પ્રેક્ટિકલ રુપ માં લાવો.