27-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
હમણાં સાચ્ચી - સાચ્ચી પાઠશાળા માં બેઠાં છો , આ સતસંગ પણ છે , અહીં તમને સત બાપ નો
સંગ મળ્યો છે , જે પાર લગાવી દે છે”
પ્રશ્ન :-
હિસાબ-કિતાબ નાં ખેલ માં મનુષ્યો ની સમજ અને તમારી સમજ માં કયું અંતર છે?
ઉત્તર :-
મનુષ્ય સમજે છે-આ જે દુઃખ-સુખ નો ખેલ ચાલે છે, આ દુ:ખ-સુખ બધું પરમાત્મા જ આપે છે
અને આપ બાળકો સમજો છો કે આ દરેક નાં કર્મો નાં હિસાબ નો ખેલ છે. બાપ કોઈને પણ દુઃખ
નથી આપતાં. એ તો આવે જ છે સુખ નો રસ્તો બતાવવાં. બાબા કહે છે - બાળકો, મેં કોઈને પણ
દુઃખી નથી કર્યાં. આ તો તમારા જ કર્મો નું ફળ છે.
ગીત :-
ઇસ પાપ કી
દુનિયા સે……
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો એ ગીત સાંભળ્યું. કોને પોકારે છે? બાપ ને. બાબા આવીને આ પાપ ની કળિયુગી
દુનિયા માંથી સતયુગી પુણ્ય ની દુનિયા માં લઈ ચાલો. હમણાં જીવાત્માઓ બધા કળિયુગી છે.
તેમની બુદ્ધિ ઉપર જાય છે. બાપ કહે છે હું જે છું, જેવો છું, એવું કોઈ નથી જાણતાં.
ઋષિ-મુનિ વગેરે પણ કહે છે અમે રચયિતા માલિક અર્થાત્ બેહદ નાં બાપ અને એમની બેહદ ની
રચના નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. આત્માઓ જ્યાં રહે છે તે છે બ્રહ્મ મહતત્વ,
જ્યાં સૂર્ય ચંદ્ર નથી હોતાં. ન મૂળવતન, ન સૂક્ષ્મવતન માં. બાકી આ માંડવા માં તો
વીજળીઓ વગેરે જોઈએ ને? તો આ માંડવા ને વીજળી મળે છે - રાત્રે ચંદ્ર-તારાઓ, દિવસ માં
સૂર્ય. આ છે બત્તીઓ. આ બત્તીઓ હોવા છતાં પણ અંધકાર કહેવાય છે. રાત્રે તો છતાં પણ
બત્તીઓ પેટાવવી (શરુ કરવી) પડે છે. સતયુગ-ત્રેતા ને કહેવાય છે દિવસ અને ભક્તિમાર્ગ
ને કહેવાય છે રાત. આ પણ સમજ ની વાત છે. નવી દુનિયા જ પછી જૂની જરુર બનશે. ફરી નવી
થશે તો જૂની નો જરુર વિનાશ થશે. આ છે બેહદ ની દુનિયા. મકાન પણ કોઈ ખૂબ મોટાં-મોટાં
હોય છે રાજાઓ વગેરે નાં. આ છે બેહદ નું ઘર, માંડવો અથવા સ્ટેજ, આને કર્મક્ષેત્ર પણ
કહેવાય છે. કર્મ તો જરુર કરવાનું હોય છે. બધા મનુષ્યો ને માટે આ કર્મક્ષેત્ર છે.
બધાએ કર્મ કરવાનું જ છે, પાર્ટ ભજવવાનો જ છે. પાર્ટ દરેક આત્મા ને પહેલે થી મળેલો
છે. તમારા માં પણ કોઈ છે જે આ વાતો ને સારી રીતે સમજી શકે છે. હકીકત માં આ ગીતા
પાઠશાળા છે. પાઠશાળા માં ક્યારેય વૃદ્ધ વગેરે ભણે છે શું? અહીં તો વૃદ્ધ, જુવાન
વગેરે બધા ભણે છે. વેદો ની પાઠશાળા નહીં કહેવાશે. ત્યાં કોઈ પણ મુખ્ય-ઉદ્દેશ હોતો
નથી. અમે આટલાં વેદ-શાસ્ત્ર વગેરે ભણીએ છીએ, આનાથી શું બનીશું - તે જાણતા નથી. કોઈ
પણ જે સતસંગ છે, મુખ્ય-ઉદ્દેશ કાંઈ નથી. હવે તો તેને સતસંગ કહેવાથી શરમ આવે છે. સત્
તો એક બાપ જ છે, જેમનાં માટે કહેવાય છે સંગ તારે…કુસંગ બોરે… કુસંગ કળિયુગી મનુષ્યો
નો. સત્ નો સંગ તો એક જ છે. હમણાં તમને વન્ડર (આશ્ચર્ય) લાગે છે. આખી સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નું જ્ઞાન કેવી રીતે બાપ આપે છે, તમને તો ખુશી થવી જોઈએ, તમે
સાચ્ચી-સાચ્ચી પાઠશાળા માં બેઠાં છો. બાકી બધી છે જુઠ્ઠી પાઠશાળાઓ, તે સતસંગો વગેરે
થી કાંઈ પણ બનીને નીકળતા નથી. સ્કૂલ-કોલેજ વગેરે થી તો પણ કાંઈક બનીને નીકળે છે.
કારણકે ભણે છે. બાકી ક્યાંય પણ ભણતર નથી. સતસંગ ને ભણતર નહીં કહેવાશે. શાસ્ત્ર વગેરે
તો ભણીને પછી દુકાન ખોલીને બેસે છે, પૈસા કમાય છે. ગ્રંથ થોડા શીખીને, ગુરુદ્વારા
ખોલીને બેસી જાય છે. ગુરુદ્વારાઓ પણ કેટલાં ખોલે છે. ગુરુ નો દ્વાર અર્થાત્ ઘર
કહેવાશે ને? ફાટક ખુલે છે, ત્યાં જઈને શાસ્ત્ર વગેરે વાંચે છે. તમારો ગુરુદ્વાર છે
- મુક્તિ અને જીવનમુક્તિ ધામ, સતગુરુ દ્વાર. સદ્દગુરુ નું નામ શું છે? અકાળમૂર્ત.
સદ્દગુરુ ને અકાળ મૂર્ત કહે છે, એ આવીને મુક્તિ-જીવનમુક્તિ નો દ્વાર ખોલે છે.
અકાળમૂર્ત છે ને? જેમને કાળ પણ ખાઈ નથી શકતો. આત્મા છે જ બિંદુ, તેને કાળ કેવી રીતે
ખાશે? તે આત્મા તો શરીર છોડીને ભાગી જાય છે. મનુષ્ય સમજે થોડી છે કે આ જૂનું શરીર
છોડી પછી જઈ બીજું લેશે પછી એમાં રડવાની શું જરુર છે. આ તમે જાણો છો - ડ્રામા અનાદિ
બનેલો છે. દરેક ને પાર્ટ ભજવવાનો જ છે. બાપે સમજાવ્યું છે - સતયુગ માં છે નષ્ટોમોહા.
મોહજીત ની પણ કહાણી છે ને? પંડિત લોકો સંભળાવે છે, માતાઓ પણ સાંભળી-સાંભળી ને પછી
ગ્રંથ રાખી, બેસી જાય છે - સંભળાવવા માટે. ઘણાં મનુષ્ય જઈને સાંભળે છે. તેને કહેવાય
છે કાનરસ. ડ્રામા પ્લાન અનુસાર મનુષ્ય તો કહેશે અમારો દોષ શું છે? બાપ કહે છે તમે
મને બોલાવો છો કે દુઃખ ની દુનિયા માંથી લઈ જાઓ. હવે હું આવ્યો છું તો મારું સાંભળવું
જોઈએ ને? બાપ બાળકોને બેસીને સમજાવે છે, સારી મત મળે છે તો તે લેવી જોઈએ ને? તમારો
પણ કોઈ દોષ નથી. આ પણ ડ્રામા હતો. રામ રાજ્ય, રાવણ રાજ્ય નો ખેલ બનેલો છે. ખેલ માં
કોઈ હારી જાય છે તો તેનો દોષ થોડી છે? જીત અને હાર થાય છે, આમાં આ લડાઈ ની વાત નથી.
તમને બાદશાહી હતી. આ પણ આગળ તમને ખબર નહોતી, હમણાં તમે સમજો છો જે સર્વિસેબલ (સેવાધારી)
છે, જેમનું નામ પ્રસિદ્ધ છે. દિલ્લી માં સૌથી પ્રસિદ્ધ સમજાવવા વાળું કોણ છે? તો ઝટ
નામ લેશે જગદીશ નું. તમારા માટે મેગેઝીન (પત્રિકા) પણ કાઢે છે. તેમાં બધું જ આવી
જાય છે. અનેક પ્રકાર નાં પોઈન્ટ્સ લખે છે, બ્રિજમોહન પણ લખે છે. લખવું કોઈ માસી નું
ઘર થોડી છે? જરુર વિચાર સાગર મંથન કરે છે, સારી સર્વિસ (સેવા) કરે છે. કેટલાં લોકો
વાંચી ને ખુશ થાય છે. બાળકો ને પણ રીફ્રેશમેન્ટ મળે છે. કોઈ-કોઈ પ્રદર્શન માં ખૂબ
માથું મારે છે, કોઈ-કોઈ કર્મબંધન માં ફસાયેલા છે, એટલે એટલું ઉઠાવી નથી શકતાં. આ પણ
કહેવાશે ડ્રામા, અબળાઓ પર પણ અત્યાચાર થવાનો ડ્રામા માં પાર્ટ છે. એવો પાર્ટ કેમ
ભજવ્યો, આ પ્રશ્ન જ નથી ઉઠતો. આ તો અનાદિ પૂર્વ-નિર્ધારિત ડ્રામા છે. તેમને કાંઈ કરી
થોડી શકાય છે? કોઈ કહે છે અમે ગુનો શું કર્યો છે જે આવો પાર્ટ રાખ્યો છે. હવે ગુના
ની તો વાત નથી. આ તો પાર્ટ છે. અબળાઓ કોઈ તો નિમિત્ત બનશે, જેમનાં પર જુલમ થશે. આમ
તો પછી બધા કહેશે અમને આ પાર્ટ કેમ? ના, આ પૂર્વ-નિર્ધારિત ડ્રામા છે. પુરુષો પર પણ
અત્યાચાર થાય છે. આ વાતો માં સહનશીલતા કેટલી રાખવી પડે છે. ખૂબ સહનશીલતા જોઈએ. માયા
નાં વિઘ્ન તો ખૂબ પડશે. વિશ્વ ની બાદશાહી લો છો તો થોડી મહેનત કરવી પડે. ડ્રામા માં
આપદાઓ, ખિટપિટ વગેરે કેટલી છે. અબળાઓ પર અત્યાચાર લખેલું છે. લોહી ની નદીઓ પણ વહેશે.
ક્યાંય પણ સેફ્ટી (સુરક્ષા) નહીં રહેશે. હમણાં તો સવારે ક્લાસ વગેરે માં જાઓ છો,
સેવાકેન્દ્ર પર. તે પણ સમય આવશે જે તમે બહાર નીકળી પણ નહીં શકો. દિવસે-દિવસે જમાનો
બગડતો જાય છે અને બગડવાનો છે. દુઃખ નાં દિવસો ખૂબ જોર થી આવશે. બીમારી વગેરે માં પણ
દુઃખ થાય છે તો પછી ભગવાન ને યાદ કરે, પોકારે છે. હવે તમને ખબર છે બાકી થોડા દિવસ
છે. પછી આપણે પોતાનાં શાંતિધામ, સુખધામ માં જરુર જઈશું. દુનિયા ને તો આ પણ ખબર નથી.
હમણાં આપ બાળકો ફીલ (અનુભવ) કરો છો ને? હવે બાપને પૂરી રીતે જાણી ગયા છો. તે બધા તો
સમજે છે પરમાત્મા લિંગ છે. શિવલિંગ ની પૂજા પણ કરે છે. તમે શિવ નાં મંદિર માં જતા
હતાં, ક્યારેય આ વિચાર કર્યો કે શિવલિંગ શું વસ્તુ છે? જરુર આ જડ છે તો ચૈતન્ય પણ
હશે! આ ત્યારે શું છે? ભગવાન તો રચયિતા છે ઉપર માં. એમની નિશાની છે ફક્ત પૂજા માટે.
પૂજ્ય હશે તો પછી આ વસ્તુ નહીં હશે. શિવ કાશી નાં મંદિર માં જાય છે, કોઈને ખબર થોડી
છે ભગવાન નિરાકાર છે. આપણે પણ એમનાં બાળકો છીએ. બાપ નાં બાળકો બનીને પછી આપણે દુઃખી
કેમ છીએ? વિચાર કરવાની વાત છે ને? આત્મા કહે છે આપણે પરમાત્મા ની સંતાન છીએ પછી આપણે
દુ:ખી કેમ છીએ? બાપ તો છે જ સુખ આપવા વાળા. બોલાવે પણ છે-હે ભગવાન, અમારા દુઃખ ખતમ
કરો. તે કેવી રીતે ખતમ કરે? દુઃખ-સુખ આ તો પોતાનાં કર્મો નો હિસાબ છે. મનુષ્ય સમજે
છે સુખ નાં બદલે સુખ, દુઃખ નાં બદલે દુઃખ પરમાત્મા જ આપે છે. એમનાં પર નાખી દે છે,
બાપ કહે છે હું ક્યારેય દુઃખ નથી આપતો. હું તો અડધાકલ્પ માટે સુખ આપીને જાઉં છું. આ
પછી સુખ અને દુઃખ નો ખેલ છે. ફક્ત સુખ નો જ ખેલ હોત પછી તો આ ભક્તિ વગેરે કાંઈ ન
હોય, ભગવાન ને મળવા માટે જ આ ભક્તિ વગેરે બધા કરે છે ને? હમણાં બાપ બધા સમાચાર
સંભળાવે છે. બાપ કહે છે આપ બાળકો કેટલાં ભાગ્યશાળી છો. તે ઋષિ-મુનિઓ વગેરે નું કેટલું
નામ છે. તમે છો રાજઋષિ, તે છે હઠયોગ ઋષિ. ઋષિ અર્થાત્ પવિત્ર. તમે સ્વર્ગ નાં રાજા
બનો છો તો પવિત્ર જરુર બનવું પડે. સતયુગ-ત્રેતા માં જેમનું રાજ્ય હતું તેમનું જ ફરી
હશે. બાકી બધા પાછળ આવશે. તમે હમણાં કહો છો અમે શ્રીમત પર પોતાનું રાજ્ય સ્થાપન કરી
રહ્યાં છીએ. જૂની દુનિયા નો વિનાશ થવા માં પણ સમય તો લાગશે ને? સતયુગ આવવાનો છે,
કળિયુગ જવાનો છે.
કેટલી મોટી દુનિયા
છે. એક-એક શહેર મનુષ્યો થી કેટલું ભરેલું છે. ધનવાન વ્યક્તિ દુનિયા નું ચક્કર લગાવે
છે. પરંતુ અહીં આખી દુનિયા ને કોઈ જોઈ ન શકે. હા સતયુગ માં જોઈ શકે છે કારણકે સતયુગ
માં છે જ એક રાજ્ય, એટલાં થોડા રાજાઓ હશે, અહીં તો જુઓ કેટલી મોટી દુનિયા છે. આટલી
મોટી દુનિયા નું ચક્કર કોણ લગાવે? ત્યાં તમારે સમુદ્ર માં જવાનું નથી. ત્યાં સિલોન,
બર્મા વગેરે હશે? ના, કાંઈ પણ નથી. આ કરાચી નહીં હશે. તમે બધા મીઠી નદીઓ નાં કિનારા
પર રહો છો. ખેતી વાડી વગેરે બધું હોય છે, સૃષ્ટિ તો મોટી છે. મનુષ્ય ખૂબ થોડા રહે
છે પછી પાછળ વૃદ્ધિ થાય છે. પછી ત્યાં જઈને પોતાનું રાજ્ય સ્થાપન કર્યું. ધીરે-ધીરે
હપ કરતા ગયાં. પોતાનું રાજ્ય સ્થાપન કરી દીધું. હવે તો બધાને છોડવું પડે છે. એક
ભારત જ છે, જેણે કોઈનું પણ રાજ્ય છીનવ્યું નથી કારણ કે ભારત અસલ માં અહિંસક છે ને?
ભારત જ આખી દુનિયા નો માલિક હતો બીજા બધા પછી આવ્યાં છે જે ટુકડા-ટુકડા લેતા ગયા
છે. તમે કોઈ ને હપ નથી કર્યા, અંગ્રેજો એ હપ કરી લીધા છે. આપ ભારતવાસીઓ ને તો બાપ
વિશ્વ નાં માલિક બનાવે છે. તમે ક્યાંય ગયા થોડી છો? આપ બાળકો ની બુદ્ધિ માં આ બધી
વાતો છે, વૃદ્ધ માતાઓ તો આટલું બધું સમજી ન શકે. બાપ કહે છે સારું છે જે તમે કાંઈ
પણ ભણ્યાં નથી. ભણેલું બધું બુદ્ધિ માંથી કાઢવું પડે છે, એક વાત ફક્ત ધારણ કરવાની
છે - મીઠાં બાળકો બાપ ને યાદ કરો. તમે કહેતા પણ હતાં ને બાબા તમે આવશો તો અમે વારી
જઈશું, કુરબાન જઈશું. તમારે પછી મારા પર કુરબાન જવાનું છે. લેણ-દેણ થાય છે ને? લગ્ન
નાં સમયે સ્ત્રી-પુરુષ એક-બીજા નાં હાથ માં મીઠું આપે છે. બાપને પણ કહે છે. અમે જૂનું
બધું જ તમને આપીએ છીએ. મરવાનું તો છે, આ બધું ખતમ થવાનું છે. તમે અમને પછી નવી
દુનિયા માં આપજો. બાપ આવે જ છે બધાને લઈ જવાં. કાળ છે ને? સિંધ માં કહેતા હતાં - આ
કયો કાળ છે જે બધાને ભગાવીને લઈ જાય છે, આપ બાળકો તો ખુશ થાઓ છો. બાપ આવે જ છે લઈ
જવાં. આપણે તો ખુશી થી પોતાનાં ઘરે જઈશું. સહન પણ કરવું પડે છે. સારા-સારા
મોટાં-મોટાં ઘર ની માતાઓ માર ખાય છે. તમે સાચ્ચી કમાણી કરો છો. મનુષ્ય થોડી જાણે
છે, તે છે જ કળિયુગી શુદ્ર સંપ્રદાય. તમે છો સંગમયુગી, પુરુષોત્તમ બની રહ્યાં છો.
જાણો છો પહેલાં નંબર માં પુરુષોત્તમ આ લક્ષ્મી-નારાયણ છે ને? પછી ડિગ્રી ઓછી થતી જશે.
ઉપર થી નીચે આવતા રહેશે. પછી ધીરે-ધીરે પડતા (ઉતરતા) રહેશે. આ સમયે બધા પડી ચૂક્યાં
છે. ઝાડ જૂનું થઈ ચૂક્યું છે, થડ સડી ગયું છે. હવે ફરી સ્થાપના થાય છે. ફાઉન્ડેશન
લાગે છે ને? કલમ કેટલી નાની હોય છે પછી એનાથી કેટલું મોટું ઝાડ વધી જાય છે. આ પણ
ઝાડ છે, સતયુગ માં ખુબ જ નાનું ઝાડ હોય છે. હમણાં કેટલું મોટું ઝાડ છે. વેરાઈટી (વિવિધ)
ફૂલ કેટલાં છે, મનુષ્ય સૃષ્ટિ નાં. એક જ ઝાડ માં કેટલી વેરાઈટી છે. અનેક વેરાયટી
ધર્મો નું ઝાડ છે મનુષ્યો નું. એક ચહેરો ન મળે બીજા સાથે. પૂર્વ-નિર્ધારિત ડ્રામા
છે ને? એક જેવો પાર્ટ કોઈનો હોઈ ન શકે. આને કહેવાય છે કુદરતી પૂર્વ-નિર્ધારિત બેહદ
નો ડ્રામા, આમાં પણ બનાવટ ખૂબ છે. જે વસ્તુ રીયલ હોય છે તે ખતમ પણ થાય છે. પછી ૫
હજાર વર્ષ પછી રિયલ્ટી માં આવશે. ચિત્ર વગેરે પણ કોઈ રીયલ બનેલા થોડી છે? બ્રહ્મા
નો પણ ચહેરો ફરી ૫ હજાર વર્ષ પછી તમે જોશો. આ ડ્રામા નાં રહસ્ય ને સમજવા માં બુદ્ધિ
ખૂબ વિશાળ જોઈએ. બીજું કાંઈ ન સમજો ફક્ત એક વાત બુદ્ધિ માં રાખો - એક શિવબાબા બીજું
ન કોઈ. આ આત્મા એ કહ્યું - બાબા, અમે તમને જ યાદ કરીશું. આ તો સહજ છે ને? હાથે થી
કર્મ કરતા રહો અને બુદ્ધિ થી બાપ ને યાદ કરતા રહો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સહનશીલતા
નો ગુણ ધારણ કરી માયા નાં વિઘ્નો માં પાસ થવાનું છે. અનેક આપદાઓ આવશે, અત્યાચાર
થશે-એવાં સમય પર સહન કરતા બાપ ની યાદ માં રહેવાનું છે. સાચ્ચી કમાણી કરવાની છે.
2. વિશાળ બુદ્ધિ બની
આ પૂર્વ-નિર્ધારિત ડ્રામા ને સારી રીતે સમજવાનો છે, આ કુદરતી ડ્રામા બનેલો છે એટલે
પ્રશ્ન ઉઠી નથી શકતો. બાપ જે સારી મત આપે છે, એનાં પર ચાલતાં રહેવાનું છે.
વરદાન :-
માયાજીત ,
વિજય બનવા ની સાથે - સાથે પર ઉપકારી ભવ
હજી સુધી સ્વ કલ્યાણ
માં ખૂબ સમય જઈ રહ્યો છે. હવે પર ઉપકારી બનો. માયાજીત વિજયી બનવા ની સાથે-સાથે સર્વ
ખજાનાઓ નાં વિધાતા બનો અર્થાત્ દરેક ખજાના ને કાર્ય માં લગાવો. ખુશી નો ખજાનો, શાંતિ
નો ખજાનો, શક્તિઓ નો ખજાનો, જ્ઞાન નો ખજાનો, ગુણો નો ખજાનો, સહયોગ આપવાનો ખજાનો
વહેંચો અને વધારો. જ્યારે હમણાં વિધાતા પણા ની સ્થિતિ નો અનુભવ કરશો અર્થાત્ પર
ઉપકારી બનશો ત્યારે અનેક જન્મો વિશ્વ રાજ્ય અધિકારી બનશો.
સ્લોગન :-
વિશ્વ
કલ્યાણકારી બનવું છે તો પોતાની સર્વ કમજોરીઓ ને સદાકાળ માટે વિદાય આપો.
અવ્યક્ત ઈશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો
જેવી રીતે કિલ્લો
બંધાય છે, જેનાથી પ્રજા કિલ્લા ની અંદર સેફ રહે. એક રાજા ને માટે કોઠરી નથી બનાવતા,
કિલ્લો બનાવે છે. તમે બધા પર સ્વયં માટે, સાથીઓ માટે, અન્ય આત્માઓ માટે જ્વાળા રુપ
યાદ નો કિલ્લો બાંધો. યાદ ની શક્તિ ની જ્વાળા હોય તો દરેક આત્મા સેફ્ટી નો અનુભવ
કરશે.