27-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પોતાની બુદ્ધિ ને જ્ઞાન મંથન માં બીઝી ( વ્યસ્ત ) રાખો તો બધી ફિકરો ( ચિંતા ) થી ફારિગ ( મુક્ત ) થઈ જશો , સદા ખુશી બની રહેશે”

પ્રશ્ન :-
જે પોતાને શિવબાબા નાં યજ્ઞ નાં સર્વેન્ટ (સેવક) સમજે છે એમની નિશાની સંભળાવો?

ઉત્તર :-
શિવબાબા આ બ્રહ્મા મુખ થી જે કાંઈ બોલશે, એને તેઓ તરત માની લેશે. જે કહે - એને માનવું, એને જ શ્રીમત કહેવાય છે. શ્રી-શ્રી શિવબાબા ની મત પર ચાલવાથી જ તમે શ્રેષ્ઠ બનો છો. શ્રેષ્ઠ બનવું અર્થાત્ વિજય માળા માં આવવું.

ગીત :-
ઓમ્ નમઃ શિવાય…

ઓમ શાંતિ!
સાલિગ્રામો પ્રત્યે શિવ ભગવાનુવાચ. રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવી રહ્યાં છે. હમણાં આપ બાળકો જાણી ગયાં છો કે અમારે અહીં આત્મા સમજીને બેસવાનું છે. આખી દુનિયામાં એક પણ એવો મનુષ્ય નહીં હશે જે પોતાને આત્મા સમજતો હોય. આત્મા શું છે, એ જ નથી જાણતાં તો પરમાત્મા ને પછી કેવી રીતે જાણશે. બાપ દ્વારા જ તમને આત્માની સમજણ મળે છે કે મૂળ શું વસ્તુ છે? મનુષ્યો ને કાંઈ પણ ખબર ન હોવાનાં કારણે કેટલાં દુઃખી છે. આપ બાળકો જાણો છો આ ડ્રામા અથવા સૃષ્ટિ રુપી કલ્પવૃક્ષ ની આયુ ૫ હજાર વર્ષ છે. જેમ કેરી નું બીજ છે, તે ચૈતન્ય હોત તો સમજે કે અમે બીજ છીએ, અમારાથી આ ઝાડ આવી રીતે નીકળ્યું. પરતું તે છે જડ. ચૈતન્ય ઝાડ એક જ છે. શરું થી લઈને અંત સુધી આ આખાં ઝાડ નું તમને જ્ઞાન મળેલું છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજી શકો છો. બાપ કહે છે હું આ મનુષ્ય સૃષ્ટિ નું બીજ સત્ ચિત્ આનંદ સ્વરુપ છું. મને જ્ઞાન નો સાગર કહેવાય છે. આ નિરાકાર નાં માટે મહિમા છે. તમે જાણો છો બાપની આ મહિમા સૌથી ન્યારી છે. મનુષ્ય તો બાપ ની મહિમા ને બિલકુલ જ નથી જાણતાં. ભલે આ લક્ષ્મી-નારાયણ વગેરે દેવતાઓ છે. એમને પણ આ નોલેજ નથી. આ ડ્રામા નું જ્ઞાન તમને મળ્યું છે. તમે જાણો છો આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે પછી દેવતા બનશો તો આ જ્ઞાન રહેશે નહીં. વન્ડર (અદ્દભુત) છે ને! તમે આ ડ્રામા નાં એક્ટર્સ (પાર્ટધારી) છો ને. તમને રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. બાકી ન શૂદ્ર વર્ણ ને, ન દેવતા વર્ણ ને આ જ્ઞાન છે. એવું નથી કે જ્ઞાન પરંપરા ચાલે છે. જેમ તહેવારો નાં માટે કહે છે પરંપરા થી ચાલતાં આવ્યાં છે. હમણાં તમે સમજો છો સતયુગ માં તો આ તહેવારો ને કોઈ જાણતું જ નથી. ત્યાં કાંઈ પણ યાદ નહીં રહેશે. ત્યાં તો રાજ્ય કરો છો. તમારા દરેક ની બુદ્ધિ નું તાળું ખુલેલું છે. મુખ્ય ક્રિયેટર (રચયિતા), ડાયરેક્ટર (નિર્દેશક), પ્રિન્સિપલ એક્ટર (મુખ્ય કલાકાર) ને તમે જાણો છો. તમને કેટલું સારું જ્ઞાન મળે છે, આ નોલેજ ને જે નથી જાણતાં, તે છે બેસમજ. તમે પણ બેસમજ હતાં. હમણાં દેવતા બની રહ્યાં છો. આ નોલેજ જેની બુદ્ધિ માં ટપકતું રહેશે તેને અપાર ખુશી થશે. તમારા સિવાય કોઈ નથી જે આ નોલેજ સમજી શકે. ગોડફાધર (પરમપિતા પરમાત્મા) ને જ વર્લ્ડ ઓલમાઈટી ઓથોરીટી (વિશ્વની સર્વશક્તિવાન સત્તા) નોલેજફુલ કહેવાય છે, નોલેજ શેની છે? બધાં વેદો શાસ્ત્રો, સૃષ્ટિ નાં આદિ મધ્ય અંત ની નોલેજ એમને છે. શાસ્ત્રો માં પણ રચતા અને રચના ની નોલેજ નથી, ત્યારે તો ઋષિ-મુનિ વગેરે કહેતાં આવ્યાં છે અમે રચતા અને રચના ને નથી જાણતાં. સમજાવવા વાળા એક જ છે તો બીજું કોઈ જાણશે કેવી રીતે. આ નોલેજ સિવાય આપ બાળકોનાં કોઈ આપી ન શકે. તમને આપવા વાળા પછી છે બાપ. એ કેટલા મોટાં નોલેજફુલ છે. કેટલું તમે પદ મેળવો છો. કેટલી ખુશી થવી જોઈએ. અમે બેહદ નાં બાપ નાં સંતાન છીએ. જ્ઞાન થી બુદ્ધિ ભરપૂર હોવી જોઈએ. એવી કોઈ વસ્તુ નથી જેને તમે નથી જાણતાં. હમણાં તમે માસ્ટર નોલેજફુલ બની રહ્યાં છો. જે આત્મા તમોપ્રધાન બન્યો છે તે બાપ ને યાદ કરતાં-કરતાં સતોપ્રધાન બની જશે. નંબરવાર તો હોય છે ને. કોઈની તમો થી રજો બુદ્ધિ બની હશે, કોઈની રજો થી સતો બની હશે. હમણાં સતોપ્રધાન બુદ્ધિ કોઈની નથી. સતોપ્રધાન જ્યારે બની જશો ત્યારે તમારી કર્માતીત અવસ્થા થઈ જશે. પછી તો નવી દુનિયા જોઈએ - રાજ્ય કરવાનાં માટે. આ યજ્ઞ જ્યારે પૂરો થાય છે ત્યારે એમાં આખી જૂની દુનિયાની આહુતી પડે છે. પછી ભણતર પણ પુરું થઈ જાય છે - નંબરવાર પુરુષાર્થ અનુસાર. જેમ સ્કૂલ માં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) સમજે છે અમે આ પરીક્ષા પાસ કરી પછી બીજા ક્લાસ માં ટ્રાન્સફર (બદલી) થઈશું. તમારી પણ જ્યારે કર્માતીત અવસ્થા થશે તો આ મૃત્યુલોક થી ટ્રાન્સફર થઈ અમરપુરી માં ચાલ્યાં જશો. તમે જાણો છો - હમણાં અહીં થી ટ્રાન્સફર થવાનું છે. પવિત્ર થઈને અમરલોક માં ચાલ્યાં જશો. ખરેખર આપણે શાંતિધામ નાં રહેવાસી હતાં પછી પાર્ટ ભજવતાં-ભજવતાં અમરલોક થી મૃત્યુલોક માં આવીને પહોંચ્યા છીએ. તો આ બધી નોલેજ બુદ્ધિ માં રહેવાથી ખુશી રહેશે. સિવાય નોલેજ નાં બીજું કાંઈ સુઝશે જ નહીં. હમણાં‌ આપણે ભણીને નવી દુનિયાનાં માલિક બનીશું, આ પણ સમજાવવું જોઈએ. અહીં છે જ પતિત. દેવતા તો કોઈ નથી. મનુષ્ય થી દેવતા કોણ બનાવશે? બાપ જ બનાવી શકે છે. હમણાં તમે સમજી શકો છો બરોબર સ્વર્ગ હતું, જેમાં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. એની સ્થાપના કોણે કરી? હેવનલી ગોડ ફાધરે પેરેડાઇઝ (વૈકુંઠ) સ્થાપન કર્યું. જ્યાં દેવી-દેવતા રાજ્ય કરશે તો બીજો કોઈ ધર્મ નહીં હશે. આ મોટું બેહદ નું નાટક છે. તમે ચૈતન્ય છો ને. જાણો છો આ ઝાડ નું બીજ ઉપર છે. બાપ પણ ઈમપેરીશેબલ અવિનાશી છે. તમે પણ ઈમપેરીશેબલ છો. હમણાં આખું ઝાડ જડજડીભૂત અવસ્થા ને પામ્યું છે. આ સમયે બધાં મનુષ્ય કાંટા જેવાં બની ગયાં છે. કાંટાઓનું જંગલ છે ને. બધા એક-બીજા ને દુઃખ આપવા વાળા છે. બાપ જ બાગવાન છે, એમને ખેવૈયા પણ કહે છે. તમે પણ બોટ (નાવ) ચલાવતાં શિખી રહ્યાં છો. દરેક ની નૈયા પાર કેવી રીતે થાય, તો તમને બેસી સમજાવે છે. નૈયા કોઈ શરીર નથી. નૈયા આત્મા અને શરીર બે વસ્તુ ની બનેલી છે. ગાય પણ છે નૈયા મારી પાર લગાવો. હમણાં આત્મા પણ પતિત છે તો શરીર પણ પતિત છે. હવે પાર કેવી રીતે થાય, અને ક્યાં જાય? હમણાં તમે મૂળવતન, સૂક્ષ્મવતન... સતયુગ થી લઈને કળિયુગ સુધી બધાં રાજાઓને જાણી ગયાં છો. તો પણ બુદ્ધિમાં એ કેમ નથી રહેતું! તમે ભૂલી કેમ જાઓ છો? સદૈવ બુદ્ધિ માં એ ટપકતું રહે તો તમે ખુશી માં રહેશો, ફિકર થી ફારિગ થઈ જશો. (ચિંતા થી મુક્ત થઈ જશો.)

તમે જાણો છો બાબા આવેલાં છે, આપણને લઈ જવાં. જે નોલેજ બાપ માં છે તે આપણને આપી રહ્યાં છે. આ છે બિલકુલ નવી વાતો, જે બાપ સિવાય બીજું કોઈ સમજાવી ન શકે. નિરાકાર બાપ સાકાર દ્વારા સંભળાવે છે. તમે પણ આ શરીર દ્વારા સાંભળો છો. તો બાપ આપ બાળકોને પણ આપ સમાન બનાવે છે. જે બાપની મહિમા તે તમારી પણ હોવી જોઈએ. કોઈ ફરક નથી. ફક્ત બાપ કહે છે - હું જન્મ-મરણ માં નથી આવતો, તમે જન્મ-મરણ માં આવો છો. તમે મને કહો છો જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર…. તો જરુર હું તમને જ્ઞાન આપીશ, કલ્પ-કલ્પ આપું છું. તમે સમજી ગયાં છો બરોબર ૮૪ નું ચક્ર પૂરું કરી હમણાં આપણે અંતમાં છીએ. પછી બાપ આપણને પહેલાં નંબર માં લઈ જાય છે. આ નોલેજ છે ને. નોલેજ છે સોર્સ ઓફ ઇન્કમ (આવક નું સાધન). જે જેટલું-જેટલું ભણે છે, એમની આવક તેવી થાય છે. આ નોલેજ પણ છે, ધંધો પણ છે. તમે કુડો-કચરો આપો છો બાબા ને. જ્યારે કોઈ મરે છે તો કરણીગોર ને આપે છે ને. અહીં તમારે જીવતા જ આપવાનું છે. હકીકત માં વાત હમણાંની છે. બાપ કહે છે - તમારી પાસે જે કાંઈ છે, મરવાનાં પહેલાં આપી દો. તમે ટ્રસ્ટી (નિમિત્ત) બની જાઓ. નહીં તો તમારી પાસે જે પડ્યું હશે તે અંત માં યાદ આવશે. જેમ કોઈ સાહૂકાર વ્યક્તિ છે, તે જ્ઞાન નહીં લેશે. એની સાહૂકારી પણ એક જન્મ નાં માટે છે ને. શરીર તો છોડી જ દેશે, ખબર નથી કર્મો અનુસાર ક્યાં જઈને જન્મ લેશે. તમે તો જાણો છો આપણે હમણાં જેટલો પુરુષાર્થ કરીશું એટલી પ્રારબ્ધ મેળવીશું. આ સમયે છે બધાં શારીરિક સર્વિસ (સેવા) કરવા વાળા. રુહાની સર્વિસ ને કોઈ જાણતું જ નથી. સુપ્રીમ રુહ (પરમ આત્મા) આવીને તમને જ્ઞાન સમજાવે છે. એ છે જ્ઞાન નાં સાગર, દુઃખહર્તા-સુખકર્તા. એમની શિવ જયંતી પણ મનાવે છે, પરંતુ બુદ્ધિ માં નથી આવતું. હવે તમારી બુદ્ધિ માં આ જ્ઞાન છે કે બાબા અમને ફરી ૫ હજાર વર્ષ પછી આવીને સંભળાવશે. સતયુગ માં આ જ્ઞાન નહીં હશે તો કળિયુગ માં પછી ક્યાંથી આવશે. દુનિયામાં આ કોઈ નથી જાણતું કે લક્ષ્મી-નારાયણ નું મંદિર અમે કેમ બનાવીએ છીએ. એ કોણ હતાં, એમને આ રાજ્ય કોણે આપ્યું? આ કર્મો નું ફળ છે ને. બાપ બેસી હમણાં તમને કર્મ, અકર્મ, વિકર્મ ની ગતિ સમજાવે છે. ભગવાનુવાચ છે ને. ગીતા થી જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થાય છે. ત્યાં મનુષ્ય થોડાં હોય છે. બાકી બધાં જરુર મુક્તિ ને પામતાં હશે. મહાભારત લડાઈ પણ લખેલી છે, બહુજ આફતો આવશે. કુદરતી આપદાઓ આવશે. જૂની દુનિયા ખતમ થશે. આ તે જ બોમ્બ્સ, મિસાઈલો છે, આ તે જ વિનાશ નો સમય છે જ્યારે કે ભગવાને આવીને રુદ્ર જ્ઞાન-યજ્ઞ રચ્યો હતો, જેનાથી વિનાશ જ્વાળા નીકળી. ભગવાન યજ્ઞ રચે છે સુખ-શાંતિ નાં માટે. બાકી દુઃખ-અશાંતિ નો જરુર વિનાશ થવો જોઈએ. આ ઈશ્વરીય જ્ઞાન-યજ્ઞ માં આખી સૃષ્ટિ સ્વાહા થઈ જશે. તે તમારી બુદ્ધિ માં છે.

આપણે બ્રાહ્મણ છીએ. આ શિવબાબા નાં યજ્ઞ માં આપણે બ્રાહ્મણ સેવક છીએ. આપણે છીએ સાચાં-સાચાં મુખ વંશાવલી બ્રાહ્મણ. આપ બાળકોએ, બાપ જે મુખે થી કહે તે માનવું જોઈએ. શ્રીમત પર જ આપણે ચાલવાનું છે. આ પણ તમે જાણો છો શ્રી-શ્રી શિવબાબા ની મત પર આપણે શ્રેષ્ઠ બનીને માળાનાં દાણા બનીશું. માળા નાં દાણા કહેવાય છે છે ને સિજરા ને. સિજરો (વંશજ) હોય પછી તે વધતો જાય છે. બાબાએ પોતે સિજરો બનાવ્યો છે, આ પણ સિજરો છે. ઉપર છે નિરાકારી શિવબાબા, પછી છે આત્માઓ. નિરાકારી સિજરો પછી સાકારી થાય છે. પહેલાં-પહેલાં નંબર માં છે પ્રજાપિતા, તે શરીરધારી, એ રુહાની. રુહાની બાપ આવીને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા રચે છે. કહે પણ છે પતિત દુનિયા ને આવીને પાવન બનાવો. પ્રલય તો ક્યારેય થતી નથી. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી રીપીટ થાય છે. જૂની દુનિયા થી ફરી નવી બને છે. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યાં છો નવી દુનિયાનાં માટે. આ બેહદ ની નોલેજ બેહદ નાં બાપ જ આપે છે. હદ નો વારસો હોવાં છતાં પણ બેહદ નાં બાપ ને યાદ કરે છે. હે ભગવાન કહે છે ને. જ્યારે કોઈ મરે છે તો કહે છે - ગોડ ફાધર ને યાદ કરો તો બે ફાધર સિદ્ધ થાય છે ને. બધા આત્માઓ ભાઈઓ છે. આત્મા જ પોકારે છે હે દુઃખહર્તા સુખકર્તા, હે લિબ્રેટર (મુક્તિદાતા) આવો, અમને ઘરે જવાનાં માટે ગાઈડ (માર્ગદર્શન) કરો. અમને ઘર યાદ છે પરંતુ જઈ નથી શકતાં કારણકે માયાએ પાંખો તોડી નાખી છે. કોઈ ઘરે પાછું જઈ ન શકે. હવે તમારે પોતાની જ્યોત ને પોતે જ જગાવવાની છે. બાપ ને યાદ કરવાથી ઘૃત પડી જશે. જ્યોત એકદમ બુઝાતી નથી. કોઈ મરે છે તો દીવો પ્રગટાવે છે. ખાસ ત્યાં એક મુકરર (નિમિત્ત) રાખે છે કે એમાં ઘૃત નાખતા જાઓ, નહીં તો અંધારું થઈ જાય. હમણાં તો તમારે યોગબળ થી ઘૃત નાખવાનું છે તો ઘોર અંધારા થી અજવાળું, દિપમાળા થઈ જશે. દિપમાળા સતયુગ માં હશે. અહીં નહીં. ઉત્સવ જે પણ મનાવાય છે, એનું પણ રહસ્ય તમે સમજ્યું છે. તે તો કાંઈ પણ સમજતાં નથી. છતાં પણ સમજાવાય છે આ રાખડી વગેરે છે પવિત્રતા માં રહેવાનાં માટે. મનુષ્ય ને જ્ઞાન નું ઇન્જેક્શન એવી યુક્તિ થી લગાવવું જોઈએ જે ફીલ (અનુભવ) કરે કે બરોબર અમે તો ભ્રષ્ટાચારી છીએ. શ્રેષ્ઠાચારી બાપ જ બનાવે છે. બાપ કહે છે - મનમનાભવ - તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. યુક્તિ થી તીર લગાડવું જોઈએ, વાત કરવાની તાકાત જોઈએ. હમણાં તમે સર્વશક્તિમાન બાપ થી શક્તિ મેળવી માયા પર જીત મેળવો છો. પછી તમને રાજ્ય ભાગ્ય મળી શકે છે, સિવાય બાપનાં બીજું કોઈ જીત અપાવી ન શકે. બાપ કહે છે જુઓ - બાળકો તમને શું થી શું બનાવું છું! હવે એવાં બાપ ને નિરંતર યાદ જરુર કરવાનાં છે તો વિકર્મ વિનાશ થશે. બાપ કહે છે - મામેકમ્ યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે. જેવું ચિંતન કરે છે તેવાં બની જાય છે, તો બાપ કહે છે મને યાદ કરતાં-કરતાં તમે પણ બની જશો. યાદ થી વિકર્મ પણ વિનાશ થશે અને પોતાનાં ઘરે પાછાં ચાલ્યાં જશો. આ નોલેજ આવક નું સાધન છે. હેલ્થ-વેલ્થ (સ્વાસ્થ્ય-સંપત્તિ) છે તો હેપ્પી (ખુશી) પણ છે. ત્યાં કેટલું મોટું (લાંબું) આયુષ્ય હોય છે. યોગેશ્વર કૃષ્ણ ને નહીં કહેશે. યોગેશ્વર તમે છો. ઈશ્વર તમને યોગ શિખવાડી રહ્યાં છે. આ રાજયોગ છે. યોગ લગાવીને તમે રાજ્ય-ભાગ્ય મેળવો છો. ઈશ્વર તમને યોગ શિખવાડી રાજાઈ નો વારસો આપે છે. તમને રાજ્ય કોણે આપ્યું? બાપે. બાપ કહે છે - અલ્ફ ને યાદ કરો. બાપ અને વારસા ને યાદ કરો તો પાપ કપાઈ જશે. આ તો બહુજ સહજ છે. તમારી બુદ્ધિ માં કેટલું જ્ઞાન છે. ભગવાન નાં બાળક માસ્ટર ગોડ થયાં. બાપ ની પાસે બેસી થોડી જવાનું છે. આપણે તો પાર્ટ ભજવવાનો છે, આમાં દેહી-અભિમાની બનવાનું છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ જે જ્ઞાન આપે છે, એનું જ સદૈવ મંથન કરવાનું છે. યુક્તિ થી વાતો કરવાની છે. બહુજ પ્રેમ થી સમજાવવાનું છે.

2. પોતાની પાસે જે કાંઈ છે તે જીવતે જીવ બાપ ને આપીને ટ્રસ્ટી (નિમિત્ત) બની એક બાપ ને યાદ કરવાનાં છે.

વરદાન :-
દેહ - અભિમાન નાં હું - પણા ની સંપૂર્ણ આહુતિ નાખવા વાળા ધારણા સ્વરુપ ભવ

જ્યારે સંકલ્પ અને સ્વપ્ન માં પણ દેહ-અભિમાન નું હું પણું ન હોય, આનાદિ આત્મિક સ્વરુપની સ્મૃતિ હોય. બાબા-બાબા નો અનહદ શબ્દ નીકળતો રહે ત્યારે કહેશે ધારણા સ્વરુપ, સાચાં બ્રાહ્મણ. હું-પણું અર્થાત્ જૂનાં સ્વભાવ, સંસ્કાર રુપી સૃષ્ટિને જ્યારે આપ બ્રાહ્મણ આ મહાયજ્ઞ માં સ્વાહા કરશો ત્યારે આ જૂની સૃષ્ટિ ની આહુતિ પડશે. તો જેવી રીતે યજ્ઞ રચવાના નિમિત્ત બન્યાં છો, એવી રીતે હવે અંતિમ આહુતિ નાખી સમાપ્તિ નાં પણ નિમિત્ત બનો.

સ્લોગન :-
સ્વયં થી, સેવા થી અને સર્વ થી સંતુષ્ટતા નું સર્ટિફિકેટ લેવું જ સિદ્ધિ સ્વરુપ બનવું છે.

આ અવ્યક્ત ઇશારા - પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો

યોગી જીવન ની ઊંચી મંઝિલને પ્રાપ્ત કરવા વાળા આત્મા નિંદા ને સ્તુતિ માં, ગ્લાનિ ને ગાયન માં, ઠુકરાવવાને સત્કારમાં, અપમાનને સ્વ-અભિમાનમાં, અપકારને ઉપકારમાં પરિવર્તન કરી બાપ સમાન સદા વિજયી, અષ્ટ રત્ન અને ભક્તોનાં ઇષ્ટ બનો. આ ભાવના નહીં રાખો કે આ પણ તો કંઈક બદલાય, તો હું બદલાઉં, આ લેવાની ભાવના છે. મારે વાયબ્રેશન આપવાના છે. મારે રહેમદિલ બનવાનું છે. મારે ગુણો નો, શક્તિઓ નો સહયોગ આપવાનો છે, આમાં માસ્ટર દાતા, ફ્રાકદિલ બનો.