27-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
જે ભણાવે છે , તેને સારી રીતે ભણો તો ૨૧ જન્મો માટે સોર્સ ઓફ ઈન્કમ ( આવક નું સાધન
) થઈ જશે , સદા સુખી બની જશો”
પ્રશ્ન :-
આપ બાળકો નું અતીન્દ્રિય સુખ નું ગાયન કેમ છે?
ઉત્તર :-
કારણકે આપ બાળકો જ આ સમયે બાપ ને જાણો છો, તમે જ બાપ દ્વારા સૃષ્ટિ નાં આદિ મધ્ય
અંત ને જાણ્યું છે. તમે હમણાં સંગમ પર બેહદ માં ઉભા છો. જાણો છો હમણાં આપણે આ ખારી
ચેનલ થી અમૃત ની મીઠી ચેનલ માં જઈ રહ્યાં છીએ. આપણને સ્વયં ભગવાન ભણાવી રહ્યાં છે,
આવી ખુશી બ્રાહ્મણો ને જ રહે છે એટલે અતીન્દ્રિય સુખ તમારું જ ગવાયેલું છે.
ઓમ શાંતિ!
રુહાની બેહદ
નાં બાપ રુહાની બેહદ નાં બાળકો પ્રત્યે સમજાવી રહ્યાં છે - એટલે પોતાની મત આપી રહ્યાં
છે. આ તો જરુર સમજો છો કે આપણે જીવ આત્માઓ છીએ. પરંતુ નિશ્ચય તો પોતાને આત્મા કરવાનો
છે ને? આ કોઈ આપણે નવી સ્કૂલ નથી ભણતાં. દર ૫ હજાર વર્ષ પછી ભણતા આવીએ છીએ. બાબા
પૂછે છે ને પહેલાં ક્યારેય ભણવા આવ્યાં છો? તો બધા કહે છે અમે દર ૫ હજાર વર્ષ પછી
પુરુષોત્તમ સંગમયુગે બાબા ની પાસે આવીએ છીએ. આ તો યાદ હશે ને કે આ પણ ભૂલી જાઓ છો?
વિદ્યાર્થી ને સ્કૂલ તો જરુર યાદ આવશે ને? મુખ્ય ઉદ્દેશ તો એક જ છે. જે પણ બાળકો બને
છે પછી બે દિવસ નાં બાળક હોય કે જૂનાં હોય પરંતુ મુખ્ય ઉદ્દેશ એક જ છે. કોઈને પણ
નુકસાન નથી થઈ શકતું. ભણતર માં આવક છે. તે પણ ગ્રંથ બેસીને વાંચીને સંભળાવે છે તો
કમાણી થાય છે, ઝટ શરીર નિર્વાહ નીકળી આવશે. સાધુ બન્યાં, એક-બે શાસ્ત્ર બેસીને
સંભળાવ્યાં, આવક થઈ જશે. હવે આ બધા આવક નાં સાધન છે. દરેક વાત માં આવક જોઈએ ને? પૈસા
છે તો ક્યાંય પણ હરી-ફરી આવો. આપ બાળકો જાણો છો - બાબા આપણને ખૂબ સારું ભણતર ભણાવે
છે જેનાથી ૨૧ જન્મો ની આવક મળે છે. આ આવક એવી છે જે આપણે સદા સુખી બની જઈશું.
ક્યારેય બીમાર નહીં થઈશું, સદા અમર રહીશું. આ નિશ્ચય કરવાનો હોય છે. આવો-આવો નિશ્ચય
રાખવાથી તમને હુલ્લાસ આવશે. નહીં તો કોઈને કોઈ વાત માં ઘુટકા આવતા (નિરાશા આવતી)
રહેશે. અંદર સિમરણ કરવું જોઈએ - આપણે બેહદ નાં બાપ પાસે થી ભણી રહ્યાં છીએ.
ભગવાનુવાચ - આ તો ગીતા છે. ગીતા નો પણ યુગ આવે છે ને? ફક્ત ભૂલી ગયા છો - આ છે
પાંચમો યુગ. આ સંગમ ખૂબ નાનો છે. હકીકત માં ચોથો ભાગ પણ નહીં કહેવાશે. ટકાવારી લગાવી
શકો છો. તે પણ આગળ ચાલી બાપ બતાવતા રહેશે. થોડી તો બાપ નાં બતાવવાની પણ નોંધ છે ને?
આપ સર્વ આત્માઓ માં પાર્ટ ની નોંધ છે જે રિપીટ (પુનરાવૃત્તિ) થઈ રહી છે. તમે જે શીખો
છો તે પણ રિપીટેશન (પુનરાવર્તન) છે ને? રિપીટેશન નાં રહસ્ય ની આપ બાળકો ને ખબર પડી
છે. કદમ-કદમ પર પાર્ટ બદલાઈ રહ્યો છે. એક સેકન્ડ ન મળે બીજી સાથે. જૂ માફક ટિક-ટિક
ચાલતી રહે છે. ટિક થઈ, સેકન્ડ પાસ થઈ. હમણાં તમે બેહદ માં ઉભા છો. બીજા કોઈ પણ
મનુષ્ય માત્ર બેહદ માં નથી ઉભાં. કોઈને પણ બેહદ ની અર્થાત્ આદિ-મધ્ય-અંત ની નોલેજ
નથી. હમણાં તમને ફ્યુચર (ભવિષ્ય) ની પણ ખબર છે. આપણે નવી દુનિયા માં જઈ રહ્યાં છીએ.
આ છે સંગમયુગ જેને પાર કરવાનો છે. ખારી ચેનલ છે ને? આ છે મીઠાં-મીઠાં અમૃત ની ચેનલ.
તે છે વિષ (વિકાર) ની. હવે તમે વિષ નાં સાગર માંથી ક્ષીર સાગર માં જાઓ છો. આ છે
બેહદ ની વાત. દુનિયા માં આ વાતો ની કાંઈ પણ ખબર નથી. નવી વાત છે ને? આ પણ તમે જાણો
છો ભગવાન કોને કહેવાય છે. એ શું પાર્ટ ભજવે છે. ટોપિક (વિષય) માં પણ બતાવો છો, આવો
તો પરમપિતા પરમાત્મા ની બાયોગ્રાફી (જીવનકથા) તમને સમજાવીએ. આમ તો બાળકો બાપ ની
બાયોગ્રાફી સંભળાવે છે. સામાન્ય છે. આ તો પછી બાપ નાં બાપ છે ને? તમારા માં પણ
નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. હવે તમારે યથાર્થ રીતે બાપ નો પરિચય આપવાનો છે.
તમને પણ બાપે આપ્યો છે ત્યારે તો સમજાવો છો બીજા તો કોઈ બેહદ નાં બાપ ને જાણી ન શકે.
તમે પણ સંગમ પર જ જાણો છો. મનુષ્ય માત્ર દેવતા હોય કે શુદ્ર હોય, પુણ્ય આત્મા હોય,
પાપ આત્મા હોય, કોઈ પણ નથી જાણતા ફક્ત તમે બ્રાહ્મણ જે સંગમયુગ પર છો, તમે જ જાણી
રહ્યાં છો. તો આપ બાળકો ને કેટલી ખુશી થવી જોઈએ. ત્યારે તો ગાયન પણ છે - અતીન્દ્રિય
સુખ પૂછવું હોય તો ગોપ-ગોપીઓ ને પૂછો.
બાબા બાપ પણ છે,
શિક્ષક, સદ્દગુરુ પણ છે, સુપ્રીમ શબ્દ તો જરુર લખવાનો છે. ક્યારેક-ક્યારેક બાળકો
ભૂલી જાય છે. આ બધી વાતો બાળકો ની બુદ્ધિ માં રહેવી જોઈએ. શિવબાબા ની મહિમા માં આ
શબ્દ જરુર લખવાના છે. તમારા સિવાય બીજા તો કોઈ જાણતા જ નથી. તમે સમજાવી શકો છો એટલે
તમારી વિજય થઈ ને? તમે જાણો છો બેહદ નાં બાપ સર્વ નાં શિક્ષક, સર્વ નાં સદ્દગતિ દાતા
છે. બેહદ નું સુખ, બેહદ નું જ્ઞાન આપવા વાળા છે. છતાં પણ એવાં બાપ ને ભૂલી જાઓ છો.
માયા કેટલી સમર્થ છે. ઈશ્વર ને તો સમર્થ કહે છે પરંતુ માયા પણ ઓછી નથી. આપ બાળકો હવે
એક્યુરેટ જાણો છો - એનું તો નામ જ રાખ્યું છે રાવણ. રામ રાજ્ય અને રાવણ રાજ્ય. આનાં
પર પણ એક્યુરેટ સમજાવવું જોઈએ. રામ રાજ્ય છે તો જરુર રાવણ રાજ્ય પણ છે. સદૈવ રામ
રાજ્ય તો હોઈ ન શકે. રામ રાજ્ય, શ્રીકૃષ્ણ નું રાજ્ય કોણ સ્થાપન કરે છે, આ બેહદ નાં
બાપ સમજાવે છે. તમારે ભારતખંડ ની ખૂબ મહિમા કરવી જોઈએ. ભારત સચખંડ હતું, કેટલી મહિમા
હતી. બનાવવા વાળા બાપ જ છે. તમારો બાપ ની સાથે કેટલો પ્રેમ છે. મુખ્ય ઉદ્દેશ બુદ્ધિ
માં છે. આ પણ જાણો છો આપણને વિદ્યાર્થી ને પોતાનાં ભણતર નો નશો હોવો જોઈએ. કેરેક્ટર
(ચરિત્ર) નો પણ વિચાર હોવો જોઈએ. વિવેક કહે છે જ્યારે ઈશ્વરીય ભણતર છે તો તેમાં એક
દિવસ પણ ગેરહાજરી ન કરવી જોઈએ અને શિક્ષક નાં આવ્યાં પછી મોડે થી પણ ન પહોંચવું
જોઈએ. શિક્ષક નાં પછી આવવું આ પણ એક અપમાન છે. સ્કૂલ માં પણ પાછળ થી આવે છે તો તેમને
શિક્ષક બહાર ઉભા કરી દે છે. બાબા પોતાનાં નાનપણ નું ઉદાહરણ પણ બતાવે છે. અમારા
શિક્ષક તો ખૂબ કડક હતાં. અંદર આવવા પણ નહોતાં દેતાં. અહીં તો ઘણાં છે જે મોડે થી આવે
છે. સર્વિસ (સેવા) કરવા વાળા સપૂત બાળકો જરુર બાપ ને પ્રિય લાગે છે ને? હવે તમે સમજો
છો - આદિ સનાતન દેવી-દેવતા ધર્મ તો આ હતો ને? એમનો ધર્મ ક્યારે સ્થાપન થયો? જરા પણ
કોઈની બુદ્ધિ માં નથી. તમારી બુદ્ધિ માંથી પણ ઘડી-ઘડી ખસી જાય છે. તમે હમણાં
દેવી-દેવતા બનવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. કોણ ભણાવી રહ્યું છે? સ્વયં પરમપિતા
પરમાત્મા. તમે સમજો છો આપણો આ બ્રાહ્મણ કુળ છે. રાજધાની નથી હોતી. આ છે સર્વોત્તમ
બ્રાહ્મણ કુળ. બાપ પણ સર્વોત્તમ છે ને? ઊંચા માં ઊંચા છે તો જરુર એમની આવક પણ ઊંચી
હશે. એમને જ શ્રી શ્રી કહેવાય છે. તમને પણ શ્રેષ્ઠ બનાવે છે. આપ બાળકો જ જાણો છો કે
અમને શ્રેષ્ઠ બનાવવા વાળા કોણ છે? બીજું કોઈ પણ નથી સમજતું. તમે કહેશો - અમારા બાપ,
બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે, ભણાવી રહ્યાં છે. આપણે આત્માઓ છીએ. આપણને
આત્માઓ ને બાપે સ્મૃતિ અપાવી છે. તમે મારી સંતાન છો. બ્રધરહુડ (ભાઈ-ભાઈ) છે ને? બાપ
ને યાદ પણ કરે છે. સમજે છે એ નિરાકારી બાપ છે તો જરુર આત્મા ને પણ નિરાકાર જ કહેવાશે.
આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. પછી પાર્ટ ભજવે છે. મનુષ્ય પછી આત્મા ને બદલે
પોતાને શરીર સમજી લે છે. હું આત્મા છું, આ ભૂલી જાય છે. હું ક્યારેય ભૂલતો નથી. તમે
આત્માઓ બધા છો સાલિગ્રામ. હું છું પરમપિતા એટલે પરમ આત્મા. એમની ઉપર કોઈ બીજું નામ
નથી. એ પરમ આત્મા નું નામ છે શિવ. છો તમે પણ એવાં જ આત્મા પરંતુ તમે બધા સાલિગ્રામ
છો. શિવ નાં મંદિર માં જાઓ છો, ત્યાં પણ સાલિગ્રામ ખૂબ રાખે છે. શિવ ની પૂજા કરે છે
તો સાલિગ્રામ ની પણ સાથે કરે છે ને? ત્યારે બાબાએ સમજાવ્યું હતું કે તમારા આત્મા અને
શરીર બંને ની પૂજા થાય છે. મારી તો ફક્ત આત્મા ની જ થાય છે. શરીર છે નહીં. તમે કેટલાં
ઊંચ બનો છો. બાબા ને તો ખુશી થાય છે ને? બાપ ગરીબ હોય છે, બાળકો ભણીને કેટલાં આગળ
જાય છે. શું થી શું બની જાય છે! બાપ પણ જાણે છે તમે કેટલાં ઊંચ હતાં. હવે કેટલાં
ઓરફન (અનાથ) બની ગયા છો, બાપ ને જ નથી જાણતાં. હમણાં તમે બાપ નાં બન્યાં છો તો આખાં
વિશ્વ નાં માલિક બની જાઓ છો.
બાપ કહે છે - મને કહો
જ છો - હેવનલી ગોડફાધર. આ પણ તમે જાણો છો હવે સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે. ત્યાં
શું-શું હશે - આ તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિ માં નથી. તમારી બુદ્ધિ માં છે કે
આપણે વિશ્વ નાં માલિક હતાં, હવે બની રહ્યાં છીએ. પ્રજા પણ એવું કહેશે ને કે અમે
માલિક છીએ. આ વાતો આપ બાળકો ની જ બુદ્ધિ માં છે તો ખુશી રહેવી જોઈએ ને? આ વાતો
સાંભળીને પછી બીજાઓ ને પણ સંભળાવવાની છે, એટલે સેવાકેન્દ્ર તથા મ્યુઝિયમ ખોલતા રહે
છે. જે કલ્પ પહેલાં થયું હતું તે જ થતું રહેશે. મ્યુઝિયમ, સેવાકેન્દ્ર વગેરે માટે
તમને ખૂબ ઓફર (પ્રસ્તાવ) કરશે, પછી ખૂબ નીકળશે. બધાનાં હાડકાઓ નરમ થતા જાય છે. આખી
દુનિયા નાં હવે તમે હાડકાઓ નરમ કરતા જાઓ છો. તમારા યોગ માં તાકાત કેટલી જબરજસ્ત છે.
બાપ કહે છે તમારા માં તાકાત ખૂબ છે. ભોજન તમે યોગ માં રહીને બનાવો, ખવડાવો તો બુદ્ધિ
આ તરફ ખેંચાશે. ભક્તિમાર્ગ માં તો ગુરુઓ નું એઠું પણ ખાય છે. આપ બાળકો સમજો છો
ભક્તિમાર્ગ નો વિસ્તાર તો ખૂબ છે, તેનું વર્ણન ન કરી શકાય. આ બીજ તે ઝાડ છે. બીજ
નું વર્ણન કરી શકાય છે. બાકી કોઈને કહો ઝાડ નાં પાન ગણતરી કરો તો કરી નહીં શકે.
અથાહ પાન હોય છે. બીજ માં તો પાન ની નિશાની દેખાતી નથી. વન્ડર (અદ્દભુત) છે ને? આને
પણ કુદરત કહેવાશે. જીવજંતુ કેટલાં વન્ડરફુલ છે. અનેક પ્રકાર નાં કીડા છે, કેવી રીતે
ઉત્પન્ન થાય છે, ખૂબ વન્ડરફુલ ડ્રામા છે, આને કહેવાય જ છે નેચર (સ્વભાવ). આ પણ
પૂર્વ નિર્ધારિત ખેલ છે. સતયુગ માં શું-શું જોશો! તે પણ નવી ચીજો જ હશે, બધું જ નવું
હોય છે. મોર માટે તો બાબાએ સમજાવ્યું છે તેને ભારત નું રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે
કારણકે શ્રીકૃષ્ણ નાં મુગટ માં મોર નું પીંછુ દેખાડે છે. મોર અને ઢેલ સુંદર પણ હોય
છે. ગર્ભ પણ આંસુ થી થાય છે, એટલે રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે. આવાં સુંદર પક્ષી
વિલાયત તરફ પણ હોય છે.
હમણાં આપ બાળકો ને આખી
સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવ્યાં છે જે બીજું કોઈ નથી જાણતું. બોલો, અમે
તમને પરમપિતા પરમાત્મા ની બાયોગ્રાફી બતાવીએ છીએ. રચયિતા છે તો જરુર તેમની રચના પણ
હશે. એમની હિસ્ટ્રી-જોગ્રોફી અમે જાણીએ છીએ. ઊંચા માં ઊંચા બેહદ નાં બાપ નો શું
પાર્ટ છે અમે જાણીએ છીએ, દુનિયા તો કાંઈ પણ નથી જાણતી. આ ખૂબ છી-છી દુનિયા છે. આ
સમયે સુંદરતા માં પણ મુસીબત છે. બાળકીઓ ને જુઓ કેવી-કેવી રીતે ભગાવતા રહે છે? આપ
બાળકો ને આ વિકારી દુનિયા થી તો નફરત થવી જોઈએ. આ છી-છી દુનિયા, છી-છી શરીર છે. આપણે
તો હવે બાપ ને યાદ કરી પોતાનાં આત્મા ને પવિત્ર બનાવવાનો છે. આપણે સતોપ્રધાન હતાં,
સુખી હતાં. હવે તમોપ્રધાન બન્યાં છીએ તો દુઃખી છીએ ફરી સતોપ્રધાન બનવાનું છે. તમે
ઈચ્છો છો અમે પતિત થી પાવન બનીએ. ભલે ગાય પણ છે પતિત-પાવન પરંતુ નફરત કાંઈ પણ નથી
આવતી. આપ બાળકો સમજો છો આ છી-છી દુનિયા છે. નવી દુનિયા માં આપણને શરીર પણ ગુલ-ગુલ
મળશે. હવે આપણે અમરપુરી નાં માલિક બની રહ્યાં છીએ. આપ બાળકોએ સદૈવ ખુશ, હર્ષિતમુખ
રહેવું જોઈએ. તમે ખૂબ સ્વીટ ચિલ્ડ્રન (મીઠાં બાળકો) છો. બાપ ૫ હજાર વર્ષ પછી એ જ
બાળકો ને આવીને મળે છે. તો જરુર ખુશી થશે ને? હું ફરી થી આવ્યો છું બાળકો ને મળવાં.
અચ્છા -
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે
ઈશ્વરીય વિદ્યાર્થી છીએ, એટલે ભણતર નો નશો પણ રહે તો પોતાનાં કેરેક્ટર (ચરિત્ર) પર
પણ ધ્યાન હોય. એક દિવસ પણ ભણતર માં ગેરહાજરી નથી કરવાની. મોડે થી ક્લાસ માં આવીને
શિક્ષક નું અપમાન નથી કરવાનું.
2. આ વિકારી છી-છી
દુનિયાથી નફરત રાખવાની છે, બાપ ની યાદ થી પોતાનાં આત્મા ને પવિત્ર સતોપ્રધાન
બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે. સદૈવ ખુશ, હર્ષિત મુખ રહેવાનું છે.
વરદાન :-
હોપલેસ (
નિરાશા ) માં પણ હોપ ( આશા ) ઉત્પન્ન કરવા વાળા સાચાં પરોપકારી , સંતુષ્ટમણિ ભવ
ત્રિકાળદર્શી બની
દરેક આત્મા ની કમજોરી ને પારખતા, એમની કમજોરી ને સ્વયં માં ધારણ કરવી તથા વર્ણન
કરવાના બદલે કમજોરી રુપી કાંટા ને કલ્યાણકારી સ્વરુપ થી સમાપ્ત કરી દેવી, કાંટા ને
ફૂલ બનાવી દેવાં, સ્વયં પણ સંતુષ્ટમણિ નાં સમાન સંતુષ્ટ રહેવું અને સર્વ ને સંતુષ્ટ
કરવાં, જેનાં પ્રત્યે બધા નિરાશા દેખાડે, એવાં વ્યક્તિ કે એવી સ્થિતિ માં સદા માટે
આશા નાં દિપક જગાડવા અર્થાત્ દિલશિકસ્ત ને શક્તિવાન બનાવી દેવા-એવું શ્રેષ્ઠ
કર્તવ્ય ચાલતું રહે તો પરોપકારી, સંતુષ્ટમણિ નું વરદાન પ્રાપ્ત થઈ જશે.
સ્લોગન :-
પરીક્ષા નાં
સમયે પ્રતિજ્ઞા યાદ આવે ત્યારે પ્રત્યક્ષતા થશે.
અવ્યક્ત ઈશારા -
અશરીરી કે વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
આખાં દિવસ માં
વચ્ચે-વચ્ચે એક સેકન્ડ પણ મળે, તો વારંવાર આ વિદેહી બનવાનો અભ્યાસ કરતા રહો. બે ચાર
સેકન્ડ પણ કાઢો આનાથી ખૂબ મદદ મળશે. નહીં તો આખો દિવસ બુદ્ધિ ચાલતી રહે છે, તો
વિદેહી બનવામાં સમય લાગી જાય છે અને અભ્યાસ હશે તો જ્યારે ઈચ્છો એ સમયે વિદેહી થઈ
જશો કારણકે અંત માં બધું અચાનક થવાનું છે. તો અચાનક નાં પેપર માં આ વિદેહીપણા નો
અભ્યાસ ખૂબ આવશ્યક છે.