28-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે ડ્રામા નાં ગુપ્ત રહસ્ય ને જાણો છો કે આ સંગમયુગ જ ચઢતી કળા નો યુગ છે , સતયુગ થી લઈને કળાઓ ઓછી થતી જાય છે”

પ્રશ્ન :-
સૌથી ઉત્તમ સેવા કઈ છે અને તે સેવા કોણ કરે છે?

ઉત્તર :-
ભારત ને સ્વર્ગ બનાવવું, રંક ને રાવ (રાજા) બનાવવાં, પતિત ને પાવન બનાવવાં - આ છે સૌથી ઉત્તમ સેવા. આવી સેવા એક બાપ નાં સિવાય બીજા કોઈ પણ નથી કરી શકતાં. બાપે એવી મહાન સેવા કરી છે ત્યારે તો બાળકો એમની ઈજ્જત કરે છે, સૌથી પહેલાં સોમનાથ નું મંદિર બનાવીને એમની પૂજા કરે છે.

ગીત :-
આખિર વહ દિન આયા આજ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. જેમ આત્મા ગુપ્ત છે અને શરીર પ્રત્યક્ષ છે, આત્મા આ આંખો થી જોવામાં નથી આવતો, ઇનકોગનીટો (ગુપ્ત) છે. છે જરુર પરંતુ આ શરીર થી ઢંકાયેલો છે, એટલે કહેવાય છે આત્મા ગુપ્ત છે. આત્મા પોતે કહે છે હું નિરાકાર છું, અહીં સાકાર માં આવીને ગુપ્ત બનું છું. આત્માઓ ની નિરાકારી દુનિયા છે. ત્યાં તો ગુપ્ત ની વાત નથી. પરમપિતા પરમાત્મા પણ ત્યાં રહે છે, એમને કહેવાય છે - સુપ્રીમ. ઊંચા માં ઊંચા આત્મા. પરે થી પરે રહેવા વાળા છે પરમપિતા પરમાત્મા. બાપ કહે છે - જેમ તમે ગુપ્ત છો, મારે પણ ગુપ્ત આવવું પડે. હું ગર્ભજેલ માં નથી આવતો. મારું નામ એક જ શિવ ચાલતું આવે છે. હું આમાં આવું છું તો મારું નામ નથી બદલાતું. આમનાં આત્મા નું જે શરીર છે, એમનું નામ બદલાય છે. મને તો શિવ જ કહે છે, બધાં આત્માઓનાં બાપ. તો આપ આત્માઓ આ શરીર માં ગુપ્ત છો. આ શરીર દ્વારા કર્મ કરો છો. હું પણ ગુપ્ત છું. આપ બાળકોને આ જ્ઞાન હમણાં મળી રહ્યું છે કે હું આત્મા આ શરીર થી ઢંકાયેલો છું. આત્મા છે - ઇનકોગનીટો. શરીર છે કોગનીટો (પ્રત્યક્ષ). હું પણ અશરીરી છું. બાપ ઇનકોગનીટો આ શરીર દ્વારા સંભળાવે છે. તમે પણ ઇનકોગનીટો છો, શરીર દ્વારા સાંભળો છો. તમે જાણો છો બાબા આવેલાં છે. બાપ આવે છે ભારત ને ફરીથી ગરીબ થી સાહૂકાર બનાવવાં. તમે કહેશો અમારું ભારત ગરીબ છે. બધાં જાણે છે પરંતુ એમને કાંઈ ખબર જ નથી કે આપણો ભારત સાહૂકાર ક્યારે હતો, કેવો હતો. આપ બાળકોને ખૂબ જ નશો છે - અમારો ભારત તો ખૂબ જ સાહૂકાર હતો. દુઃખ ની વાત નહોતી. સતયુગ માં બીજો કોઈ ધર્મ ન હતો. એક જ દેવી-દેવતા ધર્મ હતો, આ કોઈને ખબર નથી. આ જે દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી છે, આ કોઈ નથી જાણતું. હમણાં તમે સારી રીતે સમજો છો આપણો ભારત બહુજ સાહૂકાર હતો. હમણાં બહુજ ગરીબ છે. હવે ફરી બાપ આવ્યાં છે સાહૂકાર બનાવવાં. ભારત સતયુગ માં બહુજ સાહૂકાર હતો, જ્યારે કે દેવી-દેવતાઓનું રાજ્ય હતું પછી રાજ્ય ક્યાં ચાલ્યું ગયું? આ કોઈ નથી જાણતું. ઋષિ-મુનિ વગેરે પણ કહે અમે રચતા અને રચના ને નથી જાણતાં. બાપ કહે છે - સતયુગ માં આ દેવી-દેવતાઓ ને રચતા-રચના નું જ્ઞાન નહોતું. આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. જો એમને આ જ્ઞાન હોય કે અમે સીડી ઉતરતા રસાતાળ માં જઈશું તો બાદશાહી નું સુખ પણ ન રહે. ચિંતા લાગી જાય.

હમણાં તમને ચિંતા લાગેલી છે કે અમે તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે બનીએ? આપણે આત્માઓ જે નિરાકારી દુનિયામાં રહેતા હતાં ત્યાંથી પછી કેવી રીતે સુખધામ માં આવ્યાં - આ પણ જ્ઞાન છે. આપણે હમણાં ચઢતી કળા માં છીએ. આ ૮૪ જન્મો ની સીડી છે, આની વચ્ચે શું થાય છે, આ પણ તમે જાણો છો. સતયુગ માં બધાં તો નહીં આવશે. ડ્રામા અનુસાર દરેક એક્ટર નંબરવાર પોત-પોતાનાં સમય પર આવીને પાર્ટ ભજવશે.

હમણાં આપ બાળકો જાણો છો ગરીબ નિવાઝ કોને કહેવાય છે, દુનિયા નથી જાણતી. ગીત માં પણ સાંભળ્યું - આખિર વહ દિન આયા આજ… આ બધું છે ભક્તિ. ભગવાન ક્યારે આવીને આપણને ભક્તોને આ ભક્તિમાર્ગ થી છોડાવી સદ્દગતિ માં લઈ જાય છે, આ પણ સમજ્યું છે. રામરાજ્ય, રાવણરાજ્ય કઈ વસ્તુ નું નામ છે, આ પણ કોઈ મનુષ્ય નથી જાણતાં. હવે આપ બાળકો સમજો છો - બાબા ફરીથી આવી ગયાં છે આ શરીર માં. શિવ જયંતી પણ મનાવે છે તો શિવ જરુર આવે છે. એવું પણ નથી કહેતાં હું શ્રીકૃષ્ણ નાં તન માં આવું છું, ના. બાપ કહે છે - શ્રીકૃષ્ણનાં આત્માએ ૮૪ જન્મ લીધાં છે. જે પહેલાં નંબર માં હતાં તે હમણાં અંત માં છે, તતત્વમ્. હું તો આવું જ છું સાધારણ તન માં. તમને આવીને બતાવું છું, તમે કેવી રીતે ૮૪ જન્મ ભોગવો છો. આ સમયે દેવતા ધર્મ નાં તો એક પણ પોતાને સમજતાં નથી કારણકે સતયુગ ને ખુબ દૂર લઈ ગયાં છે. કલ્પ ની આયુ લાખો વર્ષ લખી દીધી છે. હકીકત માં ડ્રામા ની હિસ્ટ્રી તો ખુબ નાની છે. એમાં કોઈ ધર્મ ની ૫૦૦ વર્ષ ની, કોઈની ૨૫૦૦ વર્ષ ની હિસ્ટ્રી છે. તમારી હિસ્ટ્રી છે - ૫૦૦૦ વર્ષ ની. દેવતા ધર્મ વાળા જ સ્વર્ગ માં આવશે બીજા ધર્મ તો આવે જ પછી છે. દેવતા ધર્મ વાળા જ બીજા ધર્મો માં કન્વર્ટ (પરિવર્તન) થઈ ગયાં છે. ડ્રામા અનુસાર ફરી પણ એમ જ કન્વર્ટ થઈ જશે. પછી પોત-પોતાનાં ધર્મ માં પાછાં આવશે.

બાપ સમજાવે છે બાળકો, તમે તો વિશ્વ નાં માલિક હતાં. તમે હમણાં સમજો છો બાબા સ્વર્ગ ની સ્થાપના કરવા વાળા છે તો અમે કેમ નહીં સ્વર્ગ માં હોઈશું. બાપ થી અમે વારસો જરુર લઈશું. તો એનાથી સિદ્ધ થાય છે કે આ આપણા ધર્મ નાં છે, જે નહીં હશે તે આવશે જ નહીં. કહેશે પારકા ધર્મ માં કેમ જઈએ? આપ બાળકો જાણો છો સતયુગ નવી દુનિયા માં દેવતાઓ ને બહુજ સુખ હતું. સોના નાં મહેલ હતાં. સોમનાથ નાં મંદિર માં કેટલું સોનું હતું. એવું કોઈ બીજું મંદિર હોતું જ નથી. એમાં ખુબ હીરા-ઝવેરાત હતાં. બૌદ્ધ વગેરે નાં કોઈ હીરા-ઝવેરાતો નાં મહેલ નહીં હશે. આપ બાળકોને જે બાપે આટલાં ઊંચા બનાવ્યાં છે એમની તમે કેટલી ઈજ્જત રાખી છે. જે સારા કર્મ કરીને જાય છે એમની ઈજ્જત રખાય છે. હવે તમે જાણો છો સૌથી સારા કર્મ પતિત-પાવન બાપ જ કરીને જાય છે. તમારો આત્મા કહે છે સૌથી ઉત્તમ થી ઉત્તમ સેવા બેહદ નાં બાપ આવીને કરે છે. આપણને રંક થી રાવ (રાજા), બેગર થી પ્રિન્સ (કંગાળ થી ભરપુર) બનાવી દે છે. જે ભારત ને સ્વર્ગ બનાવે છે એમની પણ ઈજ્જત કોઈ નથી રાખતું. તમે જાણો છો ઊંચા માં ઊંચું મંદિર ગવાયેલું છે સોમનાથ નું, જેને લૂંટી લઈ ગયાં. લક્ષ્મી-નારાયણ નાં મંદિર ને ક્યારેય કોઈએ લૂંટ્યું નથી. સોમનાથ નાં મંદિર ને લૂંટ્યું છે. ભક્તિમાર્ગ માં આ બહુજ ધનવાન હોય છે. રાજાઓ માં પણ નંબરવાર હોય છે ને. જે ઊંચ પદ વાળા હોય છે એમની નાનાં પદ વાળા ઈજ્જત કરે છે. દરબાર માં પણ નંબરવાર બેસે છે. બાબા તો અનુભવી છે ને. અહીં નો દરબાર છે, પતિત રાજાઓનો. પાવન રાજાઓ નો દરબાર કેવો હશે. જ્યારે કે એમની પાસે એટલું ધન હશે તો એમનું ઘર પણ એટલું જ સારું હશે. હમણાં તમે જાણો છો બાબા આપણને ભણાવી રહ્યાં છે, સ્વર્ગ ની સ્થાપના કરાવી રહ્યાં છે. આપણે મહારાજા-મહારાણી સ્વર્ગ નાં બનીએ છીએ પછી આપણે પડીએ છીએ, પછી આપણે પહેલાં-પહેલાં શિવબાબા નાં પુજારી બનીશું. જેમણે સ્વર્ગ નાં માલિક બનાવ્યાં, એમની આપણે પૂજા કરીશું. એ આપણને બહુજ સાહૂકાર બનાવે છે. હમણાં ભારત કેટલું ગરીબ છે. આગળ આટલું ગરીબ નહોતું. બહુજ ખુશી માં રહેતાં હતાં. જે જમીન ૫૦૦ રુપિયા માં લીધી હતી, તે આજે ૫૦૦૦ માં પણ નથી મળતી. ત્યાં તો ધરતી ની કિંમત હોતી નથી, જેમને જેટલી જોઈએ લઈ લે. અઢળક જમીન પડી હશે. મીઠી નદીઓ પર તમારા મહેલ હશે ને. મનુષ્ય બહુજ થોડાં હશે, પ્રકૃતિ દાસી હશે, ફળ-ફૂલ બહુજ સારા મળતાં રહે છે. હમણાં તમે કેટલી મહેનત કરો છો. પરંતુ સુકાઈ જાય છે તો અનાજ નથી મળતું. તો ગીત સાંભળવાથી તમારા રોમાંચ ઉભાં થઈ જવા જોઈએ. બાપને ગરીબ-નિવાઝ કહો છો. હવે અર્થ સમજ્યા ને. કોને સાહૂકાર બનાવે છે? જરુર અહીં જે આવશે એમને સાહૂકાર બનાવશે ને. આપ બાળકો જાણો છો આપણને પાવન થી પતિત બનવામાં ૫ હજાર વર્ષ લાગે છે. હમણાં પાછાં ફટ થી બાબા પતિત થી પાવન બનાવે છે. ઊંચા માં ઊંચ બનાવે છે. એક સેકન્ડ માં જીવનમુક્તિ મળી જાય છે. કહે છે બાબા અમે તમારા છીએ. બાપ કહે છે - બાળકો તમે વિશ્વ નાં માલિક છો. બાળક જન્મ્યું અને વારીસ બન્યું. કેટલી ખુશી થાય છે. પરતું બાળકી ને જોઈ ચહેરો જ ઉતરી જાય છે. અહીં તો બધા આત્માઓ બાળકો છે. આપણે સ્વર્ગ નાં માલિક બની ગયાં, હમણાં ખબર પડે છે કે આપણે ૫ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ નાં માલિક હતાં. બાબાએ એવાં બનાવ્યાં હતાં. શિવ જયન્તી પણ મનાવે છે પરંતુ એ નથી જાણતાં કે તે ક્યારે આવ્યાં હતાં? લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે હતું, કાંઈ નથી જાણતાં. વાસ્તવ માં ભારત ની જનસંખ્યા સૌથી વધારે હોવી જોઈએ. ભારત ની જમીન પણ સૌથી મોટી હોવી જોઈએ. લાખો વર્ષ હોય તો પછી બહુજ જમીન જોઈએ. આખી દુનિયા ની પણ જમીન પૂરી ન થાય. લાખો વર્ષ માં કેટલાં મનુષ્ય થઈ જાય. અગણિત મનુષ્ય થઈ જાય. એટલાં તો છે નહીં. આ બધી વાતો બાપ બેસી સમજાવે છે. મનુષ્ય સાંભળે છે તો કહે છે આ વાતો તો ક્યારેય નથી સાંભળી, ન કોઈ શાસ્ત્રો માં વાંચી, આ તો અદ્દભુત વાતો છે.

હમણાં આપ બાળકો ની બુદ્ધિ માં આખાં ચક્ર નું જ્ઞાન છે. આ અનેક જન્મો નાં અંત માં હમણાં પતિત આત્મા છે, જે સતોપ્રધાન હતાં તે હમણાં તમોપ્રધાન છે, પાછાં સતોપ્રધાન બનવાનું છે. આપ આત્માઓને હમણાં શિક્ષા મળી રહી છે - આત્મા શરીર દ્વારા સાંભળે છે તો શરીર ઝૂલે છે કારણકે આત્મા સાંભળે છે ને. બરોબર મેં આત્માએ ૮૪ જન્મ લીધાં છે, ૮૪ મા-બાપ જરુર મળ્યાં હશે. આ પણ હિસાબ છે ને. બુદ્ધિ માં આવે છે ૮૪ જન્મ લઈએ છીએ પછી બીજા ઓછાં જન્મ વાળા પણ હશે. મિનીમમ (ઓછાં માં ઓછાં), મેક્સિમમ (વધારે માં વધારે) નો હિસાબ હશે ને. બાપ બેસી સમજાવે છે શાસ્ત્રો માં શું-શું લખી દીધું છે. તમારા માટે તો છતાં પણ ૮૪ જન્મ કહે છે, મારા માટે તો અગણિત, બેશુમાર જન્મ કહી દીધાં છે. કણ-કણ માં બસ જ્યાં જોઉં છું, ત્યાં તું જ તું… કૃષ્ણ જ કૃષ્ણ છે. મથુરા, વૃંદાવન માં કહે છે - શ્રીકૃષ્ણ સર્વવ્યાપી છે. રાધા પંથ વાળા પછી કહેશે રાધા જ રાધા. કહેશે અમે રાધા-સ્વામી છીએ. કૃષ્ણ સ્વામી બીજા છે. તેઓ રાધા ને માને છે, જ્યાં જોઉં છું રાધા જ રાધા. તમે પણ રાધા અમે પણ રાધા.

હવે બાપ બેસી સમજાવે છે બરોબર હું ગરીબ નિવાઝ છું ને. ભારત જ સૌથી સાહૂકાર હતું. હમણાં સૌથી ગરીબ બન્યું છે એટલે મારે ભારત માં જ આવવું પડે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, આમાં જરા પણ ફરક નથી થઈ શકતો. આ હ્યુજ (વિશાળ) ડ્રામા છે. ડ્રામા જે શૂટ થયો તે હૂબહૂ રિપીટ થશે. ડ્રામા ની પણ ખબર હોવી જોઈએ. ડ્રામા એટલે ડ્રામા. તે હોય છે હદ નો ડ્રામા, આ છે બેહદ નો ડ્રામા. આનાં આદિ-મધ્ય-અંત ને કોઈ નથી જાણતું. તો ગરીબ નિવાઝ નિરાકાર ભગવાન ને જ માનશે, શ્રીકૃષ્ણ ને નહીં માનશે. શ્રીકૃષ્ણ તો ધનવાન સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર) બને છે. ભગવાન ને તો પોતાનું શરીર નથી, તે આવીને આપ બાળકો ને ધનવાન બનાવે છે. તમને રાજયોગ ની શિક્ષા આપે છે. તેઓ પણ ભણતર થી બેરીસ્ટર (વકીલ) વગેરે બને છે પછી કમાણી કરે છે. બાપ પણ તમને હમણાં ભણાવે છે. તમે ભવિષ્ય માં નર થી નારાયણ બનો છો. તમારો જન્મ તો થશે ને. એવું તો નથી સ્વર્ગ કોઈ સમુદ્ર થી નીકળી આવશે. શ્રીકૃષ્ણએ પણ જન્મ લીધો ને. કંસપુરી વગેરે તો એ સમયે હતી નહીં. શ્રીકૃષ્ણ નું કેટલું નામ ગાવામાં આવે છે. એમનાં બાપ નું નામ જ નથી, એમનાં બાપ ક્યાં છે. જરુર રાજા નાં બાળક હશે ને. ત્યાં મોટાં રાજા નાં ઘર માં જન્મ થાય છે. પરતું તે પતિત રાજા હોવાનાં કારણે એમનું નામ થોડી હશે. શ્રીકૃષ્ણ જ્યારે છે ત્યારે થોડાં પતિત પણ રહે છે. જ્યારે તે બિલકુલ ખલાસ થઈ જાય છે ત્યારે તે ગાદી પર બેસે છે, પોતાનું રાજ્ય લઈ લે છે ત્યારે જ એમનું સવંત શરું થાય છે. લક્ષ્મી-નારાયણ થી સવંત શરું થાય છે. તમે પૂરો હિસાબ લખો છો. એમનું રાજ્ય આટલો સમય પછી એમનો આટલો સમય તો મનુષ્ય સમજશે આ તો કલ્પ ની આયુ મોટી હોઈ જ ન શકે. ૫ હજાર વર્ષ નો પૂરો હિસાબ છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રચયિતા અને રચના નું જ્ઞાન બુદ્ધિ માં રાખી સતોપ્રધાન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. બસ એક જ ચિંતા રાખવાની છે કે અમારે સતોપ્રધાન જરુર બનવાનું છે.

2. આ બેહદ નાં ડ્રામા ને બુદ્ધિ માં રાખી અપાર ખુશી માં રહેવાનું છે, બાપ સમાન ઈજ્જત મેળવવા માટે પતિતો ને પાવન બનાવવાની સેવા કરવાની છે.

વરદાન :-
અધિકારી પણા ની સ્તુતિ દ્વારા સર્વ શક્તિઓ નો અનુભવ કરવા વાળા પ્રાપ્તિ સ્વરુપ ભવ

જો બુદ્ધિનો સંબંધ સદા એક બાપ થી લાગેલો રહે તો સર્વ શક્તિઓ નો વારસો અધિકાર નાં રુપ માં પ્રાપ્ત થાય છે. જે અધિકારી સમજીને દરેક કર્મ કરે છે એમને કહેવાની કે સંકલ્પ માં પણ માંગવાની આવશ્યકતા નથી રહેતી. આ અધિકારીપણા ની સ્મૃતિ જ સર્વ શક્તિઓનો, પ્રાપ્તિનો અનુભવ કરાવે છે. તો નશો રહે કે સર્વ શક્તિઓ અમારો જન્મ-સિદ્ધ અધિકાર છે. અધિકારી બનીને ચાલો તો અધિનતા સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
સ્વયં ની સાથે-સાથે પ્રકૃતિ ને પણ પાવન બનાવવાની છે તો સંપૂર્ણ લગાવ મુક્ત બનો.

અવ્યક્ત ઇશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો .

જો પવિત્રતા નો નિયમ પાક્કો છે તો લગાવ મુક્ત, ઈર્ષા અને ક્રોધ થી પણ મુક્ત બનો. ચિડચીડાપણું ન હોય. આ પણ લગાવ નહીં રાખો કે આ થવું જ જોઈએ. સ્વાર્થ કે ઈર્ષા નાં વશ કોઈ વાત કહેશો અને તે પૂરી નહીં થશે તો ક્રોધ પેદા થશે એટલે પવિત્રતા નાં પિલર ને પાક્કું કરો તો આ પિલર લાઈટ-હાઉસ નું કામ કરશે.