28-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાબા કેટલાં દૂર થી તમને ભણાવવા આવે છે , ભણવાની ફી પણ નથી લેતાં તો કેટલાં પ્રેમ થી ભણવું જોઈએ”

પ્રશ્ન :-
રુહાની ગવર્મેન્ટે (સરકારે) આખી દુનિયાનાં માટે આ ફ્રી (મફત) શાળા ખોલી છે - કેમ?

ઉત્તર :-
કારણકે બધાં ઓરફન (અનાથ), નિધન નાં બની ગયાં છે. બાપ એવાં ગરીબ બાળકો થી ફી શું લેશે. આ અંતિમ જન્મ માં બાપ એવું ભણતર ભણાવે છે જેનાથી તમે વિશ્વ નાં માલિક બની જાઓ છો. તો નવાં-નવાં બાળકો ભણવાનાં માટે આવે છે, એમને પણ કોઈ ઘાટો નથી થતો. ભલે પાછળ થી આવ્યાં છે પરંતુ થોડી મહેનત કરી જૂનાઓથી પણ આગળ જઈ શકે છે.

ગીત :-
જાગ સજનિયાઁ જાગ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. રુહાની બાપે કહ્યું, અહીં આપ બાળકોએ આત્મ-અભિમાની થઈ બેસવાનું હોય છે. પરમપિતા પરમાત્મા અને બાળકો હમણાં આવીને મળ્યાં છે. આને કહેવાય છે આત્માઓ અને પરમપિતા પરમાત્મા નો આ સૃષ્ટિ પર મેળો. આ મેળો એક જ વાર થાય છે. અડધોકલ્પ સતયુગ-ત્રેતા માં કોઈ બોલાવતાં જ નથી. આપ બાળકો સુખી રહો છો, જે સુખ તમે આત્માઓ હમણાં મેળવી રહ્યાં છો. તમે પહેલાં સતોપ્રધાન હતાં, હમણાં તમોપ્રધાન પતિત બની ગયાં છો પછી બાપ પાવન બનાવે છે. જ્યારે પુજારી બનો છો તો દુ:ખી થાઓ છો. ૫ વિકારો નાં કારણે જ દુઃખ થાય છે. જેટલી-જેટલી સીડી ઉતરતાં જાઓ છો એટલાં દુઃખી થતાં જાઓ છો. હમણાં આપ બાળકો જાણો છો દુઃખ નાં પહાડ પડવાનાં છે. આ જૂની દુનિયાનો હવે વિનાશ થવાનો છે. તમારી બુદ્ધિ જાણે છે - બાબા છે નિરાકાર, એ શિક્ષક બનીને આપણને સાલિગ્રામો ને ભણાવે છે. કહે છે બાળકો, હું ફરીથી તમને વિશ્વનાં માલિક બનાવવા આવ્યો છું. ૫ હજાર વર્ષ પહેલાં પણ તમે સ્વર્ગ નાં માલિક હતાં, યાદ છે ને? સંગમ પર જ તમને બનાવ્યાં હતાં. હમણાં પછી તમને મનુષ્ય થી દેવતા, વૈકુંઠ, સ્વર્ગ નાં માલિક બનાવવા આવ્યો છું. તમને આ વારસો આપ્યો હતો પછી તમારે ૮૪ જન્મ લેવા પડે. હમણાં તમારા ૮૪ જન્મ પૂરાં થયાં છે. હવે હું આવ્યો છું, પછી તમારે પહેલાં નંબર જન્મ થી શરું કરવાનું છે. હું તમારો બાપ તમને ભણાવું પણ છું. હવે બાપ ભણાવવાની ફી બાળકો થી લેશે? બાળકોથી ફી કેવી રીતે લેશે! એક પાઈ પણ ફી નથી લેતો. કેટલો દૂર પરમધામ થી આવું છું તમને ભણાવવાં. આ નોકરી કરવા રોજ આવું છું. કોઈની નોકરી દૂર ક્યાંય હોય છે તો રોજ આવવા-જવાનું થાય છે ને. તમે જાણો છો બાબા જ્ઞાન નાં સાગર છે, જે આપણને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપે છે. ભગવાનુવાચ - હું નિરાકાર પરમાત્મા છું, નહીં કે શ્રીકૃષ્ણ. તમે જે શ્રીકૃષ્ણ ને ભગવાન સમજો છો, તે ભગવાન હોઈ ન શકે. તે તો પૂરા ૮૪ જન્મ લે છે. ભગવાન ને પોતાનું શરીર નથી. જેમ તમે આત્મા છો તે પણ આત્મા છે. પરંતુ ફકત આત્મા કહેવાથી તો બધાંની સાથે મળી જશે એટલે મને પરમ આત્મા કહે છે. ડ્રામા પ્લાન અનુસાર મુજ આત્મા નું નામ શિવ છે. હું છું નિરાકાર. મને બોલાવે જ છે - શિવબાબા. અસલ મારું નામ એક જ છે. બાકી ભિન્ન-ભિન્ન નામ રાખી દીધાં છે. મારું નામ કોઈ રુદ્ર નથી. ન શ્રીકૃષ્ણએ કોઈ યજ્ઞ રચ્યો છે. આ બધું છે ખોટું. હું જ આવીને તમને સાચું બતાવું છું. તમને સાચાં-સાચાં નર થી નારાયણ બનાવવા હું આવ્યો છું. મારું ઘર બહુજ દૂર છે. અહીં આવીને આ શરીર દ્વારા તમને ભણાવું છું. આખો દિવસ આમાં બેસતો નથી. ચક્ર લગાવતો રહું છું. મારી ગ્લાનિ કરવાનાં કારણે તમે બહુજ દુઃખી, મહાન પતિત બની ગયાં છો. બ્રહ્મા ને પણ કોઈ આદિદેવ કહે, કોઈ એડમ કહે, કોઈ મહાવીર કહે, તમે પ્રજાપિતા કહો છો. તમે મને અડધોકલ્પ યાદ કર્યો છે, એટલે મારે આ પારકા દેશ માં આવવું પડે છે. બધાં પતિત દુઃખી છે. ઓરફન (અનાથ) છે. ધણી-ધોરી નથી. ઓરફન ને ભણાવવા માટે ગવર્મેન્ટ ફી નથી લેતી. આ તો બહુ જ મોટી રુહાની ગવર્મેન્ટ છે. બેહદ નાં બાપ ને કોઈ જાણતું નથી. કેટલાં જપ-તપ, દાન-પુણ્ય વગેરે કરે છે. પૂછાય છે આ કેમ કરો છો? તો કહેશે આનાંથી ભગવાન નાં પાસે પહોંચી જઈશું. કોઈ જપ-તપ કરવાથી પહોંચશે, કોઈ શાસ્ત્ર વાંચવાથી. બાપ કહે છે - એવું તો નથી. ભક્તિ કરતાં-કરતાં તો તમે વધારે જ પતિત બની ગયાં છો. પાંખો તૂટી ગઈ છે. તમે ઉડી નથી શકતાં, જ્યાં સુધી તમારા માં જ્ઞાન-ઘૃત ન પડે. ઘૃત અથવા પેટ્રોલ ખલાસ થઈ જવાથી જ્યોત બુઝાઈ (ઓલવાઈ) ગઈ છે. પછી હું આવીને ભરું છું.

તમે જાણો છો-બાબા આવ્યાં છે. અહીં તમે ખુશી માં રહો છો. ઘર માં જવાથી તમે ભૂલી જાઓ છો. તમારાથી હું આ ભણતર ની ફી નથી લેતો. તમે કહેશો આ ચોખા મુઠ્ઠી આપીએ છીએ. આ ચોખા મુઠ્ઠી તો તમે ભક્તિમાર્ગ માં આપતાં આવ્યાં છો, જેનું રિટર્ન (વળતર) પછી બીજા જન્મ માં મળે છે. હમણાં તો તમે જાણો છો - બાપ સન્મુખ બેઠાં છે, ફ્રી (મફત) ભણાવે છે કારણકે જાણે છે આમની પાસે રાખ્યું જ શું છે. તો બાપ થોડી તમારાથી કાંઈ લેશે. એ ભણતર માં તો કેટલો ખર્ચો કરવો પડે છે. કેટલી પરીક્ષાઓ પાસ કરવી પડે છે. હું તો એક જ ભણતર ભણાવું છું. શાળા માં જે આવતાં જાય છે, એમને એડ કરતો (ઉમેરતો) જાઉં છું. હાં, જે મોડા આવે છે, એમને થોડી મહેનત વધારે કરવી પડે છે. એનાં બદલામાં પછી મોડે થી આવવા વાળા ને સારા પોઈન્ટ્સ મળે છે. જે જલ્દી-જલ્દી ભણે એમને કાંઈ નુકસાન નથી. નવાં-નવાં સારા પોઈન્ટ્સ મળવાથી જૂનાઓ થી પણ આગળ જાય છે. બાપ કહે છે - શરું માં જે આવ્યાં તે કેટલાં ભાગન્તી થઈ ગયાં. સારું થયું જે તમે મોડે થી આવ્યાં તો પછી તમને ગુહ્ય થી ગુહ્ય પોઈન્ટ્સ મળે છે. બાપ કહે છે - શારીરિક ભણતર પણ ભણો. શરીર નિર્વાહ અર્થ ધંધો-ધોરી ભલે કરો ફકત મને યાદ કરો અને ચક્ર ને યાદ કરો. આ ભૂલવું ન જોઈએ. એ તો સમજો છો ને કે હમણાં આપણો ૮૪ જન્મો નો અંત છે.

બાપ સમજાવે છે મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. યાદ તો તમે બાપ ને પણ કરો છો, પતિ ને પણ કરો છો. હવે હું તમારા પતિઓ નો પતિ, બાપો નો બાપ છું, શિક્ષક પણ છું. હું તમારો સર્વસ્વ છું. સુખ આપવા વાળો છું. તે પતિત સંબંધી વગેરે તો તમને દુઃખ જ આપશે. સતયુગ માં કોઈ કોઈને દુઃખ નથી આપતાં. હમણાં હું આવ્યો છું સતયુગ નું રાજ્ય ભાગ્ય આપવાં. તમે જાણો છો આ સંગમ પર જ બાપ થી આપણે વારસો લઈએ છીએ. હવે જેટલું તમે ભણશો. ભણતર પણ બહુજ સહજ છે. આ છે જ સહજ જ્ઞાન, સહજ યાદ. મોત પણ સામે છે. હું આવ્યો છું તમને બધાંને લઈ જવા એટલે મને કાળો નાં કાળ પણ કહે છે. એ પણ કહે છે કે આમને કાળ ખાઈ ગયો. કાળ શરીર ને ખાય છે, આત્મા ને તો ખાઈ ન શકે. આત્મા તો એક શરીર છોડી બીજું જઈને લે છે. પાર્ટ ભજવે છે. હવે તમે જાણો છો એક જ ધક થી આ બધું ખલાસ થઈ જશે, મોત એવું થવાનું છે જે કોઈ કોઈનાં માટે રડશે નહીં. બધાંએ પાછા જવાનું જ છે. રડે ત્યારે છે જ્યારે પુનર્જન્મ ફરી-ફરી દુઃખ ની દુનિયામાં લે છે. તમે બાપ ને બોલાવો પણ એટલે જ છો કે બાબા અમને તમારા સાથે લઈ જાઓ. તો હવે બાબા આવેલાં છે, જે પણ મનુષ્ય માત્ર છે બધાંને લઈ જાય છે. વિનાશ થશે તો બધાં મરશે. રહેશે કોઈ નહીં. ગવર્મેન્ટ પોતાનો પ્લાન બનાવી રહી છે. મનુષ્ય સૃષ્ટિ તો વધતી જ જાય છે. નાની-નાની ડાળ ડાળીઓ માં પણ કેટલાં પાન નીકળી આવે છે. ઝાડ તો વધશે જ. પરન્તુ એમની આયુ (ઉંમર) પણ જરુર છે. કલ્પવૃક્ષ ની આયુ કોઈ લાખો વર્ષ થોડી હોઈ શકે છે. હમણાં બાપ તમને ભણાવી રહ્યાં છે, પૂજ્ય દેવી-દેવતા બનાવવા નાં માટે. પહેલાં-પહેલાં બાપ તમને જ મળે છે બીજા ધર્મ વાળા તો આવે જ પછી થી છે. સતયુગ માં તમે આવો છો. ભણાવું પણ તમને છું. ફક્ત કહું છું પાવન દુનિયામાં ચાલવું છે તો વિકાર માં નહીં જાઓ. છતાં પણ તમે માનતાં કેમ નથી, વિષ વગર તમે રહી નથી શકતાં? મારી મત પર નહીં ચાલશો તો ઊંચ પદ પણ નહીં મેળવશો. તમારી આશા જ હતી કૃષ્ણપુરી માં જવાની. તો શ્રીકૃષ્ણ ની રાજધાની માં જશો કે પ્રજા માં? શ્રીકૃષ્ણની ની સાથે ખેલ-પાલ પ્રિન્સ-પ્રિન્સેઝ જ કરશે. પ્રજા થોડી જ કરશે! આ મમ્મા-બાબા પણ ભણી રહ્યાં છે. તમે જાણો છો આ રાધા-કૃષ્ણ પછી સ્વયંવર નાં પછી લક્ષ્મી-નારાયણ બનશે. રાજાઈ વાળાઓની જ માળા બને છે ને. ૮ દાણા માં આવો, અચ્છા ૮ માં નહીં તો ૧૦૮ માં તો આવો. ઓછા માં ઓછું ૧૬,૧૦૮ માં તો આવો. આ છે જ રાજયોગ. બાપ ની શ્રીમત પર ચાલવું જોઈએ. ઘર નાં સભ્યો ને પણ સમજાવો. બાપ તમને સમજાવે છે, બીજાઓને સમજાવવાનાં માટે. જૂની દુનિયા નો વિનાશ થવાનો જ છે. મહાભારત ની લડાઈ પણ પ્રસિદ્ધ છે જ્યારે કે ભગવાન આવ્યાં હતાં. ભગવાને જ આવીને રાજયોગ શિખવાડ્યો હતો, સ્વર્ગ ની સ્થાપના અને નર્ક નો વિનાશ થયો, આ સમય તે જ છે. પછી રાજધાની સ્થાપન થઈ જશે. સતયુગ માં બીજો ધર્મ હોતો જ નથી. ભારત કેટલો સિરતાજ હતો, કેટલો સાહૂકાર હતો, ક્રિશ્ચન લોકો બધાં અહીં થી જ સાહૂકાર થયાં છે. સોમનાથ નાં મંદિર માંથી પણ કેટલો માલ લઈ ગયાં, ઊંટ ભરીને. આ તો એક મંદિર ની વાત છે. ભારત માં બહુજ મંદિર હતાં. બાપ આખાં ઝાડ નું રહસ્ય સમજાવે છે. હું બીજ ઉપર માં છું. આ ઉલ્ટું ઝાડ છે ને. નોલેજફુલ હું છું. તમે મને પોકારો જ છો પતિત પાવન આવો. તો પણ કહી દે છે નામ-રુપ થી ન્યારા છે. રાવણે બધાંને એકદમ બેસમજ બનાવી દીધાં છે. હવે તમને સ્મૃતિ આવી છે, અમારા બાપ કોણ છે. આ ચક્ર કેવી રીતે ફરે છે. બધાંની સમજ તો એક નથી હોતી. એક ની સમજ ન મળે બીજા થી. એક નાં ફીચર્સ (વિશેષતા) ન મળે બીજા થી. તો હવે આપ બાળકોએ બાપ નાં બનવું જોઈએ ને! એ બાપ પણ છે, શિક્ષક પણ તો સદ્દગુરુ પણ છે. તમે જાણો છો આ ફી કાંઈ લેતાં નથી. વગર કોડી ખર્ચે તમને ૨૧ જન્મો નાં માટે રાજાઈ મળી જાય છે. તમે ભક્તિમાર્ગ માં ઈશ્વર અર્થ કાંઈક આપતાં હતાં તો બીજા જન્મ માં તમને મળતું હતું. હમણાં તો હું ડાયરેક્ટ (પોતે) આવીને ભારત ને સ્વર્ગ બનાવું છું. એમાં જે કાંઈ ખર્ચો લાગે છે, તે બાળકોનો જ લાગે છે. બાળકોને જ કહેશે ખર્ચો કરવાનો છે. આ એક બ્રહ્મા ને સારી રીતે પકડ્યા ખર્ચો કરવાનાં માટે. એમનામાં પ્રવેશ કરી એમનાંથી બધુંજ કરાવ્યું. આ તો ઝટ સ્વાહા થઈ ગયાં. બધું જે એમની પાસે હતું, બધું આપી દીધું. બાબા બોલ્યાં, બેગર (ગરીબ) બની જાઓ તો આવો રાજકુમાર બનાવીશ, સાક્ષાત્કાર કરાવી દીધો. ખ્યાલ આવ્યો - હવે આ શું કરીશ. વિનાશ થવાનો જ છે. બાબાએ કહ્યું વાનર ની જેમ મુઠ્ઠી બંધ નહીં કરો, ખોલી દો. ઝટ ખોલી દો. નહીં તો આટલાં બાળકો નો ખર્ચો કેવી રીતે ચાલત? બાળક બાદશાહ, પીરુ વજીર આ થઈ ગયાં. એક ને જ પૈસાનાં માટે પકડી લીધાં. આપ બાળકોની ભઠ્ઠી બનવાની હતી. સ્કૂલ પણ બની હતી. હવે તમે હોશિયાર થઈ પછી બીજાઓને પણ ભણાવો છો. તમે કેટલાનું કલ્યાણ કરો છો. બાપ છે જ કલ્યાણકારી, બધાંને નર્ક થી કાઢી સ્વર્ગ માં લઈ જાય છે.

હવે જેટલો પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ મેળવશો. પ્રજા નાં માટે પણ પ્રદર્શન વગેરેની યુક્તિઓ બીજી પણ નીકળતી રહેશે. અનેક પ્રજા બનતી જશે. રાજા-રાણી તો થોડાં હોય છે. પ્રજા તો કરોડો નાં અંદાજ માં હોય છે ને! રાજા-રાણી તો એક છે. ત્યાં લડાઈ-ઝઘડા વગેરે હોતાં નથી. બાળકો જાણે છે - હમણાં તો મોત સામે છે. જેટલાં યોગ માં રહેશો એટલાં પાપ આત્મા થી પુણ્યાત્મા બનશો, બીજો કોઈ ઉપાય નથી. સપૂત બાળકો મા-બાપ ને ફોલો (અનુસરણ) કરે છે. બાપ પાવન બને, બાળક ન બને તો તે કપૂત બાળક થયો ને. એમાં તો નષ્ટોમોહા બનવાનું હોય છે. મારા તો એક શિવબાબા બીજું ન કોઈ. વારસો પણ એમનાથી મળશે. હમણાં બાપ થી વારસો મેળવવાનો છે નવી દુનિયા નો, તો પતિત નહીં બનો. પાવન બન્યાં વગર નવી દુનિયામાં જઈ નહીં શકો. જન્મ-જન્માંતર નાં પાપ કરેલાં છે, એની સજા ભોગવવી પડે છે. જેમકે ૬૩ જન્મો નાં પાપો ની સજા મળે છે. ગર્ભ જેલ માં પણ સજા ભોગવે છે. સતયુગ માં કોઈ જેલ વગેરે હોતી નથી. છે જ સ્વર્ગ. હમણાં બાપ સાધારણ તન માં આવ્યાં છે, એટલે બાપ ને ઓળખતાં નથી. બાપ ની સાથે યોગ લગાવવાથી જ આત્મા પાવન બનશે. બાપ કહે છે - હું પતિત દુનિયા, પતિત શરીર માં આવું છું પછી આમને નંબરવન પાવન બનાવું છું. તત ત્વમ્. તમે પણ પાવન બનો છો. તમે બાપ નાં બાળકો બન્યાં છો. પ્રજાપિતા બ્રહ્મા નાં પણ બાળકો છો એટલે બાપદાદા કહેવાય છે. બાપ સમજાવે છે હવે સમય બહુ થોડો છે. શરીર પર ભરોસો નથી. બાપ ને યાદ કરતાં રહો, સ્વદર્શન ચક્રધારી બનો. આખો દિવસ આ જ વાતો ખ્યાલ માં રહે. અચ્છા!

મીઠા-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પૂરે-પૂરું નષ્ટોમોહા બનવાનું છે. એક શિવબાબા બીજું ન કોઈ, આ પાઠ પાક્કો કરવાનો છે. સપૂત બાળક બની માતા-પિતા ને ફોલો કરવાનાં છે.

2. વગર કોડી ખર્ચે ભણતર થી ૨૧ જન્મો ની રાજાઈ મળે છે તો બહુજ લગન થી ભણતર ભણવાનું છે. સ્વદર્શન ચક્રધારી બનવાનું છે.

વરદાન :-
સદા પોતાનાં શ્રેષ્ઠ ભાગ્ય નાં નશા અને ખુશી માં રહેવા વાળા પદમાપદમ ભાગ્યશાળી ભવ

આખાં વિશ્વ માં જે પણ ધર્મપિતાઓ કે જગતગુરુ કહેવા વાળા બન્યા છે કોઈને પણ માત-પિતા નાં સંબંધ થી અલૌકિક જન્મ અને પાલના પ્રાપ્ત નથી થતી. તે અલૌકિક માત-પિતા નો અનુભવ સ્વપ્ન માં પણ નથી કરી શકતાં અને તમે પદમાપદમપતિ શ્રેષ્ઠ આત્માઓ દરરોજ માત-પિતા નાં કે સર્વ સંબંધો નાં યાદપ્યાર લેવાનાં પાત્ર છો. સ્વયં સર્વશક્તિમાન બાપ આપ બાળકોનાં સેવક બની દરેક કદમ માં સાથ નિભાવે છે - તો એવાં શ્રેષ્ઠ ભાગ્ય નાં નશા અને ખુશીમાં રહો.

સ્લોગન :-
તન અને મન ને સદા ખુશ રહેવા માટે ખુશી નાં જ સંકલ્પ કરો.

અવ્યકત ઈશારા - પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો .

બાપદાદા સદા શ્રીમત આપે છે કે મન માં દરેક આત્મા નાં પ્રત્યે શુભભાવના અને શુભકામના રાખો, અપકારી પર પણ ઉપકાર ની વૃત્તિ રાખો - આ છે સ્વચ્છ મન. સ્વયં નાં પ્રત્યે કે અન્ય નાં પ્રત્યે વ્યર્થ સંકલ્પ આવે છે તો આ સ્વચ્છ મન નથી. સ્વચ્છ મન, ક્લિન અને ક્લિયર બુદ્ધિ હોય ત્યારે ડબલ લાઈટ સ્થિતિ બની શકશે. બાપ સમાન સ્થિતિ બનાવવાનું આ જ સહજ સાધન છે.