29-03-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 25.10.2009
બાપદાદા મધુબન
“ સર્વ ખજાના થી
સંપન્ન પોતાનાં ચહેરા અને ચલન થી અલૌકિકતા નો સાક્ષાત્કાર કરાવો”
આજે સર્વ ખજાના નાં
દાતા પોતાનાં ખજાના નાં માલિક બાળકો ને જોઈ રહ્યાં છે. દરેક બાળક સર્વ ખજાના થી
સંપન્ન છે કારણકે બાપે સર્વ બાળકો ને એક જેવા એક જ સમયે સર્વ ખજાના આપ્યાં છે. તો
બાપદાદા પોતાનાં બાળક સો માલિક બાળકો ને મળવા આવ્યાં છે. બાળકોએ બોલાવ્યાં તો બાપ
બાળકો નાં સ્નેહ માં પહોંચી ગયા છે. ખજાના તો ખૂબ છે, સૌથી પહેલો ખજાનો છે જ્ઞાન-ધન,
જે જ્ઞાન-ધન થી માલામાલ થઈ ગયાં, મહાદાની બની બીજાઓ ને પણ વહેંચતા રહો છો. જે જ્ઞાન
નાં ખજાના થી ભિન્ન-ભિન્ન બંધનો માં ફસાયેલા આત્મા, એ બધા બંધનો થી મુક્ત થઈ ગયાં.
બંધનયુક્ત થી બંધન મુક્ત થઈ ગયાં. સાથે યોગ અર્થાત્ યાદ નો ખજાનો, જેનાથી અનેક
શક્તિઓ પ્રાપ્ત કરી છે. એવી રીતે જ ધારણા દ્વારા સર્વગુણો ની અનુભૂતિ અર્થાત્ ખજાના
મળ્યાં છે. સાથે ધારણા ની શક્તિ થી સર્વ નાં સ્નેહ ની શક્તિ, સર્વ નાં પ્યારા અને
ન્યારાપણા ની શક્તિ નો ખજાનો પ્રાપ્ત કર્યો, સર્વ નાં સ્નેહ નો ખજાનો અનુભવ કર્યો.
સાથે સર્વ બ્રાહ્મણ-સંબંધ થી અપાર ખુશી નો ખજાનો અનુભવ કર્યોં. પરંતુ સર્વ ખજાના ની
સાથે જે વિશેષ ખજાનો છે તે છે સંગમ નાં સમય નો ખજાનો. જે આત્મા ને સમય નાં ખજાના
નું મહત્વ છે તે સદા અનેક પ્રાપ્તિઓ નાં માલિક બની જાય છે કારણકે સંગમયુગ નો સમય
ખૂબ નાનો છે પરંતુ સમય થી પ્રાપ્તિઓ વધારે છે. સૌથી વધારે સંગમયુગ ની શ્રેષ્ઠ માં
શ્રેષ્ઠ પ્રાપ્તિ છે સ્વયં ભગવાન બાપ રુપ માં, શિક્ષક રુપ માં, સદ્દગુરુ નાં રુપ
માં પ્રાપ્ત થાય છે. સંગમયુગ માં નાનકડા જન્મ માં ૨૧ જન્મો ની પ્રાપ્તિ, જેમાં તન,
મન, ધન, જન સર્વ પ્રાપ્તિઓ છે અને ગેરંટી છે ૨૧ જન્મ ફુલ, અડધો નહીં, પોણો નહીં
પરંતુ ફુલ ૨૧ જન્મ ની ગેરંટી છે. તો સૌથી વધારે જે મહત્વ છે તે છે સંગમયુગ ની એક-એક
સેકન્ડ અનેક વર્ષો નાં સમાન છે. તો બોલો, સર્વ ખજાના થી સંપન્ન તો છો? સંપન્ન છો
ને? એટલે બાપદાદા સદા સમય ની સ્મૃતિ અપાવી રહ્યાં છે. ઘણાં બાળકો સમજે છે કે એક-બે
મિનિટ જો બીજું કાંઈ વિચારી લીધું, તો ૨ મિનિટ જ તો છે. પરંતુ જેટલું સમય નું મહત્વ
છે એ અનુસાર તો ૨ મિનિટ નથી, ૨ મહિના પણ નથી, ૨ વર્ષ સમાન છે. એટલું મહત્વ છે સંગમ
નાં સમય નું. સર્વ શક્તિઓ ની, સર્વગુણો ની, પરમાત્મ-પ્રેમ ની, બ્રાહ્મણ-પરિવાર નાં
પ્રેમ ની અને કલ્પ પહેલાં વાળા ઈશ્વરીય હક ની, આ સર્વ પ્રાપ્તિઓ આ નાનકડા યુગ માં
છે બીજા કોઈ પણ યુગ માં આ સર્વ પ્રાપ્તિ નથી. રાજ્ય ભાગ્ય હશે, તમારા બધાનું રાજ્ય
હશે, સુખ-શાંતિ બધું હશે પરંતુ પરમાત્મ-મિલન નું, અતીન્દ્રિય સુખ નું, સર્વ
બ્રાહ્મણ-પરિવાર નાં પ્રેમ નું, આદિ-મધ્ય-અંત ની નોલેજ નું ભાગ્ય હમણાં સંગમ પર જ
મળે છે, દરેક કલ્પ મળતું રહેશે.
બાપદાદા દરેક બાળકો
નાં ચહેરા થી જુએ છે કે ખજાના જમા કેટલાં છે? ખજાના તો મળ્યાં પરંતુ દરેકે કેટલું
જમા નું ખાતું વધાર્યુ છે, તે દરેક નાં ચહેરા થી, ચલન થી દેખાય છે અને તમે બધા પણ
પોતે-પોતાને જાણો છો મેં કેટલાં જમા કર્યા છે? હવે બાપદાદા નાં દિલ ની આ જ આશા છે
કે ખજાના મળ્યાં તો છે પરંતુ હમણાં સમય ફક્ત વર્ણન કરવાનો નથી પરંતુ તમારો ચહેરો અને
ચલન પ્રત્યક્ષ અનુભવ કરાવે કે આ આત્માઓ કોઈ વિશેષ છે, ન્યારા છે અને પરમાત્મ-પ્યારા
છે કારણકે આગળ ચાલીને સમય પરિવર્તન થવાથી તમારી સેવા ફક્ત વર્ણન કરવાથી નહીં, સમય
નાજુક હોવાથી એટલો સમય કોઈ કાઢી નહીં શકશે પરંતુ તમારા ખજાના સંપન્ન ચહેરા થી, ચલન
થી, તમારી અલૌકિકતા નો દૂર થી સાક્ષાત્કાર થશે. તો એવો પુરુષાર્થ હવે પોતાનો
પ્રત્યક્ષ કરો. જેમ બ્રહ્મા બાપ ને જોયા, ભલે સંગઠન ની વચ્ચે પણ રહ્યાં તો પણ દૂર
થી તે પર્સનાલિટી, ચમક અનુભવ થઈ. એમ હવે ડબલ વિદેશી વિશેષ ડબલ પુરુષાર્થ કરો.
બાપદાદા ડબલ પુરુષાર્થ કહે છે તો બાપદાદા નિમિત્ત આજે ડબલ વિદેશી બાળકો ને જોઈ ખુશ
છે. વૃદ્ધિ નો પુરુષાર્થ સારો કરી રહ્યાં છે, નિમિત્ત બનેલા આત્માઓ દ્વારા પાલના પણ
બધાને ખૂબ સારી મળી રહી છે અને બાપદાદા ને એક વાત બધાની ખૂબ ગમે છે કે સર્વ આત્માઓ
દર વર્ષે પોતાનાં સંગઠન નું મિલન મધુબન માં વિશેષ કરે છે કારણકે મધુબન નું વાયુમંડળ
રિફ્રેશમેંટ માં ખૂબ સહયોગ આપે છે અને એક જ જવાબદારી છે - સ્વ-પરિવર્તન, મન્સા સેવા,
એક-બીજા નાં અનુભવો નો પણ સારો ચાન્સ મળે છે. તો બાપદાદા આ વાત પર મુબારક આપે છે.
હવે કાંઈક કમાલ
પોત-પોતાનાં સ્થાન પર જઈને કરજો, કાંઈક ન્યારાપણું જે બાપ ને પ્રિય છે તે
પ્રેક્ટિકલ માં અનુભવ કરાવજો જેનાથી મધુબન ની રિફ્રેશમેન્ટ નો સહયોગ ત્યાં પણ અનુભવ
કરતા રહેશો. તો આજે વિશેષ ડબલ પુરુષાર્થી ગ્રુપ નું મિલન છે અને જુઓ તમારા બધા સાથે
ઈન્ડિયા વાળા બાળકો નો એટલો પ્રેમ છે જે પહેલો ચાન્સ તમને જ આપે છે. તો પહેલાં
ચાન્સ નું રીઝલ્ટ પહેલો નંબર લેવાનો છે. ગમે છે, બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે
કે ડબલ વિદેશી કે ડબલ પુરુષાર્થી બાળકોએ બાપ નું એક વિશેષ ટાઈટલ પ્રત્યક્ષ કર્યુ
છે. જે વિદેશ માં મેજોરીટી તરફ થી બાપ નાં બાળકો ને કાઢી (શોધી) એમની પણ તકદીર ની
તસ્વીર બનાવી દીધી છે, એટલે લગન થી જે ચારેય તરફ મહેનત કરી રહ્યાં છે, એનાથી બાપ
નું વિશ્વ-કલ્યાણકારી કર્તવ્ય પ્રસિદ્ધ કર્યુ છે એટલે બાપદાદા દરેક બાળક ને વાહ!
બાળક વાહ! ની મુબારક આપે છે. હમણાં પણ જેમ ભારત માં ખૂણા-ખૂણા માં સંદેશ આપવાની સેવા
ચાલતી રહે છે એવી રીતે ત્યાં પણ ઉમંગ-ઉત્સાહ છે કે બાકી રહેલા દેશ માં સંદેશ આપી
દઈએ કારણકે સમય નો કોઈ ભરોસો નથી. બાપદાદાએ પહેલાં થી જ કહ્યું છે કે અચાનક કાંઈ પણ
થઈ શકે છે એટલે સંદેશ આપવાનો કે પોતાનાં પ્રોગ્રેસ નો હમણાં-હમણાં, ક્યારેક-ક્યારેક
નહીં, બાપદાદાએ કહ્યું જ છે કે હકીકત માં બ્રાહ્મણો ની ડીક્ષનરી માં
ક્યારેક-ક્યારેક શબ્દ શોભતો નથી, હમણાં-હમણાં, સંકલ્પ કર્યો કરવાનું જ છે. જોઈશું,
કરીશું આ ગે-ગે (કરીશું-જોઈશું) નો શબ્દ જ નથી એટલે તમારી મમ્માએ પણ આ જ લક્ષ રાખ્યું
અને બધાને યાદ અપાવ્યું કે “હમણાં નહીં તો ક્યારેય નહીં”.
તો ડબલ પુરુષાર્થી
બાળકો હમણાં-હમણાં કરવાવાળા છે કે ક્યારેક-ક્યારેક? જે સમજે છે કે હમણાં-હમણાં કરીને
દેખાડવા વાળા છીએ, તે હાથ ઉઠાવો. કરવાનું જ છે. કરવાનું જ છે. કરીશું નહીં, કરવાનું
જ છે. યાદ રાખજો, પોતે જાતેજ પોતાનો ચાર્ટ રાખજો અને બાપદાદાએ પહેલાં જ સંભળાવ્યું
છે કે દરરોજ રાત્રે બાપદાદા ને પોતાનો આખાં દિવસ નો ચાર્ટ સંભળાવ્યાં પછી પોતાનું
દિમાગ ખાલી કરીને સુવા થી તમને નીંદર પણ સારી આવશે અને સાથે રોજ ની હાલચાલ આપવાથી
બીજા દિવસે યાદ રહે છે કે બાબા ને અમે પોતાનાં કહ્યાં છે, તો તે સ્મૃતિ સહયોગ આપે
છે. પછી ધર્મરાજપુરી માં જવું નહીં પડશે. આપી દીધું ને અને પરિવર્તન કરી લીધું, તો
ધર્મરાજ પુરી થી બચી જશો. હવે બીજું વર્ષ, જોયું તો કોઈએ નથી પરંતુ હમણાં લક્ષ રાખો,
વર્ષ ને છોડો, ઓછા માં ઓછું જેટલાં થોડા સમય માં બાપ ની જે આશા છે કે ચહેરો દેખાય,
ચલન દેખાય, તે જલ્દી થી જલ્દી પ્રેક્ટિકલ માં કરીને દેખાડો. હિંમત છે, તો હાથ ઉઠાવો.
હિંમત છે? હિંમત છે? સારું મુબારક છે. બાપદાદા તો દરેક બાળક માં નિશ્ચય અને હિંમત
નો ઉમંગ-ઉત્સાહ હમણાં-હમણાં જોઈ રહ્યાં છે. પરંતુ જતાં-જતાં પ્લેન માં થોડો ઓછો નહીં
કરતાં. વધારતા રહેજો. બાપદાદાએ જે દૃઢ સંકલ્પ ની ચાવી આપી છે એને સદા જ કાયમ રાખજો.
કરવાનું જ છે, હમણાં-હમણાં, ગે-ગે નહીં. તે સમય હવે ગયો. થઈ જશે નહીં, થવાનું જ છે.
બાપદાદાએ ડબલ પુરુષાર્થી નું ટાઈટલ જે આપ્યું છે, એને સદા યાદ રાખજો.
બાકી બાપદાદાએ રીઝલ્ટ
સંભળાવ્યું, બાપદાદાએ જે સેવા નો પ્લાન આપ્યો, એમાં ભારતે પણ ઓછું નથી કર્યુ અને
વિદેશે પણ ઓછું નથી કર્યું. આ વરદાન ને મેજોરીટી સ્થાનો માં ઉમંગ-ઉત્સાહ થી કર્યુ
છે અને રીઝલ્ટ પણ અલગ-અલગ સ્થાન નું આવી રહ્યું છે. તો બાપદાદા ભલે ભારત નાં બાળકો
ને કે વિદેશ નાં બાળકો ને પદમ-પદમગુણા પ્રેક્ટિકલ માં લાવવાની મુબારક આપી રહ્યાં
છે.
હવે આ વર્ષ માં વિશેષ
કઈ વાત પ્રેક્ટિકલ માં કરવાની છે, તે સંભળાવી દીધી કે હવે તમને જે પણ જુએ એમને તમારા
ચહેરા માં ચમક દેખાય. પ્રત્યક્ષતા નાં નિમિત્ત બનવાનું છે, બાપ ને પ્રત્યક્ષ કરવાના
છે તો શું કરવાનું છે? સદા હર્ષિત ચહેરો, કોઈ ચિંતન માં, કોઈ મૂંઝવણ માં નહીં.
બાપદાદાએ સંભળાવ્યું હતું કે હવે બે શબ્દ યાદ કરો - માયા ને ઈશારો કરો ગેટ આઉટ અને
પોતાને ગેસ્ટ હાઉસ માં અનુભવ કરો. આ દુનિયા તમારી નથી, ગેસ્ટ હાઉસ છે, હવે તો ઘરે
જવાનું જ છે. ઘર નાં નઝારા (દૃશ્ય) મન માં, બુદ્ધિ માં દેખાય. તો ઓટોમેટિકલી ઘર
આવ્યું કે આવ્યું. તમારું એક ગીત છે - અબ ઘર ચલના હૈ. તો આ લહેર દરેક સ્થાન પર હોય,
ભલે ભારત કે વિદેશ, હવે આ અનુભવ પ્રત્યક્ષ કરીને દેખાડો. બેહદ નો વૈરાગ, ગેસ્ટ હાઉસ
માં દિલ નથી લાગતું, જવાનું છે, જવાનું છે, યાદ રહે છે. તો આ બેહદ નો વૈરાગ કોઈ પણ
પ્રકાર નાં મન નાં સંકલ્પો ને, પરસ્પર સંગઠન નાં માયા નાં વિઘ્નો ને એકદમ સમાપ્ત કરી
દેશે. આ માયા નાં તોફાન તમારા માટે તોહફા (ભેટ) બની જશે. આ જે નાનાં-મોટાં પેપર આવે
છે તે પેપર નહીં લાગશે પરંતુ એક અનુભવ વધારવાની લિફ્ટ લાગશે. ગિફ્ટ અને લિફ્ટ.
સમજ્યાં. હવે લક્ષ રાખો બેહદ નાં વૈરાગી અને હિંમત અને ઉમંગ-ઉત્સાહ ની પાંખો થી ઉડતા
રહો અને ઉડાવતા રહો. હમણાં ઉડવાનો સમય છે. પોતાની પાંખો સદા ચેક કરો કમજોર તો નથી
થઈ રહ્યાં!
બાપદાદા ડબલ વિદેશીઓ
નો વિસ્તાર જોઈ ખુશ છે, હવે શું જોવા ઈચ્છે છે? દરેક બાળક બાપ સમાન સંપન્ન અને
સંપૂર્ણ, સર્વ ખજાના થી સંપન્ન અને દરેક શ્રીમત જે મળતી રહી છે એમાં સંપૂર્ણ. પસંદ
છે? પસંદ છે તો તાળી વગાડો. સારું. આ તાળી દરરોજ યાદ કરજો, પોતે જાતેજ મન માં વગાડજો,
બહાર થી નહીં મન માં વગાડજો. આ હોમવર્ક છે. સારું.
૯૦ દેશો માંથી ૨૩૦૦
ભાઈ - બહેનો આવેલા છે :-
(પાંચેય ખંડો નાં ભાઈ-બહેનો ને અલગ-અલગ ગ્રુપ માં ઉભા કર્યા) ૧. અમેરિકા, કેનેડા અને
કેરેબિયન નાં ભાઈ-બહેનો, ૨. ઓસ્ટ્રેલિયા, એશિયા, ન્યુઝીલેન્ડ, ફિઝી, ૩. યુરોપ, યુ.કે.
મિડલ ઈસ્ટ, ૪. આફ્રિકા, સાઉથ આફ્રિકા, મોરીશિયસ, ૫. રશિયા, સી.આઈ.એસ., બાલ્ટીક
કન્ટ્રીઝ.
બધાએ આગળ વધવાનો
સંકલ્પ પણ કર્યો છે અને પરસ્પર રુહરિહાન પણ કરી છે. બાપદાદા ની પાસે સમાચાર આવતા રહે
છે. હવે એવરરેડી ગ્રુપ બનાવો. જે દેશ જેટલાં પણ આવ્યાં છે, એ દેશો માં બાપદાદા
પ્રાઈઝ આપશે, શું પ્રાઈઝ આપશે તે તો જોશે એ સમયે. પરંતુ બાપદાદા ડબલ પુરુષાર્થી
બાળકો ને દરેક એરિયા નાં ગ્રુપ ને આ જ કહે છે કે કોઈ પણ ગ્રુપ જે નંબરવન જશે એને
પ્રાઈઝ આપશે. એક દેશ નાં એક-એક શહેર માં જેટલાં પણ સેન્ટર છે, સમજો અમેરિકા છે,
અમેરિકા નાં કનેક્શન માં જે પણ દેશ છે, તે બધા દેશ પરસ્પર સલાહ કરી પ્રોગ્રામ બનાવે
કે અહીં બધા નિર્વિઘ્ન રહેશે, એવરરેડી રહેશે, માયાજીત રહેશે, સ્નેહી અને સેવા માં
સહયોગી રહેશે. જે નંબરવન થશે એમને બાપદાદા પ્રાઈઝ આપશે. ચાલો, એક નહીં તો ત્રણ ને
આપશે. એક, બે, ત્રણ. ત્રણ નંબર. આમ તો એક ને અપાય છે પરંતુ ડબલ પુરુષાર્થી છો ને તો
ત્રણ ને ચાન્સ આપશે. પસંદ છે? હા, હાથ હલાવો. પસંદ છે? કેટલો સમય જોઈએ? આ ટીચર્સ
સંભળાવે, કેટલો સમય જોઈએ પ્રાઈઝ લેવા માં? બતાવો. (બધાએ કહ્યું ફેબ્રુઆરી સુધી) બધા
દેશો ની ટીચર્સ હાથ ઉઠાવો. ઠીક છે? તૈયાર થશો ને? પછી બાપદાદા પ્રાઈઝ આપશે. ખૂબ સારું.
આની તાળી તો વગાડો. સારું. ભારત નો પણ વારો આવશે. હમણાં તો તમારા લોકો નો વારો છે.
બાપદાદા પણ ખુશ થાય છે વાહ તીવ્ર પુરુષાર્થી બાળકો વાહ! અચ્છા.
ચારેય તરફ નાં તીવ્ર
પુરુષાર્થી હિંમત અને ઉમંગ-ઉત્સાહ થી ઉડવા વાળા, ચાલવા વાળા નહીં, ઉડવાવાળા, ચારેય
તરફ નાં બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ બનવા વાળા બાપદાદા નાં દિલતખ્તનશીન, સદા બાપ
નાં કમ્બાઈન્ડ રુપ નો અનુભવ અને સહયોગ લેવાવાળા દરેક બાપ નાં સિકિલધા, સ્નેહી બાળકો
ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
દાદીઓ સાથે :-
બાપ ની સાથે તમારા
બધાનો પણ સહયોગ રહ્યો છે ને? બાળકો અને બાપ બંને નાં સહયોગ થી યજ્ઞ ચાલ્યો છે, ચાલતો
રહેશે. નિમિત્ત તો તમે પણ છો ને? સાકાર માં એકે કહ્યું બીજાએ કર્યું. એક-બીજા નાં
સહયોગી બની ઉડી રહ્યાં છો. બાબા ઉડતા જોઈ ખુશ થાય છે. (દાદી જાનકીએ કહ્યું કમાલ છે,
ગુલઝાર દાદી ની) તે તો સાથે છે જ. બાપદાદા ની આ જ શુભેચ્છા છે કે તમે બધા જે
નિમિત્ત છો તે સદા એક દેખાય. ભિન્ન-ભિન્ન નહીં, એક દેખાય. એકે કહ્યું બીજાએ સલાહ આપી
અને એક થઈ ગયાં. ત્યારે તો યજ્ઞ ચાલી રહ્યો છે. તમારા બધાની એકતા થી ચાલી રહ્યો છે,
ભલે બહાર થી દેખાય નહીં પરંતુ સંકલ્પ માં, વિચારો માં એક રહીને વધારે આગળ વધારવાનો
છો કારણકે હવે તમારા બધાની ઉપર નજર છે. અચ્છા.
વરદાન :-
પોતાની
શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા શુદ્ધ વાયુમંડળ બનાવવા વાળા સદા શક્તિશાળી આત્મા ભવ
જે સદા પોતાની
શ્રેષ્ઠ સ્મૃતિ માં સ્થિત રહે છે તે ક્યારેય પણ વાયુમંડળ, વાયબ્રેશન માં ડગમગ નથી
થઈ શકતાં. વૃત્તિ થી જ વાયુમંડળ બને છે, જો તમારી વૃતિ શ્રેષ્ઠ છે તો વાયુમંડળ
શુદ્ધ બની જશે. ઘણાં વર્ણન કરે છે કે શું કરીએ વાયુમંડળ જ એવું છે, વાયુમંડળ નાં
કારણે મારી વૃતિ ચંચળ થઈ-તો એ સમયે શક્તિશાળી આત્મા નાં બદલે કમજોર આત્મા બની જાય
છે, પરંતુ વ્રત (પ્રતિજ્ઞા) ની સ્મૃતિ થી વૃત્તિ ને શ્રેષ્ઠ બનાવી દો તો શક્તિશાળી
બની જશો.
સ્લોગન :-
ગુણમૂર્ત બનીને
સર્વ ને ગુણમૂર્ત બનાવવા જ મહાદાની બનવું છે.
આ અવ્યક્ત ઈશારા - “
નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”
પરસ્પર એક-બીજા
પ્રત્યે સાચ્ચો સ્નેહ હોય, તો સ્નેહી આત્મા પ્રત્યે ક્યારેય અનુમાન ઉત્પન્ન નહીં થશે.
એમનાં સ્નેહ નાં બોલ, સાધારણ હોવા છતાં પણ ફીલ નહીં થશે. એમનાં હલ્કા બોલ પણ એવાં
લાગશે કે એમણે અવશ્ય કોઈ મતલબ (અર્થ) થી કહ્યું હશે. બેમતલબ (અનર્થ), વ્યર્થ નહીં
લાગશે. જ્યાં સ્નેહ હોય છે, ત્યાં વિશ્વાસ જરુર હોય છે. તો બ્રાહ્મણ-પરિવાર માં
એક-બીજા પ્રત્યે સ્નેહ તથા વિશ્વાસ રાખી, સંપૂર્ણ નિશ્ચયબુદ્ધિ બનો ત્યારે બ્રહ્મા
બાપ ની આશાઓ ને પૂરી કરી શકશો.