29-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બધી વાતો માં સહનશીલ બનો , નિંદા - સ્તુતિ , જય - પરાજય બધા માં સમાન રહો , સાંભળેલી - સંભળાવેલી વાતો માં વિશ્વાસ નહીં કરો”

પ્રશ્ન :-
આત્મા સદા ચઢતી કળા માં આગળ વધતો રહે તેની સહજ યુક્તિ સંભળાવો?

ઉત્તર :-
એક બાપ થી જ સાંભળો, બીજા થી નહીં. ફાલતું પરચિંતન માં, વ્યર્થ વાતો માં પોતાનો સમય બરબાદ નહીં કરો, તો આત્મા સદા ચઢતી કળા માં રહેશે. ઉલ્ટી-સુલ્ટી વાતો સાંભળવાથી, તેનાં પર વિશ્વાસ કરવાથી સારા બાળકો પણ નીચે પડે છે, એટલે ખૂબ સંભાળ કરવાની છે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકોને હવે સ્મૃતિ આવી છે કે બરોબર અડધોકલ્પ અમે બાપ ને યાદ કર્યા છે, જ્યાર થી રાવણ રાજ્ય શરું થયું છે. એવું પણ નથી કોઈ પૂરો અડધોકલ્પ યાદ કર્યા છે, ના. જ્યારે-જ્યારે દુઃખ વધારે આવ્યું છે, ત્યારે-ત્યારે યાદ કર્યા છે. હમણાં તમને ખબર પડી છે કે ભક્તિમાર્ગ થી આપણે ઉતરતા આવ્યાં છીએ. ડ્રામા નાં રહસ્ય બુદ્ધિ માં છે. મુખ થી કંઈ કહેવાનું પણ નથી, આપણે એમનાં થઈ ગયાં એટલે વધારે જ્ઞાન ની દરકાર નથી. બાપ નાં બન્યાં તો બાપ ની મિલકત નાં માલિક થઈ ગયાં. કર્મેન્દ્રિયોં થી કાંઈ કરવાનું નથી રહેતું. ભક્તિમાર્ગ માં ભગવાન થી મળવા માટે કેટલાં યજ્ઞ-તપ, દાન-પુણ્ય કરે છે. જ્યાં પણ જાઓ બધી જગ્યાએ તીર્થ, મંદિર અથાહ છે. એવું કોઈ મનુષ્ય નથી જે આખાં ભારત નાં તીર્થ અને અથાહ મંદિર વગેરે ફરી શકે. જો ફરે તો પણ કાંઈ મળતું નથી. ત્યાં ઘંટા-ઘડિયાળ વગેરે કેટલાં ઘમસાણ છે. અહીં તો ઘમસાણ ની વાત નથી. ન ગીત ગાવાની, ન તાળીઓ વગાડવાની વાત છે. મનુષ્ય તો શું-શું નથી કરતાં, અથાહ કર્મકાંડ છે. અહીં તો આપ બાળકોએ ફક્ત યાદ કરવાનાં છે બીજું કાંઈ પણ નહીં. ઘર માં રહેતાં બધું કરતાં ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. તમે જાણો છો હમણાં આપણે દેવતા બનીએ છીએ. અહીં જ દૈવીગુણ ધારણ કરવાનાં છે. ખાન-પાન પણ શુદ્ધ હોવું જોઈએ. ૩૬ પ્રકાર નાં ભોજન તો ત્યાં મળશે. અહીં સાધારણ રહેવાનું છે. ન ખૂબ ઊંચું, ન ખૂબ નીચું. બધી વાતો માં સહનશીલતા જોઈએ. નિંદા-સ્તુતિ, જય-પરાજય, સર્દી-ગર્મી આ બધું સહન કરવું પડે છે. સમય જ એવો છે. પાણી નહીં મળશે, આ નહીં મળશે, સૂર્ય પણ પોતાનો તાપ દેખાડશે. દરેક વસ્તુ તમોપ્રધાન બને છે. આ સૃષ્ટિ જ તમોપ્રધાન છે. તત્વ પણ તમોપ્રધાન છે. તો આ દુઃખ આપે છે. નિંદા-સ્તુતિ માં પણ નથી જવાનું. ઘણાં છે જે ઝટ બગડી પડે છે. કોઈએ ઉલ્ટું-સુલ્ટું કાંઈ કોઈને સંભળાવ્યું કારણ કે આજકાલ વાતો ની બનાવટ તો બહુજ છે ને. કોઈએ કાંઈ કહ્યું - તમારા માટે બાબા આ કહે છે કે આને દેહ-અભિમાન છે, બહાર નો શો (દેખાડો) ખૂબ છે, આ કોઈએ સંભળાવ્યું, બસ તાવ ચઢી જશે. નીંદર પણ ઉડી જશે. અડધાકલ્પ નાં મનુષ્ય એવાં છે, કોઈને પણ ઝટ તાવ ચઢાવી દે, ઝટ પીળા થઈ જશે. તો બાપ કહે છે કોઈ પણ એવી વ્યર્થ વાતો નહીં સાંભળો. બાપ ક્યારેય પણ કોઈની નિંદા નથી કરતાં. બાપ તો સમજાવવા માટે જ કહે છે. ઉલ્ટી-સુલ્ટી વાતો એક-બીજા ને સંભળાવવાથી સારાં-સારાં બાળકો પણ બગડી પડે છે. તો ટ્રેટર (દગાબાજ) બની વ્યર્થ વાતો જઈને એકબીજા ને સંભળાવશે. ભક્તિમાર્ગ માં પણ કેવી-કેવી કહાણીઓ (વાર્તાઓ) બનાવી છે! હવે તમને જ્ઞાન મળ્યું છે તો તમે ક્યારેય પણ હે રામ અથવા હાય ભગવાન પણ ન કહી શકો, આ શબ્દ પણ ભક્તિમાર્ગ નાં છે. તમારા મુખ થી આવાં શબ્દ ન નીકળવાં જોઈએ.

બાપ ફક્ત કહે છે મીઠાં લાડલા બાળકો, આત્મ-અભિમાની બનો. કેટલું પ્રેમ થી સમજાવે છે. કોઈની પણ વાત નહીં સાંભળો, ફાલતુ પરચિંતન નહીં કરો. એક વાત પાક્કી કરી લો - અમે આત્મા છીએ. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. આત્મા જ સંસ્કાર ધારણ કરે છે. હવે આપ બાળકોએ આત્મ-અભિમાની બનવાનું છે. દ્વાપર થી તમે રાવણ રાજ્ય માં દેહ-અભિમાની બનો છો એટલે હવે દેહી-અભિમાની બનવામાં મહેનત લાગે છે. ઘડી-ઘડી બુદ્ધિ માં આ આવવું જોઈએ કે આપણને બેહદ નાં બાપ મળ્યાં છે. કલ્પ-કલ્પ બાપ વારસો આપે છે. હવે તેમની મત પર ચાલવાનું છે. તેમના માટે જ ગાય છે - તુમ માત-પિતા… એ બધાં સંબંધો નું સુખ આપવા વાળા છે, એમનામાં બધી મીઠાશ છે. બાકી બીજા મિત્ર-સંબંધી વગેરે દુઃખ આપવા વાળા જ છે. એક જ બાપ છે જે બધાને સુખ આપવા વાળા છે. રસ્તો પણ બિલકુલ સહજ બતાવે છે કે પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. બાપ સમજાવે છે આ કોઈ નવી વાત નથી. તમે જાણો છો દર ૫ હજાર વર્ષ પછી આપણે આવાં બાપ ની પાસે આવીએ છીએ, આ કોઈ સાધુ-સંત નથી. તમે કોઈ સાધુ-સંત વગેરે ની પાસે નથી રહેતાં, બાકી હાં બાપ કહે છે - પ્રવૃત્તિ માર્ગ નાં સંબંધ થી તોડ નિભાવવાનો છે. નહીં તો વધારે જ ખિટ-ખિટ થઈ જાય છે, યુક્તિ થી ચાલો. પ્રેમ થી દરેકને સમજાવવાનું છે કે જુઓ હવે વિનાશ નો સમય નજીક છે, આ આસુરી દુનિયા ખતમ થવાની છે. હવે દેવતા બનવાનું છે, દૈવીગુણ અહીં ધારણ કરવાનાં છે. પ્રેમ થી સમજાવવું જોઈએ. દેવતાઓ પણ ડુંગળી-લસણ વગેરે તો ખાતા નથી. આપણે પણ મનુષ્ય થી દેવતા બનીએ છીએ તો આપણે આ કેવી રીતે ખાઈ શકીએ? તમને પણ સલાહ આપીએ છીએ - આ છોડી દો. આવી વસ્તુઓ આપણે ખાતા નથી. હવે તમને બેહદનાં બાપ દૈવીગુણ શિખવાડવા વાળા મળ્યાં છે તો સર્વગુણ સમ્પન્ન… અહીં જ બનવાનું છે. અહીં બનશો ત્યારે પછી ભવિષ્ય નવી દુનિયા આવશે. આ એમ જ થાય છે જેમ રાત પછી ફરી દિવસ થાય છે. હવે રાત નાં અંત માં જ દૈવીગુણ ધારણ કરવાનાં છે તો પછી સવાર થઈ જશે. પોતાની પરીક્ષા દરેકે પોતે જ લેવાની છે. એવું નથી કે બાપ તો બધું જાણે છે. તમે પોતાને જુઓ ને. સ્ટુડન્ટ (વિધાર્થી) એવું ક્યારેય નહીં કહેશે કે શિક્ષક તો બધું જાણે છે. પરીક્ષા નાં દિવસો નજીક આવે છે તો બાળકો સ્વયં પણ સમજે છે અમે કેટલાં પાસ થઈશું? કયા સબજેક્ટ (વિષય) માં અમે ઢીલાં છીએ? થોડામાં માર્ક્સ ઓછા લેશે પરંતુ બધાં મળીને પાસ થઈ જશે. આ સમજે છે તો આમાં પણ પોતાની જાંચ (તપાસ) રાખવાની છે. મારા માં શું કમી છે? હું ખૂબ મીઠો બન્યો છું? બધાને પ્રેમ થી સમજાવવાનું છે - આપણા આત્માઓનાં બાપ પરમપિતા પરમાત્મા છે. મનુષ્ય ની વાત નથી. આપણે નિરાકાર ને ભગવાન કહીએ છીએ, ભગવાન રચતા એક જ છે, બાકી બધી છે રચના. રચના થી કોઈને વારસો નથી મળી શકતો, કાયદો નથી. હવે બધી રચના નાં સદ્દગતિ દાતા એક જ રચતા બાપ છે, તેમાં સાધુ-સંત બધાં આવી ગયાં. છે તો બધા આત્માઓ ને. હાં, મનુષ્ય સારા-ખરાબ તો હોય જ છે, પોઝીશન (પદ) ઊંચી-નીચી હોય છે. સંન્યાસીઓમાં પણ નંબરવાર છે. કોઈ તો જુઓ ભીખ માંગતા રહે, કોઈને બધાં પગે પડે છે. આપ બાળકોએ પણ ઊંચ બનવાનું છે, ખૂબ મીઠાં બનો. ક્યારેય પણ ક્રોધ થી વાત ન કરવી જોઈએ, જેટલું થઈ શકે પ્રેમ થી કામ લો. કહે છે બાળકો ખૂબ જ હેરાન કરે છે તે તો આજકાલ નાં બાળકો છે જ એવાં. પ્રેમ થી તેમને સમજાવો. દેખાડે છે કૃષ્ણ ચંચળતા કરતાં હતાં તો તેમને દોરી થી બાંધતાં હતાં. જેટલું થઈ શકે પ્રેમ થી સમજાવવાનું છે અથવા તો હલકી સજા. બિચારા અબોધ (અજાણ) છે. સમય પણ એવો છે. બહાર નો સંગદોષ ખૂબ ખરાબ છે. હવે બેહદનાં બાપ કહે છે તમારે મૂર્તિ વગેરે રાખવાની કોઈ દરકાર નથી. કાંઈ પણ મહેનત કરવાની દરકાર નથી. શિવ નું ચિત્ર પણ કેમ રાખો! તે તો તમારા બાપ છે ને! ઘર માં બાળકો બાપ નું ચિત્ર કેમ રાખશે? બાપ તો હાજરા-હાજર છે ને! બાપ કહે છે હું હમણાં હાજીર-નાઝીર છું ને! પછી ચિત્રો ની તો દરકાર નથી. હું બાળકોને બેસી સમજાવું છું. કહે છે બાપદાદા ને જુઓ. હવે બાપ તો છે નિરાકાર, એમને જોઈ ન શકાય. બુદ્ધિ થી સમજી શકાય છે. બાપ કહે છે - હું આમનામાં પ્રવેશ કરી, બેસી તમને નોલેજ આપું છું. નહીં તો કેવી રીતે આવું? કૃષ્ણ નાં તન માં કેવી રીતે આવશે? સંન્યાસીઓ માં પણ નથી આવી શકતાં. હું આવું જ એમાં છું જે પહેલાં નંબર માં હતાં. એ જ હવે લાસ્ટ (છેલ્લા) નંબર માં છે. તમારે પણ હમણાં ભણીને ફરી પહેલાં નંબર માં જવાનું છે. ભણાવવા વાળા તો એક જ છે, જેમને જ્ઞાન નાં સાગર કહેવાય છે. તમને જ્ઞાન ખૂબજ સારું મળે છે. તમે જાણો છો - શાંતિધામ આપણું ઘર છે, સુખધામ આપણી રાજધાની છે. દુઃખધામ રાવણ ની બાદશાહી છે. હવે બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકો - પોતાનાં ઘર શાંતિધામ ને યાદ કરો, સુખધામ ને યાદ કરો. દુઃખધામ નાં બંધન ને ભૂલતાં જાઓ. એવું બીજા કોઈ કહી ન શકે. ન તે જઈ શકે છે. ડ્રામા નાં વચ્ચે થી પાછાં કોઈ પણ જઈ ન શકે. આ જે કહે છે ફલાણા જ્યોતિ જ્યોત સમાયા અથવા પાર નિર્વાણ ગયાં, એક પણ જતાં નથી. સર્વ નાં બાપ અથવા માલિક એક જ પરમપિતા પરમાત્મા છે, એ બધા આશિકો નાં એક જ માશૂક છે. તે શરીરધારી આશિક-માશૂક એકબીજા ને યાદ કરે છે, બુદ્ધિ માં ચિત્ર આવી જાય છે. પછી એકબીજા ને યાદ કરતાં રહેશે. ખાવાનું ખાતાં રહેશે, યાદ કરતાં રહેશે. તે તો છે એક જન્મ નાં આશિક-માશૂક. તમે જન્મ-જન્માંતર નાં આશિક છો, એક માશૂક નાં. તમારે બીજું કાંઈ પણ નથી કરવાનું, ફક્ત એક બાપ ને યાદ કરવાનાં છે. તે આશિક-માશૂક ની સામે ચિત્ર આવી જાય છે. બસ, તેમને જોતાં-જોતાં કામ પણ રોકાઈ જાય પછી તેમનો ચહેરો ગુમ થઈ જાય છે અને કામ કરવા લાગી જાય છે. આમાં તો એવું નથી. આત્મા પણ બિંદુ, પરમાત્મા પણ બિંદુ છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે, આમાં જ મહેનત છે, કોઈ પણ આવી પ્રેક્ટિસ (અભ્યાસ) કરતાં નથી. આત્મા નું જ્ઞાન મળ્યું અર્થાત્ આત્મા ને રીયલાઈઝ (અનુભવ) કર્યો, બાકી રહ્યાં પરમાત્મા. એ પણ તમે જાણો છો. બાબા આવીને અહીં (ભ્રકુટી માં) બેસે છે. આમની જગ્યા પણ અહીં છે. આત્મા ક્યાંય થી પણ ચાલ્યો જાય છે, ખબર નથી પડતી. એમનું મુખ્ય સ્થાન ભ્રકુટી છે. બાપ કહે છે - હું પણ બિંદુ છું, આમનામાં આવીને બેઠો છું. તમને ખબર પણ નથી પડતી. બાપ આપ બાળકોને બેસી સંભળાવે છે, તમને જે સંભળાવે છે તે હું પણ સાંભળું છું. સમજ તો બિલકુલ રાઈટ (સાચ્ચી) છે. દૈવી ધર્મ વાળા જે હશે તે ઝટ સમજી જશે - આ રાજધાની સ્થાપન થઈ રહી છે. પહેલાં સ્થાપના અને પછી વિનાશ પણ થશે બીજા કોઈ ધર્મ સ્થાપક એવી રીતે નથી કરતાં. તે ફક્ત પોતાનો ધર્મ સ્થાપન કરે છે પછી વૃદ્ધિ ને પામે, અહીં તો જે જેટલો-જેટલો પુરુષાર્થ કરે છે, એટલું ભવિષ્ય માં ઊંચ પદ મેળવે છે. તમે ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે પ્રારબ્ધ બનાવો છો તો કેટલો પુરુષાર્થ કરવો જોઈએ અને છે ખૂબજ સહજ, યોગ પણ સહજ જેનાથી તમારા વિકર્મ વિનાશ થાય છે.

બાપ કહે છે - હું ગેરેન્ટી (ખાતરી) કરું છું, કલ્પ-કલ્પ માં હું જ આવીને આપ બાળકોને પાવન બનાવું છું. ત્યાં પતિત એક પણ હોતું નથી. જ્ઞાન પણ કેટલું સહજ છે, ૮૪ જન્મો નું ચક્ર કેવી રીતે લગાવે છે, એ પણ બુદ્ધિ માં નોલેજ છે. આપણે ૮૪ નું ચક્ર લગાવ્યું છે, આ નિશ્ચય રાખવાનો છે. નિશ્ચય માં જ વિજય છે. એવું નહીં કે ખબર નથી અમે ૮૪ જન્મ લઈએ છીએ કે થોડા ઓછાં. જ્યારે કે તમે બ્રાહ્મણ છો તો તમને નિશ્ચય હોવો જોઈએ બરોબર અમે ૮૪ નું ચક્ર પૂરું ભોગવ્યું છે. આ તો ખૂબ સહજ સમજ છે. બાળકોને સમજાવ્યું છે આ ચિત્ર બધાં દિવ્ય દૃષ્ટિ થી બાપે બનાવડાવ્યાંં છે. કરેક્ટ (સુધાર) પણ કરાવ્યાં છે. શરુંઆત માં જ્યારે બનારસ માં બાબા એકાંત માં રહેતાં હતાં તો આવાં ચક્ર દિવાલો પર બેસીને બનાવતાં હતાં. સમજતાં કાંઈ નહોતાં કે આ શું છે. ખુશી થતી હતી. સાક્ષાત્કાર થવાથી જેમકે ઉડી જતાં હતાં. આ શું થાય છે, સમજ માં નહોતું આવતું. તમે જાણો છો જે ચિત્ર પહેલાં બન્યાં હતાં તે ફરી બદલી ને નવાં-નવાં બનાવતાં ગયાં. હવે નવાં-નવાં ચિત્ર કલ્પ પહેલાં ની જેમ બનતાં જાય છે. સીડી નું ચિત્ર જુઓ કેટલું સારું છે. આનાં પર સમજાવવું સહજ છે. પાછળ થી આવવા વાળા ને વધારે જ સહજ સમજ મળે છે. હમણાં નવાં-નવાં જે આવે છે, ૭ દિવસ માં બધું જ્ઞાન સમજી લે છે. જૂનાં થી પણ આગળ જઈ રહ્યાં છે. કોઈ કહે છે પહેલાં આવ્યાં હોત તો સારું હતું. અરે આ પણ ફિકર (ચિન્તા) નહીં કરો. પહેલાં આવ્યાં હોત અને ભાગન્તી થઈ જાત તો? પાછળ થી આવવા વાળા ને તો સહજ તખ્ત મળે છે. પહેલાં જે હતાં જુઓ તે પછી હવે છે પણ નહીં. ખતમ થઈ ગયાં. અંત માં રીઝલ્ટ (પરિણામ) ની ખબર પડે છે - કોણ પાસ થયું? નવાં-નવાં નીકળે છે અને જલ્દી સર્વિસ (સેવા) પર લાગી જાય છે. જૂનાં એટલાં નથી લાગતાં. નવી-નવી બાળકીઓ સર્વિસ થી દિલ પર ચઢતી રહે છે. જૂનાં કેટલાં તો ખતમ થઈ ગયાં એટલે બાબા કહે છે - જેમને સર્વોત્તમ બ્રાહ્મણ કુળભૂષણ કહેવાય છે, તેમાં પણ કોઈ આશ્ચર્યવત્ સુનન્તી, ભાગન્તી થઈ જાય છે. જે ગવાયેલું છે તે હવે પ્રેક્ટિકલ માં થઈ રહ્યું છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની જાંચ પોતે જ કરવાની છે. જોવાનું છે હું ખૂબ-ખૂબ મીઠો બન્યો છું? મારા માં શું-શું કમી છે? બધા દૈવીગુણ ધારણ થયાં છે! પોતાની ચલન દેવતાઓ જેવી બનાવવાની છે. આસુરી ખાન-પાન ત્યાગી દેવાનાં છે.

2. કોઈ પણ વ્યર્થ વાતો ન સાંભળવાની છે અને ન બોલવાની છે. સહનશીલ બનવાનું છે.

વરદાન :-
પોતાની સ્મૃતિ , વૃતિ અને દૃષ્ટિ ને અલૌકિક બનાવવા વાળા સર્વ આકર્ષણો થી મુક્ત ભવ

કહેવાય છે - “જેવાં સંકલ્પ તેવી સૃષ્ટિ” જે નવી સૃષ્ટિ રચવાનાં નિમિત્ત વિશેષ આત્માઓ છે એમનાં એક-એક સંકલ્પ શ્રેષ્ઠ અર્થાત્ અલૌકિક હોવાં જોઈએ. જ્યારે સ્મૃતિ-વૃતિ અને દૃષ્ટિ બધું અલૌકિક થઈ જાય છે તો આ લોક ની કોઈપણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ પોતાની તરફ આકર્ષિત નથી કરી શકતી. જો આકર્ષિત કરે છે તો જરુર અલૌકિકતા માં કમી છે. અલૌકિક આત્માઓ સર્વ આકર્ષણો થી મુક્ત હશે.

સ્લોગન :-
દિલ માં પરમાત્મ-પ્રેમ કે શક્તિઓ સમાયેલી હોય તો મન માં ઉલજન આવી નથી શકતી.

આ અવ્યક્ત ઇશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

સંપૂર્ણ સત્યતા પણ પવિત્રતા નાં આધાર પર હોય છે. પવિત્રતા નથી તો સદા સત્યતા રહી નથી શકતી. ફક્ત કામ વિકાર અપવિત્રતા નથી, પરંતુ એનાં બીજા પણ સાથી છે. તો મહાન પવિત્ર અર્થાત્ અપવિત્રતા નું નામ-નિશાન ન હોય.