29-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બેહદ
નાં બાપ આવ્યાં છે આપ બાળકો ને પોતાની સાથે લઈ જવાં , એટલે હવે બાપ નાં બનીને એમની
શ્રીમત પર ચાલો”
પ્રશ્ન :-
બાપ પોતાનાં બાળકોની
તકદીર ઊંચી બનાવવાનાં માટે કઈ શ્રેષ્ઠ મત આપે છે?
ઉત્તર :-
મીઠાં બાળકો, મોત નાં પહેલાં જેટલું થઈ શકે યાદ માં રહેવાનો પુરુષાર્થ કરી લો, એનાથી
જ તમારી કમાણી છે. મારા બાળક બનીને ક્યારેય ભૂલ થી પણ કોઈ પાપ કર્મ નહીં કરતાં. ભલે
માયા નાં કેટલાં પણ તોફાન આવે પરંતુ પતિત તો ક્યારેય નહીં બનતાં.
ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ.
આપ બાળકો તો સમજશો શિવબાબા અમને સમજાવે છે. તમે છો સંગમયુગી. શિવબાબા નાં સન્મુખ
બેઠાં છો. તે કળિયુગી મનુષ્ય શિવબાબા નાં જડ મંદિર માં જઈને બેસે છે. ફરક સમજો છો
ને. બુદ્ધિ નું તાળું કાંઈક ખોલો પણ. તમે સમજો છો અમે ચૈતન્ય શિવબાબા ની પાસે બેઠાં
છીએ. બાબા અમારાથી સન્મુખ વાર્તાલાપ કરી રહ્યાં છે. શિવબાબા બ્રહ્મા દ્વારા રાજયોગ
શિખવાડી રહ્યાં છે અને બીજી તરફ જુઓ મનુષ્ય શિવબાબા ની પૂજા કરી રહ્યાં છે. અમરનાથ
પર, કાશી પર જઈ રહ્યાં છે શોધવાં. પછી તમે આ ઘડી-ઘડી ભૂલી કેમ જાઓ છો કે અમે શિવબાબા
ની પાસે બેઠાં છીએ, જેમને પરમપિતા પરમાત્મા કહેવાય છે. એમની કેટલી મહિમા છે. એમને
તમે બાબા-બાબા કહો છો. જાણો છો અમે શિવબાબા ની મત પર ચાલી વિશ્વનાં માલિક બનવાનો
વારસો લઈ રહ્યાં છીએ. તેઓ મંદિરો, તીર્થો વગેરે પર ધક્કા ખાતાં રહે છે અને તમે વારસો
લઈ રહ્યાં છો. ફરક જુઓ કેટલો છે. તમારી ભેંટ (તુલના) માં તેઓ કેટલાં બુદ્ધુ છે.
શિવબાબા કહે છે હું તમારો ઓબીડિયન્ટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવક) છું. હું તમને વારસો
આપવા આવ્યો છું. તેઓ ગોડ ફાધર ને બોલાવતાં રહે છે. અહીં તો તમે ગોડ ફાધર નાં સન્મુખ
બેઠાં છો. અહીં બુદ્ધિમાં બેસે છે પછી ઘરે જવાથી ભૂલી કેમ જાઓ છો! અહીં તમારા માટે
દિવસ છે, ત્યાં તેમનાં માટે રાત છે. તે ચિલ્લાવતા રહે છે, તમે સન્મુખ માં બેઠાં છો
કહો છો તુમ્હીં સે બેઠું, તુમ્હીં સે સુનું (તમારી સાથે બેસું, તમારા થી સાંભળું).
પરંતુ ઘરે જઈને ભુલી જાઓ છો. માયા ખૂબ પ્રબળ છે. શિવબાબા નાં બાળકો બની પુજારી થી
પૂજ્ય બનવાનો પુરુષાર્થ પણ કરે છે પછી બહાર જઈને પુજારી બની પડે છે. શિવબાબા નાં જડ
મંદિર માં જતાં રહે છે.
અહીં તો બાપ સમજાવે
છે, બાળકો શ્રીમત પર ચાલવાથી જ તમે શ્રેષ્ઠ બનશો. મુખ્ય છે જ પવિત્રતા. ત્યાં જડ
ચિત્રો ની આગળ જઈને કાશી કલવટ ખાય છે. અહીં તો ચૈતન્ય માં બેઠાં છે. અહીં કાશી કલવટ
ખાવાની વાત નથી. અહીં છે જીવતે જીવ મરવાનું. બાપ કહે છે - શ્રીમત પર ચાલો. અહીં થી
બહાર જવાથી જ બાપ ને ભૂલી જાઓ છો. ક્યારેય ચિઠ્ઠી વગેરે પણ નથી લખતાં. કોઈ તો એવાં
છે જે ક્યારેય જોયાં પણ નથી. તે તડપતાં-તડપતાં ચિઠ્ઠીઓ લખતાં રહે છે અને જે સન્મુખ
મળીને જાય છે તે પછી એકદમ ભૂલી જાય છે. તમારે તો શિવ પર બલી ચઢવાનું છે ને.
ભક્તિમાર્ગ માં શિવબાબા થી મળવાનાં માટે કાશી કલવટ ખાતાં હતાં પરંતુ એ તો મળી ન શકે.
હવે બાપ ચૈતન્ય માં આવીને કહે છે બાળકો મારા બનો. હું આવ્યો છું લઈ જવાં. પવિત્ર
બન્યાં વગર તો ચાલી ન શકો. પવિત્ર બનાવવાં મારે જ આવવું પડે છે. સર્વ નાં સદ્દગતિ
દાતા બાપ તમારી પાસે બેઠાં છે. તમને રાજયોગ શિખવાડી રહ્યાં છે, જે ગીતા નાં ભગવાને
શિખવાડ્યો હતો. એમણે કૃષ્ણ ને ભગવાન કહી દીધાં છે. તમે જાણો છો ગીતા નાં ભગવાન
શિવબાબા છે. તમે ચિઠ્ઠી પણ એવી રીતે લખો છો - શિવબાબા કેર ઓફ બ્રહ્મા. તમને સન્મુખ
બેસી બાપ સમજાવે છે. છતાં પણ નશો નથી ચઢતો. ઓહો! શિવબાબાએ અમને ગોદ (ખોળા) માં લીધાં
છે. ધર્મ નાં બાળક બનાવ્યાં છે. પરંતુ બધાંને તો અહીં નહીં રાખશે ને. હજારો બાળકો
છે. બધાને અહીં કેવી રીતે રાખશે, એટલી જગ્યા ક્યાં છે! બાપ કહે છે - તમારે રહેવાનું
પોતાનાં ઘર માં જ છે. બાપ ને યાદ કરવાનાં છે. સૌથી મીઠાં જે બેહદ નાં બાપ છે, એમનાં
તમે બાળકો બન્યાં છો.
બાપ સમજાવે છે બાળકો,
તમે કામ-ચિતા પર બેસી બળી મર્યા છો. હવે તમે જ્ઞાન ચિતા પર બેસી દેવતા બનો. દેવતાઓની
પૂજા પણ કરો છો, પરંતુ સમજતાં કાંઈ પણ નથી. આ પણ ડ્રામા ની ભાવી કહેશું. હવે તમે
ચૈતન્ય શિવબાબા ની પાસે બેઠાં છો. ગવાય પણ છે શિવબાબા બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની
સ્થાપના કરે છે. બાપ સમજાવે છે બાળકો, કોઈ પણ પાપ કર્મ ન કરો. દેહ-અભિમાન માં ન આવો.
તમારે તો ચાલતાં-ફરતાં સાજન ને યાદ કરવાનાં છે. જેમને તમે અડધાકલ્પ થી યાદ કરતાં હતાં,
એ હવે તમારી સર્વિસ (સેવા) માં ઉપસ્થિત છે. રુહાની સોશ્યલ વર્કર (સમાજસેવક) છે. તમને
રુહાની સર્વિસ શિખવાડે છે. સોશ્યલ વર્કર નાં હેડ્સ (મુખ્ય) પણ હોય છે ને. આ છે
રુહાની. તે હોય છે મનુષ્ય સોસાયટી નાં શારીરિક સર્વિસ કરવા વાળા. હવે જુઓ તે કહે છે
ગાયો નો કોસ કરવાનું બંધ કરો. તમે લખી શકો છો કે એક-બીજા પર કામ કટારી ચલાવવી - આ
સૌથી મોટો કોસ છે. પહેલાં તો આ બંધ કરો. જેનાં માટે જ ભગવાને કહ્યું છે કામ મહાશત્રુ
આદિ-મધ્ય-અંત દુઃખ આપવા વાળો છે. તમે ગીતા નાં ભગવાન ને ભૂલી ગયાં છો. બાબા ને તો
વન્ડર (અદ્દભુત) લાગે છે. એક તો અમરનાથ પર, પહાડો પર ધક્કા ખાતાં રહે છે, સમજે છે
પાર્વતી ને ત્યાં અમરકથા સંભળાવી. હવે એક પાર્વતી ને સંભળાવવાથી શું થશે! બાપ સમજાવે
છે આ બધી પાર્વતીઓ છે. બધાને અમરકથા સંભળાવી રહ્યાં છે. બાપ કહે છે - બાળકો ૮૪ જન્મ
લેતાં-લેતાં હવે મૃત્યુલોક માં આવીને પહોંચ્યાં છો. સારું, લક્ષ્મી-નારાયણ ક્યાં ગયાં,
શું પાછા ગયાં કે જ્યોતિ જ્યોત સમાયા? સૂર્યવંશી રાજા-રાણી, પ્રજા તે બધા ગયાં ક્યાં?
જરુર સતોપ્રધાન થી ૮૪ જન્મ લેતાં-લેતાં તમોપ્રધાન બની ગયાં હશે. સમજો છો ને! આ
બ્રહ્મા દ્વારા શિવબાબા બેસી સમજાવે છે. બાળકો, હમણાં હું તમારી તકદીર બનાવવાં આવ્યો
છું, પછી તમે તકદીર ને લકીર કેમ લગાવો છો! કાંઈક તો સમજો. હું તમને સ્વર્ગનાં માલિક
બનાવવાં આવ્યો છું. તમે મારી મત પર નહીં ચાલશો! ઘરે જવાથી યાદ કેમ ભૂલી જાઓ છો! બાપ
વારંવાર સમજાવે છે બાળકો, હવે તમે સંગમયુગી છો. તે કળિયુગી છે. તમે પૂજ્ય, તે પુજારી.
તમારું ભટકવાનું હવે બંધ છે. ભલે તે તમને નાસ્તિક સમજે છે, તમે એમને કહો છો નાસ્તિક.
તે કહે છે તમે ભક્તિ નથી કરતાં એટલે નાસ્તિક છો. તમે કહો છો તમે બાપ ને નથી જાણતાં
એટલે નાસ્તિક છો. તમે કહો છો અમે આસ્તિક છીએ. બાપ ને જાણીને વારસો લઈએ છીએ. તમે નથી
જાણતાં તો ધક્કા ખાતાં રહો છો. કુંભ નાં મેળા પર પણ કેટલાં જાય છે, પછી દાન-પુણ્ય
કરે છે. હવે બાપ કહે છે આ બધી વાતો છોડો. તમને જ્ઞાન નાં સાગર મળ્યાં છે પછી બીજે
ક્યાં જશો! આ જ્ઞાન નદીઓ છે. જ્ઞાન સાગર ની પાસે જ્ઞાન સ્નાન કરાવવા તમને લઈ આવે
છે. કેટલાં સારા-સારા બાળકો બાપની પાસે આવીને ફરી જઈ ગંદ કરે છે. કોઈ તો બાપ ની મત
પર ચાલે છે. પૂછે છે બાબા વિનાશી ધન કેવી રીતે સફળ કરીએ! તો પછી તેમને સમજાવાય છે -
ડૂબેલી નાવ થી જેટલું પણ નીકળે તે સારું છે. ભારતની સેવા માં લગાવી તેને સફળ કરી
દો, કોઈ સેવાકેન્દ્ર ખોલી દો. આ ચિત્ર પણ કેટલાં બનતાં રહે છે. બાબા ની પાસે
એવાં-એવાં બાળકો છે - જે કહે છે જ્યારે જરુરત પડે તો બાબા મને યાદ કરજો, હું મદદ
કરવાનાં માટે હાજર છું. યજ્ઞ નાં સારા-સારા કામ નાં માટે દરકાર હોય તો મને યાદ કરજો.
બાબા કહે છે - હું કોઈને યાદ નથી કરતો - જે કરવું છે તે કરો. હું તો દાતા છું. હું
તો આવ્યો જ છું ભારત ને સ્વર્ગ બનાવવાં, તમે પણ સ્વર્ગ માં જશો. જેટલું કરશો તેટલું
પામશો. પરંતુ જન્મ-જન્માંતર નાં પાપો નો બોજો માથા પર છે, તેને ઉતારવાનો છે. નહીં
તો તેની ખૂબ સજાઓ છે. સ્વર્ગ માં તો જશો પરંતુ સજાઓ રહી ગઈ તો પદ નહીં મેળવી શકશો.
આ તો ગાયન છે સાંવળશાહ ની હુંડી સાકારી. આમને કોઈ પરવા નથી. બાબા કહે છે હુંડી
જાતેજ ભરાશે.
આપ બાળકોએ શ્રીમત પર
ચાલવાનું છે, એમાં જ કલ્યાણ છે. અકલ્યાણ ક્યારેય નહીં સમજો. સમજો દિલ્લી જતાં રસ્તા
માં પગ તૂટી જાય છે, આમાં પણ સમજો કલ્યાણ છે. આત્મા તો નથી તુટ્યો ને. પગ તુટ્યો,
વાંધો નહીં. હું તો તમારા આત્મા થી વાત કરું છું. બાપ સમજાવે છે આ રાવણ રાજય છે
ત્યારે તો બાળે છે. આપણે શું હતાં, બાબાએ આપણને શું થી શું બનાવી દીધાં છે. દુનિયાની
હાલત જુઓ શું છે! હવે બાપ તમને સ્વર્ગ નાં માલિક બનાવે છે તો તેમની મત પર ચાલવું
જોઈએ. કોઈ પાપ નું કામ ન કરવું જોઈએ. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર બનો. બસ, આ
સત્ય નારાયણ ની કથા સાંભળતાં રહો. આ કેટલી લાંબી છે. આખો સાગર શાહી બનાવો તો પણ અંત
ન થઈ શકે. તો બાપ ની મત પર ચાલવું જોઈએ ને. તમે જાણો છો આપણે ભગવાન ની શ્રીમત પર
રાજાઈ મેળવીએ છીએ, મનુષ્ય થી દેવતા બનીએ છીએ. મોત તો સામે છે. અચાનક હાર્ટ ફેલ થતાં
રહે છે, એક્સિડન્ટ માં મરી જાય છે. બાપ કહે છે - મરવાના પહેલાં ખૂબ પુરુષાર્થ કરો.
બાપ ને યાદ કરતાં-કરતાં પોતાની કમાણી કરી લો. બેહદ નાં બાપ નાં બનીને પછી પાપ કર્યું
તો એક નું સો ગણું થઈ જશે. પછી લજ્જા પણ આવશે કે મનુષ્ય શું કહેશે? શિવબાબા કહે છે
- હું ધર્મરાજ થી ખૂબ કડક સજાઓ અપાવું છું. પછી તે સમયે એવું થોડી કહેશે આ અમારો
બાળક છે. આમાં મોટાં કાયદા છે. જ્જ નો બાળક પાપ કરે, કાંઈ કરી થોડી શકશે! સજા ભોગવવી
જ પડે. તો બાપ રોજ સમજાવે છે, બાળકો પાપ નું કામ બિલકુલ નહીં કરતાં. સૌથી મોટું
વિકાર નું પાપ છે. ભલે તોફાન ખૂબ આવશે, બહાર ખૂબ ગંદ લાગેલી છે. વાત નહીં પૂછો. આ
છે જ વેશ્યાલય. સમજો કોઈ મોટા વ્યક્તિ ને તમે સમજાવો છો અને તે સ્ટુડન્ટ (વિદ્યાર્થી)
બની જાય છે તો કહેશે બ્રહ્માકુમારી નું આમને જાદુ લાગ્યું છે. મોટાં-મોટાં લોકો
આવીને લખે પણ છે બરોબર તમે સાચ્ચું કહો છો. ગીતા નાં ભગવાન બરોબર શિવ છે, ન કે
શ્રીકૃષ્ણ. સારું પછી પોતાનાં ઘરે ગયાં ખલાસ. ખૂબ મહેનત કરવી પડે છે.
બાપ સમજાવે છે
મીઠાં-મીઠાં બાળકો ભૂલો નહીં. માયા ખૂબ પ્રબળ છે. બાબાની યાદ પારા જેવી છે, ઝટ
ભૂલાઈ જાય છે. બાપ કહે છે - ભલે ગૃહસ્થ-વ્યવહાર માં રહો, ફક્ત પવિત્ર બનો.
પુરુષાર્થ તો કરવાનો છે ને. બાપ તો એક-એક બાળક ને ખૂબ પ્રેમ થી કહે છે, હવે મારા
બાળક બની પછી કોઈ પાપ નું કામ નહીં કરતાં. બાપ ને તો જાણી ગયાં છો ને. સૃષ્ટિ ચક્ર
નું પણ રહસ્ય બુદ્ધિ માં છે. વિદ્વાન, પંડિત, આચાર્ય તો પોતાને શિવોહમ્ કહી બેસી
પૂજા કરાવે છે. ખાસ કરીને સંન્યાસી લોકો હરિદ્વાર માં જઈને રહે છે. આખો દિવસ કહેતાં
રહે છે શિવકાશી વિશ્વનાથ ગંગા. બાપ કેટલું સારી રીતે બેસી સમજાવે છે. ગાયન પણ છે
અકાળમૂર્ત. અકાળ તખ્ત કોઈ સંદલ નથી હોતું. અકાળમૂર્ત બાપ નો રથ તખ્ત છે. જેવી રીતે
તમારો આ રથ છે. બાબા પણ કહે છે મેં આ રથ લીધો છે. ભ્રકુટી માં, એક તરફ ચેલો, એક તરફ
ગુરુ બેઠાં છે. જરુર આની બાજુમાં જ આવીને બેસીશ ને. હું પણ છું બિંદુ. કોઈ આટલો મોટો
નથી.
મીઠાં-મીઠાં બાળકો આ
તમારી સાચ્ચી-સાચ્ચી ચૈતન્ય યાત્રા છે યાદ ની. બાપદાદા બંને મળેલાં છે. બાપદાદા નો
અર્થ કોઈ સમજી ન શકે. તાર માં હસ્તાક્ષર કરે છે, બાપદાદા. કોઈ સમજી ન શકે. અરે
શિવબાબા તમારા બાબા છે. પ્રજાપિતા બ્રહ્મા દાદા છે ને. તો બાપદાદા થયાં ને. હવે બાપ
કહે છે હું આવ્યો છું - આમનાં દ્વારા તમને વારસો આપવાં. શિવબાબા તમારા પણ છે.
પ્રજાપિતા બ્રહ્મા પણ બધાનાં બાપ થઈ ગયાં. વારસો શિવબાબા થી મળે છે. તો હસ્તાક્ષર
એવી રીતે કરશે ને! બાપદાદા કહેવાય છે. શિવબાબા કહે છે મામેકમ્ યાદ કરો તો પણ
બુદ્ધિમાં બેસતું નથી. પ્રદર્શન માં હજારો આવે છે. તેમાંથી ૮-૧૦ સમજવા માટે આવે છે.
તેમાંથી પણ ધીરે-ધીરે બાકી જઈને એક-બે બચે છે. કોટો માં કોઈ ગવાયેલું છે. તો કેટલાં
પ્રદર્શન કરવા પડે, જે કોટો માં કોઈ નીકળે. કોઈ તો ૪-૫ વર્ષ આવીને પણ ગુમ થઈ જાય
છે. બાપ ને ફારકતી આપી દે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શિવબાબા પર
પૂરે-પૂરા બલિ ચઢવાનું છે અર્થાત્ જીવતે જીવ મરવાનું છે. શ્રીમત પર ચાલવાનું છે.
2. શિવબાબા નાં બાળક
બન્યાં છો તો કોઈ પણ પાપ નું કામ નથી કરવાનું. પવિત્ર બની પોતાનું કલ્યાણ કરવાનું
છે.
વરદાન :-
જ્ઞાન ની
ગુહ્ય વાતો ને સાંભળીને એને સ્વરુપ માં લાવવા વાળા જ્ઞાની તૂ આત્મા ભવ
જ્ઞાની તૂ આત્માઓ
દરેક વાત નો, સ્વરુપ નો અનુભવ કરે છે. જેવી રીતે સાંભળવું સારું લાગે છે ગુહ્ય પણ
લાગે છે પરંતુ સાંભળવાની સાથે-સાથે સમાવવું અર્થાત્ સ્વરુપ બનવું-આનો પણ અભ્યાસ હોવો
જોઈએ. હું આત્મા નિરાકાર છું - આ વારંવાર સાંભળો છો પરંતુ નિરાકાર સ્થિતિ નાં અનુભવી
બનીને સાંભળો. જેવી પોઇન્ટ તેઓ અનુભવ. આનાંથી શુદ્ધ સંકલ્પોનો ખજાના જમા થતા જશે અને
બુદ્ધિ આનામાં જ બીઝી હશે તો વ્યર્થ સંકલ્પો થી સહજ કિનારો થઈ જશે.
સ્લોગન :-
નોલેજ અને
અનુભવ ની ડબલ ઓથોરિટી વાળા મસ્ત ફકીર રમતા યોગી છે.
અવ્યક્ત ઈશારા -
પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
કોઈ પણ વાત ફીલ કરવી
ફેલ ની નિશાની છે. કેટલાં પણ કોઈ અપકારી હોય પરંતુ તમારી દૃષ્ટિ અને વૃત્તિ ઉપકારી
હોય. જેટલાં અધિકારી એટલાં નિરહંકારી. જ્ઞાન માં ચાલવાના પછી જે સ્વ-અભિમાન આવી જાય
છે, એનો પણ ત્યાગ. જ્યારે આટલાં ત્યાગ ની વૃત્તિ અને દૃષ્ટિ થાય ત્યારે સ્મૃતિ માં
બાપદાદા રહેશે અને મુખ પર પણ આ જ બોલ રહેશે.