30-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - શિવબાબા નાં આ રચેલા રુદ્ર - યજ્ઞ ની તમારે ખૂબ - ખૂબ સંભાળ કરવાની છે , આ છે બેહદ નો યજ્ઞ સ્વરાજ્ય મેળવવા માટે”

પ્રશ્ન :-
આ રુદ્ર-યજ્ઞ નો રિસ્પેક્ટ (સન્માન) કયા બાળકો ને રહે છે?

ઉત્તર :-
જે આની વિશેષતાઓ ને જાણે છે. તમને ખબર છે કે આ રુદ્ર-યજ્ઞ થી આપણે કોડી થી હીરા જેવાં બનીએ છીએ, આમાં આખી જૂની દુનિયા સ્વાહા થાય છે, આ જૂનાં શરીર ને પણ સ્વાહા કરવાનું છે. કોઈ પણ એવું બેકાયદેસર કર્મ ન થાય, જેનાથી યજ્ઞ માં વિઘ્ન પડે. જ્યારે એવું ધ્યાન રહે ત્યારે રિસ્પેક્ટ રાખી શકે છે.

ગીત :-
માતા ઓ માતા…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું. જેમણે બનાવ્યું છે તે તો બિચારા માતા ને જાણતા જ નથી. નામ સાંભળ્યું છે જગત અંબા. પરંતુ તે કોણ હતી, શું કરીને ગઈ? આ કોઈને પણ ખબર નથી, આપ બાળકો સિવાય. જગત અંબા છે તો જરુર બાપ પણ છે. બાળકીઓ પણ છે અને બાળકો પણ છે. જે જગત અંબા ની પાસે જાય છે, એમની બુદ્ધિ માં આ સમજ નથી, ફક્ત બુત (મૂર્તિ) પુજારી છે. દેવી ની આગળ જઈને ભીખ માંગે છે. હમણાં આ રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન-યજ્ઞ છે. આનાં ક્રિયેટર (રચયિતા) છે માત-પિતા તતત્વમ્. તમે પણ યજ્ઞ નાં ક્રિયેટર છો. આપ સર્વ બાળકોએ આ યજ્ઞ ની ખૂબ સંભાળ કરવાની છે. યજ્ઞ માટે ખૂબ રિસ્પેક્ટ રહેવો જોઈએ. યજ્ઞ ની પૂરી સંભાળ કરાય છે. આ છે હેડ ઓફિસ (મુખ્યાલય), બીજી પણ શાખાઓ છે. મમ્મા-બાબા અને આપ બાળકો પોતાનું ભવિષ્ય હીરા જેવું બનાવી રહ્યાં છો - આ યજ્ઞ દ્વારા. તો એવાં યજ્ઞ ની કેટલી સંભાળ અને ઈજ્જત રાખવી જોઈએ? કેટલો પ્રેમ હોવો જોઈએ? આ આપણી મમ્મા, જગત અંબા નો યજ્ઞ છે. મમ્મા-બાબા નો યજ્ઞ તે આપણો યજ્ઞ. યજ્ઞ ની વૃદ્ધિ કરવાની હોય છે કે યજ્ઞ માં આવીને ઘણાં બાળકો પોતાનાં બાપ પાસે થી વારસો લે. ભલે પોતે નથી લઈ શકતાં, પોતાને ફુરસદ નથી તો વાંધો નહીં બીજાઓ ને નિમંત્રણ આપવું જોઈએ. આનું નામ જ છે રાજસ્વ અશ્વમેધ જ્ઞાન-યજ્ઞ, જેનાથી સ્વરાજ્ય મળે છે. આ યજ્ઞ માં જૂનાં શરીર ને પણ સ્વાહા કરવાનું હોય છે. બાપ નું બની જવાનું છે. યજ્ઞ કોઈ મકાન નથી, આ છે બેહદ ની વાત. જે યજ્ઞ માં આખું વિશ્વ સ્વાહા થવાનું છે. આગળ ચાલી તમે જોજો આ યજ્ઞ નો કેટલો રિગાર્ડ (સન્માન) રાખે છે. અહીંયા ઘણાંઓ ને રિગાર્ડ નથી. આટલાં બધા યજ્ઞ નાં બાળકો છે. બાળકો આવતા રહે છે તો આ યજ્ઞ ની કેટલી ઈજ્જત રાખવી જોઈએ? પરંતુ ઘણાં છે જેમને કદર જ નથી. આ એટલો મોટો યજ્ઞ છે જેનાથી મનુષ્ય કોડી થી હીરા જેવાં, ભ્રષ્ટાચારી થી શ્રેષ્ઠાચારી બને છે એટલે બાબા કહે છે ભલે યજ્ઞ રચતા રહો, એક પણ શ્રેષ્ઠાચારી બન્યું તો અહો સૌભાગ્ય. આટલાં લાખો મંદિર વગેરે છે, ત્યાં કોઈ શ્રેષ્ઠચારી નથી બનતાં. અહીં તો ફક્ત ૩ પગ પૃથ્વી નાં જોઈએ. કોઈ આવે તો એકદમ જીવન સુધરી જાય. કેટલી ઈજ્જત હોવી જોઈએ યજ્ઞ ની! બાબા ને ઘણાં લખે છે બાબા, અમે અમારા ઘર માં ખોલીએ. સારું બાળકો, ભલે યજ્ઞ ભૂમિ બનાવો. કોઈ ન કોઈ નું કલ્યાણ થશે. આ યજ્ઞ ની ખૂબ ભારે મહિમા છે. યજ્ઞ ની ભૂમી છે જ્યાં બાળકીઓ બીજાઓ નું કલ્યાણ કરતી રહે છે. આવાં યજ્ઞ નું ખૂબ માન જોઈએ. પરંતુ જ્ઞાન પૂરું ન હોવાનાં કારણે એટલો રિગાર્ડ નથી. યજ્ઞ માં વિઘ્ન નાખવા વાળા અનેક છે. આ શિવબાબા નો યજ્ઞ છે. તો માતા-પિતા સાથે છે. આ મમ્મા-બાબા પાસે થી તો કાંઈ પણ નથી મળતું. બેહદ નાં બાપ પાસે થી જ બધું મળે છે. એ એક છે. મમ્મા-બાબા કહેવાય છે શરીરધારી ને. નિરાકાર ને તો શરીર નથી. તો બાપ કહે છે કે સાકાર નાં પણ મુરીદ (ભગત) ન બનો. મામેકમ્ યાદ કરો. આ બાબા પણ મને યાદ કરે છે. ચિત્રો માં દેખાડે છે રામ, કૃષ્ણ, બ્રહ્મા વગેરે બધા એમને યાદ કરે છે. એવું છે નહીં. ત્યાં તો કોઈ યાદ કરતાં નથી. તેમને પ્રારબ્ધ મળી ગઈ. એમને યાદ કરવાની શું દરકાર છે? આપણે પતિત બન્યાં છીએ, આપણે જ પાવન બનવા માટે યાદ કરવાનાં છે. મહિમા એક ની જ છે. એમનાં લીધે આમનું માન છે. તમારે કોઈ પણ દેહધારી ને યાદ કરવાના નથી. દેહધારી દ્વારા એમનો પરિચય મળે છે પરંતુ યાદ એમને કરવાનાં છે. બાબા પણ દેહધારી છે, બધો પરિચય આપે છે. પરંતુ ઘણાં એવાં પણ બેસમજ બાળકો છે જે કહે છે અમે તો ડાયરેક્ટ શિવબાબા ની પ્રેરણા થી જ્ઞાન લઈ શકીએ છીએ. જો એવું હોત તો પછી આ રથ માં એમને આવવાની શું જરુર પડી છે? એવાં પણ છે જે સમજે છે આ સાકાર થી અમારે શું કામ? બાપ કહે છે મનમનાભવ. એમને યાદ કરો પરંતુ આમનાં દ્વારા જ તો કહે છે ને? પછી નંબરવાર રિગાર્ડ રાખવાનો હોય છે. રિગાર્ડ એ જ રાખશે જે નંબરવાર ગાદી પર બેસવા વાળા હશે. મમ્મા-બાબા પહેલાં બેસશે રાજગાદી પર. પછી તેમને ફોલો (અનુસરણ) કરવાનાં છે. ખૂબ પ્રજા બનાવવી પડે. પદ પણ ખૂબ ઊંચ છે. ડરવાની કોઈ વાત નથી. એરોપ્લેન (વિમાન) માં કોઈ નવાં ચઢે છે તો જેમ ડરે છે. કોઈ તો જુઓ ચંદ્ર માં ઉપર જતા રહે છે. પ્રેક્ટિસ (અભ્યાસ) ની વાત છે ને? પરંતુ એનાથી ફાયદો કાંઈ પણ થવાનો નથી, આ તમે જાણો છો. તેઓ સમજે છે કે ચંદ્ર નાં ઉપર પણ રાજધાની બનાવીશું. પરંતુ આ કાંઈ પણ થવાનું નથી. ડાઉન ફોલ (પતન) છે ને? પતન અને ઉત્થાન ને પણ બાળકો સમજે છે. ચિત્ર પણ છે, આ લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતાં.

આજે તો જુઓ ભારત કેટલું ગરીબ છે? આ તો સાચ્ચી વાત છે. આમણે તો પોતે જ લખ્યું છે તો અહીં સીડી માં દેખાડવું જોઈએ. ત્યાં હીરા નાં મહેલ ચમકે છે, અહીં પછી કોડીઓ દેખાડવી જોઈએ. પહેલાં કોડીઓ ચાલતી હતી. ગુરુદ્વારાઓ માં કોડીઓ રાખતા હતાં. હવે તો કોઈ પૈસા પણ રાખતા નહીં હશે. સીડી તો ખૂબ સારી છે, આમાં ખૂબ લખી શકો છો. મમ્મા-બાબા સાથે બાળકો નાં પણ ચિત્ર હોય અને ઉપર આત્માઓ નું ઝાડ પણ. નવાં-નવાં ચિત્ર તૈયાર થતા જશે. સમજાવવા માં પણ સહજ થશે. પતન (ઉતરતી કળા) કેવી રીતે થાય છે પછી ઉત્થાન (ચઢતી કળા) કેવી રીતે થાય છે. આપણે નિરાકારી દુનિયા માં જઈને પછી સાકારી દુનિયા માં આવીએ છીએ, સમજાવવા માં ખૂબ સહજ છે. સમજતા નથી તો સમજાય છે તકદીર માં નથી. ડ્રામા ને સાક્ષી બનીને જોવાય છે. બાળકો ને યજ્ઞ ની ખૂબ કદર હોવી જોઈએ. યજ્ઞ નો એક પૈસો પણ વગર પૂછે ઉઠાવવો અથવા માત-પિતા ની રજા વગર કોઈને આપવો, આ મહાન પાપ છે. તમે તો બાળકો છો, કોઈ સમયે પણ કોઈ પણ વસ્તુ મળી શકે છે. વધારે લઈને કેમ રાખવી જોઈએ? વિચારે છે ખબર નહીં ન મળે, તો અંદર રાખવાથી તે પછી દિલ ખાય છે કારણકે ગેરકાયદેસર કામ છે ને? વસ્તુ તો તમને ક્યારેય પણ મળી શકે છે. બાપે કહ્યું છે અંતકાળે અચાનક કોઈ પણ મરી તો શકે છે. તો અંત સમયે જે પાપ કર્યા હશે તે કીચડપટ્ટી બધી સામે આવશે એટલે બાબા હંમેશા સમજાવે છે અંદર કોઈ દુવિધા ન રહેવી જોઈએ. દિલ સાફ હશે તો અંત ઘડીએ કાંઈ પણ સામે નહીં આવશે. યજ્ઞ માંથી તો બધું જ મળતું રહે છે. અનેક બાળકો છે જેમની પાસે પૈસા અઢળક છે. એમને કહે છે જ્યારે જરુર હશે ત્યારે મંગાવી લઈશું. કહે છે બાબા ક્યારેય પણ જરુર હોય તો અમે બેઠાં છીએ. ભલે પવિત્ર નથી રહેતાં. ખાવા-પીવાની પણ પરેજી નથી રાખતાં. પરંતુ આ પ્રણ કરે છે - બાબા અમારી પાસે ખૂબ પૈસા પડ્યાં છે, એમ જ ગુમ થઈ જશે. વચ્ચે કોઈ ખાઈ જશે એટલે જ્યારે જોઈએ, મંગાવી લેજો. બાબા કહે છે અમે પણ શું કરીશું? મકાન બનાવવાના હોય છે તો જાતે જ આવી જાય છે. તો અનેક બાળકો બેઠાં છે પોતાનાં ઘર માં. તો એવાં બાળકો પણ ઊંચ પદ મેળવી લે છે. પ્રજા માં પણ કોઈ ઓછું પદ નથી. રાજાઓ કરતાં પણ કોઈ સાહૂકાર ખૂબ ધનવાન હોય છે એટલે અંદર કોઈ એવાં વિચાર ન કરવાં જોઈએ. તમારો અંજામ (વાયદો) છે બાબા તમે જે ખવડાવશો… પછી પણ એનાં પર નથી ચાલતાં તો દુર્ગતિ થઈ જાય છે. બાપ આવ્યાં છે સદ્દગતિ આપવાં. જો ઊંચ પદ નહીં મેળવશો તો દુર્ગતિ કહેવાશે ને? ત્યાં પણ ઘણાં સાહૂકાર, કોઈ ઓછું પદ, કોઈ ઊંચ પદ વાળા તો છે ને? બાળકોએ શ્રીમત પર પુરુષાર્થ કરવાનો છે. પોતાની મત પર ચાલવાથી પોતાને દગો આપે છે. આ શિવબાબા નો રચેલો જ્ઞાન-યજ્ઞ છે. આનું નામ જ છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન-યજ્ઞ. શિવબાબા આવીને સ્વરાજ્ય આપે છે. કોઈક ની તકદીર માં નથી, નામ પ્રખ્યાત નથી થવાનું તો મુખ થી સારા-સારા પોઈન્ટ (વાત) નથી નીકળતાં. કોઈને સમજાવતા નથી તો કહેવાશે - નામ કાઢવામાં (કરવામાં) હજી વાર છે, જેનાં કારણે સમજાવતા સમયે મુખ્ય-મુખ્ય પોઈન્ટ્સ ભૂલાઈ જાય છે. આ પણ સમજાવવું જોઈએ - આ રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન-યજ્ઞ છે, સ્વરાજ્ય મેળવવા માટે. બોર્ડ પર પણ લખી શકો છો. આ યજ્ઞ માં જૂની દુનિયા આખી સ્વાહા થઈ જાય છે, જેનાં માટે આ મહાભારત લડાઈ ઉભી થઈ (રચાઈ) છે. વિનાશ નાં પહેલાં આ સ્વરાજ્ય પદ લેવું હોય તો આવીને લો. બોર્ડ પર તો ઘણું લખી શકો છો. મુખ્ય-લક્ષ પણ આવી જાય. નીચે લખવું જોઈએ - સ્વરાજ્ય પદ મળે છે. જેટલું થઈ શકે સ્પષ્ટ લખાણ હોવું જોઈએ જે કોઈ પણ વાંચવાથી સમજી જાય. બાબા ડાયરેક્શન આપે છે આવાં-આવાં બોર્ડ બનાવો. આ શબ્દ જરુર લખો. આગળ ચાલી આ યજ્ઞ નો પ્રભાવ ખૂબ નીકળશે. તોફાન તો ખૂબ આવશે. કહે છે સત્ય ની નાવ હલશે-ડોલશે પરંતુ ડૂબશે નહીં. ક્ષીરસાગર તરફ જવું છે તો વિષય સાગર તરફ દિલ ન રાખવું જોઈએ. જે જ્ઞાન નથી લેતા એમની પાછળ પડીને પોતાનો સમય વેસ્ટ ન કરવો જોઈએ. સમજણ તો બહુજ-બહુજ સહજ છે.

તમે જ પૂજ્ય દેવી-દેવતા હતાં, હવે પુજારી બન્યાં છો. પછી બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો ખાદ નીકળી જશે. તમારા પાપ ભસ્મ થઈ જશે બીજો કોઈ ઉપાય નથી. આ જ સાચ્ચો-સાચ્ચો ઉપાય છે. પરંતુ યોગ માં રહેતા નથી. દેહ-અભિમાન ખૂબ છે. દેહ-અભિમાન જ્યારે નીકળે ત્યારે યોગ માં રહી શકે, પછી કર્માતીત અવસ્થા બને. અંત માં કોઈ પણ વસ્તુ યાદ ન આવવી જોઈએ. કોઈ-કોઈ બાળકો ને કોઈ વસ્તુ માં એટલો મોહ પડી જાય છે જે વાત ન પૂછો. શિવબાબા ને ક્યારેય યાદ નથી કરતાં. આવાં બાપ ને ખાસ યાદ કરવાનાં છે. કહેવાય છે હથ કાર ડે દિલ યાર ડે… આવું ખૂબ મુશ્કેલ કોઈને યાદ રહે છે. ચલન થી જ ખબર પડી જાય છે. યજ્ઞ નો રીગાર્ડ નથી રહેતો. આ યજ્ઞ ની ખૂબ સંભાળ રાખવી જોઈએ. સંભાળ કરી એટલે બાબા ને ખુશ કર્યાં. દરેક વાત માં સંભાળ જોઈએ. ગરીબો ની પાઈ-પાઈ આ યજ્ઞ માં આવે છે જેનાથી તે પદમપતિ બને છે. માતાઓ જેમની પાસે કાંઈ પણ નથી, એક-બે રુપિયા, આઠ આના યજ્ઞ માં આપે છે તે પદમ પતિ બની જાય છે કારણકે ખૂબ ભાવના થી, ખુશી થી લાવે છે. બાપ કહે છે હું છું જ ગરીબ નિવાઝ. આપ બાળકો માટે જ આવ્યો છું. કોઈ ૮ આના લઈ આવે છે. બાબા મકાન માં એક ઈંટ લગાવી દો. ક્યારેક બે મુઠ્ઠી અનાજ પણ લઈ આવે છે. એમનું તો ખૂબ થઈ જાય છે. કણ-કણ મોહર બરાબર થઈ જાય છે. એવું થોડી કે તમારે ગરીબો ને દાન આપવાનું છે. ગરીબ ને તો તે લોકો દાન આપે છે. એવાં તો દુનિયા માં ઘણાં ગરીબ છે. બધા આવીને અહીં બેસી જાય તો માથું જ ખરાબ કરી દે. એમ તો ઘણાં કહે છે અમે યજ્ઞ માં સમર્પણ થઈએ. પરંતુ સંભાળીને લેવાનાં હોય છે. એવું ન થાય કે યજ્ઞ માં આવીને ઉધમ (તોફાન) મચાવે. યજ્ઞ માં તો ખૂબ પુણ્ય આત્મા બનવું જોઈએ. ખૂબ સંભાળ કરવી જોઈએ. રિગાર્ડ રહેવો જોઈએ યજ્ઞ માટે. જે ઈશ્વરીય યજ્ઞ થી આપણે પોતાનું શરીર નિર્વાહ કરીએ છીએ. યજ્ઞ નો પૈસો કોઈને આપવો મોટું પાપ છે. આ પૈસા છે જ એમનાં માટે જે કોડી થી હીરા જેવાં બને છે, ઈશ્વરીય સર્વિસ (સેવા) માં છે, બાકી ગરીબો વગેરે ને આપવું આ દાન-પુણ્ય તો જન્મ-જન્માંતર કરતા આવ્યાં છો. ઉતરતાં-ઉતરતાં પાપ આત્મા જ બનતા ગયાં.

આપ બાળકો બધાને બાપ નો પરિચય આપવા માટે નાનાં-નાનાં ગામડા માં પણ પ્રદર્શન કરતા રહો. એક ગરીબ પણ નીકળી આવે તો તે પણ સારું છે, આમાં કોઈ ખર્ચો તો નથી. લક્ષ્મી-નારાયણે આ રાજાઈ મેળવી, શું ખર્ચો કર્યોં. કાંઈ પણ નહીં. વિશ્વ ની બાદશાહી મેળવવા માટે ખર્ચો તો કાંઈ પણ કર્યો નથી. તે લોકો પરસ્પર કેટલું લડે છે! બારુદ વગેરે પર કેટલો ખર્ચો કરે છે! અહીં તો ખર્ચા ની કોઈ વાત જ નથી. વગર કોડી ખર્ચે, સેકન્ડ માં વિશ્વ ની બાદશાહી લો. અલ્ફ ને યાદ કરો. બે બાદશાહી છે જ. બાપ કહે છે જેટલું થઈ શકે સાચાં દિલ થી સાચાં સાહેબ ને રાજી કરો, તો સચખંડ નાં માલિક બનશો. જુઠ્ઠું અહીં ચાલશે નહીં. યાદ કરવાનાં છે. એવું નહીં કે અમે તો બાળકો છીએ જ. યાદ કરવામાં ખૂબ મહેનત છે. કોઈ વિકર્મ કર્યુ તો મોટા ગોટાળા માં આવી જશો. બુદ્ધિ સ્થિર રહેશે નહીં. બાબા તો અનુભવી છે ને? બાબા બતાવતા રહે છે. ઘણાં બાળકો પોતાને મિયા-મિઠ્ઠું સમજે છે પરંતુ બાબા કહે છે ખૂબ મહેનત છે. માયા ખૂબ વિઘ્ન નાખે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં આ રુદ્ર-યજ્ઞ નો ખૂબ-ખૂબ રિસ્પેક્ટ રાખવાનો છે. યજ્ઞ નું વાતાવરણ ખૂબ શુદ્ધ પાવરફુલ બનાવવામાં સહયોગી બનવાનું છે. આની પ્રેમ થી સંભાળ કરવાની છે.

2. પોતાની પાસે કાંઈ પણ છુપાવીને નથી રાખવાનું. દિલ સાફ તો મુરાદ હાસિલ. આ યજ્ઞ ની કોડી-કોડી અમૂલ્ય છે એટલે એક કોડી પણ વ્યર્થ નથી ગુમાવવાની. આની વૃદ્ધિ માં સહયોગ આપવાનો છે.

વરદાન :-
ત્રણેય કાળો ને સામે રાખી દરેક કાર્ય માં સફળ થવા વાળા સદા વિજયી ભવ

લૌકિક રીત માં પણ જે સમજદાર હોય છે તે આગળ-પાછળ સમજી-વિચારીને પછી પગલું ઉઠાવે છે. એવી રીતે અહીં પણ આપ બાળકો જ્યારે કોઈ કાર્ય કરો છો તો પહેલાં ત્રણેય કાળ ને સામે રાખીને પછી કરો, ફક્ત વર્તમાન ને ન જુઓ, બેહદ ની સમજ ધારણ કરો અને વિજયીપણા નાં નિશ્ચય નાં આધાર પર અથવા ત્રિકાળદર્શી પણા નાં આધાર પર દરેક કર્મ કરો તથા દરેક બોલ બોલો ત્યારે કહેવાશો અલૌકિક અથવા અસાધારણ.

સ્લોગન :-
હદ નાં કિનારા ને છોડી એક બાપ ને સહારો બનાવી લો તો પાર થઈ જશો.

આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

ઘણાં બાળકો સમજે છે હું સ્વયં ને જાણું છું કે હું ઠીક છું, બીજા નથી જાણતા અથવા બીજા નથી ઓળખતા, અંતે ઓળખી જ જશે તથા આગળ ચાલીને જોજો શું થાય છે? આ પણ જ્ઞાન સ્વરુપ, યાદ સ્વરુપ આત્મા માટે સ્વયં ને દગો આપવા વાળી અલબેલાપણા ની મીઠી નિંદ્રા છે. જે બાળકો નાં નિશ્ચય નું ફાઉન્ડેશન મજબૂત છે તે ક્યારેય છુપાઈ નથી શકતાં. તે સદા નિર્ભય અને નિશ્ચિંત રહે છે.