30-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
આવ્યાં છે સર્વ નાં દુઃખ હરીને સુખ આપવા , એટલે તમે દુઃખહર્તા નાં બાળકો કોઈને પણ
દુઃખ ન આપો”
પ્રશ્ન :-
ઊંચ પદ મેળવવા વાળા બાળકો ની મુખ્ય નિશાની શું હશે?
ઉત્તર :-
૧. તે સદા શ્રીમત પર ચાલતાં રહેશે. ૨. ક્યારેય હઠ નહીં કરશે. ૩. સ્વયંને જાતે જ
રાજતિલક આપવા માટે ભણવાનું ભણીને ગેલપ કરશે. ૪. પોતાનું ક્યારેય નુકસાન નહીં કરે.
૫. સર્વ પ્રત્યે રહેમદિલ અને કલ્યાણકારી બનશે. તેમને સર્વિસ (સેવા) નો ખૂબ શોખ હશે.
૬. કોઈ પણ તુચ્છ કામ નહીં કરશે. લડશે-ઝઘડશે નહીં.
ગીત :-
તૂને રાત ગવાઈ
સો કે…
ઓમ શાંતિ!
રુહાની બાળકો
રુહાની બાપ ની સામે બેઠાં છે. હવે આ ભાષા ને આપ બાળકો જ સમજો છો બીજું કોઈ નવું સમજી
ન શકે. “હે રુહાની બાળકો” એવું ક્યારેય કોઈ કહી ન શકે. કહેતાં આવડશે જ નહીં. તમે
જાણો છો આપણે રુહાની બાપ ની સામે બેઠાં છીએ. જે બાપ ને યથાર્થ રીતે કોઈ પણ જાણતું
નથી. ભલે પોતાને ભાઈ-ભાઈ પણ સમજે છે, આપણે બધા આત્માઓ છીએ. બાપ એક છે પરંતુ યથાર્થ
રીતે નથી જાણતાં. જ્યાં સુધી સન્મુખ આવીને સમજે નહીં ત્યાં સુધી સમજે પણ કેવી રીતે?
તમે પણ જ્યારે સન્મુખ આવો છો ત્યારે સમજો છો. તમે છો બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ. તમારી
સરનેમ જ છે બ્રહ્માવંશી બ્રહ્માકુમાર-કુમારીઓ. શિવ નાં તો બધા આત્માઓ છે. તમને
શિવકુમાર કે શિવકુમારી નહીં કહેશે. આ શબ્દ રોંગ (ખોટો) થઈ જાય છે. કુમાર છો તો
કુમારી પણ છો. શિવ નાં બધા આત્માઓ છે. કુમાર-કુમારી ત્યારે કહેવાય જ્યારે મનુષ્ય
નાં બાળકો બને છે. શિવ નાં બાળકો તો નિરાકારી આત્માઓ છે જ. મૂળવતન માં બધા આત્માઓ જ
રહે છે, જેમને સાલિગ્રામ કહેવાય છે. અહીંયા આવે છે પછી કુમાર અને કુમારીઓ બને છે
શરીરધારી. હકીક્ત માં તમે છો કુમાર શિવબાબા નાં બાળકો. કુમારીઓ અને કુમાર ત્યારે બનો
જ્યારે શરીર માં આવો છો. તમે બી.કે. છો, એટલે ભાઈ-બહેન કહેવાઓ છો. હમણાં આ સમયે તમને
નોલેજ મળી છે. તમે જાણો છો બાબા આપણને પાવન બનાવીને લઈ જશે. આત્મા જેટલાં બાપ ને
યાદ કરશે તો પવિત્ર બની જશે. આત્માઓ બ્રહ્મા મુખ દ્વારા આ નોલેજ ભણે છે. ચિત્રો માં
પણ બાપ ની નોલેજ ક્લિયર છે. શિવબાબા જ આપણને ભણાવે છે. નથી શ્રીકૃષ્ણ ભણાવી શકતા,
નથી શ્રીકૃષ્ણ દ્વારા બાપ ભણાવી શકતાં. શ્રીકૃષ્ણ તો વૈકુંઠ નાં પ્રિન્સ છે, આ પણ
આપ બાળકોએ સમજાવવાનું છે. શ્રીકૃષ્ણ તો સ્વર્ગ માં પોતાનાં મા-બાપ નું બાળક હશે.
સ્વર્ગવાસી બાપ નું બાળક હશે, તે વૈકુંઠ નાં પ્રિન્સ છે. તેમને પણ કોઈ જાણતા નથી.
શ્રીકૃષ્ણ જયંતી પર પોત-પોતાનાં ઘરો માં શ્રીકૃષ્ણ માટે ઝુલો બનાવે છે તથા મંદિરો
માં ઝુલા બનાવે છે. માતાઓ જઈને ગલ્લા માં પૈસા નાખે છે, પૂજા કરે છે. આજકાલ
ક્રાઈસ્ટ ને પણ શ્રીકૃષ્ણ જેવાં બનાવે છે. તાજ વગેરે પહેરાવી ને મા નાં ખોળા માં
દેખાડે છે. જેમ શ્રીકૃષ્ણ ને દેખાડે છે. હવે શ્રીકૃષ્ણ અને ક્રાઈસ્ટ રાશિ તો એક જ
છે. તે લોકો કોપી (નકલ) કરે છે. નહીં તો શ્રીકૃષ્ણ નાં જન્મ અને ક્રાઈસ્ટ નાં જન્મ
માં ખૂબ ફરક છે. ક્રાઈસ્ટ નો જન્મ કોઈ નાનાં બાળક નાં રુપ માં નથી થતો. ક્રાઈસ્ટ
નાં આત્મા એ તો કોઈ માં જઈને પ્રવેશ કર્યો છે. વિષ (વિકાર) થી જન્મ થઈ ન શકે. પહેલાં
ક્રાઈસ્ટ ને ક્યારેય નાનું બાળક નહોતાં દેખાડતાં. ક્રોસ પર દેખાડતા હતાં. આ હમણાં
દેખાડે છે. બાળકો જાણે છે ધર્મસ્થાપક ને કોઈ આમ મારી ન શકે, તો કોને માર્યાં? જેમનાં
માં પ્રવેશ કર્યો, તેમને દુઃખ મળ્યું. સતોપ્રધાન આત્મા ને દુઃખ કેવી રીતે મળી શકે.
તેમણે શું કર્મ કર્યુ જે આટલાં દુઃખ ભોગવ્યાં? આત્મા જ સતોપ્રધાન અવસ્થા માં આવે
છે. બધાનો હિસાબ-કિતાબ ચૂક્તું થાય છે. આ સમયે બાપ બધાને પાવન બનાવે છે. ત્યાં થી
સતોપ્રધાન આત્મા આવીને દુઃખ ભોગવી ન શકે. આત્મા જ ભોગવે છે ને? આત્મા શરીર માં છે
તો દુઃખ થાય છે. મને દર્દ છે-આ કોણે કહ્યું? આ શરીર માં કોઈ રહેવા વાળું છે. તેઓ કહે
છે પરમાત્મા અંદર છે તો એવું થોડી કહેશે - અમને દુઃખ છે. સર્વ માં પરમાત્મા
વિરાજમાન છે તો પરમાત્મા કેવી રીતે દુઃખ ભોગવશે? આ આત્મા પોકારે છે. હે પરમપિતા
પરમાત્મા અમારા દુઃખ હરો, પારલૌકિક બાપ ને જ આત્મા પોકારે છે.
હમણાં તમે જાણો છો
બાપ આવેલા છે, દુઃખ હરવાની યુક્તિઓ બતાવી રહ્યાં છે. આત્મા શરીર ની સાથે જ એવરહેલ્દી
(સદા સ્વસ્થ) વેલ્દી (સંપન્ન) બને છે. મૂળવતન માં હેલ્દી-વેલ્દી નહીં કહેવાશે. ત્યાં
કોઈ સૃષ્ટિ થોડી છે? ત્યાં તો છે જ શાંતિ. શાંતિ સ્વધર્મ માં સ્થિત છે. હમણાં બાપ
આવ્યાં છે, બધાનાં દુઃખ હરીને સુખ આપવાં. તો બાળકો ને પણ કહે છે-તમે મારા બન્યાં
છો, કોઈને દુઃખ નથી આપતાં. આ લડાઈ નું મેદાન છે, પરંતુ ગુપ્ત. તે છે પ્રત્યક્ષ. આ
જે ગાયન છે - યુદ્ધ નાં મેદાન માં જે મરશે તે સ્વર્ગ માં જશે, તેનો અર્થ પણ સમજાવો
પડે. આ લડાઈ નું મહત્વ જુઓ કેટલું છે! બાળકો જાણે છે આ લડાઈ માં મરવા થી કોઈ સ્વર્ગ
માં જઈ ન શકે. પરંતુ ગીતા માં ભગવાનુવાચ છે તેમને માનશે તો ખરા ને? ભગવાને કોને
કહ્યું? તે લડાઈ વાળાઓ ને કહ્યું કે તમને કહ્યું? બંનેવ ને કહ્યું. તેમને પણ
સમજાવાય છે, સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ સર્વિસ પણ કરવાની છે. હવે તમે
સ્વર્ગ માં જવા ઈચ્છો છો તો પુરુષાર્થ કરો, લડાઈ માં તો બધા ધર્મ વાળા છે, સિક્ખ પણ
છે, તે તો સિક્ખ ધર્મ માં જ જશે. સ્વર્ગ માં તો ત્યારે આવી શકે જ્યારે આપ બ્રાહ્મણો
પાસે થી આવીને જ્ઞાન લે. જેમ બાબા ની પાસે આવતા હતાં તો બાબા સમજાવતા હતાં - તમે
લડાઈ કરતા શિવબાબા ની યાદ માં રહેશો તો સ્વર્ગ માં આવી શકશો. બાકી એવું નથી કે
સ્વર્ગ માં રાજા બનશે. ના, વધારે તેમને સમજાવી પણ નથી શકતાં. તેમને થોડું જ જ્ઞાન
સમજાવાય છે. લડાઈ માં પોતાનાં ઈષ્ટ દેવતા ને યાદ જરુર રાખે છે. સિક્ખ હશે તો ગુરુ
ગોવિંદ ની જય કહેશે. એવું કોઈ નથી જે પોતાને આત્મા સમજી પરમાત્મા ને યાદ કરે. બાકી
હા જે બાપ નો પરિચય લેશે તો સ્વર્ગ માં આવી જશે. સર્વ નાં બાપ તો એક જ છે -
પતિત-પાવન. એ પતિતો ને કહે છે મને યાદ કરવાથી તમારા પાપ કપાઈ જશે અને હું જે સુખધામ
સ્થાપન કરું છું તેમાં તમે આવી જશો. લડાઈ માં પણ શિવબાબા ને યાદ કરશે તો સ્વર્ગમાં
આવી જશે. તે યુદ્ધ નાં મેદાન ની વાત બીજી છે, અહીંયા બીજી છે. બાપ કહે છે જ્ઞાન નો
વિનાશ નથી થતો. શિવબાબા નાં બાળકો તો બધા છે. હવે શિવબાબા કહે છે મામેકમ્ યાદ કરવા
થી તમે મારી પાસે આવી જશો મુક્તિધામ. પછી જે જ્ઞાન શીખવાડાય છે તે ભણશો તો સ્વર્ગ
ની રાજાઈ મળી જશે. કેટલું સહજ છે, સ્વર્ગ માં જવાનો રસ્તો સેકન્ડ માં મળી જાય છે.
આપણે આત્મા બાપ ને યાદ કરીએ છીએ, લડાઈ નાં મેદાન માં તો ખુશી થી જવાનું છે. કર્મ તો
કરવાના જ છે. દેશ નાં બચાવ માટે બધું જ કરવું પડે છે. ત્યાં તો છે જ એક ધર્મ. મતભેદ
ની કોઈ વાત નથી. અહીં કેટલાં મતભેદ છે. પાણી પર, જમીન પર ઝઘડા. પાણી બંધ કરી દે છે,
તો પત્થર મારવા લાગી જાય છે. એક-બીજા ને અનાજ નથી આપતા તો ઝઘડા થઈ જાય છે.
આપ બાળકો જાણો છો આપણે
પોતાનું સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. ભણતર થી રાજ્ય મેળવીએ છીએ. નવી દુનિયા
જરુર સ્થાપન થવાની છે, નોંધ છે તો કેટલી ખુશી થવી જોઈએ. કોઈ પણ વસ્તુ માં લડવા-ઝઘડવા
ની કોઈ વાત નથી. રહેવાનું પણ ખૂબ સાધારણ છે. બાબાએ સમજાવ્યું છે તમે સાસરે જાઓ છો
એટલે હમણાં વનવાસ માં છો. બધા આત્માઓ જશે, શરીર થોડી જશે? શરીર નું અભિમાન પણ છોડી
દેવાનું છે. આપણે આત્મા છીએ, ૮૪ જન્મ હવે પૂરા થયા છે. જે પણ ભારતવાસી છો-બોલો ભારત
સ્વર્ગ હતું, હમણાં તો કળિયુગ છે. કળિયુગ માં અનેક ધર્મ છે. સતયુગ માં એક જ ધર્મ હતો.
ભારત ફરી થી સ્વર્ગ બનવાનું છે. સમજે પણ છે ભગવાન આવેલા છે. આગળ ચાલી ભવિષ્યવાણી પણ
કરતા રહેશે. વાયુમંડળ જોશે ને? તો બાપ બાળકો ને સમજાવે છે. બાપ તો બધાનાં છે ને?
બધાનો હક છે. બાપ કહે છે હું આવ્યો છું અને બધાને કહું છું - મામેકમ્ યાદ કરો તો
તમારા વિકર્મ વિનાશ થશે. હવે તો મનુષ્ય સમજે છે - ક્યારેય પણ લડાઈ થઈ શકે છે. આ તો
કાલે પણ થઈ શકે છે. લડાઈ જોર ભરવામાં વાર થોડી લાગે છે? પરંતુ આપ બાળકો સમજો છો હજી
આપણી રાજધાની સ્થાપન થઈ નથી તો વિનાશ કેવી રીતે થઈ શકે છે? હજી બાપ નો પૈગામ (સંદેશ)
જ ચારેય બાજુ ક્યાં આપ્યો છે? પતિત-પાવન બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે.
આ પૈગામ બધાનાં કાન પર જવો જોઈએ. ભલે લડાઈ લાગે, બોમ્બસ પણ લાગી જાય પરંતુ તમને
નિશ્ચય છે કે આપણી રાજધાની જરુર સ્થાપન થવાની છે, ત્યાં સુધી વિનાશ થઈ નથી શકતો.
વિશ્વ માં શાંતિ કહે છે ને? વિશ્વ માં લડાઈ થશે તો વિશ્વ ને ખતમ કરી દેશે.
આ છે વિશ્વ વિદ્યાલય,
આખાં વિશ્વ ને તમે નોલેજ આપો છો. એક જ બાપ આવીને આખાં વિશ્વ ને પલટાવે (પરિવર્તન કરે)
છે. તે લોકો તો કલ્પ ની આયુ જ લાખો વર્ષ કહી દે છે. તમે જાણો છો આની આયુ પૂરાં ૫૦૦૦
વર્ષ છે. કહે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં હેવન હતું. ઈસ્લામી, બૌદ્ધિ વગેરે
બધાનો હિસાબ-કિતાબ કાઢે છે. તેમનાં પહેલાં બીજા કોઈનું નામ નથી. તમે અંગે અક્ષર
બતાવી શકો છો. તો તમને કેટલો નશો રહેવો જોઈએ? ઝઘડા વગેરે ની વાત જ નથી. ઝઘડે તે છે
જે નિધણ નાં હોય છે. તમે હમણાં જે પુરુષાર્થ કરશો ૨૧ જન્મ માટે પ્રારબ્ધ બની જશે.
લડશો-ઝઘડશો તો ઊંચ પદ પણ નહીં મળશે. સજાઓ પણ ખાવી પડશે. કોઈ પણ વાત છે, કાંઈ પણ
જોઈએ તો બાપ ની પાસે આવો, ગવર્મેન્ટ (સરકાર) પણ કહે છે ને તમે ફેસલો (નિર્ણય) પોતાનાં
હાથ માં નહીં ઉઠાવો. કોઈ કહે છે અમને વિલાયત (વિદેશ) નાં બુટ જોઈએ. બાબા કહેશે બાળકો
હમણાં તો વનવાસ માં છો. ત્યાં તમને ખૂબ માલ મળશે. બાપ તો રાઈટ (સાચ્ચું) જ સમજાવશે
ને કે આ વાત ઠીક નથી. અહીં તમે આ આશા કેમ રાખો છો? અહીં તો ખૂબ સિમ્પલ રહેવું જોઈએ.
નહીં તો દેહ-અભિમાન આવી જાય છે, આમાં પોતાની નથી ચલાવવાની હોતી, બાબા જે કહે, બીમારી
વગેરે છે ડોક્ટર વગેરે ને પણ બોલાવે છે, દવા વગેરે થી સંભાળ તો બધાની થાય છે. છતાં
પણ દરેક વાત માં બાપ બેઠાં છે. શ્રીમત તો શ્રીમત છે ને? નિશ્ચય માં વિજય છે. એ તો
બધું જ સમજે છે ને? બાપ ની સલાહ પર ચાલવા માં જ કલ્યાણ છે. પોતાનું પણ કલ્યાણ કરવાનું
છે. કોઈને વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બનાવી નથી શકતાં તો વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય)
થયા ને? પાઉન્ડ બનવા લાયક નથી. અહીં વેલ્યુ નથી તો ત્યાં પણ વેલ્યુ નહીં રહે.
સર્વિસએબલ (સેવાધારી) બાળકો ને સર્વિસ નો કેટલો શોખ રહે છે. ચક્ર લગાવતા રહે છે.
સર્વિસ નથી કરતા તો તેમને રહેમદિલ, કલ્યાણકારી કાંઈ પણ નહીં કહેવાશે. બાબા ને યાદ
નથી કરતા તો તુચ્છ કામ કરતા રહેશે. પદ પણ તુચ્છ મેળવશે. એવું નહીં, અમારો તો શિવબાબા
સાથે યોગ છે. આ તો છે જ બી.કે. શિવબાબા બ્રહ્મા દ્વારા જ જ્ઞાન આપી શકે છે. ફક્ત
શિવબાબા ને યાદ કરશો તો મોરલી કેવી રીતે સાંભળશો પછી પરિણામ શું થશે? ભણશે નહીં તો
પદ શું મેળવશે? આ પણ જાણે છે બધાની તકદીર ઊંચી બનતી નથી. ત્યાં પણ તો નંબરવાર પદ હશે.
પવિત્ર તો બધાએ બનવાનું છે. આત્મા પવિત્ર બન્યાં વગર શાંતિધામ જઈ નથી શકતી.
બાપ સમજાવે છે તમે
બધાને આ જ્ઞાન સંભળાવતા ચાલો, કોઈ ભલે હમણાં નથી પણ સાંભળતાં, આગળ ચાલીને જરુર
સાંભળશે. હમણાં કેટલાં પણ વિઘ્ન, તોફાન જોર થી આવે - તમારે ડરવાનું નથી કારણકે નવાં
ધર્મ ની સ્થાપના થાય છે ને? તમે ગુપ્ત રાજધાની સ્થાપન કરી રહ્યાં છો. બાબા
સર્વિસએબલ બાળકો ને જોઈને ખુશ થાય છે. તમારે પોતાને જાતે જ રાજતિલક આપવાનું છે,
શ્રીમત પર ચાલવાનું છે. આમાં પોતાની હઠ ચાલી ન શકે. મફત પોતાને નુકસાન માં ન નાખવા
જોઈએ. બાપ કહે છે-બાળકો, સર્વિસએબલ અને કલ્યાણકારી બનો. સ્ટુડન્ટ ને શિક્ષક કહેશે
ને, ભણીને ગેલપ કરો. તમને ૨૧ જન્મો માટે સ્વર્ગ ની સ્કોલરશિપ મળે છે. ડીનાયસ્ટી (રાજધાની)
માં જવું આ જ મોટી સ્કોલરશિપ છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સંગમ પર
ખૂબ સિમ્પલ સાધારણ રહેવાનું છે કારણકે આ વનવાસ માં રહેવાનો સમય છે. અહીં કોઈ પણ આશા
નથી રાખવાની. ક્યારેય પોતાનાં હાથમાં લૉ (કાયદો) નથી લેવાનો. લડવા-ઝઘડવાનું નથી.
2. વિનાશ નાં પહેલાં
નવી રાજધાની સ્થાપન કરવા માટે બધાને બાપ નો પૈગામ (સંદેશ) આપવાનો છે કે બાપ કહે છે
મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય અને તમે પાવન બનો.
વરદાન :-
સંતુષ્ટતા ની
વિશેષતા દ્વારા સેવા માં સફળતા મૂર્ત બનવા વાળા સંતુષ્ટ મણી ભવ
સેવાનો વિશેષ ગુણ
સંતુષ્ટતા છે. જો નામ સેવા હોય અને સ્વયં પણ ડિસ્ટર્બ હોય તથા બીજાઓ ને પણ ડિસ્ટર્બ
કરે તો એવી સેવા ન કરવી સારી છે. જ્યાં સ્વયં પ્રત્યે તથા સંપર્ક વાળા થી સંતુષ્ટતા
નથી તે સેવા નથી સ્વયં ને ફળ ની પ્રાપ્તિ કરાવતી, નથી બીજાઓ ને, એટલે પહેલાં
એકાંતવાસી બની સ્વ પરિવર્તન દ્વારા સંતુષ્ટમણિ નું વરદાન પ્રાપ્ત કરી પછી સેવા માં
આવો ત્યારે સફળતા મુર્ત બનશો.
સ્લોગન :-
વિધ્નો રુપી
પથ્થર ને તોડવા માં સમય ન ગુમાવીને એને હાઈ જમ્પ આપીને પાર કરો.
અવ્યક્ત ઈશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો
જ્વાળા સ્વરુપ યાદ
માટે મન અને બુદ્ધિ બંને ને એક તો પાવરફુલ બ્રેક જોઈએ અને ફેરવવા ની પણ શક્તિ જોઈએ.
એનાથી બુદ્ધિ ની શક્તિ તથા કોઈ પણ એનર્જી વેસ્ટ ન થઈને જમા થતી જશે. જેટલી જમા થશે
એટલી જ પરખવા ની, નિર્ણય કરવા ની શક્તિ વધશે. એનાં માટે હવે સંકલ્પો નો વિસ્તાર બંધ
કરતા ચાલો અર્થાત્ સમેટવા ની શક્તિ ધારણ કરો.