30-09-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
દેહભાન થી મરી જાઓ અર્થાત્ આ જૂની પતિત દુનિયા થી પ્રીત તોડી એક બાપ થી સાચ્ચી
પ્રીત જોડો”
પ્રશ્ન :-
સંગમ પર આપ બાળકોની
નેચરલ બ્યુટી (કુદરતી સુંદરતા) કઈ છે?
ઉત્તર :-
જ્ઞાન નાં ઘરેણાંથી સદા સજ્યા-સજેલાં રહેવું - આ જ તમારી નેચરલ બ્યુટી છે. જે જ્ઞાન
નાં ઘરેણાં થી સજેલાં રહે છે તેમનો ચહેરો ખુશી માં ફૂલ ની જેમ ખીલેલો રહે છે. જો
ખુશી નથી રહેતી તો જરુર કોઈ દેહ-અભિમાન ની આદત છે, જેનાથી જ બધાં વિકાર ઉત્પન્ન થાય
છે.
ગીત :-
મહેફિલ મેં જલ
ઉઠી શમા...
ઓમ શાંતિ!
આ ગીત નો અર્થ
કેટલો વિચિત્ર છે. પ્રીત બની છે શેનાં માટે? (મરવાનાં માટે) કોનાથી બની છે? ભગવાન
થી કારણકે આ દુનિયા થી મરીને એમની પાસે જવાનું છે. આવી ક્યારેય કોઈની સાથે પ્રીત થઈ
છે શું? જે આ ખ્યાલ માં આવે કે મરી જઈશું. પછી કોઈ પ્રીત રાખશે? ગીત નો અર્થ કેટલો
વન્ડરફુલ (અદ્દભુત) છે. શમા થી પરવાના પ્રીત રાખી ફેરો ફરી બળી મરે છે. તમારે પણ
બાપ ની પાસે આવતાં-આવતાં આ શરીર છોડવાનું છે અર્થાત્ બાપ ને યાદ કરતાં-કરતાં આ શરીર
છોડવાનું છે. આ તો જેમ મોટો દુશ્મન થઈ ગયો, જેની સાથે આપણે પ્રીત રાખીએ અને મરી જઈએ
એટલે મનુષ્ય ડરે છે. દાન-પુણ્ય, તીર્થ-યાત્રા વગેરે કરે છે, ભગવાન ની પાસે જવા માટે.
શરીર છોડે છે તો મનુષ્ય કહે છે ભગવાન ને યાદ કરો. ભગવાન કેટલાં નામીગ્રામી છે. એ આવે
છે તો આખી જૂની દુનિયાને ખતમ કરી દે છે. આપ બાળકો જાણો છો - આપણે આ યુનિવર્સિટી માં
આવીએ જ છીએ - જૂની દુનિયાથી નવી દુનિયામાં જવાનાં માટે. જૂની દુનિયા ને પતિત દુનિયા
હેલ (નર્ક) કહેવાય છે. બાપ નવી દુનિયામાં જવાનો રસ્તો બતાવે છે ફક્ત મને યાદ કરો,
હું છું હેવનલી ગોડફાધર. તે ફાધર થી તમને ધન, મિલકત, મકાન વગેરે મળશે. બાળકીઓને
વારસો મળવાનો નથી. તેમને બીજા ઘરે મોકલી દે છે. એટલે તે વારીસ ન થઇ. આ તો બાપ છે બધા
આત્માઓનાં બાપ, આમની પાસે બધાએ આવવાનું છે, મરવાનું છે. કોઈ સમયે જરુર બાપ આવે છે,
બધાને ઘરે લઈ જાય છે કારણ કે નવી દુનિયામાં બહુ થોડાં મનુષ્ય હોય છે. જૂની દુનિયામાં
તો બહુજ છે, નવી દુનિયામાં મનુષ્ય પણ થોડાં અને સુખ પણ ખુબ હોય છે. જૂની દુનિયામાં
બહુજ મનુષ્ય છે તો દુઃખ પણ બહુજ છે એટલે પોકારતાં રહે છે. બાપુ ગાંધી જેમને ભારત
નાં પિતા સમજતાં હતાં, તે પણ કહેતાં હતાં હે પતિત-પાવન આવો. ફક્ત એમને જાણતાં નહોતાં.
સમજે પણ છે પતિત-પાવન પરમપિતા પરમાત્મા છે, એ જ વર્લ્ડ (દુનિયા) નાં લિબરેટર (મુક્તિદાતા)
છે. રામ-સીતા ને તો આખી દુનિયા નહીં માનશે ને. આ ભૂલ છે. આખી દુનિયા પરમપિતા
પરમાત્મા ને લિબરેટર, ગાઈડ માને છે. લિબરેટ (મુક્ત) કરે છે દુઃખો થી. સારું, દુઃખ
આપવા વાળું કોણ? બાપ તો દુઃખ આપી ન શકે કારણકે એ પતિત-પાવન છે. પાવન દુનિયા સુખધામ
માં લઈ જવા વાળા છે. તમે છો એ રુહાની બાપ નાં રુહાની બાળકો. જેવાં બાપ તેવાં બાળકો.
લૌકિક બાપ નાં છે શરીરધારી બાળકો.
હવે આપ બાળકોએ સમજવાનું
છે આપણે આત્મા છીએ, પરમપિતા પરમાત્મા આપણને વારસો આપવા આવ્યાં છે. આપણે સ્ટુડન્ટ (વિદ્યાર્થી)
છીએ, આ ભૂલવું ન જોઈએ. બાળકોની બુદ્ધિમાં રહે છે શિવબાબા મધુબન માં મોરલી વગાડે છે.
તે કાંઠ ની મોરલી તો અહીં નથી. કૃષ્ણ નું ડાન્સ (નૃત્ય) કરવું, મોરલી વગાડવી તે
ભક્તિમાર્ગ નું છે. તમે શ્રીકૃષ્ણનાં માટે મોરલી ન કહી શકો. મોરલી શિવબાબા વગાડે
છે. તમારી પાસે સારા-સારા ગીત બનાવવા વાળા આવશે. ગીત ખાસ કરીને પુરુષ જ બનાવે છે.
તમારે કોઈ ભક્તિમાર્ગ નાં ગીત વગેરે નથી ગાવાનાં. તમારે તો એક શિવબાબા ને જ યાદ
કરવાનાં છે. બાપ કહે છે - મુજ અલ્ફ ને યાદ કરો. શિવ ને કહે છે બિંદુ. વ્યાપારી લોકો
બિંદુ લખે છે તો કહેશે શિવ. એક બિંદુ લખે ૧૦ થઈ જશે ફરી બિંદુ લખે તો ૧૦૦… તમારે પણ
શિવબાબા ને યાદ કરવાનાં છે. જેટલાં શિવ ને યાદ કરો છો તો અડધાકલ્પ નાં માટે ખૂબ
સાહૂકાર બની જાઓ છો. ત્યાં ગરીબ હોતાં જ નથી. બધાં સુખી રહે છે. દુઃખ નું નામ નથી.
બાપની યાદ થી વિકર્મ વિનાશ થઈ જશે. તમે ખૂબ ધનવાન બનશો. આને કહેવાય છે સાચાં બાપ
દ્વારા સાચ્ચી કમાણી. આ જ સાથે ચાલશે. મનુષ્ય બધાં ખાલી હાથે જાય છે. તમારે ભરતૂં (ભરપૂર)
હાથે જવાનું છે. બાપ ને યાદ કરવાનાં છે અને પવિત્ર બનવાનું છે. બાપે સમજાવ્યું છે -
પવિત્રતા હશે તો શાંતિ, સંપત્તિ મળશે. તમે આત્મા પહેલાં પવિત્ર હતા પછી અપવિત્ર બનો
છો. સંન્યાસીઓ ને પણ સેમી (અડધા) પવિત્ર કહેવાશે. તમારો છે ફુલ (પૂર્ણ) સંન્યાસ. તમે
જાણો છો તે કેટલું સુખ મેળવે છે. થોડું સુખ છે પછી તો દુઃખ જ છે. તે બધું છે
ભક્તિમાર્ગ. ભક્તિમાર્ગ માં હનુમાન ની પૂજા કરો તો તેમનો દીદાર થઈ જાય છે. ચંડિકા
દેવી નાં કેટલાં મેળા લાગે છે. એમનું ચિત્ર પણ હશે, જેમનું ધ્યાન કરશે તે તો જરુર
સામે આવશે જ. પરંતુ તેનાથી શું મળશે? અનેક પ્રકાર નાં મેળા લાગે છે કારણકે કમાણી તો
થાય છે ને. આ બધાં તેમનાં ધંધા છે. કહે છે ધંધે સબમેં ધૂર, બિગર ધંધે નર સે નારાયણ
બનાને કે. આ ધંધો કોઈ વિરલા કરે.
બાપ નાં બનીને બધું જ
દેહ સહિત બાપ ને આપી દેવાનું કારણકે તમે જાણો છો આપણને નવું શરીર જોઈએ. બાપ કહે છે
- તમે કૃષ્ણપુરી જઈ શકો છો પરંતુ જ્યારે આત્મા તમોપ્રધાન થી સતોપ્રધાન બને.
કૃષ્ણપુરી માં એવું નહીં કહેશે કે અમને પાવન બનાવો. અહીં બધાં મનુષ્ય માત્ર પોકારે
છે - હે લિબરેટર (મુક્તિદાતા) આવો. આ પાપ આત્માઓની દુનિયાથી લિબરેટ (મુક્ત) કરો.
હમણાં તમે જાણો છો બાપ આવ્યાં છે આપણને પોતાની સાથે લઈ જવાં. ત્યાં જવું તો સારું
છે ને. મનુષ્ય શાંતિ ઈચ્છે છે. હવે શાંતિ કહે કોને છે - આ નથી જાણતાં. કર્મ વગર તો
કોઈ રહી ન શકે. શાંતિ તો છે શાંતિધામ માં. પછી આ શરીર લઈને કર્મ તો કરવાનું જ છે.
સતયુગ માં કર્મ કરતાં શાંત રહે છે, અશાંતિ માં મનુષ્ય ને દુઃખ થાય છે એટલે કહે છે
શાંતિ કેવી રીતે મળે. હવે આપ બાળકો જાણો છો શાંતિધામ આપણું ઘર છે. સતયુગ માં
શાંતિ-સુખ બધું છે. હવે તે જોઈએ કે ફક્ત શાંતિ જોઈએ. અહીં તો દુઃખ છે એટલે
પતિત-પાવન બાપ ને પણ અહીં પોકારે છે. ભક્તિ કરે જ છે ભગવાન થી મળવાનાં માટે. ભક્તિ
પણ પહેલાં અવ્યભિચારી પછી વ્યભિચારી થાય છે. વ્યભિચારી ભક્તિ માં જુઓ શું-શું કરે
છે. સીડી માં જુઓ કેટલું સારું બતાવ્યું છે. પરંતુ પહેલાં-પહેલાં તો સિદ્ધ કરવું
જોઈએ ભગવાન કોણ છે. શ્રીકૃષ્ણને એવાં કોણે બનાવ્યાં! આગળ નાં જન્મ માં એ કોણ હતાં!
સમજાવવાની ખૂબ યુક્તિ જોઈએ. જે સારી સર્વિસ (સેવા) કરે છે, તેમનું દિલ (બુદ્ધિ) પણ
ગવાહી આપે છે. યુનિવર્સિટી માં જે સારી રીતે ભણશે તે જરુર આગળ જશે. નંબરવાર તો હોય
જ છે. કોઈ ડલહેડ (બેસમજ) પણ હોય છે. શિવબાબા ને આત્મા કહે છે મારી બુદ્ધિ નું તાળું
ખોલો. બાપ કહે છે - બુદ્ધિનું તાળું ખોલવાનાં માટે જ તો આવ્યો છું. પરંતુ તમારા
કર્મ જ એવાં છે જે તાળું ખુલતું જ નથી. પછી બાબા શું કરશે. ખુબ પાપ કરેલાં છે, હવે
બાબા તેમને શું કરશે! શિક્ષક ને કહેશે, હું ઓછું ભણું છું. શિક્ષક શું કરશે? શિક્ષક
તો કોઈ કૃપા નહીં કરશે. કરીને એક્સ્ટ્રા (વધારે) સમય રાખશે. તે તો તમને મનાઈ નથી.
પ્રદર્શન ખાલી પડ્યું છે, બેસીને પ્રેક્ટિસ (અભ્યાસ) કરો. ભક્તિમાર્ગ માં તો કોઈ
કહેશે માળા ફેરવો. કોઈ કહેશે આ મંત્ર યાદ કરો. અહીં તો બાપ આવીને પોતાનો પરિચય આપે
છે. બાપ ને જ યાદ કરવાનાં છે, જેમનાથી વારસો મળે છે. સતયુગ માં તો પારલૌકિક બાપ નો
વારસો મળી જાય છે પછી યાદ કરવાની દરકાર જ નથી રહેતી. ૨૧ જન્મોનાં માટે વારસો મળી
જાય છે, તો બાપ થી સારી રીતે વારસો લેવો જોઈએ ને. એમાં પણ બાપ કહે છે, વિકાર માં
ક્યારેય નહીં જતાં. થોડો પણ વિકાર નો ટેસ્ટ બેસ્યો તો પછી વૃદ્ધિ થઈ જશે. સિગરેટ
વગેરે નો એકવાર ટેસ્ટ કરે છે તો સંગ નો રંગ ઝટ લાગી જાય છે પછી તે આદત ને છોડવી
મુશ્કેલ થઈ જાય છે. બહાના કેટલાં કરે છે. આદત કોઈ પાડવી ન જોઈએ. છી-છી આદતો
મિટાવવાની છે. બાપ કહે છે - જીવતે જીવ દેહ નું ભાન છોડો, મને યાદ કરો. દેવતાઓને
હંમેશા પવિત્ર ભોગ લગાવાય છે તો તમે પણ પવિત્ર ખાઓ.
હવે આપ બાળકોએ ફૂલ
નાં જેવાં હર્ષિત રહેવું જોઈએ. કન્યા ને પતિ મળે છે તો મુખડું ખીલી જાય છે ને. સારા
ઘરેણાં વગેરે કપડાં પહેરે છે તો ચમકી ઉઠે છે. હવે તમે તો જ્ઞાન નાં ઘરેણાં પહેરો
છો. ત્યાં સ્વર્ગ માં તો નેચરલ બ્યુટી (કુદરતી સૌંદર્ય) રહે છે. શ્રીકૃષ્ણનું નામ જ
છે સુંદર. રાજા-રાણી, પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) બધાં સુંદર હોય છે.
ત્યાં પ્રકૃતિ પણ સતોપ્રધાન થઈ જાય છે. લક્ષ્મી-નારાયણ જેવી નેચરલ બ્યુટી અહીં કોઈ
બનાવી ન શકે. તેમને કોઈ આ આંખો થી જોઈ થોડી શકે છે. હાં, સાક્ષાત્કાર થાય છે પરંતુ
સાક્ષાત્કાર થી કોઈ હૂબહૂ ચિત્ર બનાવી થોડી શકશે! હાં, કોઈ આર્ટિસ્ટ (કલાકાર) ને
સાક્ષાત્કાર થઈ જાય અને તે સમયે બેસી બનાવે. પરંતુ છે મુશ્કેલ. તો આપ બાળકોને ખૂબ
નશો રહેવો જોઈએ. હવે બાબા આપણને લેવાં આવ્યાં છે. બાપ થી આપણને સ્વર્ગનો વારસો મળે
છે. આ આપણાં ૮૪ જન્મ પૂરા થયાં. એવાં-એવાં ખ્યાલ બુદ્ધિમાં હોવાથી ખુશી થશે. વિકાર
નો જરા પણ ખ્યાલ ન આવવો જોઈએ. બાપ કહે છે - કામ મહાશત્રુ છે. દ્રૌપદીએ પણ એટલે
પોકાર્યા છે ને.
બાપ કહે છે - તમે એક
મારા થી જ સાંભળો અને આ જ શ્રીમત બીજાઓને સંભળાવો. ફાધર શોઝ સન. સન શોઝ ફાધર. ફાધર
કોણ? શિવ ફાધર. શિવ અને સાલિગ્રામ નું ગાયન છે. શિવબાબા જે સમજાવે છે એનાં પર ફોલો
(અનુકરણ) કરો. ફોલો ફાધર. આ ગાયન એમનું છે, બાપ કહે છે - મીઠાં બાળકો, ફોલો કરી
પવિત્ર બનો, ફોલો કરવાથી જ તમે સ્વર્ગ નાં માલિક બનશો. લૌકિક બાપ ને ફોલો કરવાથી ૬૩
જન્મ તમે સીડી નીચે ઉતરો છો. હવે પારલૌકિક બાપ ને ફોલો કરી ઉપર ચઢવાનું છે. બાપની
સાથે જવાનું છે. બાપ કહે છે - એક-એક રત્ન લાખો રુપિયાનાં છે. બાપ રોજ સમજાવતાં રહે
છે - મીઠાં-મીઠાં બાળકો પહેલાં-પહેલાં બધાને બે બાપ નો પરિચય આપવાનો છે. લૌકિક બાપ
વારસો આપે છે પતિત બનવાનો. પારલૌકિક બાપ વારસો આપે છે પાવન બનવાનો. કેટલો ફરક છે.
હવે પારલૌકિક બાપ કહે છે પાવન બનો. વિકાર માં જવા વાળા ને પતિત કહેવાય છે.
તમારું મિશન છે પતિતો
ને પાવન બનાવવાનો રસ્તો બતાવવા વાળું. પારલૌકિક બાપ પણ હમણાં કહે છે - પાવન બનો
જ્યારે કે વિનાશ સામે છે. તો હવે શું કરવું જોઈએ? જરુર પારલૌકિક બાપ ની મત પર ચાલવું
જોઈએ ને. પ્રદર્શન માં આ પણ પ્રતિજ્ઞા લખાવવી જોઈએ. પારલૌકિક બાપ ને ફોલો કરશો?
પતિત બનવાનું છોડશો? લખો. બાપ જ ગેરેન્ટી (ખાતરી) લે છે, તમે પણ ગેરેન્ટી લઈ શકો
છો. તમે પતિત બનો જ કેમ છો જે પછી પોકારો છો હે પતિત-પાવન આવો. આખી વાત જ છે
પ્યોરિટી (પવિત્રતા) પર. આપ બાળકોને દિવસે-પ્રતિદિવસે ખુશી રહેવી જોઈએ. આપણને બાપ
સ્વર્ગ નો વારસો આપી રહ્યાં છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ ગંદી
(છી-છી) આદત નથી પાડવાની. જીવતે જીવ દેહ નું ભાન છોડવાનું છે. ફૂલ જેવાં હર્ષિત
રહેવાનું છે.
2. પારલૌકિક બાપ ને
ફોલો (અનુસરણ) કરી પાવન બનવાનું છે. એમની શ્રીમત પર ચાલવાની પ્રતિજ્ઞા કરવાની અને
કરાવવાની છે.
વરદાન :-
નિર્વિકારી
અથવા ફરિશ્તા સ્વરુપ ની સ્થિતિ નો અનુભવ કરવા વાળા આત્મ અભિમાની ભવ
જે બાળકો આત્મ-અભિમાની
બને છે તે સહજ જ નિર્વિકારી બની જાય છે. આત્મ-અભિમાની સ્થિતિ દ્વારા મન્સા માં પણ
નિર્વિકારીપણા ની સ્ટેજ નો અનુભવ થાય છે. એવી રીતે નિર્વિકારી, જેમને કોઈ પણ પ્રકાર
ની ઈમ્પ્યોરીટી (અપવિત્રતા) અથવા પ તત્વો નું આકર્ષણ આકર્ષિત નથી કરતું - તે જ
ફરિશ્તા કહેવાય છે. એના માટે સાકાર માં રહેતાં પોતાની નિરાકારી આત્મ-અભિમાની સ્થિતિ
માં સ્થિત રહો.
સ્લોગન :-
જીવન માં
અતિન્દ્રિય સુખ નો અનુભવ કરવા માટે વિશેષ અમૃતવેલા એકાંત પ્રિય બનો.
અવ્યક્ત ઇશારા - હવે
પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો
બ્રાહ્મણ આત્માઓની
પાસે જ્ઞાન તો પહેલાથી જ છે પરંતુ એના પ્રત્યે બે પ્રકાર થી દાતા બનો:- ૧. જે આત્મા
ને જે શક્તિની આવશ્યકતા હોય, એ આત્મા ને મન્સા દ્વારા અર્થાત્ શુદ્ધ વૃત્તિ,
વાયબ્રેશન દ્વારા શક્તિઓનું દાન અર્થાત્ સહયોગ આપો.
૨. કર્મ દ્વારા સદા
સ્વયં જીવન માં ગુણમૂર્ત બની, પ્રત્યક્ષ સેમ્પલ બનો બીજાઓને સહજ ગુણ ધારણ કરવાનો
સહયોગ આપો, આને કહેવાય છે ગુણદાન. દાન નો અર્થ છે સહયોગ આપવો.