30-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે યોગબળ થી રાવણ દુશ્મન પર જીત મેળવવાની છે , મનુષ્ય થી દેવતા બનવાનાં માટે દૈવીગુણ ધારણ કરવાનાં છે”

પ્રશ્ન :-
બધાં બાળકો બાપ ની શ્રીમત પર એક જેવાં નથી ચાલતાં - કેમ?

ઉત્તર :-
કારણકે બાપ જે છે, એમને બધાંએ એક જેવાં ઓળખ્યાં નથી. જ્યારે પૂરા ઓળખશે ત્યારે શ્રીમત પર ચાલશે. ૨. માયા દુશ્મન શ્રીમત પર ચાલવાથી રોકી લે છે એટલે બાળકો વચ્ચે-વચ્ચે પોતાની મત ચલાવી દે છે. પછી કહે બાબા માયા નાં તોફાન આવે છે, તમારી યાદ ભુલાઈ જાય છે. બાબા કહે બાળકો - રાવણ માયા થી ડરો નહીં. જોર થી પુરુષાર્થ કરો તો તે થાકી જશે.

ગીત :-
ન વહ હમ સે જુદા હોંગે…

ઓમ શાંતિ!
તમે સિંગલ આત્મા છો. દરેક કહેશે ઓમ્ શાંતિ. આ ડબલ છે આમને બે વાર કહેવું પડે - ઓમ્ શાંતિ, ઓમ્ શાંતિ. હમણાં બાપ બેસી બાળકો ને સમજાવે છે - તમે અહીં યુદ્ધ નાં મેદાન માં બેઠાં છો. એવું નથી કે જેમકે તે લોકો આપસ માં લડે છે. આમ તો ઘર-ઘર માં લડતાં-ઝઘડતાં રહે છે. મેજોરિટી (અધિકાંશ) ની વાત કરાય છે. નંબરવન છે દેહ-અભિમાન, સેકન્ડ છે કામ. હમણાં તમે યાદ નાં બળ થી ૫ વિકારો રુપી રાવણ પર જીત મેળવો છો. યાદ નું બળ છે તો તમે પડશો નહીં. તમારું એક રાવણ થી જ યુદ્ધ છે. ત્યાં તો અનેક પ્રકાર ની વાતો હોય છે. અહીં એક જ વાત છે. તમારું યુદ્ધ છે જ રાવણ ની સાથે. તમને શિખવાડવા વાળા કોણ છે? પતિત-પાવન ભગવાન. એ છે જ પતિત થી પાવન બનાવવા વાળા. પાવન અર્થાત્ દેવતા, તમે વિશ્વ નાં માલિક બનો છો. આ કોઈ મનુષ્ય સમજતાં નથી કે રાવણ દ્વારા તમે પતિત બન્યાં છો. બાપે સમજાવ્યું છે આ સમયે આખી દુનિયામાં રાવણ નું રાજ્ય છે. આમ તો રામરાજ્ય હોય છે સતયુગ, ત્રેતા માં. તો પણ આખી દુનિયામાં કહેશે. પરંતુ ત્યાં એટલાં મનુષ્ય નથી હોતાં. તમે વિશ્વ નું રાજ્ય લઈ રહ્યાં છો યોગબળ થી. એવું પણ નહીં અહીં બેઠાં છો ત્યારે જ બાપ ને યાદ કરવાનાં છે તથા સ્વદર્શન ચક્ર ફરાવવાનું છે, બસ. આ તો દરેક સમયે બુદ્ધિ માં રહેવું જોઈએ. આપણે સ્વર્ગ માં અડધોકલ્પ રાજ્ય કર્યું પછી રાવણ નો શ્રાપ મળવાથી ઉતરીએ છીએ. ઉતરવામાં સમય તો લાગે છે. ૮૪ પેઢી (સીડી) ઉતરવી પડે છે. ચઢતી કળા માં સીડીઓ તો નથી, જો સીડીઓ છે તો સેકન્ડ માં જીવનમુક્તિ કેવી રીતે કહેવાય? ક્યાં તમને ૨૫૦૦ વર્ષ ઉતરવામાં લાગે છે અને ક્યાં તમે થોડાં જ વર્ષો માં ચઢતી કળા માં આવી જાઓ છો. તમારું છે યોગબળ. એમનું છે બાહુબળ. દ્વાપર થી લઈને ઉતરે છે પછી બાહુબળ શરું થાય છે. સતયુગ માં મારવાની વાત હોય ન શકે. શ્રીકૃષ્ણ નાં માટે જે દેખાડ્યું છે - ઓખલી થી બાંધ્યા. એવી કોઈ વાત હોય ન શકે. ત્યાં બાળકો ક્યારેય ચંચળ હોતાં નથી. તે તો સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ હોય છે. શ્રીકૃષ્ણ ને કેટલાં યાદ કરતાં આવે છે. સારી વસ્તુ ની યાદ આવે છે ને! જેમ દુનિયામાં ૭ વન્ડર્સ (અજાયબીઓ) છે તો મનુષ્યો ને યાદ આવે છે, જોવાં જાય છે. આબુ માં સારા માં સારી શું વસ્તુ છે, જે મનુષ્ય જોવા આવે છે? રિલીજીયસ (ધાર્મિક) વ્યક્તિ તો આવે જ છે મંદિર જોવાં. ભક્તિમાર્ગ માં તો મંદિર બહુજ હોય છે. સતયુગ-ત્રેતા માં કોઈ મંદિર હોતાં નથી. મંદિર પછી થી બને છે, યાદગાર નાં માટે. સતયુગ માં તહેવાર વગેરે કોઈ હોતાં નથી. દિવાળી પણ આવી નથી હોતી. હાં, તખ્ત પર બેસે છે તો કોરોનેશન ડે (રાજ્યભિષેક દિવસ) મનાવે છે. ત્યાં તો જ્યોત બધાંની જાગેલી હોય છે.

તમારી પાસે એક ગીત પણ છે - નવયુગ આવ્યો… આ ફક્ત તમને ખબર છે કે આપણે નવયુગ અર્થાત્ સતયુગ નાં માટે, દેવી-દેવતા બનવાનાં માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. ભણતર તો પૂરી રીતે ભણવું જોઈએ. જ્યાં જીવવાનું છે જ્ઞાન-અમૃત પીવાનું છે. આ નોલેજ છે સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણવાનું. એમાં કોઈ ભાષા વગેરે નથી શિખાતી. ફક્ત બાપ ને યાદ કરવાનાં છે અને સ્વદર્શન ચક્ર ફરાવવાનું છે, બસ. અહીં તમે બેઠાં છો. સ્વદર્શન ચક્રધારી છો. બુદ્ધિ માં છે - અમારું ૮૪ જન્મો નું ચક્ર પૂરું થયું. હવે જૂનું શરીર, જૂનાં સંબંધ છોડીને નવાં લેવાનાં છે. વિષ્ણુપુરી નાં માલિક બનવાનાં માટે બાબા પુરુષાર્થ કરાવી રહ્યાં છે. દુનિયામાં બીજા બધાં છે આસુરી સંપ્રદાય. ભગવાનુવાચ - આ એ જ ગીતા નો યુગ ચાલી રહ્યો છે. આ છે કલ્પ-કલ્પ નો સંગમયુગ. બાપ કહે છે - હું આ કલ્પ નાં સંગમયુગ પર આવું છું. હું એ જ ગીતા નો ભગવાન છું. અહીં આવું છું નવી દુનિયા સ્વર્ગ રચવા, હું દ્વાપર માં કેવી રીતે આવીશ? આ એક મોટી ભૂલ છે. કોઈ નાની, કોઈ મોટી ભૂલ થાય છે. આ મોટા માં મોટી ભૂલ છે. શિવભગવાન જે પુનર્જન્મ રહિત છે, એનાં બદલે ૮૪ જન્મ લેવા વાળા નું નામ લખી દીધું છે. તમે હમણાં જાણો છો કે શ્રીકૃષ્ણ તો એવું કહી ન શકે કે મામેકમ્ યાદ કરો. બધાં ધર્મ વાળા થોડી એમને માનશે. શિવ તો નિરાકાર છે. તમે શિવશક્તિ સેના છો. શિવબાબા ની સાથે યોગ લગાવીને શક્તિ લો છો. એમાં મેલ-ફિમેલ (સ્ત્રી-પુરુષ) ની વાત નથી. તમે આત્માઓ બધાં ભાઈઓ છો. બધાં બાપ થી શક્તિ લઈ રહ્યાં છો. વારસો બાપ જ આપશે ને. એ બાપ જ સર્વ શક્તિમાન છે. આ લક્ષ્મી-નારાયણ ને પણ કહેશે સર્વશક્તિમાન કારણકે આખાં વિશ્વ નાં માલિક છે. એમણે આ રાજ્ય કેવી રીતે મેળવ્યું? હમણાં ભારત તો શું આખી દુનિયામાં રાવણ રાજ્ય છે. કોઈ રાજાઓ હોય છે તો ખબર હોય છે, એમનાં મોટાઓ (પૂર્વજો) એ રાજાઈ કરી છે, જે ચાલતી આવે છે. આ તો સતયુગ વગેરે થી ચાલ્યાં છે તો જરુર આગળ જન્મ માં એવો પુરુષાર્થ કર્યો હશે. પતિત રાજાઈ મળે છે દાન-પુણ્ય કરવાથી. અહીં તો આ સંગમ પર જ્ઞાન અને યોગબળ થી ૨૧ જન્મ નાં માટે રાજ્ય મેળવો છો.

તમે જાણો છો આ જૂની દુનિયા આખી વિનાશ થવાની છે. આ દેહ પણ નહીં રહેશે, એટલે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. બાબા-બાબા કહેવાનું શીખો. જેમ શરીરધારી બાળકોને શીખવાડાય છે તો તે એ જ બાપ ને યાદ કરે છે. હમણાં રુહાની બાપ આપ બાળકોને કહે છે હે બાળકો, આ નવી વાત છે. બાપ કહે છે - હમણાં મુજ રુહાની બાપ ને યાદ કરો કારણકે પાછું ઘરે ચાલવાનું છે. આત્મા તો અવિનાશી છે, શરીર વિનાશી છે તો તાકાત વાળું કોણ થયું? શરીર આત્મા નાં આધાર પર ચાલે છે. આત્મા ચાલ્યો જાય છે તો શરીર ને આગ માં બાળવું પડે છે. આત્મા તો છે જ અવિનાશી. તે બિંદુ નું બિંદુ જ છે. એ આત્માને કોઈ પણ નથી જાણતું. ભલે કરીને કોઈને સાક્ષાત્કાર થાય છે તો પણ શું! એમને તો આ ખબર જ નથી કે આત્મા જે બિંદુ છે, એમાં ૮૪ જન્મો નો અવિનાશી પાર્ટ ભરેલો છે. આ વાતો તમારી જ બુદ્ધિ માં છે. રાજયોગ શીખવાડવા વાળા છે જ એ બાપ. બાકી બેરિસ્ટર, વકીલ, એન્જિનિયર વગેરે તો ચાલ્યાં આવે છે. અહીં બનવાનું છે મનુષ્ય થી દેવતા. છે તે પણ મનુષ્ય પરંતુ એમને દેવતા કહેવાય છે. દેવતા અર્થાત્ દૈવી ગુણ ધારણ કરવા વાળા. તમારે પુરુષાર્થ કરી એવાં દૈવીગુણો વાળા બનવાનું છે. આ છે મુખ્ય ઉદ્દેશ. તમે જાણો છો આ દેવતાઓમાં કયાં ગુણો છે! એવાં આપણે બનવાનું છે. પ્રજા પણ હશે ને. પ્રજા અસંખ્ય બને છે. બાકી રાજા-રાણી બનવામાં મહેનત લાગે છે. જે મહેનત બહુજ કરશે તે રાજા-રાણી બનશે. જે ઘણાંને નોલેજ આપશે, તે દરેક પોતાનાં દિલ થી સમજી શકે છે. આત્મા કહે છે - હું બેહદ બાપ નો બની જ જઈશ. એમનાં પર વારી જઈશ, કુરબાન જઈશ. જે કાંઈ મારી પાસે છે તે બધું વારી જઈશ. ઈશ્વર ને તો આપે છે ને! તમે આવશો તો અમે કુરબાન જઈશું. એનાં બદલે તમારા થી નવું તન-મન-ધન લઈશું. મન નવું કેવી રીતે લેશો? આત્મા ને નવો (પવિત્ર) બનાવશો. પછી શરીર પણ નવું લેશો. રાજધાની પણ લેશો. હમણાં તમે લઈ રહ્યાં છો ને? આત્મા કહે છે હે બાબા આ શરીર સહિત તમારો છું. બાબા હું તમારા શરણે આવું છું. બધાં રાવણ રાજ્ય માં બહુજ દુઃખી થયાં છે એટલે બાબા હવે એનાથી લિબરેટ (મુક્ત) કરી પોતાની રાજધાની માં લઈ ચાલો (જાઓ). શિવબાબા તો મળી ગયાં તો બાકી શું! તમે જાણો છો કે શિવબાબા ની શ્રીમત થી સ્વર્ગ બને છે. આસુરી રાવણ ની મત થી નર્ક બને છે. હવે ફરીથી સ્વર્ગ બનવાનું છે, શ્રીમત થી. જરુર જે કલ્પ પહેલાં આવ્યાં હશે તે જ આવશે. શ્રીમત થી ઊંચ બનશે. રાવણ મત પર ચાલવાથી નીચે પડશે. તમારી હમણાં થાય છે ચઢતી કળા, બાકી બધાંની ઉતરતી કળા છે. કેટલાં અનેક ધર્મ છે. સતયુગ માં એક દેવી-દેવતા ધર્મ જ હતો. હમણાં તે પ્રાયઃલોપ થઈ ગયો છે (વડ નાં ઝાડ નું દૃષ્ટાંત).

તમે જાણો છો દેવી-દેવતા ધર્મ ની નિશાનીઓ તો છે. બરોબર દેવી-દેવતાઓ નું રાજ્ય હતું. ૫ હજાર વર્ષ ની વાત છે. તમે સિદ્ધ કરી બતાવો છો આ ૫ હજાર વર્ષ નું ચક્ર છે. આમાં ૪ યુગ છે. દરેક યુગ ની આયુ ૧૨૫૦ વર્ષ છે. એમણે તો લાખો વર્ષ લગાવી દીધાં છે. બહુજ ફરક હોવાનાં કારણે કોઈની બુદ્ધિ માં બેસતું નથી. સમજે છે જેમ બીજી-બીજી સંસ્થાઓ છે તેમ આ પણ બી.કે. ની સંસ્થા છે. એ ગીતા ને ઉઠાવે છે. હવે ગીતા તો કૃષ્ણ ભગવાને ગાઈ. આ દાદા તો ઝવેરી બેઠાં છે, તો મનુષ્ય મૂંઝાશે ને. બાપ કહે છે - હું જે છું, જેવો છું, આ સમય સુધી કોઈએ મને જાણ્યો નથી. અંત માં તમે પૂરી રીતે જાણશો. હમણાં સુધી નંબરવાર જાણ્યાં છે, ત્યારે તો શ્રીમત પર ચાલવું બહુ મુશ્કેલ સમજે છે. સારા-સારા બાળકો પણ શ્રીમત પર નથી ચાલતાં. રાવણ ચાલવા નથી દેતો. પોતાની મત ચલાવી દે છે. થોડાં છે જે શ્રીમત પર પૂરા ચાલવા વાળા છે. આગળ ચાલી પૂરા ઓળખશે ત્યારે શ્રીમત પર ચાલશે. હું જે છું, જેવો છું, તે આગળ ચાલી સમજશે. હમણાં સમજતાં જાય છે. પૂરા સમજી લે તો બાકી શું જોઈએ! રહેવાનું પણ પોતાનાં ગૃહસ્થ માં છે પરંતુ દુશ્મન માયા એવી છે જે શ્રીમત પર ચાલવાથી રોકી લે છે. કહે છે બાબા માયા નાં તોફાન બહુજ આવે છે. માયા તમારી યાદ ભુલાવી દે છે. હાં પુરુષાર્થ જોર થી કરતાં-કરતાં પછી અંત માં માયા પણ થાકી જશે. માળા પણ ૮ ની છે. મુખ્ય ૮ રતન છે. ૮ તો છે - જોડી. નવમું રતન વચ્ચે શિવબાબા ને રાખે છે. કોઈ લાલ બનાવે છે, કોઈ સફેદ. હવે શિવબાબા તો છે બિંદુ. બિંદુ લાલ નથી હોતું. બિંદુ તો સફેદ જ હોય છે. તે બહુજ સૂક્ષ્મ છે. દિવ્ય દૃષ્ટિ નાં સિવાય કોઈ જોઈ ન શકે. ડોક્ટર વગેરે કેટલી કોશિશ કરે છે જોવાની. પરંતુ જોઈ ન શકે કારણકે અવ્યક્ત વસ્તુ છે ને એટલે પૂછાય છે - તમે કહો છો અમે આત્મા છીએ, અચ્છા આત્મા ને ક્યારેય જોયો છે? પોતાને જ નથી જોઈ શકતાં તો બાપ ને કેવી રીતે જોઈ શકશે! આત્માને જાણવાનો છે કે કેવી રીતે એમાં પાર્ટ ભરેલો છે. આ બિલકુલ જ કોઈ નથી જાણતું. ૮૪ નાં બદલે ૮૪ લાખ કહી દીધું છે. બાપ આવીને બાળકોને પણ બધી વાતો સમજાવે છે. આજ નું ભારત શું છે, કાલ નું ભારત શું હશે! મહાભારત લડાઈ પણ છે. ગીતા નું જ્ઞાન પણ આપ્યું છે, આ રુદ્ર યજ્ઞ પણ છે. બધાં ધર્મ નો વિનાશ, એક ધર્મ ની સ્થાપના થઈ રહી છે.

આ શિવબાબા નો ભંડારો છે, એમાં તમને પવિત્ર ભોજન મળે છે. બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ જ બનાવે છે, એટલે એમની મહિમા અપરંઅપાર છે. એનાથી તમે પવિત્ર બની પવિત્ર દુનિયાનાં માલિક બનો છો, એટલે પવિત્ર ભોજન સારું છે. જેટલાં તમે ઊંચ થતાં જશો એટલું ભોજન પણ શુદ્ધ તમને મળશે. યોગયુક્ત કોઈ ભોજન બનાવે તો બળ બહુજ મળી જાય, તે પણ આગળ ચાલી મળશે. સેવાધારી બાળકો જે સેવાકેન્દ્ર પર રહે છે, તે પોતાનાં જ હાથે થી ભોજન બનાવીને ખાય તો પણ એમાં બહુજ બળ મળી શકે છે. જેમ પતિવ્રતા સ્ત્રી, પતિ નાં વગર કોઈને યાદ નથી કરતી. એમ આપ બાળકો પણ યાદ માં રહી ને બનાવો, ખાઓ તો બહુજ બળ મળશે. બાબા ની યાદ માં રહેવાથી તમે વિશ્વ ની બાદશાહી લો છો. બાબા સલાહ તો આપે છે પરંતુ હમણાં કોઈ ની બુદ્ધિ માં નથી આવતું. આગળ ચાલી થઈ શકે છે - કહેશે અમે પોતાનાં હાથ થી યોગયુક્ત થઈ ભોજન બનાવીએ છીએ, તો બધાનું કલ્યાણ થઈ જાય.

બાપ બાળકોને દરેક પ્રકાર ની મત આપે છે ને! ત્રિમૂર્તિ ચિત્ર સામે રાખ્યું હોય. વારસો શિવબાબા પાસેથી લેવાનો છે. કાંઈ ન કાંઈ યુક્તિ કરતાં રહો. બાબા પોતાનું દૃષ્ટાંત આપે છે - ભક્તિમાર્ગ માં હું નારાયણ નાં ચિત્ર ને બહુજ પ્રેમ કરતો હતો. બસ, એમને યાદ કરવાથી આંસુ આવી જતાં હતાં કારણકે એ સમયે વૈરાગ હતો. નાનપણ માં વૃત્તિ વૈરાગ ની હતી. આ છે પછી બેહદ ની વાતો. છતાં પણ કહે છે મનમનાભવ. યોગ માં રહેવાથી જ તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનશો. યાદ માં રહેવાની ફુરના (ફિકર) રાખવાની છે. શ્રીમત મળે છે, બાપ કહે છે યાદ કરો. હું સૃષ્ટિ નો રચયિતા છું તો તમે પણ નવી દુનિયાનાં માલિક બનશો ને. નહીં તો સજા પણ ખાશો અને પદ પણ ભ્રષ્ટ થઈ જશે. મરવાનાં પહેલાં બાળકોએ પણ ફૂરના (ફિકર) રાખવાની છે કે અમે સતોપ્રધાન કેવી રીતે બનીએ. બાપ ને યાદ તો જરુર કરવાનાં છે. આ છે મોટા માં મોટી ફૂરના. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગયુક્ત થઈ પોતાનાં હાથે થી ભોજન બનાવવાનું અને ખાવાનું છે. પવિત્ર દુનિયામાં જવાનાં માટે પવિત્ર ભોજન ખાવાનું છે. એમાં જ બળ છે.

2. નવું તન-મન-ધન પ્રાપ્ત કરવાનાં માટે જૂનું બધું જ બાપ પર વારી દેવાનું છે. આ શરીર સહિત બાપ પર પૂરે-પૂરું કુરબાન થવાનું છે.

વરદાન :-
એકાંત અને અંતર્મુખતા નાં અભ્યાસ દ્વારા સ્વયં ને અનુભવો થી સંપન્ન બનાવવા વાળા માયાજીત ભવ

નોલેજફુલની સાથે પાવરફુલ અર્થાત્ અનુભવી મૂર્ત બનવા માટે એકાંતવાસી અને અંતર્મુખી બનો. ડગમગ થવાનું કારણ છે અનુભવ ની કમી એટલે ફક્ત સમજવા, સમજાવવા વાળા કે મનન મૂર્ત નહીં બનો, એકાંતવાસી બની દરેક પોઇન્ટ નાં અનુભવી બનો તો કોઈ પણ પ્રકાર નાં દગા થી, દુઃખ કે સુવિધા થી બચી જશો. કોનું બાળક છું, શું પ્રાપ્તિ છે - આ પહેલાં પાઠ નો અનુભવ કરી લીધો તો માયાજીત સહજ જ થઈ જશો

સ્લોગન :-
જવાબદારી સંભાળવા સાથે ડબલ લાઈટ રહેવા વાળા જ બાપ નાં સમીપ રત્ન છે.

અવ્યક્ત ઇશારા - પરોપકારી ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો

પોતાનાં ત્રણ સ્વરુપ સદા સ્મૃતિ માં રાખો: એક ઉપકારી છું, બીજું નિરંકારી અને ત્રીજું અધિકારી છું. કેટલાં પણ કોઈ અપકારી હોય પરંતુ તમારી દૃષ્ટિ અને વૃત્તિ ઉપકારી હોય, પછી જેટલાં અધિકારી એટલાં નિરહંકારી. જ્યારે વૃત્તિ થી પણ હું-પણા નો ત્યાગ થશે, સ્મૃતિ માં સદૈવ બાપ અને દાદા રહેશે અને મુખ પર પણ આ જ બોલ રહેશે ત્યારે વિશ્વપતિ બની વિશ્વ ની સર્વિસ કરી શકશો.