31-03-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ઊંચ પદ મેળવવું છે તો સાચાં બાપ ની સાથે સદા સાચાં રહો , કોઈ પણ ભૂલ થાય તો બાપ પાસે થી ક્ષમા લઈ લો , પોતાની મત પર નહીં ચાલો”

પ્રશ્ન :-
કયા લાલ ક્યારેય છૂપાઈ નથી શકતાં?

ઉત્તર :-
જેમનો ઈશ્વરીય પરિવાર સાથે પ્રેમ છે, જેમને રાત-દિવસ સર્વિસ (સેવા) નો જ શોખ રહે છે, એવાં સર્વિસેબલ (સેવાધારી) જે ફરમાનવરદાર અને વફાદાર છે, ક્યારેય પણ મનમત પર નથી ચાલતાં, બાપ સાથે સાચાં અને સાફ દિલ છે તે ક્યારેય પણ છૂપાઈ નથી શકતાં.

ગીત :-
તુમ્હીં હો માતા પિતા…

ઓમ શાંતિ!
ગીત માં ગેરેન્ટી (ખાતરી) કોની હતી? માતા-પિતા ની સાથે બાળકો ની ગેરેન્ટી છે કે બાબા અમારા તો એક તમે છો બીજું ન કોઈ. કેટલી ઊંચી મંઝિલ છે! આવાં શ્રેષ્ઠ બાપ ની શ્રીમત પર કોઈ ચાલે તો ગેરેન્ટી છે, વારસો જરુર ઊંચ મેળવશે. પરંતુ બુદ્ધિ કહે છે ખૂબ ઊંચી મંઝિલ દેખાય છે. જે કોટો માં કોઈ, કોઈ માં કોઈ ફક્ત માળા નાં દાણા બને છે. કહે પણ છે તમે માતા-પિતા, પરંતુ માયા એટલી દુસ્તર છે, જે કોઈ મુશ્કેલ જ ગેરેન્ટી પર ચાલી શકે. દરેક પોતાને પૂછી શકે છે કે સાચ્ચે-સાચ્ચે હું માતા-પિતા નો બન્યો છું? બાપ કહે છે ના. ખૂબ થોડા છે ત્યારે તો જુઓ માળા કેટલાની બને છે? કેટલાં કોટો માં ફક્ત ૮ ની વૈજયંતી માળા બને છે, કોઈ કહે એક છે, કરે બીજું છે એટલે બાપ પણ કહે છે - જુઓ કેવું વન્ડર (આશ્ચર્ય) છે! બાપ કેટલાં પ્રેમ થી સમજાવે છે પરંતુ સપૂત બાળકો ખૂબ થોડા નીકળે છે (માળા નાં દાણા). બાળકો માં એટલી તાકાત નથી જે શ્રીમત પર ચાલી શકે, તો જરુર રાવણ મત પર છે એટલે એટલું પદ નથી મેળવી શકતાં. કોઈ વિરલા જ માળા નાં દાણા બને છે, તે પણ લાલ છૂપાઈ નથી શકતાં. તે દિલ પર ચઢેલા રહે છે. રાત-દિવસ સર્વિસ નો જ શોખ રહે છે. ઈશ્વરીય સંબંધ થી પ્રેમ રહે છે. બહાર તેમની બુદ્ધિ ક્યાંય નથી જતી. એવો પ્રેમ દૈવી પરિવાર સાથે રાખવાનો છે. અજ્ઞાનકાળ માં પણ બાળકો નો બાપ સાથે, બહેન-ભાઈઓ નો પરસ્પર ખૂબ પ્રેમ રહે છે. અહીં તો કોઈ-કોઈ નો રીંચક માત્ર પણ બાપ સાથે યોગ નથી. ગેરેન્ટી તો ખૂબ કરે છે. ભક્તિમાર્ગ માં ગાય છે, હમણાં તો બાળકો સન્મુખ છે. વિચારાય છે ભક્તિમાર્ગ માં જે ગાતા રહે છે, કેટલાં પ્રેમ થી યાદ કરે છે! અહીં તો યાદ જ નથી કરતાં. બાબા નાં બનવાથી માયા દુશ્મન બની જાય છે. બુદ્ધિ બહાર ચાલી જાય છે તો માયા ખૂબ નીચે પાડી દે છે. તે પોતે નથી સમજતા કે અમે જે કાંઈ કરીએ છીએ તે પડવા માટે જ કરીએ છીએ. પોતાની મત પર પડતા રહે છે. તેમને ખબર જ નથી પડતી કે અમે શું કરી રહ્યાં છીએ! થોડી તો ખામીઓ બાળકોમાં છે ને? કહે એક છે કરે બીજું છે. નહીં તો બાપ પાસે થી વારસો કેટલો ઊંચ મળે છે! સચ્ચાઈ થી કેટલી બાપ ની સર્વિસ માં લાગી જવું જોઈએ. પરંતુ માયા કેટલી દુસ્તર છે. કોટો માં કોઈ બાપ ને પૂરાં ઓળખે છે. બાપ કહે છે કલ્પ-કલ્પ એવું જ થાય છે. પૂરાં વફાદાર, ફરમાનવરદાર ન હોવાનાં કારણે તે બિચારાઓ નું પદ એવું થઈ જાય છે. કહે પણ છે બાબા અમે રાજયોગ શીખી નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનીશું. રામ-સીતા નહીં બનીશું. હાથ પણ ઉઠાવે છે પરંતુ ચલન પણ તો એવી જોઈએ ને? બેહદ નાં બાપ વારસો આપવા માટે આવ્યાં છે, એમની શ્રીમત પર કેટલું ચાલવું જોઈએ! ઘણાં છે જેમણે સમ ખાધેલા છે અમે શ્રીમત પર નહીં ચાલીશું. તે છૂપાયેલા નથી રહેતાં. કોઈ ની તકદીર માં નથી તો દેહ-અભિમાન પહેલાં થપ્પડ મારે છે પછી છે કામ. કામ નથી તો ક્રોધ, લોભ છે. છે તો બધા દુશ્મન. મોહ પણ એવી ચીજ છે જે બિલકુલ જ સત્યાનાશ કરી દે છે. લોભ પણ ઓછો નથી. ખૂબ કઠોર દુશ્મન છે. પાઈ-પૈસા ની ચીજ ચોરી કરી લેશે. આ પણ લોભ છે ને? ચોરી ની ખૂબ ગંદી આદત છે. અંદર માં દિલ ખાવું જોઈએ કે અમે પાપ કરતા રહીએ છીએ તો શું પદ મેળવીશું? શિવબાબા નાં યજ્ઞ માં આવીને બાબા ની પાસે અમે આવાં કામ કેવી રીતે કરી શકીએ? માયા ખૂબ ઉલ્ટા કામ કરાવે છે. કેટલું પણ સમજાવો છતાં પણ આદત છૂટતી નથી. કોઈ નામ રુપ માં ફસાઈ પડે છે. દેહ-અભિમાન નાં કારણે નામ રુપ માં પણ આવી જાય છે. દરેક સેવાકેન્દ્ર ની બાબા ને બધી ખબર રહે છે ને? બાબા પણ શું કરે, સમજાવવું તો પડે. કેટલાં સેવાકેન્દ્રો છે. કેટલાં બાબા ની પાસે સમાચાર આવે છે. ફીકર તો રહે છે ને? પછી સમજાવવું પડે છે, માયા ઓછી નથી. ખૂબ હેરાન કરે છે. સારા-સારા બાળકો ને કહેવાય છે મોટા કહેવડાવવું, મોટું દુઃખ મેળવવું. આ તો દુઃખ ની કોઈ વાત નથી. જાણે છે કલ્પ પહેલાં પણ એવું થયું હતું. ઈશ્વર નાં બનીને પછી પણ માયા નાં વશ થઈ જાય છે. કોઈ ન કોઈ વિકર્મ કરી લે છે, ત્યારે બાપ કહે છે પ્રતિજ્ઞા તો ઘણાં બાળકો કરે છે કે બાબા અમે તમારી શ્રીમત પર જરુર ચાલીશું, પરંતુ ચાલતાં નથી એટલે માળા જુઓ કેટલી નાની બને છે, બાકી તો છે પ્રજા. કેટલી ઊંચી છે મંઝિલ છે, આમાં દિલ ની ખૂબ સફાઈ જોઈએ. કહેવત પણ છે - સચ તો બિઠો નચ. જો બાપ ની સાથે સાચાં ચાલતાં રહ્યાં તો સતયુગ માં કૃષ્ણ ની સાથે જઈને ડાન્સ કરશે. સતયુગ માં કૃષ્ણ નો ડાન્સ જ પ્રસિદ્ધ છે. રાસલીલા, રાધા-કૃષ્ણ ની જ દેખાડે છે. પાછળ થી રામલીલા દેખાડે છે. પરંતુ નંબરવન માં રાધા-કૃષ્ણ ની રાસલીલા છે કારણકે આ સમયે એ બાપ સાથે ખૂબ સાચાં બને છે તો કેટલું ઊંચ પદ મેળવે છે. હાથ તો ઘણાં ઉઠાવે છે, પરંતુ માયા કેવી છે. પ્રતિજ્ઞા કરે છે તો તેનાં પર ચાલવું પડે ને? માયા નાં ભૂતો ને ભગાડવાનાં છે. દેહ-અભિમાન ની પાછળ બધા ભૂત ચોંટી (ચીપકી) જાય છે. બાપ કહે છે દેહી-અભિમાની બની બાપ ને યાદ કરો. તેમાં પણ સવારે-સવારે બેસીને વાતો કરો. બાબા ની મહિમા કરો. ભક્તિમાર્ગ માં ભલે યાદ કરે છે પરંતુ મહિમા તો કોઈની નથી. શ્રીકૃષ્ણ ને યાદ કરશે. મહિમા કરશે - માખણ ચોર્યુ, તેમને ભગાવ્યાં. અકાસુર, બકાસુર ને માર્યા, આ કર્યું. બસ, બીજું શું કહેશે. આ છે બધું જુઠ્ઠું. સાચાં ની રત્તી નથી. પછી રસ્તો શું બતાવશે? મુક્તિ ને જ નથી જાણતાં. આ સમયે આખાં વિશ્વ પર રાવણ નું જ રાજ્ય છે. બધા આ સમયે પતિત છે. મનુષ્ય ભ્રષ્ટાચારી નો અર્થ પણ નથી સમજતાં. એ પણ નથી જાણતા કે સતયુગ માં નિર્વિકારી દેવતાઓ હતાં. ગાય પણ છે સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ. પરંતુ પછી કહી દે છે - ત્યાં પણ રાવણ, કંસ જરાસંધી વગેરે હતાં. કહેવાય છે પવિત્ર બનો, તો કહે છે દેવતાઓ ને પણ તો બાળકો વગેરે હતાં ને? અરે, તમે ગાઓ છો સર્વગુણ સંપન્ન… સંપૂર્ણ નિર્વિકારી પછી વિકાર ની વાત કેવી રીતે હોઈ શકે? તમે પણ નિર્વિકારી બનો તો કહે છે સૃષ્ટિ કેવી રીતે વધશે? બાળકો નો જન્મ કેવી રીતે થશે? મંદિર માં જઈને મહિમા ગાય છે. ઘરે આવીને તે મહિમા પણ ભૂલી જાય છે. ભલે તમે તપાસ કરીને જુઓ, ઘરે જઈને સમજાવો તો માનશે નહીં. ત્યાં ની વાત ત્યાં જ રહી. પવિત્ર બનવા માટે કહો તો કહેશે વાહ! આનાં વગર દુનિયા કેવી રીતે ચાલશે? તેમને ખબર જ નથી કે વાઈસલેસ (નિર્વિકારી) દુનિયા કેવી રીતે ચાલે છે?

બાળકોએ ગીત પણ સાંભળ્યું. પ્રતિજ્ઞા કરે છે - તમારી મત પર ચાલીશું કારણકે શ્રીમત પર ચાલવામાં કલ્યાણ છે. બાપ તો કહેતા રહે છે શ્રીમત પર ચાલો, નહીં તો છેલ્લે મોત આવી જશે. પછી ટ્રિબ્યુનલ માં બધું બતાવવું પડશે. તમે જ આ પાપ કર્યા છે. પોતાની મત પર ચાલીને પછી કલ્પ-કલ્પ નો ડાઘ લાગી જશે. એવું નથી કે એક વાર ફેલ (નાપાસ) થયા તો બીજા-ત્રીજા વર્ષ માં ભણશે. ના. હમણાં નાપાસ થયા તો કલ્પ-કલ્પ થતા રહેશે, એટલે પુરુષાર્થ ખૂબ કરવાનો છે. કદમ-કદમ શ્રીમત પર ચાલો. અંદર કાંઈ પણ ગંદકી ન રહે. હૃદય ને શુદ્ધ બનાવવાનું છે. નારદ ને પણ કહ્યું ને - પોતાનો ચહેરો અરીસા માં જુઓ. તો જોયું હું તો વાંદરા જેવો છું. આ એક ઉદાહરણ છે. પોતાને પૂછવાનું છે કે અમે ક્યાં સુધી શ્રીમત પર ચાલી રહ્યાં છીએ? બુદ્ધિયોગ ક્યાંય બહાર તો નથી ભટકતો? દેહ-અભિમાન માં તો નથી? દેહી-અભિમાની તો સર્વિસ માં લાગેલા રહેશે. બધો આધાર યોગ પર છે. ભારત નો યોગ પ્રસિદ્ધ છે. એ તો નિરાકાર બાપ જ નિરાકાર બાળકો ને સમજાવે છે. આને કહેવાય છે સહજ રાજયોગ. લખેલું પણ છે નિરાકાર બાપે સહજ રાજયોગ શીખવાડ્યો. ફક્ત શ્રીકૃષ્ણ નું નામ લખી દીધું છે. તમે જાણો છો આપણે એવાં લક્ષ્મી-નારાયણ બનવાનું છે. પુણ્ય આત્મા બનવાનું છે. પાપ ની કોઈ વાત નથી. બાપ ની યાદ માં જ રહીને એમની સર્વિસ માં રહેવાનું છે. આટલું ઊંચ પદ મેળવવું છે તો થોડી તો મહેનત કરશો ને? સંન્યાસી વગેરે તો કહી દે છે ગૃહસ્થ વ્યવહાર માં રહી કમળફૂલ સમાન રહે, આ બની ન શકે. સંપૂર્ણ બનવામાં ઘણાં નાપાસ થઈ જાય છે કારણકે યાદ નથી કરી શકતાં. હમણાં પ્રાચીન યોગ બાપ શીખવાડી રહ્યાં છે. બાપ કહે છે યોગ તો હું સ્વયં જ આવીને શીખવાડું છું, હવે મને યાદ કરો. તમારે મારી પાસે આવવાનું છે. આ છે યાદ ની યાત્રા. તમારું સ્વીટ સાઈલેન્સ ઘર તે છે. આ પણ જાણો છો કે આપણે જ બાપ પાસે થી પૂરો વારસો મેળવીશું. તો બાપ વારંવાર સમજાવે છે, પ્રતિજ્ઞા પર પૂરાં રહો. ભૂલ થઈ જાય છે તો બાપ પાસે થી ક્ષમા લેવી જોઈએ.

જુઓ, આ બાળક ક્ષમા લેવા માટે ખાસ બાબા ની પાસે એક દિવસ માટે આવ્યો છે. થોડી ભૂલ થઈ છે તો ભાગ્યો છે કારણ કે દિલ અંદર ખાય છે તો સમજ્યો સન્મુખ જઈને બાબા ને સંભળાવું. કેટલો બાપ પ્રત્યે રિગાર્ડ (આદર) છે. ઘણાં બાળકો છે જે આનાં કરતાં પણ વધારે વિકર્મ કરતા રહે છે, ખબર પણ નથી પડતી. હું તો કહું છું વાહ બાળક, ખૂબ સારો છે. થોડીક ભૂલ ની ક્ષમા લેવા આવ્યો છે. બાબા નું હંમેશા કહેવું છે કે ભૂલ બતાવી ને ક્ષમા લઈ લો. નહીં તો તે પાપ ની વૃદ્ધિ થતી રહેશે. પછી નીચે પડી જશો. મુખ્ય યોગ થી જ બચી શકશો. જે યોગ ની ખૂબ કમી છે. જ્ઞાન તો ખૂબ સહજ છે. આ તો જાણે એક વાર્તા છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં કોનું રાજ્ય હતું? કેવી રીતે રાજ્ય કર્યું? કેટલો સમય કર્યુ? પછી રાજ્ય કરતાં-કરતાં કેવી રીતે વિકારો માં ફસાયાં. કોઈએ ચઢાઈ નથી કરી. ચઢાઈ તો પછી જ્યારે વૈશ્ય બન્યાં ત્યારે થાય છે. તેમની પાસે થી તો રાવણે રાજ્ય છીનવ્યું. તમે પછી રાવણ પર જીત મેળવીને રાજ્ય લો છો, આ પણ કોઈની બુદ્ધિ માં મુશ્કેલ બેસે છે. તમારે બાપ સાથે પૂરાં વફાદાર, ફરમાનવરદાર બનીને રહેવાનું છે. અજ્ઞાનકાળ માં પણ કોઈ વફાદાર, ફરમાનવરદાર હોય છે. કોઈ નોકર પણ ખૂબ ઈમાનદાર હોય છે. લાખો રુપિયા પડ્યાં રહે, ક્યારેય એક પણ ઉઠાવશે નહીં. કહે છે - શેઠજી તમે ચાવીઓ છોડીને ગયા હતાં, અમે સંભાળીને બેઠાં છીએ. એવાં પણ હોય છે. બાપ તો ખૂબ સારી રીતે સમજાવતા રહે છે. વિવેક કહે છે કે આ કારણ થી માળા નાં દાણા નથી બનતાં. પછી ત્યાં જઈને દાસ-દાસીઓ બનશે. નહીં ભણવાથી જરુર આ હાલત થતી હશે. શ્રીમત પર નથી ચાલતાં. બાપ સમજાવે છે તમારી મંઝિલ આખી છે યોગ ની. માયા એકદમ નાક થી પકડી યોગ લગાવવા નથી દેતી. યોગ હોય તો સર્વિસ ખૂબ સારી કરે. પાપો નો ડર રહે. જેમ આ બાળક તો ખૂબ સારો છે. સચ્ચાઈ હોય તો આવી. સારા-સારા બાળકો કરતાં આનું પણ સારું છે. અને જે સર્વિસ કરતા રહે છે, તે ક્યાંય ને ક્યાંય ફસાયેલા રહે છે. કાંઈ પણ બતાવતા નથી. કહેવાથી છોડતા પણ નથી. ગીત માં તો જોયું, પ્રતિજ્ઞા કરે છે કે કાંઈ પણ થઈ જાય, ક્યારેય એવી ભૂલ નહીં કરીશું. મૂળ વાત છે દેહ-અભિમાન ની. દેહ-અભિમાન થી જ ભૂલો થાય છે. ખૂબ ભૂલો કરે છે એટલે સાવધાની અપાય છે. બાપ નું કામ છે સમજાવવાનું. ન સમજાવે તો કહેશે અમને કોઈએ સમજાવ્યું થોડી? આનાં પર એક કહાણી પણ છે. બાપ પણ કહે છે બાળકો ખબરદાર રહો. નહીં તો ખૂબ સજા ખાવી પડશે. પછી એવું નહીં કહેતા કે અમને સમજાવ્યું કેમ નહીં. બાપ સ્પષ્ટ સમજાવે છે થોડું પણ પાપ કરવાથી ખૂબ વૃદ્ધિ થઈ જાય છે. પછી બાપ ની આગળ માથું પણ નહીં ઉઠાવી શકશે. જુઠ્ઠું બોલવાથી તો તોબા-તોબા કરવું જોઈએ. એવું ન સમજો કે શિવબાબા આપણને થોડી જુએ છે? અરે, અજ્ઞાનકાળ માં પણ એ બધું જાણે છે ત્યારે તો પાપ અને પુણ્ય નું ફળ આપે છે. સ્પષ્ટ કહે છે કે તમે પાપ કરશો તો તમારા માટે ખૂબ કઠોર સજા છે. બાપ પાસે થી વારસો લેવા આવ્યાં છો, તો તેનાં બદલે બંને કાન તો ન કપાવવા જોઈએ ને? કહે એક છે અને યાદ કરે છે બીજાઓ ને. બાપ ને યાદ નથી કરતા તો બતાવો તેમની ગતિ શું થશે? સાચ્ચું ખાવું, સાચ્ચું બોલવું, સાચ્ચું પહેરવું… આ પણ હમણાં ની વાત છે. જ્યારે બાપ આવીને શીખવાડે છે તો એમની દરેક વાત માં સાચ્ચું રહેવું જોઈએ. અચ્છા.

એવાં સાચાં વફાદાર, ફરમાનવરદાર બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સચ્ચાઈ થી બાપ ની સર્વિસ માં લાગી જવાનું છે. પૂરાં વફાદાર, ફરમાનવરદાર બનવાનું છે. ઈશ્વરીય પરિવાર સાથે સાચ્ચો પ્રેમ રાખવાનો છે.

2. શ્રીમત માં મનમત તથા રાવણ ની મત મિક્સ નથી કરવાની. એક બાપ બીજું ન કોઈ આ ગેરેન્ટી માં પાક્કું રહેવાનું છે. હૃદય ને શુદ્ધ પવિત્ર બનાવવાનું છે.

વરદાન :-
રુહાનિયત ની સુગંધ નાં આધાર પર સર્વ ને પરમાત્મ - સંદેશ આપવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ

રુહાનિયત ની સર્વશક્તિઓ સ્વયં માં ધારણ કરી લો તો રુહાનિયત ની સુગંધ સહજ જ અનેક આત્માઓ ને પોતાની તરફ આકર્ષિત કરશે. જેમ મન્સા શક્તિ થી પ્રકૃતિ ને તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવો છો તેમ અન્ય વિશ્વ નાં આત્માઓ જે આપ લોકો ની આગળ નથી આવી શકતાં એમને દૂર રહેતાં પણ તમે રુહાનિયત ની શક્તિ થી બાપ નો પરિચય તથા મુખ્ય સંદેશ આપી શકશો. આ સૂક્ષ્મ મશીનરી જ્યારે તેજ (તીવ્ર) કરો ત્યારે અનેક તરફ થી આત્માઓ ને અંચલી મળશે અને તમે વિશ્વ કલ્યાણકારી કહેવાશો.

સ્લોગન :-
પોતાની પાસે શુદ્ધ તથા શ્રેષ્ઠ સંકલ્પ ઈમર્જ રાખો તો વ્યર્થ સ્વતઃ મર્જ થઈ જશે.

આ અવ્યક્ત ઈશારા - “ નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો”

જે સમયે કોઈ પણ પરિસ્થિતિ આવે તો બાપ ને સાથી બનાવી લો તો અનુભવ કરશો કે હું એકલો નથી, મારી સાથે વિશેષ શક્તિ છે. જ્યાં બાપ છે ત્યાં ભલે કેટલાં પણ તોફાન હોય, તે તોહફા (ભેટ) બની જશે. નિશ્ચય બુદ્ધિ વિજયંતી - આ ટાઈટલ ની સ્મૃતિ થી વિજયી બનો અને વિજયી વર્ષ મનાવો.