31-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
મનમનાભવ ની ડ્રિલ સદા કરતાં રહો તો ૨૧ જન્મો નાં માટે રુષ્ટ - પુષ્ટ ( નિરોગી ) બની
જશો”
પ્રશ્ન :-
સદ્દગુરુ ની
કઈ શ્રીમત પાલન કરવામાં જ ગુપ્ત મહેનત છે?
ઉત્તર :-
સદ્દગુરુ ની શ્રીમત છે - મીઠાં બાળકો, આ દેહ ને પણ ભૂલીને મને યાદ કરો. પોતાને ફક્ત
આત્મા સમજો. દેહી-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરો. બધાને આ જ પૈગામ (સંદેશ) આપો કે
અશરીરી બનો. દેહ સહિત દેહ નાં બધાં ધર્મો ને ભૂલો તો તમે પાવન બની જશો. આ શ્રીમત ને
પાલન કરવામાં બાળકોને ગુપ્ત મહેનત કરવી પડે છે. તકદીરવાન બાળકો જ આ ગુપ્ત મહેનત કરી
શકે છે.
ઓમ શાંતિ!
બાળકો બેઠાં
છે - પોતાનાં ભાઈ અને બહેનો ને ડ્રિલ શીખવાડવાં. આ કઈ ડ્રિલ છે? આમાં બાળકો ને કંઈ
કહેવાનું નથી હોતું. તે તો શારીરિક ડ્રિલ વગેરે કરે છે તેમાં તો કહેવું પડે છે. આ
તો સુપ્રીમ શિક્ષક છે જે ગીતા નાં ભગવાન પણ છે, જે બાળકોને બેસી યોગ ની ડ્રિલ પણ
શીખવાડે છે. આ ડ્રિલ પણ ગુપ્ત છે. ડ્રિલ શીખવાડાય એટલે છે કે સ્ટુડન્ટ રુષ્ટ-પુષ્ટ
(નિરોગી) થાય. આપ બાળકો જાણો છો કે આ મનમનાભવ ની ડ્રિલ થી ૨૧ જન્મોનાં માટે ખૂબ
રુષ્ટ-પુષ્ટ રહેશો. ક્યારેય બીમાર નહીં થશો. તો આ કેટલી સારી રુહાની ડ્રિલ છે. બાપ
સમજાવે છે મનમનાભવ, આમાં કહેવાની પણ દરકાર નથી. ફક્ત સમજાવાય છે કે પોતાને આત્મા
સમજો. દેહી-અભિમાની ભવ. ભવ નો અર્થ જ છે કે તમે બાપ ને યાદ કરો તો એવરહેલ્દી (સદા
સ્વસ્થ) બની જશો. કલ્પ પહેલાં પણ આપણે આ રુહાની ડ્રિલ થી એવરહેલ્દી બન્યાં હતાં.
રુહાની ડ્રિલ, રુહાની બાપ પરમપિતા પરમાત્મા શિવ જ શીખવાડે છે. ભગવાન તો એમને જ
કહેવાય છે, જેમની પૂજા પણ થાય છે. શિવાય નમઃ પણ કહેવાય છે ને. બ્રહ્મા દેવતાય નમઃ,
શિવ પરમાત્માય નમઃ કહેશે. આ ડ્રિલ કોઈ શરીરધારી મનુષ્ય નથી શીખવાડતાં. એવું નથી કે
તમને આ ડ્રિલ બ્રહ્માએ શીખવાડી છે. ના, ભલે બ્રહ્માકુમાર-કુમારીઓ કહેવાઓ છો… પરંતુ
ચિઠ્ઠી પર પણ લખો છો શિવબાબા કેર ઓફ બ્રહ્મા. એ તો ગુપ્ત થઈ ગયાં. પરંતુ મનુષ્યો ને
કેવી રીતે ખબર પડે, બ્રહ્મા તો પ્રજાપિતા છે. તો આખી દુનિયા તેમનાં બાળકો છે.
પ્રજાપિતા છે ને! ડ્રિલ શીખવાડવા વાળા તો નિરાકાર બાપ છે. એ ગુપ્ત છે. ગુપ્ત હોવાનાં
કારણે મનુષ્ય ને સમજવામાં પણ ડિફિકલ્ટી (મુશ્કેલી) થાય છે. બ્રહ્મા ને તો ભગવાન નથી
કહેવાતાં. અહીં નામ જ દેખાડે છે - બ્રહ્માકુમાર-કુમારીઓ અર્થાત્ બ્રહ્માની સંતાન.
જ્યારે કોઈ આવે છે તો એમને સમજાવવાનું છે કે આ નવી દુનિયા રચવા વાળા બ્રહ્મા નથી
પરંતુ નિરાકાર બાપ છે. જે બ્રહ્મા દ્વારા રચના રચે છે. પારલૌકિક પરમપિતા પરમાત્મા
બ્રહ્મા દ્વારા રચે છે એટલે સુપ્રીમ સોલ ની રચના થઈ. તમે પત્ર ની ઉપર લખો છો શિવબાબા
કેર ઓફ બ્રહ્મા. તો આ પણ યાદ કરવાની યુક્તિ છે. શિવબાબા શીખવાડે છે બ્રહ્મા દ્વારા.
બસ, ફક્ત કહે છે મનમનાભવ બીજી કોઈ તકલીફ નથી અપાતી ફક્ત કહેવાય છે કે તમે પોતાની
ઉન્નતિ ઈચ્છો છો અને સચખંડ નાં માલિક બનવા ઈચ્છો છો તો સચખંડ સ્થાપન કરવા વાળા તો
એક જ સત્ય બાપ છે, એમને યાદ કરો. બેહદનાં બાપ જ આવીને બાળકોને કહે છે કે મને યાદ કરો
તો પાપો થી મુક્ત થશો. કૃષ્ણ ને પતિત-પાવન નથી કહેવાતાં સિવાય પરમપિતા પરમાત્મા
નાં. બીજું કોઈ નામ નહીં લેશે. ગોડફાધર જ કહેશે. બધાં એમને ફાધર કહે છે પછી એમને
સર્વવ્યાપી કેવી રીતે કહી શકાય! કહે છે એ આવે છે લિબરેટ (મુક્ત) કરવા માટે. આ
મનુષ્ય નથી જાણતાં. તો કલ્પની આયુ જ ઉલ્ટી લખી દીધી છે. હવે બાળકોએ આ ડ્રિલ કરવાની
છે. જ્ઞાન તો મળેલું છે. જ્યારે બેસો છો તો પોતાને દેહી સમજીને બાપ ને યાદ કરો તો
વિનાશ થશે. શિક્ષક સામે બેસે છે ગાદી પર, તો શોભે છે. કાયદો છે કે ડ્રિલ કરવા માટે
શિક્ષક જરુર જોઈએ. કોઈ મોટા શિક્ષક તો કોઈ નાનાં શિક્ષક હોય છે. હવે તમારી પરીક્ષા
લેવાની કોઇ દરકાર નથી કારણકે તમે સ્વયં જાણો છો કે અમે કેટલો સમય મોસ્ટ બિલોવેડ (સૌથી
પ્રિય) બાપ ને યાદ કરીએ છીએ. બ્રહ્મા કોઈ મોસ્ટ બિલોવેડ નથી. બિલોવેડ મોસ્ટ એ છે જે
સદા પાવન છે. આપ બાળકો જાણો છો કે સૌથી પ્રિય કોણ છે. મનુષ્ય પરમાત્મા ને જ યાદ કરે
છે હે દુઃખહર્તા સુખકર્તા. એમને લિબ્રેટર પણ કહે છે અર્થાત્ દુઃખો થી મુક્ત કરવા
વાળા. તો બાળકોએ પોતાનો પુરુષાર્થ કરવાનો છે. ડ્રામા પ્લાન અનુસાર આ દુનિયા પાવન
થવાની જરુર છે અને પાવન દુનિયા બનાવવા માટે આગ લાગવાની છે. આ પણ જાણો છો આગ કેવી
રીતે લાગશે. વિનાશ થયાં વગર દુનિયા પાવન બની નહીં શકે. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ…
રુદ્ર અને શિવ કોઈ ફરક નથી. પરંતુ શિવ નામ છે મુખ્ય. બાકી તો પોત-પોતાની ભાષા માં
અનેક નામ રાખી દીધાં છે. અસલ નામ છે શિવ. શિવ જયંતી પણ મનાવે છે. ભારતમાં જ શિવ
જયંતી પ્રસિદ્ધ છે. બેહદનાં બાપ ની શિવ જયંતી છે તો આવતાં પણ જરુર હશે. શિવબાબા નું
નામ પ્રસિદ્ધ છે. બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના કરાવવા વાળા છે. તો એ ઊંચે થી
ઊંચ બાપ ને યાદ કરવા પડે. બ્રહ્મા ઊંચે થી ઊંચા નથી. હકીકત માં બ્રહ્મા ઊંચે થી ઊંચા
બને છે. પછી નીચે પણ ઉતરે છે. તમે બી.કે. પણ નીચે હતાં હવે ઊંચા બની રહ્યાં છો.
એકદમ ઊંચ બાપ નાં ઘરે ચાલ્યાં જશો. તમે આ સમયે ત્રિકાળદર્શી બની રહ્યાં છો. તમે
સ્વયં જાણો છો કે આપણે જ સ્વદર્શન ચક્રધારી છીએ. આપણે બ્રહ્માંડ અને સૃષ્ટિ નું
આદિ-મધ્ય-અંત જાણવા વાળા છીએ. બ્રહ્માંડ અર્થાત્ ઊંચ, જ્યાં બધા આત્માઓ નિવાસ કરે
છે. દુનિયામાં કોઈ બીજું નથી જે સમજાવે કે મૂળવતન માં આત્માઓ રહે છે. વિશ્વ અને
બ્રહ્માંડ અલગ-અલગ છે. આત્માઓ રહે છે નિર્વાણધામ માં, જેને શાંતિધામ કહેવાય છે. તે
બધાને પ્રિય લાગે છે. તેનું અસલી નામ નિર્વાણધામ કે શાંતિધામ છે. આત્માનું સ્વરુપ
છે શાંત. એક શાંતિધામ પછી છે મુવીધામ અને આ છે ટોકીધામ. મુવીધામ માં વધારે રહેવાનું
નથી. શાંતિધામ માં તો અનેકોને રહેવાનું હોય છે, બીજું કોઈ સ્થાન નથી. આત્મા જ્યારે
બાપ ને અને ઘર ને યાદ કરે છે તો ઉપર માં યાદ કરે છે. વચ્ચે નાં ધામ ને તો તમારા
સિવાય બીજું કોઈ નથી જાણતું. મનુષ્યો ને તો આટલું જ્ઞાન નથી. ફક્ત કહે છે
બ્રહ્મા-વિષ્ણુ-શંકર સૂક્ષ્મવતન માં રહે છે. બાકી તેમનાં ઓક્યુપેશન (કર્તવ્ય) ની
ખબર નથી. ૮૪ જન્મ લે છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા છે. આ છે લિપ યુગ. આ
થોડા સમયનો છે. જેવી રીતે પુરુષોત્તમ મહિનો કહેવાય છે. આ તમારો હીરા જેવો ઉત્તમ
બનવાનો ઉંચ જન્મ છે. શૂદ્ર થી બ્રાહ્મણ બનવું સૌથી ઉત્તમ છે. બ્રાહ્મણ બનો છો તો
દાદા નો વારસો લેવાનાં હકદાર બનો છો.
બાપ બાળકોને કહે છે બાળકો સદૈવ મનમનાભવ. બાપ નો સંદેશ બધાને આપતાં રહો. બાપ ને
કહેવાય જ છે - મેસેન્જર બીજું કોઈ પણ મેસેન્જર અથવા પૈગંબર નથી. તેઓ તો આવીને પોતાનો
ધર્મ સ્થાપન કરે છે. પૈગંબર ફક્ત એક છે એ જ આવીને તમને પવિત્ર બનવાનો પૈગામ (સંદેશ)
આપે છે. તે આવે છે - ધર્મ સ્થાપન કરવાં. તેઓ કોઈ પાછા લઈ જવાવાળા ગાઈડ (માર્ગદર્શક)
નથી. એ તો એક જ સદ્દગુરુ સદ્દગતિ આપવા વાળા છે. સાચું બોલવા વાળા, સાચો રસ્તો બતાવવા
વાળા તો એક જ પરમપિતા પરમાત્મા શિવ છે. તો ખૂબ ગુપ્ત મહેનત કરવાની છે બાળકોએ. હવે
તમે જાણો છો કે આપણે આ દેહ ભૂલી ને એક બાપ ને યાદ કરવાનાં છે. શરીર છૂટ્યું તો આખી
દુનિયા છૂટી જાય છે. આત્મા એકલો બની જાય છે. બાકી બાપ કહે છે - દેહી-અભિમાની બનો તો
પછી કોઈ પણ મિત્ર-સંબંધી યાદ નહીં આવશે. આપણે આત્મા છીએ, આપણે આત્મા ચાલ્યાં જઈશું
બાપ ની પાસે. બાપ સલાહ આપે છે કે તમે મારી પાસે કેવી રીતે આવી શકો છો? આ બાબા પણ
નામીગ્રામી છે. એમનાં દ્વારા બાપ બધા આત્માઓનાં ગાઈડ બની મચ્છરો સદૃશ્ય પાછાં લઈ
જાય છે. આ યથાર્થ જ્ઞાન ફક્ત આપ બાળકોની બુદ્ધિમાં છે. તમને પાંડવસેના પણ કહે છે.
પાંડવપતિ સ્વયં સાક્ષાત્ પરમપિતા પરમાત્મા છે, જે આપ બાળકોને ડ્રિલ શીખવાડી રહ્યાં
છે. હૂબહૂ કલ્પ પહેલાં ની જેમ. જ્યારે વિનાશ થશે તો બધા આત્માઓ શરીર છોડી ચાલ્યાં
જશે. સતયુગ માં જ્યારે થોડા આત્માઓ છે તો એક રાજ્ય છે. હમણાં અનેક છે પછી જરુર એક
હશે. આ બધું જ્ઞાન આખો દિવસ બુદ્ધિમાં સિમરણ કરવાનું છે. બાળકોએ પ્રદર્શન પર પણ
સમજાવવાનું છે. જ્યારે નવી દિલ્લી હતી તો નવું ભારત હતું. એક જ આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ હતો. આદિ સનાતન કોઈ હિંદુ ધર્મ નહોતો. આપણે બ્રાહ્મણ સો દેવતા બનીએ છીએ. આ બીજા
ધર્મ વાળા માનશે નહીં. જે પહેલાં આવે છે એ જ ૮૪ જન્મ લે છે. આ છે બિલકુલ સહજ સમજવાની
વાતો. હવે આપ બાળકોને બુદ્ધિમાં છે કે હવે નાટક પૂરું થાય છે. બધાં એક્ટર્સ આવી ગયાં
છે. ૮૪ જન્મ પૂરાં કર્યા, હવે ફરી ઘરે જવાનું છે કારણ કે ખૂબ થાકી ગયાં છો ને. ભક્તિ
માર્ગ છે જ થાકવાનો માર્ગ. બાપ કહે છે - હવે મને યાદ કરો બીજાઓને પણ પૈગામ આપો કે
દેહ સહિત દેહ નાં બધા ધર્મ છોડી પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. અશરીરી બનો તો
પાવન બની જશો કારણકે હવે પાછાં ઘરે જવાનું છે. મોત સામે ઉભું છે.
અહીં પણ બાળકો બાપ ની પાસે સન્મુખ રીફ્રેશ થવા આવે છે. બાપ સન્મુખ બાળકો ને સમજાવે
છે કે બાળકો દેહ-અભિમાન છોડી મામેકમ્ યાદ કરો. આ જૂની દુનિયા હવે ખતમ થવાની છે. તમે
એક બાપ ને યાદ કરી પવિત્ર બનશો તો પવિત્ર દુનિયાનાં માલિક બનશો. જો મહેનત નહીં કરશો
તો ફળ પણ નહીં મળશે. પછી સજા ખાવી પડશે. બાપ કહે છે કે પોતાની કમાણી જમા કરતાં રહો
અને બીજાઓને પણ નિમંત્રણ આપો. બાપ નો રસ્તો પણ બતાવો. આપ બાળકોએ પણ કલ્યાણકારી
બનવાનું છે. પોતાનાં મિત્ર-સંબંધીઓનું પણ કલ્યાણ કરવાનું છે. અહીં તમને દેહી-અભિમાની
બનાવાય છે. મહામંત્ર અપાય છે. પ્રાચીન યોગ બાપે જ આવીને શીખવાડ્યો છે, જેમના માટે જ
ગવાયેલું છે - યોગ અગ્નિ થી પાપ દગ્ધ થઈ જશે, કલ્પ પહેલાં પણ આ જ ઈશારો મળ્યો હતો.
બાપ ઈશારો આપે છે કે પોતાને આત્મા સમજી મને યાદ કરો. રહો ભલે પોતાનાં ગૃહસ્થ
વ્યવહાર માં. ગવાયેલું છે કે શરણ પડી મૈં તેરે. આ પણ થાય છે - જ્યારે કોઈ દુઃખી થાય
છે તો ઉંચ તાકાત વાળાની જઈને શરણ લે છે. અહીં તો પ્રેક્ટિકલ માં છે. જ્યારે ખૂબ
દુઃખ જુએ છે, સહન નથી કરી શકતાં, લાચાર થાય છે તો પછી ભાગીને આવી બાપ ની શરણ લે છે.
સદ્દગતિ તો સિવાય બાપ નાં કોઈ આપી ન શકે. બાળકો જાણે છે કે જૂની દુનિયા વિનાશ થવાની
છે. તૈયારી થઈ રહી છે આ તરફ તમારા સ્થાપના ની તૈયારી, તે તરફ વિનાશ ની તૈયારી છે.
સ્થાપના થઈ ગઈ તો વિનાશ પણ જરુર થવાનો છે. તમે જાણો છો કે બાબા આવેલાં છે સ્થાપના
કરવાં, આમનાં દ્વારા વારસો પણ જરુર મળશે. બાકી પ્રેરણા થી થોડી કામ ચાલે છે. શિક્ષક
ને કહેશો કે અમે તમારી પ્રેરણા થી ભણી લઈશું! પ્રેરણા થી જો બધું થતું હોત તો શિવ
જયંતી કેમ મનાવાય છે? પ્રેરણા થી કરવા વાળાને તો શિવ જયંતી મનાવવાની દરકાર નથી.
જયંતી તો બધા આત્માઓની હોય છે. આત્માઓ બધા જીવ માં આવે છે. આત્મા અને શરીર જ્યારે
મળે છે તો પાર્ટ ભજવે છે. આત્માનો તો સ્વધર્મ છે શાંત, એમાં જ નોલેજ ધારણ થાય છે.
આત્મા જ સારા-ખરાબ સંસ્કાર લઈ જાય છે. બાપ તો સ્વર્ગ નાં રચયિતા છે. ત્યાં તો
પવિત્રતા જ છે. અપવિત્રતા નું નામ-નિશાન નથી. આ છે વિષય સાગર. કેટલું ક્લિયર (સ્પષ્ટ)
સમજાવાય છે તો પણ કોઈની બુદ્ધિમાં નથી આવતું પરંતુ તમે કોઈને પણ દોષ નથી આપતાં.
ડ્રામા નાં બંધન માં બધા બંધાયેલાં છે.
તમે સમજો છો - સીડી થી ઉપર થી નીચે ઉતરતાં આવ્યાં છીએ. ડ્રામા અનુસાર આપણે ઉતરવાનું
જ છે પછી બાપ કહે છે - હવે ચઢવાનાં માટે પુરુષાર્થ કરવાનો છે. પરંતુ જેમની તકદીર
માં નથી તે એવું કહે છે. જે એવું કહે છે તેમને સમજાવાય છે કે આની તકદીર માં નથી.
૨-૪ વર્ષ ચાલતાં-ચાલતાં પણ પડી જાય છે. મહેસૂસ પણ કરે છે કે અમે મોટી ભૂલ કરી છે.
ખુબ માર ખાધો. આ પણ અડધાકલ્પ ની બીમારી છે, ઓછી નથી. અડધાકલ્પ નાં રોગી છીએ. ભોગી
બનવાથી રોગી બની જઈએ છીએ. તો બાપ આવીને પુરુષાર્થ કરાવે છે. કૃષ્ણ ને યોગેશ્વર
કહેવાય છે. આ સમયે તમે સાચાં-સાચાં યોગી છો, યોગેશ્વર તમને યોગ શીખવાડે છે. તમે
જ્ઞાન-જ્ઞાનેશ્વર પણ છો પછી બનશો રાજ-રાજેશ્વર. જ્ઞાન થી તમે ધનવાન બનો છો. યોગ થી
નિરોગી એવરહેલ્દી બનો છો. અડધાકલ્પ માટે તમારા બધાં દુઃખ દૂર થઈ જાય છે તો એનાં માટે
કેટલો પુરુષાર્થ કરવો જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પાવન બનવાનાં
માટે અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે. બધાને પૈગામ (સંદેશ) આપવાનો છે કે એક બાપ ને
યાદ કરો. દેહ સહિત બધુંજ ભૂલી જાઓ.
2. યોગેશ્વર બાપ થી
યોગ શીખી ને સાચાં-સાચાં યોગી બનવાનું છે. જ્ઞાન થી ધનવાન અને યોગ થી નિરોગી,
એવરહેલ્દી બનવાનું છે.
વરદાન :-
નિમિત્ત બનેલા
આત્માઓ દ્વારા કર્મયોગી બનવાનું વરદાન પ્રાપ્ત કરવા વાળા માસ્ટર વરદાતા ભવ
જ્યારે કોઈપણ વસ્તુ
સાકાર માં જુઓ છો તો એને જલ્દી ગ્રહણ કરાય છે, એટલે નિમિત્ત બનેલા જે શ્રેષ્ઠ
આત્માઓ છે એમની સર્વિસ, ત્યાગ, સ્નેહ, સર્વ નાં સહયોગીપણા નાં પ્રેક્ટિકલ કર્મ જોઈને
જે પ્રેરણા મળે છે તે જ વરદાન બની જાય છે. જ્યારે નિમિત્ત બનેલા આત્માઓને કર્મ કરતા
આ ગુણો ની ધારણા માં જુઓ છો તો સહજ કર્મયોગી બનવાનું જેમકે વરદાન મળી જાય છે. જે એવાં
વરદાન પ્રાપ્ત કરતા રહે તે સ્વયં પણ માસ્ટર વરદાતા બની જાય છે.
સ્લોગન :-
નામ નાં આધાર
પર સેવા કરવી અર્થાત્ ઊંચ પદ માં નામ પાછળ કરી લેવું.
આ અવ્યક્ત ઇશારા -
અપવિત્રતા નાં બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો
પવિત્રતાની નિશાની છે
- સ્વચ્છતા, સત્યતા. જો આખાં દિવસ માં ભલે ઊઠવામાં, ભલે બેસવામાં, ભલે બોલવામાં, ભલે
સેવા કરવામાં, ભલે સ્થૂળ સેવા કરી કે સુક્ષ્મ સેવા કરી પરંતુ જો વિધિપૂર્વક નથી કરી,
વિધિ માં પણ જો જરા એવું અંતર રહી ગયું તો તે પણ સ્વચ્છતા અર્થાત્ પવિત્રતા નથી.
અપવિત્રતા ફક્ત કોઈને દુઃખ આપવું કે પાપ કર્મ કરવું નથી પરંતુ સ્વયં માં સત્યતા,
સ્વચ્છતા વિધિપૂર્વક જો અનુભવ કરો છો તો પવિત્ર છો.