31-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારા જેવાં સૌભાગ્યશાળી કોઈ નથી , કારણકે જે બાપ ને આખી દુનિયા પોકારી રહી છે એ તમને ભણાવી રહ્યાં છે , તમે એમનાથી વાતો કરો છો”

પ્રશ્ન :-
જે બાળકોને વિચાર સાગર મંથન કરતાં આવડે છે, એમની નિશાની શું હશે?

ઉત્તર :-
એમની બુદ્ધિમાં આખો દિવસ આ જ તાત (ધૂન) લાગેલી રહે છે કે કેવી રીતે બધાંને રસ્તો બતાવીએ! કેવી રીતે કોઈનું કલ્યાણ કરીએ! તે સર્વિસ (સેવા) નાં નવાં-નવાં પ્લાન બનાવતાં રહે છે. તેમની બુદ્ધિ માં પૂરું જ્ઞાન ટપકતું રહે છે. તેઓ પોતાનો સમય વેસ્ટ (વ્યર્થ) નથી કરતાં.

ઓમ શાંતિ!
બાળકોની આગળ નિરાકાર પરમપિતા પરમાત્મા બોલી રહ્યાં છે, આ બાળકો જ જાણે છે. ભગવાન ને ઊંચ કહેવાય છે. ઊંચું એમનું સ્થાન છે. રહેવાનું સ્થાન તો મશહૂર (પ્રસિદ્ધ) છે. બાળકો જાણે છે અમે મૂળવતન માં રહેવા વાળા છીએ. મનુષ્યો ને આ બધી વાતો ની ખબર નથી. ગોડફાધર બોલે છે. આપ બાળકો વગર એવાં કોઈ મનુષ્ય નથી જેમને ખબર હોય કે નિરાકાર ભગવાન બોલે છે. નિરાકાર હોવાનાં કારણે કોઈની બુદ્ધિમાં નથી આવતું કે ભગવાનુવાચ કેવી રીતે થઈ શકે છે. ખબર ન હોવાનાં કારણે ગીતા માં કૃષ્ણ નું નામ નાખી દીધું છે. હવે બાળકોની આગળ બોલી રહ્યાં છે. સન્મુખ થયાં વગર તો સાંભળી ન શકે. દૂર થી ભલે સાંભળે છે પરંતુ નિશ્ચય નથી થતો. સાંભળે તો છે ભગવાનુવાચ. યથાર્થ રીતે તમે જાણો છો. ભગવાન તો શિવબાબા છે. પ્રેક્ટિકલ માં જાણો છો બાબા અમને જ્ઞાન સંભળાવી રહ્યાં છે. તમારી બુદ્ધિ ઝટ ઉપર ચાલી જાય છે. શિવબાબા ઊંચે થી ઊંચા રહેવા વાળા છે. જેવી રીતે કોઈ મોટાં વ્યક્તિ, ક્વિન (મહારાણી) વગેરે આવે છે તો જાણે છે આ ફલાણી જગ્યા ની રહેવા વાળી છે, આ સમયે અહીં આવી છે. આપ બાળકો પણ જાણો છો બાબા આવ્યાં છે - આપણને લઈ જવાં. આપણે પણ બાબાની સાથે પાછાં જઈશું. આપણે પરમધામ નાં રહેવા વાળા છીએ. તમને હવે બાપ અને ઘર યાદ આવે છે. એ જ બાપ સૃષ્ટિ નાં રચયિતા છે. બાપે આવીને આપ બાળકોને મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન નું રહસ્ય સમજાવ્યું છે. જેની બુદ્ધિમાં છે તે જ સમજશે. બરોબર આપણે પુરુષાર્થ કરી રહ્યાં છીએ - ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે, બાપ પાસેથી વારસો લેવા. પુરુષાર્થ તો કરવાનો જ છે. પુરુષાર્થ ને ક્યારેય પણ છોડવાનો નથી. સ્કૂલ નાં બાળકો જાણે છે જ્યાં સુધી પરીક્ષા થાય ત્યાં સુધી અમારે ભણવાનું જ ભણવાનું છે. મુખ્ય ઉદ્દેશ રહે છે. અમે મોટામાં મોટી પરીક્ષા પાસ કરીશું. એક કોલેજ છોડી બીજી, ત્રીજી માં જઈશું. એનો અર્થ તો ભણતાં રહેવાનું છે. મોટાં વ્યક્તિ નું બાળક હશે તો જરુર મોટી પરીક્ષા પાસ કરવાનો ખ્યાલ હશે. તમે જાણો છો આપણે ખૂબ મોટાં બાપ નાં બાળકો છીએ. દુનિયામાં કોઈને ખબર નથી - અમે શિવબાબા નાં સંતાન છીએ. તમે ખૂબ મોટાં ઊંચા માં ઊંચા બાપ નાં બાળકો છો. ખૂબ ઊંચું ભણતર ભણો છો. જાણો છો આ ઊંચા માં ઊંચું ભણતર છે. ભણાવવા વાળા બાપ છે તો કેટલાં ઉમંગ અને ખુશી માં રહેવું જોઈએ. આ કોઈને પણ સમજાવી શકો છો. આપણે ખૂબ મોટામાં મોટાં બાપનાં બાળકો છીએ. ખૂબ મોટાં સદ્દગુરુ ની મત પર અમે ચાલીએ છીએ. શિક્ષક ની, ગુરુ ની મત પર ચાલવાનું હોય છે ને. તેમને ફોલોઅર્સ (અનુયાયીઓ) કહી દે છે. અહીંયા બાપ ની મત પર પણ ચાલવાનું છે, શિક્ષક ની મત પર પણ ચાલવાનું છે, તો ગુરુ ની મત પર પણ ચાલવાનું છે. તમે જાણો છો એ આપણા બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. એમની મત પર જરુર ચાલવાનું છે. આ તો એક જ છે - ઊંચા માં ઊંચા છે શિવબાબા, એ બોલે છે.

બાબા બાળકો થી પૂછે છે શિવબાબા બોલે છે, અચ્છા શંકર બોલે છે? બ્રહ્મા બોલે છે? વિષ્ણુ બોલે છે? (કોઈએ કહ્યું શિવ અને બ્રહ્મા બોલે છે - વિષ્ણુ કે શંકર નથી બોલતાં) વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ કહો છો તો પછી શું બોલતાં નથી? ગુંગા (મૂંગા) છે? (જ્ઞાન નથી બોલતાં) હું જ્ઞાન ની વાત જ નથી કરતો, બોલવાની વાત પૂછું છું? વિષ્ણુ, લક્ષ્મી-નારાયણ બોલે છે? શંકર નથી બોલતાં - તે ઠીક છે. બાકી ત્રણેય કેમ નથી બોલતાં? વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ છે તો જરુર બોલશે ને. મનુષ્ય શિવબાબા નાં માટે સમજશે કે એ નિરાકાર કેવી રીતે બોલશે. આપ બાળકો જાણો છો શિવબાબા પણ આમાં આવીને બોલે છે. બ્રહ્મા ને પણ બોલવાનું હોય છે. એડોપ્ટેડ (અપનાવેલા) છે ને. સંન્યાસી લોકો પણ પોતાનું નામ સંન્યાસ નાં પછી બદલે છે. તમે પણ સંન્યાસ કર્યોં છે, તો તમારું નામ બદલવું જોઈએ. પહેલાં બાબાએ નામ રાખ્યાં. પરંતુ જોયું કે નામ રાખેલા પણ મરી પડે છે - આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, ભાગન્તી થઈ જાય છે, એટલે કેટલાં નામ રાખી કેટલાનાં રાખે. આજકાલ તો માયા પણ ખૂબ તેજ છે. બુદ્ધિ કહે છે જ્યારે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો તેમને વિષ્ણુપુરી કહેવાતી હતી. આ મુખ્ય ઉદ્દેશ બુદ્ધિમાં છે. વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ રાજ્ય કરે છે તો બોલતાં કેમ નહીં હશે! બાબા અહીં ની વાત નથી કરતાં. મનુષ્ય તો કહેશે નિરાકાર કેવી રીતે બોલશે? તેમને એ ખબર જ નથી કે નિરાકાર કેવી રીતે આવે છે. એમને પતિત-પાવન કહે છે. એ જ્ઞાન નાં સાગર પણ છે, ચૈતન્ય પણ છે, પ્રેમ નાં સાગર પણ છે. હવે પ્રેમ પ્રેરણા થી તો થતો નથી, એ પણ આમાં પ્રવેશ કરી બાળકો ને પ્રેમ કરી શકે છે ને, ત્યારે કહે છે અમે પરમપિતા પરમાત્મા ની ગોદ (ખોળા) માં આવીએ છીએ. બસ, બાબા તુમ્હીં સે ખાઉં, તુમ્હીં સે સુનું… બુદ્ધિ એ તરફ ચાલી જાય છે. શ્રીકૃષ્ણ બુદ્ધિ માં નથી આવતાં. તો બાપ બાળકોને બેસી સમજાવે છે. તમારા જેવાં સૌભાગ્યશાળી કોઈ નથી. તમે જાણો છો આપણે કેટલાં ઊંચા પાર્ટધારી છીએ. આ ખેલ છે ને. આમાં પહેલાં તો તમે કાંઈ જાણતાં નહોતાં. હવે બાપે પ્રવેશ કર્યોં છે તો ડ્રામા પ્લાન અનુસાર એમનાં દ્વારા સાંભળી રહ્યાં છો.

બાપ કહે છે - મીઠાં-મીઠાં બાળકો તમે જાણો છો બાબા નિરાકાર છે. એ આપણા આત્માઓ નાં બાપ છે. આ વાતો કોઈ પણ શાસ્ત્ર વગેરે માં લખેલી નથી. હવે તમારી બુદ્ધિ વિશાળ થઈ છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ભણે છે, બુદ્ધિમાં આખી હિસ્ટ્રી-જોગ્રોફી આવી જાય છે. પરંતુ આ કોઈની બુદ્ધિ માં નથી - બાબા ક્યાં છે! યથાર્થ રીતે આપ બાળકો જ સમજો છો અને પ્રેક્ટિકલ માં તે ખુશી છે. બાબા પરમધામ થી આવે છે, આપણને ભણાવે છે. આખો દિવસ પરસ્પર આ જ રુહ-રુહાન થવી જોઈએ. સિવાય આ જ્ઞાન નાં બાકી બધી છે સત્યાનાશ કરવા વાળી વાતો. શરીર નિર્વાહ અર્થ તમારે ધંધો વગેરે પણ કરવાનો છે અને સાથે-સાથે આ રુહાની સર્વિસ (સેવા) પણ.

તમે જાણો છો બરોબર આ ભારત સ્વર્ગ હતું. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. જે પણ દેવતાઓનાં ચિત્ર છે, એમનું યથાર્થ જ્ઞાન બુદ્ધિ માં આવી ગયું છે. નંબરવન લક્ષ્મી-નારાયણ નું ચિત્ર ઉઠાવો, વિચાર કરો - બરોબર આ ભારત માં રાજ્ય કરતાં હતાં તો એક જ ધર્મ હતો. રાત પૂરી થઈ દિવસ શરું થયો અર્થાત્ કળિયુગ પૂરો થઈ સતયુગ શરું થયો. કળિયુગ છે રાત. સતયુગ છે સવાર. વિચાર સાગર મંથન કરવાનું છે કે એમણે આ રાજ્ય કેવી રીતે મેળવ્યું? જેવી રીતે કહેવાય છે સાગર માં પથ્થર નાખો તો લહેરો ઉઠશે. તો તમે પણ પથ્થર મારો, મનુષ્યો ને સમજાવો. આ ખ્યાલ કરો, ભારત માં દેવી-દેવતાઓનું રાજ્ય હતું ને, જેમણે જ ફરી ભક્તિમાર્ગ માં મંદિર બનાવ્યાં છે, જેમને પછી લૂંટી ગયાં છે. કાલ ની વાત છે. હમણાં ભક્તિમાર્ગ છે તો જરુર તેની આગળ જ્ઞાનમાર્ગ હશે. આ બધી વાતો હમણાં તમારી બુદ્ધિ માં છે. બાપ પણ આવીને પોતાની જીવન કહાની બતાવે છે. તમને આ યાદ કેમ નથી આવતું. બાબા આવીને આપણને આ બધી નોલેજ સંભળાવે છે, સમજણ પણ જોઈએ ને. કોઈને પણ આ જ વાત સંભળાવો. આ જ ચિત્ર છે મુખ્ય ઉદ્દેશ. આ લક્ષ્મી-નારાયણ તો સૌથી મોટાં કિંગ ક્વિન (મહારાજા-મહારાણી) થઈ ગયાં છે. ભારત સ્વર્ગ હતું ને! કાલ ની વાત છે. પછી એમણે આ રાજગાદી કેવી રીતે ગુમાવી? પોતાનાં બાળકો પણ ભલે આ બધું સાંભળે છે પરંતુ ક્યારેય બુદ્ધિ માં ટપકતું નથી. બુદ્ધિ માં યાદ પણ નથી આવતું. જો યાદ આવે છે તો બીજાઓને પણ સમજાવી શકે છે. છે તો ખૂબ સહજ. તમે અહીં આવો છો લક્ષ્મી-નારાયણ જેવાં બનવાં. સમજાવાયું છે ૫ હજાર વર્ષ ની વાત છે. એનાથી આગળ-આગળ નું કંઈ હોતું નથી. સૌથી જૂના માં જૂની ભારત ની કહાણી આ છે. હકીકત માં સાચ્ચી-સાચ્ચી કહાણી આ હોવી જોઈએ. સૌથી મોટી કહાણી આ છે. આમનું રાજ્ય હતું, હમણાં તે રાજ્ય નથી. જરા પણ કોઈને ખબર નથી. તમારી બુદ્ધિ માં નંબરવાર ટપકે છે. બાપ કહે છે - મને યાદ કરો. તે પણ પૂરી રીતે કોઈ યાદ નથી કરતાં. બાપ બિંદુ છે, આપણે પણ બિંદુ છીએ, આ પણ બુદ્ધિમાં રહેતું નથી. કોઈ-કોઈ ની બુદ્ધિમાં તો સારી રીતે ટપકે છે. કોઈને બેસી સમજાવે છે તો ૪-૫ કલાક પણ લાગી જાય છે. આ ખૂબ વન્ડરફુલ (અદ્દભુત) વાતો છે. જેવી રીતે સત્ય નારાયણ ની કથા બેસીને સાંભળે છે ને. ૨-૩ કલાક બેસી સાંભળે છે, જેમને રસ હોય છે. આમાં પણ એવું છે, જેમને ખૂબ રુચિ હશે તેમને બીજું કાંઈ સૂજશે જ નહીં. બસ, આ વાતો સમજવામાં જ મજા આવે છે. આ વાતો સારી લાગે છે. સમજે છે બસ, આ સર્વિસ માં જ લાગી જઈએ, બીજા ધંધાધોરી વગેરે બધું છોડી દઈએ. પરંતુ એવી રીતે તો કોઈએ બેસવાનું નથી. તો આપ બાળકો આ સત્ય-નારાયણ ની કહાણી સાંભળી રહ્યાં છો. હવે તમારી બુદ્ધિ માં કેટલી સારી વાતો રમણ કરે છે. અમે આ વક્ખર (સામગ્રી) ડીલેવરી કરવાનાં (મોકલવાનાં) માટે એવરરેડી (સદા તૈયાર) છીએ. વક્ખર હંમેશા રેડી હોવો જોઈએ. આ ચિત્ર પણ તમે બતાવીને કોઈને પણ સમજાવી શકો છો - આ લક્ષ્મી-નારાયણ ને આ રાજ્ય કેવી રીતે મળ્યું? કેટલાં વર્ષ પહેલાં આ વિશ્વનાં માલિક હતાં. તે સમયે સૃષ્ટિમાં મનુષ્ય કેટલાં હતાં, હવે કેટલાં છે. કાંઈ ને કાંઈ પથ્થર નાખવો જોઈએ તો વિચાર સાગર મંથન ચાલે. આપણાં આ કુળ નાં હશે તો ઝટ લહેર જશે. આપણા કુળ નાં નહીં હશે તો કાંઈ પણ સમજશે નહીં, ચાલ્યાં જશે. આ નબ્જ (નસ) જોવાની વાત છે. તમારે સિવાય આ મીઠાં-મીઠાં જ્ઞાન નાં બાકી કાંઈ પણ બોલવાનું નથી. જો જ્ઞાન નાં સિવાય કાંઈ પણ બોલો છો તો સમજો તે ઈવિલ (ખરાબ) છે, તેમાં કોઈ સાર નથી. મારી પાસે એવાં ઘણાં બાળકો છે જેને સાંભળવાનો ખૂબ શોખ હોય છે. બાપ સમજાવે છે - ઈવિલ વાત તો ક્યારેય પણ સાંભળવી ન જોઈએ. કલ્યાણ ની વાતો જ સાંભળો. નહીં તો મફત પોતાનું સત્યાનાશ કરી દેશો. બાપ તો આવીને તમને જ્ઞાન જ સંભળાવે છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. કહે છે બીજી કોઈ પણ વાત ન કરો, આમાં ખૂબ સમય વેસ્ટ (વ્યર્થ) કરો છો. ફલાણા એવાં છે, તે એવું કરે છે…. તેને ઈવિલ કહેવાય છે. દુનિયાની વાત અલગ છે, તમારો તો એક-એક સેકન્ડનો સમય ખૂબ વેલ્યુબલ (મૂલ્યવાન) છે. તમે ક્યારેય પણ એવી વાતો નહીં સાંભળો, નહીં કરો. એનાં કરતાં તો તમે બેહદ નાં બાપ ને યાદ કરો તો તમારી ખૂબ કમાણી છે. જ્યાં-ત્યાં બાપ નો પરિચય જઈને આપો. આ રુહાની સર્વિસ કરતાં રહો.

સાચાં-સાચાં મહાવીર તમે છો. બસ, આખો દિવસ આ જ તાત રહે - કોઈ હોય જેને આ રસ્તો બતાવીએ. બાપ કહે છે - મુજ અલ્ફ ને યાદ કરો તો બે બાદશાહી મળી જશે. કેટલું સહજ છે. એવી-એવી રીતે જઈને સર્વિસ કરવી જોઈએ. બાળકોએ સર્વિસ પર ખૂબ ધ્યાન આપવું જોઈએ. પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરવું જોઈએ. બાપ પણ આપ બાળકોને સમજાવવાનાં માટે જ આવ્યાં છે ને. આપ બાળકો પણ આવ્યાં છો ભણવાં અને ભણાવવાં. સમય વેસ્ટ કરવા કે ફક્ત રોટલીઓ પકાવવા તો નથી આવ્યાં. આખો દિવસ બુદ્ધિ સર્વિસમાં ચાલવી જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જે વાતો પોતાનાં કામ ની નથી તેને સાંભળવા કે બોલવામાં પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો. જેટલું થઈ શકે ભણતર પર પૂરે-પૂરું ધ્યાન આપવાનું છે.

2. સદા ખુશી અને ઉમંગ માં રહેવાનું છે કે અમને ભણાવવા વાળા કોણ છે. પુરુષાર્થ ને ક્યારેય છોડવાનો નથી. મુખ થી જ્ઞાન રતન જ કાઢવાના છે.

વરદાન :-
સમજદાર બની ત્રણેય પ્રકાર ની સેવા સાથે - સાથે કરવાવાળા સફળતામૂર્ત ભવ

વર્તમાન સમય નાં પ્રમાણે મન્સા-વાચા અને કર્મણા ત્રણેય પ્રકારની સેવા સાથે-સાથે થવી જોઈએ. વાણી અને કર્મ ની સાથે મન્સા શુભ સંકલ્પ કે શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા સેવા કરતા રહો તો ફળ ફળીભૂત થઈ જશે કારણકે વાણીમાં શક્તિ ત્યારે આવે છે જ્યારે મન્સા શક્તિશાળી હોય, નહીં તો બોલવા વાળા પંડિત સમાન થઈ જાય કારણકે પોપટ ની જેમ ભણીને રિપીટ કરો છો. જ્ઞાની અર્થાત્ સમજદાર ત્રણેય પ્રકારની સેવા સાથે-સાથે કરી અને સફળતા નું વરદાન પ્રાપ્ત કરી લે છે.

સ્લોગન :-
પોતાનાં દરેક બોલ, કર્મ અને દૃષ્ટિ થી દરેક આત્માને શાંતિ, શક્તિ કે ખુશી નો અનુભવ કરાવવો જ મહાન આત્માની મહાનતા છે.

અવ્યક્ત ઇશારા - પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો

જેવી રીતે હોમિયોપેથીક દવા ની નાની-નાની ગોળીઓ કેટલાં મોટા રોગ ને ખતમ કરી દે છે, એવી રીતે આપ માસ્ટર સર્વશક્તિમાન પોતાની વૃત્તિ અને દૃષ્ટિ થી કોઈનાં પણ કઠોર સંસ્કાર નાં રોગ ને ખતમ કરી શકો છો જેવી રીતે તે દવા આ નથી કહેતી કે રોગ ને કેવી રીતે મટાડીએ, એવી રીતે તમે પરોપકારી આત્માઓ માસ્ટર જ્ઞાન સૂર્ય બની સર્વ આત્માઓ નાં પતિત સંકલ્પો કે વૃત્તિઓ ને ભસ્મ કરવાની સેવા કરો, અપકારી પર પણ ઉપકાર કરો.